એક કપ કૉફી - 4 Piyusha Gondaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક કપ કૉફી - 4

હું છું ને , તું બસ મારો સાથ આપજે , તારી જીદ , તારો ગુસ્સો સર આંખો પર dear . 

બંને ખૂબ જ સાદગી થી લગ્ન ના પવિત્ર બંધન થી બંધાયા. આકાશ પ્રતીક્ષાનો પડ્યો બોલ ઝીલતો. તે કઈ પણ કહે તે પહેલાં જ બધું સમજી જતો. પ્રતીક્ષા પણ જાણે આ તેના નવા જીવન માં ખૂબ જ ખુશ હતી. તે આકાશ ની ખૂબ કાળજી લેતી. આકાશની નાની નાની વસ્તુઓ નું ખૂબ ધ્યાન રાખતી. બંને પોતાના નવા જીવનમાં ખુશી થી જીવી રહ્યા હતા. પણ સમય ને પસાર થતા અને સમય ને બદલાતા વાર નથી લાગતી. 

આકાશ પોતાના કામ માં ઊંડે ઊતરવા માંડ્યો અને પ્રતીક્ષા એકલતાની અનુભૂતિ કરવા લાગી. આકાશ સવારે ઘરે થી નીકળતો ને છેક અડધી અડધી રાતે ઘરે આવતો.  

ને એક દિવસ 

રાતે 12 વાગ્યા આકાશ ઘરે આવ્યો 

આકાશ મારે થોડી વાત કરવી છે .

Darling હું ખૂબ જ થાકી ગયો છું આપણે કાલ વાત કરીએ ? 

ના મારે અત્યારે જ વાત કરવી છે. તું બદલાઈ ગયો છે. તને મારી કઈ જ પડી નથી હવે. 

એવું નથી પણ હમણાં કામ નો લોડ વધુ છે dear, try to understand. શાંતિ થી કહ્યું. 

પણ આટલું તો શું કામ નું લોડ કે તું નથી મારા મેસેજ નો reply આપતો . કે નથી મારા કોલ attend કરતો. તું એ જ છે ને કે જે એક સમયે થાક્યો હોવા છતાં વાત કર્યા વગર સૂતો નહીં. અને હવે હું વાત કરવા તડપી રહી છું. ને તને કઈ ફેર જ નથી પડતો. 

Darling હું સખત થાકી ગયો છું અત્યારે કોઈ વાત કરવાના મૂડ માં નથી કાલે શાંતિ થી વાત કરીએ ?

સાચે કાલે મારા માટે સમય કાઢીશ ને ? 

હા કાલે પાક્કું કશે બહાર જઈએ બસ. 

પ્રતીક્ષાને થોડી રાહત થઈ . એ તેના શયન કક્ષ માં પહોંચી એ પહેલાં જ આકાશ નિદ્રા માં પહોંચી ગયો હતો. પ્રતીક્ષા તેની ચહેરા સામે જોયું અને જોતી જ રહી. તે આકાશના ગાલ પર એક હળવું ચુંબન કરવા ગઈ પણ તેને આકાશ નો પોતાના તરફનો બદલતો વર્તાવ યાદ આવી ગયો ને એ અટકી ગઈ. આકાશના ચહેરા ને જોઈ બધું ભૂલી ગઈ . તે એના પ્રેમ માં ફરી પડી ગઈ. તેના ગાલ પર ના ખંજન , તેનું સ્મિત , તેનું હાસ્ય આ બધું તે ગુમાવવા નોહતી માંગતી. 

સવાર પડી. પ્રતીક્ષા જાગે એ પહેલાં તો આકાશ બીજા શહેર નીકળી ગયો હતો. 

પ્રતીક્ષા એ મેસેજ છોડ્યો .

ક્યાં છો ?

હું વલસાડ જાઉં છું. આજે સવારે જ મેસેજ મળ્યા મારી 2 મીટીંગ છે . 

ને આપણો પ્લાન નું શું ?

કયો પ્લાન ?

અરે કાલ રાતે તો ......... પ્રતિક્ષા વાક્ય પૂરું ન કરી શકી . કશો નહીં . ક્યારે રિટર્ન આવશે ?

સાંજ સુધી માં આવી જઈશ. 

હમમ...

પ્રતીક્ષા ના નાના એવા માનસપટ પર વિચારો નું વાવાઝોડું એ પ્રકારે આવ્યું કે તેના પ્રેમ ને તહસ નહસ કરી નાખ્યો. એ એટલી તો અકળાઈ કે શું થઈ રહ્યું છે એ એને સમજાતું નહી. 

તેણી એ કૉલ કર્યો પણ સામે થી કોલ કટ થઈ ગયો. 

સોરી હું વાત કરવા અત્યારે ફ્રી નથી. ફ્રી થઈ ને કરું. 

ને જાણે એ કટ થયેલા કોલની સાથે જ પ્રતીક્ષાની બધી જ આશાઓ એ પણ દમ તોડી દીધો ન હોય એનું માથું ભારે થવા લાગ્યું , કાળજું કંપવા લાગ્યું ને આખા શરીર પર એક ધ્રુજારી આવી ને તે ત્યાં જ ઢળી પડી. જ્યારે હોશમાં આવી ત્યારે ઘર માં એકલતા એને ડંખવા લાગી. ભારે હૈયે તેણે એક નિર્ણય કર્યો. કાગળ ને પેન ઉપાડી કંઈક લખ્યું ને ઘરની બહાર નીકળી ગઈ. 

સાંજે આકાશ ઘરે આવ્યો. એકદમ સહજ રીતે જાણે કંઇ બન્યું ન હોય એમ જ. એક દમ શાંત તેણે પ્રતિક્ષા ની બૂમ પાડી પણ તે દેખાઈ નહીં એટલે નાહવા પોતાના રૂમમાં જતો રહ્યો. નાહી ફરી થી બહાર આવતા તેને તે ચિટ્ઠી મળી જે પ્રતિક્ષા છોડી ને ગઈ હતી. 

મહિનાઓ વીતી ગયા પણ આકાશે ન તો પ્રતીક્ષાની કોઈ શોધ કરી કે ન પ્રતિક્ષા પાછી ફરી. આકાશ આજે પણ પોતાના જીવન માં એટલો જ વ્યસ્ત રહે છે જેટલો એ પહેલા રહેતો હતો. તેના જીવન માં  પ્રતિક્ષા ના છોડી ને જતા રહેવાનો કોઈ જ ખાલીપો નથી. 


શું આને જ પ્રેમ કહેવાઈ ? એક વ્યક્તિ પ્રેમ માં તડપી તડપી ને જીવન વિતાવે ને બીજી વ્યક્તિ તેને નજર સુધ્ધાં ન નાખે. રોજ સવારે ઉઠી ને એ પ્રતિક્ષા માં રહે કે કદાચ આજનો દિવસ તેના જીવન માં નવું તેજ લઈને આવશે પણ રોજ એ વિચારો ની લહેર દરિયાના કિનારે તૂટી જતી હોય છે. 

મારી આ નાની વાર્તા નો આ છેલ્લો ભાગ અહીં પૂર્ણ થયો. આશા રાખું અપ સર્વ ને ગમ્યો હશે.