હું, વૈદેહી ભટ્ટ - ભાગ 21 krupa pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું, વૈદેહી ભટ્ટ - ભાગ 21

વિહાન તારા પપ્પા આ કઈ રીતે નક્કી કરી શકે છે કે મારે આશ્રમમાં જવું જોઈએ કે નહીં. તને ખબર છે, આ મારી માટે માત્ર નોકરી નથી પણ મારું પૅશન છે. તે મારી સાથ વાતચીત કર્યા વગર કઈ રીતે નિર્ણય લઈ લીધો કે, મારે હવે થી આશ્રમ નહી જવાનું. અને.... અને તું તે સમયે કંઈ બોલ્યો પણ નહી. શા માટા? તું ટેબલ પર ચૂપચાપ બેસી રહ્યો.”
તે દિવસે મેં ડિનર પછી વિહાન સાથે બહુ ઝઘડો કર્યો હતો. પણ, આમાં વિહાનની પણ ક્યા ભુલ હતી. તેની માટે પણ તે નિર્ણય એટલો જ સપ્રાઈસિંગ હતો.
“જ્યારે પપ્પાએ કોઈ પણ દબાવ વગર આપણા લગ્ન નક્કી કર્યા ત્યારે જ મેં તને કહ્યું હતું ને કે આમાં મને દાળમાં કાળું લાગે છે. પણ, તે મારી વાત ત્યારે માની નહી. મારા પપ્પા જે પણ કરે છે ને તેમાં માત્રને માત્ર તેમનો જ ફાયદો હોય છે. તે કોઈનું ભલું કરશે તેમાં પણ તેમનો જ ફાયદો હશે તો જ કરશે.” વિહાનની વાત મને હવે સાચ્ચી લાગવા લાગી હતી. મેં પણ નહોતું ધાર્યું કે આટલા મોટા માણસ..... જેના ઘરમાં 10 નોકર છે, આટલા મોટા બંગલામાં રહે છે. સમાજમાં આટલું મોટું નામ છે તેનું મન અને વિચારો આટલા જુનવાણી હશે કે ઘરની વહુએ બહાર કામ કરવા નહી જવાનું. હું આખી રાત વિચારતી રહી કે આમ કેમ થઈ ગયું. અમારા નવા નવા લગ્ન હતા, પણ અમારા વચ્ચે આને કારણે ચિંતા અને ગુસ્સાએ જગ્યા લઈ લીધી હતી. અમે બંન્ને એક જ બેડ પર સૂતા હતા પણ બંન્નેના ચહેરા અલગ અલગ દિશામાં હતા. જાણે બંન્ને આ મુદ્દે બહુ વાતચિત ટાળવા માંગતો હોય. બંન્નેને મનમાં ઘણા પ્રશ્નો હતા. પણ, જવાબ માટે એકબીજાને પુછવાની હિંમન બે માંથી કોઈના પણ નહોતી.
------------------------------------------------------------------------------
“અરે, વૈદેહી કેમ આમ ગુમસુમ બેસી છે? તું આ ઘરની નવી દુલ્હન છે. તારે તો તૈયાર થઈને બેસવું જોઈએ.” મારો મૂડ સારો કરવા વિહાને કહ્યુ
“વૈદેહીનો મૂડ સારો કરવાનો મારી પાસે એક રામબાણ ઈલાજ છે.” પપ્પાએ બેડરૂમમાં આવતા આવતા કહ્યુ. તે પોતાની સાથા નાસ્તા અને ચા પણ લેતાં આવ્યા હતા.
“પપ્પા એવું કંઈ નથી. મારો મૂડ સારો જ છે. આ તો જરા નવી જગ્યા છે એટલે નર્વસ જેવું ફીલ થાય છે. બાકી મારો મૂડ સારો છે.”
“હા, એટલે તું નીચે નાસ્તો કરવા નહોતી આવી હને. ચલ તારો મૂડ સારો થાય એવી એક વાત કહુ તને.”
હું અને વિહાન રાતના પપ્પાના અને અત્યારના પપ્પાને જોઈને અચંબિત થઈ ગયા.
રાત્રના પપ્પા હતા તે એક પોતાનું હુકમ ચલાવનારા હતા. તેમને જે રીતે વાત કરી હતી. તે જોઈને અમને પણ એક સેકંડ માટે લાગ્યું કે પપ્પાના આ કોઈ જુડવા ભાઈ હશે. તેમને જે રીતે કાલે મને નિર્ણય જણાવ્યો. એ જોઈને મને એક સેકંડ માટે થયું કે મેં ખોટા ઘરમાં લગ્ન કરી દીધા છે.
