અર્ધચંદ્રની હવેલી - 3 Jaimini Brahmbhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધચંદ્રની હવેલી - 3

આજનો દિવસ એમ જ વીતી ગયો ને સાંજ પડી ગઈ હતી નોકર બધા દીવાઓ ગોઠવી રહ્યા હતા.અર્ધચંદ્ર હવેલી આખી દીવડાંના પીળા પ્રકાશથી ઝગમગી રહી હતી. બહાર વરસાદ બંધ થઈ ગયો હતો, પણ ભીની માટીની સુગંધ હજુ પણ હવામાં ફેલાયેલી હતી.શિવાંગી પોતાના રૂમની બારી પાસે ઊભી હતી. નીચે આખું આંગણું દેખાતું હતું.
હવેલી બહારથી જેટલી ભવ્ય લાગતી હતી… અંદરથી એટલી જ ગૂંચવાયેલી.દરેક માણસ કંઈક છુપાવતો હતો.
અને સૌથી વધારે રહસ્યમય હતો રુદ્રાક્ષ ઝાલા.

એટલામાં દરવાજા પર ટકોરા પડ્યા.
“દીદી… નીચે બધાને માટે ડિનર તૈયાર છે,” નોકરાણીએ કહ્યું.
શિવાંગીએ હળવું સ્મિત કર્યું અને નીચે જવા લાગી.
નીચે ડાઇનિંગ હોલમાં આખો પરિવાર બેઠો હતો.
મોટું લાકડાનું ટેબલ… ચાંદીના વાસણો… દિવાલ પર રાજવી ફોટાઓ…આ બધું જાણે કોઈ ફિલ્મનો દૃશ્ય લાગતું હતું.
ચારુલતાએ શિવાંગીને બેસવા કહ્યું.
“આવો બેટા.”

શિવાંગી ધીમેથી ખુરશી પર બેસી.
એની સામે રુદ્રાક્ષ બેઠો હતો.પણ એણે એકવાર પણ શિવાંગી તરફ જોયું નહીં.

“તો શિવાંગી બેટા,” વૈભવરાજ ઝાલા બોલ્યા,
“તમને સંગીતમાં રસ ક્યારેથી?”

“બાળપણથી,” શિવાંગીએ નમ્રતાથી જવાબ આપ્યો,
“મારી મમ્મીને સંગીત બહુ ગમતું હતું.”

“ગુડ એમાંય સંગીત માણસના દિલને શાંત કરે છે,” વૈભવરાજ ધીમેથી બોલ્યા.

રુદ્રાક્ષ અચાનક હળવું હસ્યો.
“દરેક માણસનું દિલ શાંત થતું નથી, બાપુજી.”એના કેહવા માં એક અલગ જ નારાજગી નો અંદાજ છલકાયો 
ટેબલ પર થોડા પળ માટે શાંતિ છવાઈ ગઈ.

શિવાંગીએ ધ્યાન આપ્યું—રુદ્રાક્ષ બોલે ત્યારે ઘરના બધાં લોકો થોડા સાવચેત થઈ જતા હતા.
એટલામાં હોલમાં એક છોકરી દોડતી આવી.
“સોરી! હું લેટ થઈ ગઈ!”
સામે આધુનિક કપડાં પહેરેલી, આત્મવિશ્વાસથી ભરેલી યુવતી ઊભી હતી.એનું નામ અન્વી આ હવેલી ની નાની સદસ્ય 

“હાય!” એણે સીધું શિવાંગી તરફ જોઈને કહ્યું,
“ઓહ હાય તો તમે નવા મેહમાન છો ને? હું અન્વી ”હાથ વધાર્યો કે શિવાંગી એ થામતા કહ્યું.“હાય, આઈ એમ શિવાંગી.”

“વેલકમ ટુ ધ મેન્ટલ ફેમિલી,” અન્વી એ ધીમેથી કહ્યું.જે એની પાસે રહેલા વેદાંતે સાંભલ્યું વેદાંત હસી પડ્યો.
પણ રુદ્રાક્ષે તીવ્ર નજરથી કિયારાને જોયું.
“અન્વી...”

“ઓકે ઓકે  … હું ચૂપ.”કેહતા અન્વી મોઢું બનાવી બેસી ગઈ.

શિવાંગીને થોડું હસવું આવ્યું.આ પહેલી વાર હતું જ્યારે એ હવેલીમાં થોડું કમ્ફર્ટેબલ અનુભવતી હતી.હજુ તો બધાયે ડિનર ચાલુ જ કર્યું હતું કે એ દરમિયાન અચાનક લાઇટ જતી રહી.આખી હવેલી અંધકારમાં ડૂબી ગઈ.
એકદમ શાંતિ…
પછી ઉપરના માળેથી કંઈક ભારે વસ્તુ પડ્યાનો અવાજ આવ્યો.
ધડામ!!!

ચારુલતા ગભરાઈ ગઈ.“આ અવાજ ક્યાંથી આવ્યો?”

નોકરાણીઓ પણ ડરી ગઈ.
“ઉપરના જૂના ભાગમાંથી લાગ્યો,” એક નોકરે કહ્યું.

રુદ્રાક્ષ પોતાના ફોન ની ટોર્ચ ચાલુ કરતા તરત ઊભો થયો.
“કોઈ ઉપર નહીં આવે.”

