કાંટો કાઢ્યો 2 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંટો કાઢ્યો 2

કાંટો કાઢ્યો. 2

      કાશીની આંગળીઓ સુરસીંગની ઝુલ્ફોમાં ફરતી હતી.અને સુરસીંગના હાથ કાશીના વાહામાં ફરતા હતા.
"મેં કીધું તું ને કાશી?કે તારી અને મારી વચાળના કાંટાને હું દૂર કરીશ ત્યારે જ તને પ્રેમ કરવા આવીશ." 
"હા મારા સુર.હવે તો હું આજથી તારી ગુલામડી થઈને જીવીશ.તે એવી રીતે એનું કાસળ કાઢ્યુ કે કોઈ કરતા કોઈને જરા જેટલી ય શંકા ન પડી.સાપે ય મરી ગ્યો અને લાકડી ય નો ભાંગી.ખરોસો તુ હો!" 
કાશીએ સુરસીંગ ના વખાણ કરતા કહ્યુ. 
"આ બધો પ્રેમનો પ્રતાપ છે કાશી.પ્રેમ માણસ પાસે હું નથી કરાવતો?મારે તને મારી બનાવવા મારા હાથને લોહીથી રંગવા પડ્યા.અને માથે ગો હત્યાનું પાપે ય ચઢાવવું પડ્યુ કાશી." 
"કાંઈ વાંધો નહીં સુરસિંગ.હવે તો બસ તું ને હું.હું ને તુ.હવે તો આપણને ના કોઈની રોકટોક.ને ના કોઈને બીક. આપણે તો રોજ એ જ કરીશુ જે લાગશે આપણને ઠીક."
અને બંને ફરી એકવાર એકબીજામાં ગૂંથાઈ ગયા.
    ઘડીક પહેલા જ્યા સુરસિંગ અને બીજા ગામના જુવાનિયાઓ ગાને દાટી ગયા હતા તે જગ્યાએ નથુ આવીને ઉભો રહ્યો.
નથુએ ત્રિકમ હાથમા લીધું અને જ્યા ગાને દાટી હતી ત્યાં ખાડો ખોદવા માંડ્યો.ઘડીક વારમાં જ એણે સુરસિંગની ગાને ખોદીને બહાર કાઢી.
જે ગાના ચામડા ઉપર કેટલાય દી થી એનો ડોળો હતો એ ગાની લાશ અત્યારે એની હામે પડી તી પણ એની પાસે લાશને જોવાનો વખતે ય ક્યાં હતો?એને બીક હતી સુરસિંગની.
કે ક્યાંક એને ગાનું ચામડું ઉતારતા કોઈ ભાળી જાહે ને એ જઈને સુરસિંગને ચાડી ખાહે તો જોવા જેવી થાહે.
એટલે એણે ચામડું ઉતડવાની ઉતાવળ કરી.છરી એણે ગાની જાંઘમાં ભરાવી અને એણે ચામડી ઉતડવા માંડી.પણ જાંઘેથી હજી એ પેટ લગી પુગ્યો ત્યાં તો આપો આપ ગાનું પેટ ફાટ્યું અને ગાના પેટમાંથી એક માનવ શરીર બહાર ફંટાયું નથુ તો હેબતાઈ જ ગયો.
"હે ભગવાન!આ હું?" 
એની આંખો ફાટી ગઈ. 
એની છાતીના ધબકારા વધી ગયા. 
અને એ પરસેવે રેબઝેબ થઈ ગયો.
અને જે શરીર ગાના પેટમાંથી બહાર નીકળ્યું હતું એના તો હજુ પગ અને કમરનો ભાગ જ બારા લબડ્યા હતા. એના હાથ છાતી અને મોઢું તો હજુ ગાના શરીરમાં જ હતા. 
હવે આગળ વધુ જોવાના હોશ નથુમા ક્યાં રયા તા? 
એણે તો મુઠ્ઠીયો વાળી ને ગામ ભણી દોટ મૂકી.
એના પાવડા.ત્રિકમ તો ન્યાન્યા જ રહી ગયા ગા પાહે અને જે છરીથી એ ખાલ ઉતડતો હતો તે છરી રહી ગઈ એના હાથમા.
જંગલની કેડી પૂરી કરીને એ જેવો પાકા રસ્તા પર પુગ્યો ત્યાં પોલીસની જીપ સાયરન વગાડતી એની પાહેથી પસાર થઈ.એને આમ રોડ ઉપર ખુલ્લી લોહી નીતરતી છરી લઈને દોડતા જોઈ ઇન્સ્પેક્ટર અરજણ સિંગ જાડેજાનું ધ્યાન એના ઉપર પડ્યુ.અને એણે બ્રેક મારીને જીપ ઉભી રખાવી જીપ નથુથી થોડીક આઘેરેક વય ગઈ તી.એટલે એમણે જીપ રિવર્સમાં લેવરાવી.
પોલીસને જોઈને નથુના તો મોતિયા જ મરી ગયા.
નથુનો અવતાર જોઈને જ અરજણ જાડેજા કળી ગયા કે નક્કી કંઈક દાળમાં કાળુ લાગે છે.
ગાના લોહીથી ખરડાયેલા કપડા.
ને લોહી નીતરતી છરી નથુ હાથમા જોઈને પોતાના ભારેખમ અવાજમા ડોળા તગતગાવતા અરજણ સીંગે સવાલ કર્યો. 
"અલ્યા હું કરી આવ્યો સે?જે હોય તે હાચે હાચુ કય દે નકર...." 
જાડેજાએ હાથે કરીને પોતાનુ વાક્ય અધૂરું મૂક્યુ.અને પોતાના કડપની શું અસર થાય છે આ માણસ ઉપર એ જાણવા એ ધ્યાનથી જોવા લાગ્યા નથૂના ચહેરાને.
અને ધાર્યા કરતાં વધારે અસર થઈ નથુ પર.
એ સાહેબના પગમાં પડી ગયો. 
"મેં કાંઈ નથી કર્યું સાહેબ.હું સાવ નિર્દોસ સુ.જાતનો ચમાર સુ.મરેલા જાનવરના ચામડા ઉત્તરડી.એને સાફ કરી જોડા સીવવાનું કામ કરુ સુ." 
"ઓત્તારીની."

(કોની લાશ હતી ગાયના પેટમા?વાંચો કાંટો કાઢ્યો ના ત્રીજા ભાગમા)