Featured Books
  • દીકરીની જાસૂસી - 1

    દીકરીની જાસૂસી-રાકેશ ઠક્કરપ્રકરણ ૧          શહેર આખામાં જેનુ...

  • વડનગર પુરાતત્વ મ્યુઝિયમ

    વડનગર હાટકેશ્વર મંદિર વિશે અત્રે લખી ગયો છું. ટૂંકમાં ફરી કહ...

  • રોકાણ - 5

    ભાગ ૫ — એક અધૂરું સપનુંડોક્ટરનો ફોન મૂક્યા પછી રમેશભાઈ થોડા...

  • Imege Time Mashin

    સોમનાથના દરિયા કિનારે અદ્રશ્ય થયેલી 'ટાઈમ-મશીન' વાન...

  • શૂન્યની બહાર - 11

    ભાગ 11 — પ્રથમ વિષય“હું નક્ષત્રનો પ્રથમ વિષય હતી.”નિષાના શબ્...

શ્રેણી
શેયર કરો

ભૂલ છે કે નહીં ? - ભાગ 112

બેનની ગાડીની ડિકી ખાલી હતી. બેનના કહેવા મુજબ એમાં એનું પર્સ હતું જેમાં પાંચ હજાર રૂપિયા હતા. એ ચોરાય ગયું એમ એનું કહેવું હતું. એ ખૂબ જ રડતી હતી. ભાઈ મમ્મી અને ભાભીને લઈને ઘરે નીકળી ગયો હતો. તમે પણ છોકરાઓને લઈને નીકળી ગયા હતા. મેં કહ્યું હતું કે હું પછી આવું છું. એટલે દુકાન પર હું, બેન અને પપ્પા જ હતા. બેન ખૂબ રડતી હતી. પપ્પાએ કહ્યું આપણે તો બધા અહીં જ હતાં. કોઈ તારી ગાડીની ડિકી ખોલે તો આપણને ખબર તો પડે જ પણ એવું કંઈ કોઈએ જોયું જ નથી. પણ બેન કહે ના હું પર્સ લાવી હતી અને એમાં જે પૈસા હતા એ તા મારા પોસ્ટ ઓફિસના પૈસા હતા એ તો મારે જમા કરાવવા જ પડે. બેન પોસ્ટ ઓફિસ એજન્ટ હતી. એટલે એની પાસે એના ક્લાયન્ટના પૈસા આવ્યા જ કરે જે એણે જમા કરાવવાના હોય. બેન ખૂબ જ રડતી હતી અને એને રડતી જોઈને છેલ્લે પપ્પાએ કહ્યું કે તું રડ નહીં. હું તને પૈસા આપી દઉં છું. અને પપ્પાએ એને પૈસા આપ્યા હતા. મને એ સમયે બેન સાચી હોય એવું જ લાગતું હતું. પછી હું ઘરે આવી ગઈ. મેં તમને વાત કરી ન હતી. કેમ ખબરની પણ તમને કંઈ કહેવાનું મન જ ન થયું. અને બીજા દિવસથી ફરી પાછી દોડધામ શરૂ થઈ ગઈ. આમ કરતાં કરતાં દિવાળી આવી ગઈ. મને ખબર હતી કે મમ્મી કહેશે જ કે ભાણી અને ભાણા માટે કપડા લઈ આવજો. એટલે મેં એ પ્રમાણે પહેલેથી જ પૈસા બચાવ્યા હતા. પણ એક દિવસ બેનનો ફોન આવ્યો કે તારા જિજાજી નોકરી નથી કરતા અને મારી પાસે છોકરાઓ માટે કપડા લેવાના પણ પૈસા નથી. શું તું એમને કપડા અપાવી શકે ? મેં કહ્યું મારે ઘરમાં પૂછવું પડશે. કારણ કે મારી પાસે એટલા પૈસા ન હોય. જો હું એને હા પાડી દઉં તો આપણે જે ભાણી ભાણા માટે કપડા લેવાના હોય એ કેવી રીતે લઈએ એ વિચારવું પડે. મેં તમને વાત કરી. તમે ના પાડી કે તું ના પાડી દે. આપણે ક્યાંથી લાવીને આપીશું ? પણ મારાથી બેન ને ના કહેવા માટે ફોન જ ન થયો. એકવાર તો એમ થયું કે મમ્મી પપ્પાને વાત કરું કે એ લોકો બેનના દિકરા દિકરી માટે કપડા લઈ આવે. પણ બેને કહ્યું હતું કે પપ્પાએ તો ત્યારે પાંચ હજાર રૂપિયા આપ્યા હતા હવે એમને કેવી રીતે કહી શકું ? મને એની એ વાત પણ સાચી લાગી હતી. અને વળી, આમ પણ ભાઈના આગળના વર્તન પરથી મને ખબર હતી કે હું કંઈ કહીશ તો એ મમ્મી પપ્પાને એમ જ કહેશે કે તમે બધું બેનો માટે જ કરો છો અને ઘરમાં ફરી લડાઈ થશે. મને કંઈ ખબર પડતી ન હતી કે શું કરું ? અને બીજા દિવસે હું જ્યાં ટ્યુશન કરાવવા જાઉં તેમણે ફી ના પૈસા એડવાન્સમાં આપી દીધા કે દિવાળી છે એટલે તમને કામ આવશે. એ જ દિવસે શાળામાંથી પણ મને પગાર આપી દીધો. મેં ઘરે આવીને તમને કહ્યું કે આ એડવાન્સ પગાર આવ્યો છે તો થોડા પૈસા બેનના દિકરા દિકરીના કપડા લેવા માટે આપી આવું ? તમે કહ્યું કે પછી આવતા મહિને આપણે શું કરીશું ? મેં કહ્યું કે હું બધા નથી કહેતી થોડા જ પૈસા. અને વળી, મારી કોલેજનો અને તમારો પગાર તો આવશે જ ને. એક મહિનો થોડું કસરથી ચલાવી લઈશું. ઘરે ટયુશન કરાવું છું એ પૈસા પણ તો આવશે. અને તમે કમને મને હા પાડી હતી કે સારું તારે જે કરવું હોય તે કર. મને તમારો એ જવાબ ગમ્યો ન હતો પણ મારાથી તમને કંઈ કહેવાયું પણ નહીં.