Featured Books
શ્રેણી
શેયર કરો

દરિયો પ્રેમની સુવાસનો - 1

શહેર નું એરપોર્ટ માણસો ની ભીડ થી ધમધમતું હતું. એકપછી એક ફ્લાઇટ ઉપડવાની સૂચનાઓ આવતી હતી. એની ફ્લાઇટ વાતાવરણ વાદળછાયું હોવાથી મોડી હતી. એને આ ના ગમ્યું. એને તો અહીંયા થી જલ્દી ને જલ્દી જવું હતું. આ શહેર ને છેલ્લી વાર મન ભરીને જોઈને છેલ્લી સલામ ભરીને ગુડ બાય કહી દેવું હતું. એટલે એને તાત્કાલિક જે ફ્લાઇટ હોય તેમાં જવું એવું નક્કી કરી દીધું હતું. દહેરાદૂન ની ટીકીટ લીધી. એને થયું અજાણ શહેર. પણ પાછો વિચાર આવ્યો. " જાણીતા શહેર માં પણ હવે તો બધા અજાણ્યા બની ગયાં છે ને. કે હું જ બધા માટે અજાણ બની ગઇ, જે હોય તે મારે મારી જિંદગી નવી રીતે શરૂ કરવી છે. પાછો પ્રશ્ન થયો કે શું નવી રીતે જીવી શકાશે? 

           એ દૃષ્ટિ સ્થિર રાખી પોતાના ભવિષ્યના વિચારોમાં ગૂંથાયેલી હતી. બધું છોડી માત્ર થોડાં ઘણાં ઓળખ ના પુરાવાના કાગળો, કપડાં લઈ ને જઈ રહી હતી પણ એનું મન નું વજન ઘણું હતું. ત્યાં તો હજી એ ભરેલી હતી. એણે કયારેય નોહ્તું વિચાર્યુ કે એક દિવસ એ સાવ આ રીતે એકલી પડી જશે. કદાચ બધે દિશાઓ થી એને જાકારો મળશે પણ એ એક વ્યક્તિ તો એની પડખે ઉભો જ હશે. એની સાથે દુઃખ વહેચી લેવા ને સ્મિત નું પહેરણ પહેરાવા. પણ એ... એ... એ... 
            
           એણે મોઢાં પર બે હાથ રાખી દીધા. ઊંડો નિસાસો નાખી થોડી ક્ષણો માટે નિરાશા ખંખેરી નાખી. "ચાહત ડોન્ટ બી વીક. યુ આર ફાઇટર"પોતાની જાત ને સાંત્વના આપી. એને ખબર હતી હવે એ જ એનો આધાર હતી. એને જાત ને સધિયારો આપતાં શીખવું પડશે.
           
         એની બાજુ માં એક માજી આવી બેસી ગયાં. એણે જોયું તો એ પણ એકધારી નજર નાખી સામે ની દિશા એ તાકી રહ્યાં હતાં. ચાહતએ પણ એ દિશા માં જોયું. એક યુવાન જતાં જતાં માજી ને 'આવજો' કહી રહ્યો હતો. માજી ની આંખમાં પાણી ના બુંદો ચમકી રહ્યાં. એમણે પોતાના સાડલાની કોર થી આંખ લૂછી. પળવાર તો ચાહત પોતાનું દુઃખ ભૂલી ગઇ એને થયું કે "બધા માં સબંધો નો ખલીપો આવી રીતે જ સળવળે છે કે? સ્વાર્થી સંબંધો ભીતર થી ખાલીખમ થઈ ગયા છે કે? એણે માજી ને પૂછી લીધું એ ગયાં એ તમારા દીકરા હતા કે? 
'હા બેટા.' હું ચાર દિવસ થી અહીંયા આવેલી હવે ગામડે પાછી ફરીશ. એને બઉ કામ રે છે એટલે વહેલો જતો રહ્યો. નહીતર મારી પાસે રોકાઈ જાત.
         