“વૈદેહી હવે તું સાવલા ખાનદાની વહુ છે. એટલે તારી જવાબદારી માત્ર ઘર પુરતી નથી રહેતી. તારી જવાબદારી સમાજ પ્રત્યે પણ વધી જાય છે. આપણું સમાજમાં બહુ સન્માન છે. તેને જાળવાની અને વધારવાની જવાબદારી હવે અમારી સાથે સાથે તારા પર પણ છે. એટલે હવે તું અનાથ આશ્રમમાં નાની નોકરી કરે તે મને નહી ચાલે એટલે હવે થી તારે અનાથ આશ્રમ જવાની નહી.”
“પણ, પપ્પા તે મારા માટે માત્ર નોકરી નથી પણ મારું પૅશન છે. પપ્પા......”
મને વચ્ચે જ બોલતાં અટકાવીને તેમને કહ્યું, “ તારું પૅશન હવે સાવલા કુંટબને મોટું કરવાનું હોવું જોઈએ. આટલી બધી પ્રોપર્ટી છે તેનો વારીસ આપવાનું હોવું જોઈએ. કાલથી તું ઘરે બેસીને ઘર સંભાળીશ.”
પપ્પાતો બોલીને જતા રહ્યા પણ, તે સમય મને સૌથી વધારે ગુસ્સો વિહાન પર આવી રહ્યો હતો. તેને મારા પક્ષમાં પપ્પાને એક શબ્દપણ નહોતો કહ્યો.
પણ, કાલના પપ્પા અને આજના પપ્પામાં રાત અને દિવસ જેટલો ફરક છે. મારી સામે જે ઉભા છે તે કોઈ અહંકારી, ડૉમિનેટ સસાર નહોતા, અત્યારે જે પુરૂષ હતો તે એક દિકરીનો બાપ બનીને તેની પાસે આવ્યો હતો. અને તે પણ રાતના વર્તનની માફી માંગવા આવ્યો હતો.
“વૈદેહી, વિહાનના ગયા પછી આ ઘર પર કોઈ સ્ત્રીનો પડછાયો પડ્યો જ નથી. વિહાન પણ ઘણા સમયથી અહી નહતો. એટલે કાલે આપણે બધા સાથે બેસ્યા તો મારા મનને એક શાંતિ મળી. અને તે શાંતિ કારણે હું જરા લલચાઈ ગયો. વૈદેહી હું તો એટલું જ ઈચ્છતો હતો. કે કાલની જેમ રોજ રાત્રે આ ઘરમાં ડીનર ટેબલ ભરેલું રહે. એટલે મેં તે કહ્યુ. પણ તું ચિંતા નહી કરે તારે તારું પૅશન છોડવાની કોઈ જરૂર નથી. હું સસરો છું.. સાસુ થોડી છું કે તારા હાથોનો ઉપયોગ ઘરના કામમાં કરીશ. તેની માટે આપણી પાસે નોકરોની ફૌજ છે. તું તારા આ હાથો નો ઉપયોગ અનાથ છોકરીઓના ભવિષ્ય બનાવવા માટે કર. પણ, એક શરત પણ તને અનાથ આશ્રમ જવાની પરિમશન મળશે?”
“કઈ શરત?” મારા બદલે વિહાને જ પુછી લીધુ
“આ, દોઢો.. અત્યારથી જ પત્નિ ઘેલો થઈ ગયો છે.” હસીને પપ્પાએ વિહાનની મજાક કરી
“મારી એ શરત છે.... કે.. આપણે ત્રણ સવારે કેટલા પણ કામમા હોઈએ.. પણ, રાત્ર ડિનર તો ત્રણએ સાથે જ કરવાનું... બોલો છે મુંજુર?”
“હા, પપ્પામ મને મુંજૂર છે.”આ વખતે વિહાન પહેલા મેં જ જવાબ આપી દીધો.
“વૈદેહી.. રાત્રે કંઈ તો થયું છે, પપ્પાનું હું આટલા વર્ષથી ઓળખું છું. પપ્પા ક્યારે પોતાનો નિર્ણય બદલતા નથી જ્યા સુધી તેમનો ફાયદો નહોય. પપ્પના ગયા પછી વિહાને કહ્યુ.
“તને તો આમે તારા પપ્પા પર ડગલે ને પગલે શંકા જ થતી હોય છે.”
“વૈદેહી તું મારા પપ્પાને ઓળખતી નથી. તે જેટલા બાર દેખાય છે તેનાથી વધારે અંદર છે.”
“વિહાન, તે તારા પિતા છે. તેમને જરા માન આપીને બોલ. ભૂતકાળમાં જે થઈ ગયું તેને યાદ કરીને કોઈ વ્યક્તિને સતત કોસવું ખોટું છે.” વિહાનના વર્તન પરથી લાગ્યું કે મારી વાતની તેના પર કોઈ અસર નહોતી થઈ રહી. એટલે હું તેને તેના હાલ પર છોડીને આશ્રમ જવા માટે તૈયાર થવા ગઈ.
 
