MH 370 - 35 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

MH 370 - 35

35. માનીએ એથી ભયંકર દુશ્મનો

મેં કહ્યું હું ભારતીય છું એ જવા દઈએ, હું હિન્દુ છું, તું ક્રિશ્ચિયન. ધર્મ તું ગમે તે પાળી શકે છે પણ અમુક કલ્ચર જુદું પડશે. તારે મારી કે મારે તારી રહેણીકરણી સમજવી, એક બીજાની અપનાવવી પડશે. એણે ખાલી હકારમાં માથું હલાવ્યું. એ તૈયાર હતી સંસારી અને ભારતીય બનવા એમ મેં માન્યું.

 એ અને હું સમજતાં હતાં કે અમુક વસ્તુઓ મલેશિયા અને ભારતમાં સરખી જ હોય છે. ત્યાં પણ હિન્દુ ધર્મ લોકો પાળે છે. થોડું એડજસ્ટમેન્ટ તો કરવું પડે. 

એ કહે એને યાદ હતું તેમ એનાં મા બાપ હિન્દુ હતાં, એ બહુ નાની હતી ત્યારે મરી ગયેલાં અને પાદરીએ એને મોટી કરી નન બનાવી દીધેલી. પાદરી પોતાને મરેલી માનતો હશે. હવે તો એ મારી સાથે જ રહેશે.

***

મેં  બેટરીના નેગેટિવ પોલ તરફથી ક્રોસ પણ  ખેંચી કાઢ્યો ને એને આપતાં કહ્યું કે એ પણ તે પોતાની સાથે રાખી શકે છે.

“તારે જેની ઈચ્છા હોય એની પૂજા કરવી” કહી ક્રોસ આપ્યો. તેણે  એક પાનમાં વીંટયો અને પછી ગળામાં પહેરી તરત કાઢી મને જ પાકીટમાં રાખવાઆપ્યો. કહે “આપણે દેશ પહોંચીને  આપજે. હું માગું તો.” એમ કહીને એણે મને એક આલિંગન આપ્યું.  એને સામું મારા તરફથી ગાઢ આલિંગન આપતાં એને ચૂમતો હું ઊભો રહ્યો. 

થોડી વાર કે ક્યાંય સુધી, કેમ ખબર પડે? જાણે સમય થંભી ગયો હતો

***

આખરે મેં એને મુક્ત કરી બેટરી સામે જોયું તો હજી તે ચાર્જ થતી હતી.

મેં ફરીથી સિસ્ટમ ઓન કરવાનું કર્યું.  પહેલા જ પ્રયત્નમાં સફળતા મળી. ફરીથી મેં મેસેજ મોકલ્યો. ગયો પણ ખરો. પણ સામેથી એ વખતે કોઈ જવાબ ન આવ્યો. બે ચાર પ્રયત્ન કરી આખરે થાકીને હું પ્લેનની ઉપર ચડવા ગયો. નર્સને પણ સાથે લીધી.

અગાઉના મેસેજ નો સ્પષ્ટ  જવાબ હતો. કદાચ મદદ આવે પણ ખરી.

***

હવે  લડાઈ શાંત થઈ ગઈ હતી. બાકીના લોકોમાંથી અમુક એ વસાહત તરફ ગયા અને અમુક અહીં આવી પહોંચ્યા. તેઓ નીચે પહેલાંની જેમ જ આસપાસમાં બેસી ગયા.

હું હજુ આશા ભર્યો વિમાનની ટોચ પર  બેસી ચોકી કરતો રહ્યો અને ઊંચી જગ્યા હોઈ  કોઈ દેખાય તો ધ્યાન ખેંચવા એ જગ્યાએ  જ રહ્યો.  નર્સે પણ દરિયો શાંત થતાં મોટેથી એની ખાસ સીટીઓ વગાડી. હવા દરિયા તરફ વહેતી હોઈ દૂર સુધી અવાજ ગયો પણ ખરો. શાંત દરિયામાં મોજાં જ અવાજને દૂર લઈ જાય છે અને આ તો જુદો પડતો એકદમ તીણો, સ્ત્રી ની સીટી નો! છતાં કોઈ જ જવાબ કે મદદ આવે એમ લાગ્યું નહીં. ફરીથી એ જ નિરવતા, ખાલી દરિયાનો ઘૂઘવાટ.

અમે ફરીથી એમ જ બેઠાં રહ્યાં.

નીચે બેઠેલા એ લોકો પણ દિવસે સૂર્યની મદદથી અને રાત્રે ધ્રુવ તારાની મદદથી અફાટ સમુદ્રમાં દિશા ગોતવા લાગ્યા. અમે દક્ષિણ ગોળાર્ધમાં  ઘણા જ પૂર્વ તરફ હતા એમ લાગ્યું.  

ટાપુની પાછલી બાજુએ ગયેલા રહ્યાસહ્યા બચેલા લોકોનો કોઈ સંદેશ હવે મળતો બંધ થઈ ગયો. ક્યાં હશે? એમને તો ગુલામ બનાવી પકડી નહીં લીધા હોય?

તેઓમાંના કેટલાક ઘેર જરૂર પહોંચ્યા હશે પણ ભગવાનને. જ્યાં દરેકે કોઈ ને કોઈ સમયે જવાનું હોય છે. 

મને ઘોર નિરાશા થઈ  કે મારી આવું કપરૂં ઉતરાણ કરી બધા લોકોને જીવતા ઉતારી બચાવવાની મહેનત સફળ ન થઈ.

તેમના વાટ  જોતા સંબંધીઓના આતુર ચહેરા  જાણે મને ઠપકો આપતા હતા, મારી પાસે તેમને સલામત પહોંચાડવા આતુરતા ભરી મીટ માંડતા, યાચના કરતા હતા. હું કઈં  જ કરી શકું એમ ન હતો.

###

ત્યાં તો સવાર પડતાં એક યાત્રી દોડતો આવ્યો. કહે “પેલા આપણને લૂંટીને ભાગી ગયેલા એ ચાંચિયા ન હતા. આવી સાવ નકશા પર ન હોય એવી જગ્યા  કોઈ ચાંચિયાને પણ ખબર નહીં હોય.  કોઈ ભયંકર ગુનાહિત પ્રવૃત્તિ કરી કોઈ વસ્તુઓ અહીં સંઘર્આયા હશે અને આ અહીં રહેતા લોકોને એની ચોકી અને કદાચ ગુનામાં ભાગીદારી હોય શકે એ કરાવતા હશે.

આપણે જેને આદિવાસી માનીએ છીએ એમાં કેટલાક ઠીંગણા, કદાચ દક્ષિણ આંદામાન કે ઈન્ડોનેશિયામાંથી ઉપાડી લાવ્યા હશે. એમને ખાવા આપો ને ચોકી કરવા કહો એટલે રાજી હશે. કદાચ એમને વેઠે પણ પકડી લાવ્યા હોય  કે ગુલામ બનાવીને રાખ્યા હોય એમ  પણ બને.”

ક્રમશ: