NICE TO MEET YOU - 5 Jaypandya Pandyajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

NICE TO MEET YOU - 5

NICE TO MEET YOU 

                              પ્રકરણ - 5 

( ગયા અંકથી આગળ ) 

વેદિતા -  ગાડીમા બેસે છે. અને ડ્રાયવરને ગાડી ચલાવવા કહે છે. અને ડ્રાયવર ગાડી ચલાવે છે. વેદિતા પેલા બાળક અને તેની સાથે થતા અન્યાય વિશે જ આખા રસ્તે વિચાર કરે છે. તે ( મનમાં બોલે છે. ) ભગવાન આવુ શા માટે કરતા હોય છે?  ભગવાન સૌને સરખું જીવન આપે છે તો પરિસ્થિતિમાં કેમ અમીર અને ગરીબનો ભેદભાવ કરે છે?  શુ અમીરને જ બધા અધિકાર છે. ગરીબની જિંદગી શુ ઠોકરો ખાવા માટે જ બનેલી હોય છે. આજે મેં તો પેલા બાળકને હેલ્પ કરી તેનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો પણ આ દેશમાં આવા કેટલાય ગરીબ અને અનાથ માણસો હશે જેમના માટે બે ટાઈમ સરખું જમવાનું પણ નસીબમાં હોતું નથી. મને આ બધું જોઈને ખુબ દુઃખ થાય છે. જો દરેક અમીર પોતાની આવકનો અમુક ભાગ મોટી  લગઝરિયસ લાઈફ સ્ટાઇલ જીવવાની જગ્યાએ જરૂરિયાતવાળા લોકોની સહાય માટે આપે તો ગરીબી મોટા પાયે દુર થઈ શકે છે. 

ડ્રાયવર - મેડમ હવે ક્યાય પણ રોકાવવાનું નથી ને?  

        બે ત્રણ વખત પૂછે છે પણ વેદિતા પોતાના વિચારમાં  ખોવાઈ ગઈ હોય છે. 

પછી ડ્રાયવર  ગાડી રોકે છે. 

વેદિતા - ભાઈ તમે ગાડી કેમ રોકી છે?  કંઈ કામ છે તમારે?  

ડ્રાયવર - મેડમ મેં બે ત્રણ વખત તમને પૂછ્યું કે હવે બીજી કોઈપણ જગ્યાએ ગાડી સ્ટોપ કરવાની છે?  પણ તમારું ઘ્યાન ન હતું એટલે ગાડી રોકી અને તમને પૂછ્યું. 

વેદિતા - ના ના સોરી મેં સાંભળ્યું ન હતું. હવે સીધી મિસ્ટર આહુજાની ઓફિસે જ જવાનુ છે. 

ઠીક છે મેડમ પછી ડ્રાયવર ફરિ ગાડી ચલાવવાનું શરૂ કરે છે. 

વેદિતા - હજી તે જ બાબત પર વિચાર કરે છે. અને તેમાં ખોવાઈ જાય છે. 

   થોડીવાર પછી અરુણનો ફોન આવે છે. અને વેદિતા ફોન રિસીવ કરે છે. 

વેદિતા - હેલો ડેડ. 

અરુણ - હાવ આર યુ બેટા?  

વેદિતા - ફાઈન ડેડ 

અરુણ - બેટા તું ખરેખર ઠીક છે?  

વેદિતા - હા કેમ?  

અરુણ - મને એવુ કેમ લાગે છે કે તું ટેંશનમાં છે. 

વેદિતા - ( મનમાં ) ડેડને આ બધું અત્યારે કહેવું નથી ઘરે જઈને પછી બધી વાત કરીશ. ના ના ડેડ એવુ કંઈ જ નથી આ મારો પહેલો એવો પ્રોજેક્ટ છે જેમા તમે સાથે નથી બસ બીજું કાંઈજ નથી. 

અરુણ - એમાં શુ થઈ ગયું બેટા મને તારા પર પૂરો ટ્રસ્ટ છે કે તું ત્યાં પણ એવી જ મહેનતથી મિસ્ટર આહુજાનું મન જીતીશ અને દરેક પ્રોજેક્ટની જેમ આ પ્રોજેક્ટ પણ સુપર સક્સેસફૂલી કમ્પ્લીટ કરીશ. 

વેદિતા - થૅન્ક્સ ડેડ. 

અરુણ - પાકુંને બેટા કે ઓલ વેલને જો કોઈ પ્રોબ્લેમ હોય તો તું મને કહી દે ઓકે. 

વેદિતા -  ના ના ડેડ બધું ઠીક છે. 

અરુણ - તો બરાબર. ઓકે બાય બેટા એન્ડ અગેઇન વિશ યુ વેરી ઓલ બેસ્ટ. 

વેદિતા - થેન્ક્સ ડેડ બાય બાય. 

વેદિતા ફોન કટ કરે છે. અને વિચારે છે કે ડેડ પણ વગર કહ્યે સમજી ગયા. પણ અત્યારે મારે પણ પ્રોજેક્ટ  માટે જવું છે. અને ડેડ ઓફિસમાં બિઝી હશે. અને આમ પણ આ નવો પ્રોજેક્ટ શરૂ કર્યાના થોડા દિવસ જ થયાં છે તો અત્યારે આ વિશે વાત કરવાની જરૂર ન હતી. એટલે ઠીક કર્યું. હવે રાત્રે ઘરે જઈને જ બધી વાત ડેડ સાથે કરીશ. તે રેડી રહેશે. 


વેદિતા ગાડીમાં બેઠી હોય છે. તે ડ્રાયવરને પૂછે છે કે હવે મિસ્ટર આહુજાની ઓફિસ કેટલી દુર છે?  

ડ્રાયવર - મેડમ હજી 1 કલાક જેવું થશે કેમ?  

વેદિતા - ઠીક છે કંઈ નહિ. પછી તે મોબાઈલ જુએ છે. અને ટાઈમ પાસ કરે છે. 

ડ્રાયવર - મેડમ... 

વેદિતા - હ... બોલો. 

ડ્રાયવર - એક વાત કહું તમને?  

વેદિતા - હા કહોને. 

ડ્રાયવર - તમે કેટલા ઉદાર મનના છો 

વેદિતા - કેમ શુ થયું?  

ડ્રાયવર - મેં જોયું હતું કે તમે પેલા નાના બાળકને નાસ્તો લઈ દીધો. અને તેથી તે કેટલો ખુશ હતો. તમે ખરેખર ખુબ ભલા વ્યક્તિ છો. 

                                                             ( ક્રમશ:)

આલેખન - જય પંડ્યા