            ચાહત કટાક્ષભર્યું હસી. એને થયું કે માજી ને જણાવી દઉં કે "આવજો" નો તમે સાચો અર્થ ના સમજયા. અહીંયા તો લોકો મહોરું પહેરી ને ફરે છે. પણ એ મૌન થઈ ગઈ. ચારેકોર નજર નાખતી માણસો ના મહેરામણ ને જોઈ રહી. 
          
          ફ્લાઇટ ઉપડવાની જાહેરાત થઈ. એ પોતાનો પાસપોર્ટ લઇ આગળ લાઈન માં ઉભી રહી. એણે છેલ્લી નજર બસ જલ્દી નજર આ શહેર પર નાખી લીધી. એણે આંખો બંધ કરી ઊંડા શ્વાસ ભરી આખોમાં પાણી આવે અને એ રોકાઈ જાય એનું મન નબળું પડે તેથી પહેલા એણે ઝટપટ પગ ઉપાડ્યા. એ ફ્લાઇટ માં બેસી ગઈ. પોતાના મનને શાંત કરવા એને સીટ પર માથું ઢાળી આંખો બંધ કરી નાખી. આજુબાજુથી માણસોનું કોલાહલ, એરહોસ્ટેસ ની સૂચનાઓ બધા આવાજો વચ્ચે પણ એ શાંત બેસી રહી. એણે પોતાના બંને હાથ પોતાની આજુબાજુ વિટાળી પોતાને જ કહ્યું." માય ડિયર સેલ્ફ, નવી દુનિયામાં પગ મૂકવા જઇ રહી છે તું. ક્યારે નબળી ના પડતી. હું હંમેશા તારી સાથે હોઈશ આપણે બંને લડીશું..." 
       
           અને એની આંખ માં ઝબકારો થયો. એક વખત તો એ આત્મહત્યા કરવા સુધી પહોંચી ગઈ હતી. એને ભગવાન પરથી લોકો પરથી વિશ્વાસ ઊડી ગયો હતો ત્યારે શું કરે... પણ એ આત્મહત્યા ન કરી શકી. તો તો કદાચ એ ખોટી નથી છતાંય ખોટી સાબિત થઈ જાત. લોકોને ભાગેડુ જાહેર કરત. એના પ્રત્યે સહાનુભૂતિ દાખવતા હોત. પણ એને નથી જરૂર કોઈ એવી સહાનુભૂતિ. એણે નિર્ધાર કર્યો કે મારી લડાઈ હું જાતે લડીશ... એ તો આ શહેર છોડીને જવા પણ નહોતી માંગતી. જાતને વધારે જખમ આપવા કરતા, એણે આ શહેર ને છોડી દેવાનું વધારે ઉચિત માન્યું. 
" મેડમ" એરહોસ્ટેસ બાજુમાં આવી ચાહત ની સીટબેલ્ટ બાંધી આપી અને મહત્વની સૂચનાઓ આપવા લાગી. એ પોતાની વિચાર સમાધિમાંથી બહાર આવી.  
ફ્લાઈટ ટેક ઓફ થઈ. બારી પાસે બેસેલી ચાહતે પરથી શહેરની સુંદરતા જોઈ. શું થયું આ શહેર કેટલું સુંદર છે ને. ઓહ હવે હતું. આ તો ભૂતકાળ થયું. 

