સ્વર્ણ પરી - ભાગ 1 Pandit chetna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વર્ણ પરી - ભાગ 1

 એક નદી ના કિનારે  બે દંપતિ  થાકેલા અને હતાશ થયેલી હાલત મા બેઠા હતા. એમની આખો મા આસુ અને ચહેરા પર દુ:ખ સાફ છલકાઈ રહ્યુ હતુ. બીજી તરફ પરી મા સ્વર્ણ પરી આકાશ માર્ગ મા વિહાર કરવા નિકળી  ત્યા એની નજર નદી કિનારે પેલા દુખી દંપતિ પર પડી.  પરી વિચાર કર્યો શુ દુખ હશે. આ દંપતિ ને આમ વિચારી એક સામાન્ય સ્ત્રી  ના રુપ મા એ દંપતી પાસે ગઈ. અને કહ્યુ.  હુ અયા નવી છુ મને અયા કયાક આશરો મળશે.  દંપતિ એ પરિ સામે જોયુ પછી એક બીજા સામે જોઈ જોર જોર થી રોવા લાગ્ય. પરિ ના રુપ મા એ સ્ત્રી એ પુછયુ. અરે શુ થયુ કેમ રડો છો મારાથી કાઇ બોલાય ગયુ તો માફ કરજો. હુ  નિરાધાર છુ અને મને એમ થયુ અયા કયાક આસરો મળે તો મહેનત કરી ગુજરાન ચલાવુ .ઠીક  હુ જાવ છુ માફ કરજો મે તમને દુખ પહોંચાડયો હોય તો. પછી પેલા દંપતી કહ્યુ  ના બેન એવુ કાય નથી અમે અમારા કિસ્મત ને રોકી શી.  પરિ એવુ શુ દુખ છે તમને. અમે ગરીબ અને નિસંતાન પણ છીએ .લોકો ના મેળા ટોણા થી કંટાળી ને  આત્મહત્યા કરવા આવ્યા છીએ. પરી બોલી સંસાર મા માણસ ને કાઇ ને કાઇક દુખ હોય જ છે . પણ દુખ આત્મહત્યા નો કરાય આ તમારી પરિક્ષા હશે. હિંમત રાખો. મને જયા સુંધી રહેવા નો  આસરો નો મળે ત્યા સુધી તમારે ઘરે આશરો આપશો. બન્ને દંપતિ એકબીજા ના મો સામે જોઈ વિચારવા લાગ્યા. પછી પરી બોલી કાઇ વાંધો નય હુ જવછુ. પછી પેલા દંપતિ એ અવાજ દઇ ને કીધુ ઉભા રયો બેન જયા સુંધી તમને આસરો ન મળે ત્યા સુંધી તમે અમારી સાથે રહી શકો છો. બન્ને પરી રુપ મા એ સ્ત્રી ની બહુ આગતા વાગતા કરી અને પરી ના આવવા દી બન્ને દંપતિ ના ઘરે રાત દિન દુગની તરકી થઇ. અને હવે બન્ને દંપતિ ઘરમા ગરીબી ના વાદળ હટી ગયા. એક દિવસ બન્ને દંપતિ સુતા હતા ત્યા. તેમને ધીમો અવાજ સમભળયો. અને  નજીક જય ને જોવે છે. કે જે સાધારણ દેખાતી સ્ત્રી તો કોઇ દેવી જેવા રુપ મા હતી સ્ત્રી ચારે તરફ દિવ્ય તેજ જગમગ તો હતો. મોઢા તરફ દિવ્ય અદ્ભૂત અદ્વિતય સ્વર્ણ તેજ જળહળતો હતો. બન્ને એ નજીક બે હાથ જોડી ને કહ્યુ હે દેવી આપ કોણ છો  પરી એ કીઘુ હે મનુષ્ય તમારા બન્ને ની અતિથિભાવ થી હુ ખુબ પ્રદર્શન થઈ  છુ હુ દેવ પ્રિય સ્વર્ણ પરી છુ પરી લોક થી આસમાન મા વિહાર કરવા નિકળી હતી .અને તમારા બન્ને નુ દુખ જોઈ રોકાઈ ગઈ.  તમારી અતિથિય સેવા ભાવ થી હુ પ્રસ્ન થઈ છુ. માગો હુ તમને જે માંગો એ વરદાન આપીશ.પરી મા તમે અમને તમારી સેવા કરવા નો મોકો આપ્યો એ માટે તમારો ખુબ ખુબ આભાર જો તમે અમારા પર પ્રસ્ન છો તો તમારા આગમન થઈ અમારી ગરીબી દુર થઈ ગઈ  છે બસ એકજ ખોટ છે પરી પુછયુ શુ ખોટ છે શુ જોઈ એ છે માંગો જે માંગશો એ આપીશ. બન્ને દંપતિ ભાવુક થઈ રડવા માડયા .પરી કિધુ રહો  નહી શાંત થાવ અને માંગો.પેલા દંપતિ કીધુ મા તમે અમારા પર પ્રસ્ન હો તો અમને સંતાન સુખ આપો . પરી એ કિધુ બસ આટલુ જ દંપતિ કિધુ હા અમને સંતાન જોઈ છે. પરી હસતા હસતા કીધુ તથાસ્તુ બવ જલ્દી તમારા ઘરે સુંદર કન્યા નો જન્મ થશે અને તે મારો અંશ હશે અને એના મા પરી ની સ્વર્ણ શક્તિ હશે . તે હમેશા બધા નુ લોકાકલયાણ કરશે .આટલુ કહી પરી અંતર ધ્યાન થઈ ગઈ.  અને થોડા સમય દંપતિ ને ઘરે એક સ્વર્ણ કન્યા નો જન્મ થયો બન્ને દંપતિ મા આનંદ નો પાર ન રહ્યો બન્ને ખુશ થઈ.  સ્વર્ણ પરી નો આભાર માન્ય અને ખુશી થી જીવન ગુજારવા માંડયા.

 આ સ્ટોરી કાલ્પનિક છે . મારી ક્રિએટિવ  કરેલી છે.

જો આ સ્ટોરી બધા ને ગમી હોય તો કમેનટ કરજો હુ આ સ્ટોરી નો ભાગ બે જલ્દી લખીશ

   

                 લેખક ચેતના પંડિત 

                      જય મહાકાળ