પ્રેમ કે દોસ્તી ? - 1 Yaksh Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે દોસ્તી ? - 1

મસ્ત ઉનાળા ની સવાર નો ઠંડો ઠંડો પવન અને હાથમાં ચા નો કપ અને બાલ્કની માં બેઠા બેઠા જુના દિવસ ની યાદો આવી ગઈ આમ તો લગ્ન ના બોવ દિવસો પછી મિત્રો ની યાદ આવી કેમ કે હવે તો કયા કોઈ ને ટાઈમ છે મિત્રો ને મળવા નો

    તો પણ આજે થયું કે ચાલો એક કોલ તો કરીયે કદાચ એ જુના દિવસો પાછા મળી જાઈ અને પાછા એ જુના મિત્રો પણ મળી જાય પછી મન માં સવાલ થયો કે સવાર સવાર માં કોલ કરી શકાય? કેમ કે પહેલા તો કોઈ ટાઈમ દેખી નતો શકાતો ડાયરેક્ટ કોલ કરી દેતા હતા કેમ કે પહેલા તો સવાર જ મિત્રો ના લીધે થતી હતી પણ હવે તો મિત્રો પણ પોતાનું ઘર સંસાર લઇ ને બેઠા છે તો બધા કઈ ફ્રી તો ના જ હોય ને તો પણ પછી છેલ્લે વીર ને તો કોલ કરીયો જ કેમ કે બધા મિત્રો લગ્ન ના સંસાર માં બંધાયેલા હતા પણ આપણા વીરભાઈ એ તો લગ્ન જ નતા કરિયા તો પછી વીર ને કોલ કરી જ દીધો 

અજય: હેલો વીરભાઈ કેમ છો મજામાં ને? 

વીર : બોલો બોલો અજયભાઈ આજે કયાંથી અમારા જેવા નાના માણસો ને યાદ કરિયા

અજય : અરે કયા નાના માણસો આપડે બધા સરખા જ છીએ 

વીર: આપણે બધા સરખા જ હોયે તો તમે મને કોલ કરતા પણ બધા ના લગ્ન થઇ ગયા એટલે તમે તો આ વીર ને ભૂલી જ ગયા ને બધા 

અજય : ના ના વીર એવું નથી આતો ઓફિસ થી ઘરે ને ઘરે થી ઓફીસ માં જ જીવન નીકળી જાય છે કયા હવે પહેલા જેવા આપડે નવરા હોયે છીએ 

વીર : અરે વાંધો નહિ કો અજયભાઈ તમે મજામાં ભાભી અને છોકરાઓ મજામાં છે ને 

અજય : હા, વીર બધા જ મજામાં છે વીર યાર આજે જુના મિત્રો ની યાદ આવી છે યાર એ જુના દિવસો યાદ આવે છે. કયા છે યાર તું ચાલ ને થોડી વાર ભેગા થઈએ મળીયે બેસીયે વાતો કરીયે 

વીર : અરે કેમ નઈ અજય ચાલ હું આજે બધા મિત્રો ને વાત કરી ને બોલાવું છું આજે આપડે બધા જ ભેગા થઈએ એ આપડી જૂની જ જગ્યા પર 

અજય : હા, મને હજુ આપડી એ જૂની જગ્યા યાદ છે હજુ પણ ત્યાં થી નીકળું તો આપડો જ સમય યાદ આવે છે ચાલ આજે મળીયે પ્લીઝ વીર 

વીર : હા પાકું આપડે 2 વાગે ત્યાં ભેગા થઈએ હું બધા ને કઈ દવ છું 

આમ કરી ને વીર ને અજય એ ફોન મૂકી દીધો અને અજય ભાઈ તો ખુબ જ મનો મન ખુશ થઇ ગયા કે હાશ! આજે મિત્રો મળીશું ને આજે પાછુ જીવન જીવી લઈશું 

જીવન ની ભાગ દોડ માં આપણે આપણું જીવન જીવવા નું જ ભૂલી ગયા છીએ કે કેમ નું જીવવું આપડે પેલા કેવું જીવન જીવતા હતા ને હાલ કેવું જીવીયે છીએ.

વીર એ એક પછી એક બધા જુના મિત્રો ને કોલ કરી ને કીધું કે અજય નો કોલ આવીયો હતો ને આપણે બધા મળીયે છીએ એમ તો એમાંથી રવિ એ કહીંયુ બધા મિત્રો એટલે અજય વીર આકાશ પ્રાચી ખુશી મિત અને જય આ બધા જ આવે છે ? 

વીર હા આ બધા ને તો મેં કોલ કરી ને કીધું છે 

રવિ : ઓહહો આજે સૂર્ય કયા ઉગિયો છે જોવો પડશે કઈ નઈ ચાલ બધા થયીએ ભેગા

વીર : હા, રવિ મેં બધા ને તો કીધું છે પણ ખુશી ને નથી કીધું મહેરબાની કરી ને રવિ તું ખાલી ખુશી ને ફોન કરી ને કઈસ કે આપડે બધા ભેગા થઈએ છીએ તો એ પણ મળે એમ 

રવિ કેમ લ્યા તારે ખુશી જોડે શું થયું તો તું નઈ કહે? 

વીર: કઇશ તને ફ્રી થાય ને શાંતિ થી તું ખુશી ને કઈ દેને પ્લીઝ 

રવિ : હા, okay હું ખુશી ને ચાલ કઈ દવ છું 

વીર : હા thank you રવિ 

આમ વીર એ બધા મિત્રો ને કઈ દીધું અને બધા જ મિત્રો ખુશ ખુશાલ થાઈ ને રેડી થવા મળ્યા પણ વીર એટલો બધો હેપ્પી નતો 

કઈ તો કારણ હશે જ ને વીર કેમ ખુશ નઈ હોય ? 

શું વીર ને કોઈ મિત્રો સાથે લડાઈ થઇ હશે?

આ બધું આપડે પ્રેમ કે દોસ્તી ના પાર્ટ :2 માં જોશું  

આપ વાંચતા રહો હું આપણે જુના દિવસો યાદ કરાવતો રહીશ 

આભાર 

Be happy be positive ☺️