           માણસ ઘણી વાર ભૂતકાળ અને વર્તમાન અને ભવિષ્યમાં ભેદ પારખી શકતો નથી એવી સ્થિતિએ આવીને ઊભો રહી જાય છે ચાહતની પણ અત્યારે એ જ સ્થિતિ હતી. દરિયો એનો ભૂતકાળ, ફ્લાઇટમાં એનું વર્તમાન અને આવનારા શહેરમાં એનું ભવિષ્ય હતું. એને કઈ રીતે જુદુ તારવે. એને પોતાના વિચારો પર હસવું આવ્યું. ક્યાં એની પાસે વર્તમાન ભૂતકાળ ભવિષ્ય જેવા કોઈ શબ્દોનો અર્થ હતો. એ તો માત્ર ક્ષણોથી ભાગી રહી હતી, સમયથી ભાગી રહી હતી માત્ર એ પોતાની જિંદગીને જીવી જવા માંગતી હતી કોઈપણ રીતે. બાળપણમાં એને સપના જોયેલા કે એ પોતાની જિંદગીને લોકોની આસપાસ, પ્રેમાળ લોકોની આસપાસ,મનગમતાં પાત્રોની આસપાસ ખુશી ખુશીથી જીવશે. ઘણીવાર એ એના દાદીને કહેતી, હું તો 150 વર્ષ જીવવાની. આ દુનિયા એટલી સુંદર છે કે રોજે નવા લોકો મળે એને રોજ છે કંઈક નવું જીવવાનું મન થાય. હવે ખબર પડી આ એનો ભ્રમ હતો. ભાગેડુવૃતિ ધરાવનાર, જિંદગી થી થાકીને આત્મહત્યા કરનાર લોકોને એ પામર ગણતી. પણ આજે એને સમજાયું કે લોકો થાકી જાય, દુનિયામાંથી, દુનિયાના લોકોમાંથી, ઇશ્વરમાંથી એમનો વિશ્વાસ ઉડી જાય ત્યારે એ લોકો ક્યાં જાય, કઇ રીતે તે જીવી શકે. એણે ગરદન ને ઝટકો આપી વિચારોને ખંખેરવાનો નિરર્થક પ્રયાસ કરી જોયો. વિચારોને રોકવા એની બસની વાત થોડી હતી. એને થયું એ જોરથી રડી પડે. ચીસો પાડીને રડે. એનું બધું જ દર્દ, આ શહેરમાં છોડીને જ જતી રહે. મન ખાલી થઈ જાય. એ અહીંયા જ ઠલવાઈ જાય. પણ જાહેરમાં આવું કરવું એને જ ના ગમ્યું. અહીં ફાની દુનિયામાં બધાં ને પોતાના દુઃખ હોય છે એમાં મારું દુઃખ કોને કહું? એ બારી બહાર જોવા લાગી. 
              
          ને એણે આ શહેરનું અસીમ અગાઘ સૌંદર્ય પોતાના માં સમાવી બેઠેલા દરિયા ને જોયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ આ એક દરિયો, દરિયો જ મને કમજોર બનાવી નાખે છે. મન ભરીને છેલ્લી વાર દરિયા તરફ નજર નાખી લીધી. એનું મન વાદળોમાં પરોવાયું. સમય વીતતો ગયો...એના ઝખમ પર થોડાં મલમ લગાવતો ગયો. એ ઉઠી ને વોશરૂમ જઈ આંખો માં ભરાયેલા ખારા આંસુ ના દરિયાને ઠાલવી આવી. હવે એને કઈક સારું લાગ્યું. આંખોમાં ભરાઈ ગયેલો કચરો સાફ થઈ ગયો હતો.

        એ પાછી પોતાની સીટ પર આવી ને બેસી ગઈ. ત્યાં એક છોકરી ગીત ગાતી હતી.
कहता यह पल, खुद से निकल
जीते है चल, जीते है चल,जीते है चल।
        
          છોકરી એની સામે જોઈ હસી. તે પણ હસી. ખુબ હસી. એને સારું લાગ્યું.
      
          ફ્લાઈટ લેન્ડ થઈ. એ એરપોર્ટ પરથી બહાર આવી. પોતાના સમાન ની રાહ જોવા લાગી. અહીં એના માટે બધું અજાણ્યું હતું. ક્યાં જવું. ત્યાં જ કોઈ એ બૂમ પાડી 'ચાહત'... ચાહત...
એ ચમકી અહીં મને ઓળખનાર કોણ?....
ક્રમશ:
ચાહત નું દુઃખ શું છે?
શા માટે એણે શહેર છોડી દહેરાદૂન આવી ગઈ છે?
મારી ધારાવાહિક વાંચતાં રહો...