 
વિહાનની શંકા ખોટી નોહતી. પપ્પાએ સાચે જ રાત્રે રૂમમાં બેસીને તેમના મિત્ર કમલેશે કાકાને ફોન લાગાવ્યો હતો.
“કમલેશ મેં વૈદિહીને મારો નિર્ણય જણાવી દીધો.”
“શું જણાવ્યું તે?” કમલેશેને પહેલા કંઈ સમજાયું નહીં.
“એ જ કે, કાલથી તે આશ્રમમાં નહી જાય અને ઘર સંભાળશે.”
“તું પાગલ થઈ ગયો છે, આટલી જલ્દી શું હતી તને. જરા તેને ઘરે સેટલ થવા દે. હમણા તો લગ્ન થયા છે. હજી આજે સવારે તો તેઓ હનિમુનથી આવ્યા હતા અને તુ ચાલુ થઈ ગયો. તારામાં પેશન નામની વસ્તુ છે કે નહી.”
કમલેશે ફોન પર જ હરખચંદને ગુસ્સો કર્યો.
હરખચંદને પણ લાગ્યું કે તેન કંઈ વધારે પડતી જ જલ્દી કરી નાંખી. થોડા સમય પછી આ કહેવાની જરૂર હતી. તેને નક્કી કર્યું કે સવારે વૈદેહીને કઈ દેશે કે તે મજાક કરી રહ્યો હતો. તે તેનું કામ ચાલુ રાખી શકે છે.
 
 
આખા અનાથ આશ્રમને ફુલોથી સજાવવામાં આવ્યો હતો. હું બધા માટે મીઠાઈ લઈ ગઈ હતી. અને મેં આશ્રમના પ્રાંગણમાં બધા માટે જમવાની વ્યવસ્થા પણ કરી હતી. મારી સાથે વિહાન પણ આવ્યો હતો. બધાએ મળીને અમને લગ્નની શુભેચ્છા અને બુકે આપ્યો. અડધો દિવસ તો અમારો પાર્ટીમાં જ જતો રહ્યો. મેં આ પાર્ટીમાં રાજવી અને મિહીને પણ બોલાવી હતી.
“વૈદેહી લગ્ન પછી તો તારા ચહેરાની રોનક વધી ગઈ છે.” રાજવી મને કહ્યું.
“તો, વધે જ ને, સાવલા પરિવારની વહુ બની ગઈ છે.” મિહીરે પણ રાજવીની સાથે મારા પગ ખેંચવાના ચાલું કરી દીધા.
 
“સાવલા પરિવારની વહુ બનવાની ચમક છે કે પછી તાજા તાજા હનિમુની?” રાજવીએ મને ચોટલી ભરતા કહ્યું, જેનાથી હું શરમાઈ ગઈ.
“પણ, વૈદેહી... તું ભલે સાવલા કુંટુંબની અને હરખચંદ સાવલાની પુત્રવધું બની હોય પણ આંખ કાન ખુલ્લા રાખીને રહેજે ઘરમાં. હરખચંદ સાવલા ભરોસાપાત્ર નથી. તારું ધ્યાન રાખજે અને જ્યારે મારી જરૂર પડે, તો તારી પાસે મારો નંબર છે જ.” રાજવી આ વાત કહીને જતી રહી. પણ, મારા મનમાં શકાંના બીજ રોપીને ગઈ. સવારે વિહાને પણ આ વાત કહી હતી.

END PART - 21