પણ એ બોલે એ પહેલાં જ શિવાંગી બોલી—
“હું પણ આવું?”શિવાંગી ફોન ની લાઈટ ચાલુ કરી જ રહી હતી એ બોળી 

રુદ્રાક્ષે તરત એની તરફ જોયું.
“નહીં.”

“પણ મિસ્ટર ઝાલા..!”

“મેં કહ્યું ને નહીં.”રુદ્રાક્ષ નો કડક અવાજ આવ્યો કે શિવાંગી એ પણ એને ગુસ્સા માં તીખી નજર મારી માનો આંખો થી કહી દીધું કે હું શિવાંગી તમારું કઈ ક્યાં સાંભળવાની હતી.

રુદ્રાક્ષ આગળ ચાલ્યો અને શિવાંગી પણ એની પાછળ પાછળ સીડીઓ ચઢવા લાગી.ઉપરનો માળ અંધકારમય હતો.જૂના દીવાલો… તૂટેલા ફોટાફ્રેમ… પવનથી હલતા પડદા…શિવાંગીના દિલની ધડકન વધી રહી હતી.એટલા માં એક નોકરાણી લેમ્પ આપી ગઈ કે રુદ્રાક્ષ હાથમાં લેમ્પ લઈને આગળ વધી રહ્યો હતો.

“તમને ડર નથી લાગતો?” શિવાંગીએ ધીમેથી પૂછ્યું.

રુદ્રાક્ષ રોકાયો નહીં.ચાલતા જ કહ્યું, "મેં ના પાડી હતી મિસ.!"

“ડર સાથે જીવવાની આદત પડી ગઈ છે.”શિવાંગી એ કીધૂ 
એના અવાજમાં કંઈક એવું હતું કે રુદ્રાક્ષ એક નજર જોઈ શાંત થઇ ગયો.બંને અવાજ આવેલી રૂમ સુધી પહોંચ્યા.
દરવાજો અડધો ખુલ્લો હતો.રુદ્રાક્ષે ધીમેથી દરવાજો ખોલ્યો.અંદર બધું અસ્તવ્યસ્ત હતું.જૂની અલમારી જમીન પર પડી હતી.
અને…
દિવાલ પર લટકતો એક મોટો ફોટોફ્રેમ તૂટેલો હતો.શિવાંગી ધીમે ધીમે આગળ વધી.ફોટો જમીન પર પડેલો હતો.
એણે ફોટો ઊંચક્યો…અને ચોંકી ગઈ.ફોટામાં એક યુવતી હતી.એનો ચહેરો…શિવાંગી જેવો જ હતો.એકદમ એના જેવો.

“આ… આ કોણ છે?” શિવાંગીના અવાજમાં કંપારી હતી.
રુદ્રાક્ષનો ચહેરો એકદમ બદલાઈ ગયો.એ તરત આગળ આવ્યો અને ફોટો એની હાથમાંથી લઈ લીધો.

“આ રૂમમાં તમારે આવવું નહોતું.કીધું ને કે બહાર જાઓ.!"


“પણ આ છોકરી…મારી જેવી..!"શિવાંગી ના માથે પરસેવો વાળી ગયો હતો..

“બસ!”રુદ્રાક્ષ પહેલી વાર ગુસ્સે ચીસ્યો.
શિવાંગી ગભરાઈ ગઈ.
થોડા સેકન્ડ સુધી બંને વચ્ચે શાંતિ રહી.
પછી રુદ્રાક્ષ ધીમે બોલ્યો—“આ હવેલીમાં કેટલીક વાતો વિશે પ્રશ્ન ન પૂછવા સારું.”
શિવાંગીની આંખો હજુ પણ ફોટા પર હતી.
“પણ એ મારી જેવી કેમ દેખાય છે?”
રુદ્રાક્ષ ચૂપ રહ્યો.
એની આંખોમાં અચાનક દુઃખ દેખાયું.
અને પછી એ વળી ગયો.ને શિવાંગી ના હાથ પકડી એને ખેંચી બહાર કાઢી દીધી ને જોર થી કહ્યું..“નીચે જાઓ.”શિવાંગી નીચે તો આવી ગઈ…
પણ એના મનમાં હવે હજારો પ્રશ્નો હતા.
એ છોકરી કોણ હતી?
રુદ્રાક્ષ એટલો બેચેન કેમ થઈ ગયો?
અને સૌથી મોટો પ્રશ્ન—
શિવાંગીનો આ હવેલી સાથે શું સંબંધ હતો?
રાત્રે…
શિવાંગી ઊંઘી શકી નહીં.
પવનથી બારી ધીમે ધીમે અથડાઈ રહી હતી.
એટલામાં…
એને ફરી એ જ સફેદ સાડીવાળી વૃદ્ધ સ્ત્રી દેખાઈ.
આ વખતે એ સ્ત્રી રૂમની બહાર ગેલેરીમાં ઊભી હતી.
અને ધીમે ધીમે હાથથી ઈશારો કરી રહી હતી—
“આવો…”
શિવાંગી ગભરાઈ ગઈ…
પણ કોઈ અજાણી શક્તિ એને એ સ્ત્રી તરફ ખેંચી રહી હતી.
અને એ ધીમે ધીમે રૂમની બહાર નીકળી…
અંધારી ગેલેરી તરફ આગળ વધવા લાગી…
જ્યાં કદાચ—
અર્ધચંદ્ર હવેલીનું પહેલું રહસ્ય એની રાહ જોઈ રહ્યું હતું…