કોલેજની જિંદગી - 9 Smit Banugariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજની જિંદગી - 9

ઘણા સામય પછી આ વાર્તા લખી રહ્યો છું. આગળના ભાગમાં આપણે જોયું કે મિત અને યામિની સાથે બેઠાં હતા. જે જગ્યા પર આજ સુધી પ્રિત સિવાય કોઈ નથી બેઠું તેના પર આજે કોઈ હતું. બીજી બાજુ રાઘવ એના મિત્રો સાથે મીતને મારવા માટે આવી રહ્યો હતો.

તો શું થશે શું મિત અને યામિની મિત્રથી વિશેષ બની શકશે?
શું રાઘવ મિતને મારશે?
શું પ્રિત તેના મિત્રને બચાવી શકશે?

બધા સવાલોના જવાબ મળશે તમને આજના આ ભાગમાં તેનું નામ છે 


આમને સામને 




રાઘવ તેના મિત્રો સાથે મિતના ક્લાસમાં આવે છે.સની તેને ઈશારો કરીને બતાવે છે કે આ છે મિત અને આ તેનો મિત્ર પ્રિત. રાઘવ આ જોઈને જોરથી હસવા માંડે છે.

રાઘવ :- (હસતા હસતા) શું યાર સની તું પણ આવા લોકોથી માર ખાઈને આવી ગયો.

રાઘવનો અવાજ સાંભળીને બધા લોકો તેની સામે જોવા લાગે છે કેટલાક લોકો સમજી જાય છે કેટલાક લોકો જે રાઘવને ઓળખતા ન હતા તે લોકો મૂંઝવણમાં હતા પણ બધા ધીરે ધીરે વાત કરવા લાગે છે અને ધીરે ધીરે આ તો રાઘવ છે. અરે રાઘવ છે એવી વાતો ક્લાસમાં સંભળાવવા લાગે છે. મિત અને પ્રિત પણ રાઘવને જુએ છે.

પિંકી :- અરે હવે તો આપડે ગયા.

પ્રિત :- અરે તું ચિંતા ન કર હું છું ને.હું બધાને જોઈ લઈશ.

પિંકી :- એનો જ તો મને ડર છે કે તું લડાઈ કરીશ અને તને કઈંક થઈ ગયું તો મારું શું થશે?

પ્રિત :- હે...... શું બોલી શું બોલી....?

પિંકી :- કંઇ નહી.

પ્રિત :- ના ના મારું શું એવું કંઈક બોલી..

હજી આ બંનેની વાતો ચાલતી હતી ત્યાં રાઘવ અને તેના મિત્રો તેમની પાસે આવીને ઊભા રહી ગયા.

રાઘવ :- (એકદમ કડક અવાજમાં) તો તું છે તારી સાથે તો મારે બે હિસાબ લેવાના છે.એક તો મને ધક્કો મારવા માટે અને બીજો મારી સામે ઇલેક્શનમાં ઉભા રહેવા માટે.

સમર્થ :- જો રાઘવ શાંતિ ....

રાઘવ:- સમર્થ તુ ક્લાસ ની બાર ઊભો રહે આ વાત હું મારી રીતે કરીશ 

સની :- હા હા રાઘવભાઈને જ જોવા દો આ વાત. 

મિત :- જો રાઘવભાઈ રહી વાત તમને ધક્કો મારવાની તો તેના માટે મેં તમને પહેલા પણ સોરી કીધેલું અને હજી પણ કહું છું ભાઈ ભૂલથી ધક્કો લાગી ગયો અને રહી વાત ઇલેક્શનમાં ઊભા રહેવાનું તો એ મારો નિર્ણય નથી એ પ્રિન્સિપલ સરનો નિર્ણય છે 

રાઘવ :- તને કોઈએ બોલવાનું કહ્યું તો તને બોલવાનું કહું ને તો જ તારે બોલવાનું 

પ્રિત :- અરે રાઘવભાઈ આમ ના હોય 

રાઘવ :- એ તું તારી પીપૂડી બંધ રાખ. ખબર છે તું આનો બહુ મોટો મિત્ર છે વચ્ચે નહીં બોલતો 

મિત :- ભાઈ જો મારે કોઈ પણ વાત મોટી કરવી અને આની પહેલા પણ તમને ભૂલથી ધક્કો લાગી ગયો હતો એટલે હવે કોઈ પણ લાંબી ચર્ચા વિચારણા કરવાની જરૂર નથી લાગતી મને.

રાઘવ :- તને કોઈએ. બોલવાનું કહ્યું ? મોઢું બંધ રાખવાનું. 

સની :- રાઘવભાઈ બોલવાની હા પાડે ને ત્યારે તારે બોલવાનું બાકી શાંતિથી બેઠો રેહેજે.. 

હજુ આ લોકોની વાત ચાલી રહી હતી ત્યાં પ્રોફેસર ક્લાસમાં દાખલ થાય છે અને આટલા બધા લોકોને આવી રીતે ઉભેલા જોઈને તે તરત પૂછે છે.

પ્રોફેસર :- શું ચાલી રહ્યું છે આ બધું? આટલા બધા લોકો એક સાથે શું કરો છો?

અચાનક થી આમ પ્રોફેસરનો અવાજ સાંભળીને બધા તેમની તરફ જોવા લાગે છે અને થોડા જુદા પડે છે કે તરત પ્રોફેસરની નજર પડે છે કે આ તો મિત બેઠો છે અને તેની આજુબાજુ બધા લોકો ઊભા છે એટલે તરત મિતને કહે છે

પ્રોફેસર :- મિત, પ્રિન્સિપલ સરે તને ઇલેક્શનમાં શું ઊભો રાખ્યો તું તો ક્લાસમાં જ ભીડ એકઠી કરવા માંડ્યો? આ બધું હું નહીં ચલાવી લવ.

રાઘવ :- એ પ્રોફેસર તારી બોલતી બંધ રાખ.અહીં હું વાત કરું છું ને..

પ્રોફેસર :- કોણ છે? અને મારી સાથે આ રીતે વાત કેમ કરી શકે તું?

રાઘવ બહાર આવે છે અને બોલે છે "શું કીધું એ પ્રોફેસર?"

પ્રોફેસર જાદવને જુએ છે અને તરત સમજી જાય છે કે નક્કી આ ઇલેક્શનનો જ મામલો છે પરંતુ પ્રોફેસર પણ રાઘવની સાથે કોઈપણ જાતની મુસીબત ઊભી કરવા માગતા ન હતા એટલે એ તરત જ બોલે છે.

પ્રોફેસર :- અરે રાઘવ બેટા તું છે કે સોરી સોરી મારી ભૂલ થઈ ગઈ તું તારે કર તારે જે કરવું હોય તે.

રાઘવ :- કેમ પ્રોફેસર હવે બોલતી બંધ થઈ ગઈ?

મિત :- જો રાઘવ તું સર સાથે આ રીતે વાત ના કરી શકે.

રાઘવ :- તો હાવે તું મને શીખવાડીશ કે મારે કઈ રીતે વાત કરવાની? તને તો છે ને.. 

પ્રોફેસર :- અરે અરે રાઘવ બેટા કંઈ નહીં જવા દેને.

રાઘવ :- મે વચ્ચે બોલવાંનું કહ્યું? 

મિત :- જોરાગાંવ મામલો આપણી બે વચ્ચેનો છે પણ સરની સાથે આ રીતે વાત ન કરી શકે તું.

રાઘવ આ સાંભળીને ગુસ્સે થઈ જાય છે અને તરત જ તે મીતને મારવા માટે આવે છે અને પોતાની હોકી સ્ટીક લઈને મીતને મારવા જાય છે પરંતુ આ બાજુ મીત શાંતિથી બેઠા બેઠા મંદ મંદ હસતો હતો.તમને એમ લાગતું હશે કે શું મિત પાગલ થઈ ગયો છે કે કોઈ તેને મારવા માટે આવે છે અને તે હસે છે? પણ ના વાત જાણે એમ છે ને કે હજુ તો રાઘવ તેને હોકી મારે એ પહેલા તો તે વચમાં જ અટકી જાય છે. ના રાઘવે તેનો વિચાર નોતો બદલ્યો પણ પ્રીતે હોકી સ્ટિકને વચ્ચે જ પકડી લીધી હતી 

પ્રિત :- (હસતા હસતા) અરે રાઘવભાઈ આમ મોટાભાઈની સામે નાના ભાઈને મારો તો કેમ નુ ચાલે?

મિત :- રાઘવ એક વાત કે સાચી જ કીધી હતી કે આ તારો બહુ મોટો મિત્ર બસ એક નાનકડો સુધારો છે મારો બહુ મોટો મિત્ર નહીં પણ મારો મોટો ભાઈ છે અને આની સામે તો મને મારીશ આ તો તે બહુ ખોટું પગલું ભરી લીધું.

રાઘવ :- (ગુસ્સામાં) હું તમને બંનેને નહીં છોડુ.

રાઘવ હોકી સ્ટિક ખેંચવા જાય છે ત્યાં જ પ્રીત તેની પકડ છોડી દે છે અને આ એકદમના જટકાથી રાઘવ પોતાનું બેલેન્સ ગુમાવી બેસે છે અને પડી જાય છે અને બધા લોકો તેના પર હસવા માંડે છે. બિચારો રાઘવ આવ્યો હતો મીતને મારવા અને પોતે જ મજાક બની ગયો.

સની :- અરે રાઘવભાઈ રાઘવભાઈ તમે ઠીક તો છો ને? એ પ્રીત જો આ તે બહુ ખોટું કર્યું હવે રાઘવભાઈ તને નહીં છોડે.

પ્રિત :- એમ?

રાઘવ :- (જોરથી) આ બંનેના પગ તોડી નાખો.

બધા રાઘવ ની વાત સાંભળી મીત અને પ્રીતને મારવા માટે આગળ વધે છે ત્યાં પ્રોફેસર વચ્ચે આવી જાય છે અને બધાને રોકી લે છે 

પ્રોફેસર :- આ શું કરો છો? આ કોઈ મેદાન નથી આ મારો ક્લાસ છે અહીં આ બધું નહીં ચાલે.

જે રીતે રાઘવ નીચે પડ્યો અને બધા લોકો તેના પર હસતા હતા તેનાથી રાઘવ ખૂબ જ ગુસ્સામાં હતો અને એમાં પણ વચ્ચે પ્રોફેસર એ તેને અટકાવ્યો એટલે હવે રાઘવનો ગુસ્સો વધી ગયો. કે તરત જ નીચેથી ઉભો થાય છે અને પ્રોફેસરને ધક્કો મારે છે.

રાઘવ :- મેં કહ્યું હતું ને પ્રોફેસર વચ્ચે નહીં પડતો.

રાઘવ ના ધક્કાથી પ્રોફેસર પણ નીચે પડવાના હતા પરંતુ મિત ફટાફટથી જાય છે અને પ્રોફેસર ને પકડી લે છે અને બચાવી લે છે અને બીજી જ પ‌‍‍ળે તે રાઘવ ને કોલરથી પકડે છે અને ખેંચીને ક્લાસની બહાર લઈ જાય છે અને ધક્કો મારીને નીચે ફેંકી દે છે.રાઘવ ના મિત્રો પણ તેની પાછળ પાછળ જાય છે. હજુ કોઈ કંઈ બોલે તે પહેલા તો મીત બોલે છે.

મિત :- જ્યાં સુધી મારી વાત હતી ત્યાં સુધી બધું બરાબર હતું પણ પ્રોફેસરને આ રીતે ધક્કો મારવાની જરૂર ન હતી. અરે તને મારા ઇલેક્શનમાં ઊભા રહેવાથી તકલીફ હતી ને હું તો ઉભો રહેવા પણ નતો માંગતો. આ તો પ્રિન્સિપલ સરના ઓર્ડરથી મારે કરવું પડ્યું અને આમ પણ હું તો આજે પ્રિન્સિપલસરને મળીને તેમને ના જ પાડવાનો હતો પણ જે રીતે તે સર સાથે વર્તણૂક કરી આ જોઈને મને નથી લાગતું કે તું કોલેજના બીજા લોકો સાથે પણ તું સારો હોઈશ એટલે હવે મેં મારો નિર્ણય બદલી લીધો છે હવે તો હું ઇલેક્શન જરૂર લડીશ અને હા ફક્ત લડીશ નહી જીતીશ પણ હું જ. તારે જે કરવું હોય એ તું કરી લેજે પણ હવે મારો નિર્ણય નહીં બદલે.

આટલું કહીને મીત તે લોકોના જવાબની પણ રાહ નથી જોતો અને તરત જ ક્લાસનો દરવાજો બંધ કરી દે છે અને અંદર જતો રહે છે.

શું થશે હવે આગળ?
શું મીતે આ બહુ ખોટું કરી દીધું?
શું રાઘવ અહીં અટકી જશે કે પછી તે મીતને નહીં છોડે? 
શું મીટ ઇલેક્શન જીતશે? 
અને જો મીત ઇલેક્શન હારી ગયો તો? 

માફ કરજો પરંતુ બહુ જ રોમાંચક મોડ પર આ ભાગ પૂરો થઈ રહ્યો છે આ બધા સવાલોના જવાબ મળશે હવે તમને વાર્તાના આગળના ભાગમાં.

જો મારી વાર્તા માટે તમારો કોઈ સૂચન હોય તો મને જરૂરથી જણાવજો તમારા સૂચનથી મને સુધારવા માટે એક મોકો મળશે.