ગુપ્ત: એક ભ્રમ - 3 Dhruti Joshi Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુપ્ત: એક ભ્રમ - 3

     આગળના ભાગમાં જોયું કે શ્વેતા ફેશન ડિઝાઇન નાં કામ માટે સુરત અને મેઘા ડોકટરી પૂરી કરવા અમદાવાદ જતી રહે છે. નવાં મિત્રો, નવાં સબંધો, નવી જગ્યા અને નવી લાઇફ સ્ટાઇલ. શ્વેતા સુરતમાં પોતાની ફ્રેન્ડ રચના સાથે એક રૂમ ભાડે રાખીને રહે છે, અને મેઘા પોતાની હોસ્ટેલમાં જ. 

“અરે! મેશ્વા ક્યાં જાય છે? ચાલુ લેક્ચરે!” મેઘાએ તેનાં જ હોસ્ટેલની એક સહેલી મેશ્વાને કહ્યું.

“સ્.... અરે! મેઘુડી ધીમે બોલ ધીમે. કોઈ સાંભળશે. હું જાવું છું. હમણાં પાછી આવી જઈશ.” મેશ્વાએ મેઘાને તેનાં હોઠ ઉપર આંગળી દબાવીને કહ્યું. 

“ઓકે, પણ જલ્દી આવજે. એમ પણ બહું લેટ થઈ ગયું છે, અને જાડિયા પ્રોફેસરની તને ખબર જ છે ને યાર.” મેઘાએ મેશ્વાને રીકવેસ્ટ કરી.

     ઘણો સમય લાગ્યો પણ મેશ્વા આવી નહી. લેક્ચર કમ્પ્લેટ કરીને મેઘા પોતાના રૂમમાં ગઈ. તેણે બીજી ફ્રેન્ડ્સ ને પણ પૂછપરછ કરી પણ મેશ્વા ક્યાંય દેખાઈ નહી, અને અંતે તેને ખબર પડી કે મેશ્વા અને તેનો પ્રેમી રાજ પોતાના માતાપિતા લગ્નની વિરુદ્ધ હોવાના કારણે ભાગી ગયા. મેઘાએ આવો પહેલો કિસ્સો જોયો. તેને ખુબ દુઃખ થયું, અને તેના દિમાગમાં એક મનોમંથન શરૂ થઈ ગયું. 

“મેશ્વાએ આ બહું મોટી ભૂલ કરી હેતું. તેણે આ પગલું નહોતું ભરવાનું, અને તેના મમ્મી પપ્પા...” મેઘાએ રડતાં રડતાં તેની ફ્રેન્ડ હેતલને કહ્યું. 

“તારી વાત સાચી છે મેઘા પણ, એ બધું ખાલી ખોટું તું ન વિચાર. મેશ્વાએ ભુલ કરી તો એના માટે આંસુ તું કેમ પાડે છે? એની સજા એને ગમે ત્યારે મળશે, અને એમ પણ રાજ અને મેશ્વા એકબીજાને પ્રેમ...” હેતલે એટલું કહ્યું ત્યાં તો મેઘા વચ્ચે બોલી..

“પ્રેમ? આને પ્રેમ ન કહેવાય હેતું, માત્ર ચાર દિવસની મજા છે. જો એમનામાં માણસાઈ જેવું કંઈ હોત ને તો તેઓ તેમના માતાપિતાની મરજી વિના લગ્ન કરવાનું વિચારેત પણ નહી.” મેઘાએ હેતલને ખોટી પાડી પોતાની વાત રજૂ કરી.

“અરે મારી માં...! તું સાચી બસ. મેશ્વા અને રાજે ભુલ કરી. હવે તો તું ખુશ ને? હવે ચલ જલ્દી તૈયાર થઈ જા. બહું ભુખ લાગી છે. ચલ કેન્ટીનમાં જઈએ. તારી સાથે રહું તો તું મને ભૂખી જ મારી નાખે.” હેતલે મેઘાને બે હાથ જોડીને હસતાં હસતાં કહ્યું.

     મેઘા અને હેતલ બંને કેન્ટીન માં ગયાં, અને ફુલ પેટ નાસ્તો કરીને ખુબ વાતો કરી અને વોકિંગ પર ગયા. હકીકતમાં મેઘા એક સમજદાર અને શાણી છોકરી હતી. તેને હંમેશા પોતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ની જ જિજ્ઞાસા રહ્યાં કરતી. એમાં ને એમાં તેને પોતાના લગ્ન કે લવ લાઈફ વિશે વિચારવાનો સમય જ નહોતો મળ્યો. હેતલ અને મેઘા બંને વાતો કરતા કરતા ફૂટપાથ ઉપર ચાલી રહ્યાં હતાં. એટલામાં જ એક વ્યકિત દોડતાં દોડતાં આવિને મેઘા સાથે જોરથી અથડાયો, અને ખુબ જડપમાં ત્યાંથી ભાગી ગયો. એ વ્યક્તિ જાણે ખુબ ઉતાવળમાં હોય એવું લાગ્યું. 

“આઉચ.... અરે.... ઓ મિસ્ટર.... આંધળા છો કે શું? જોઈને નથી ચાલતાં... સોરી પણ નથી કહેતો...” મેઘાએ એ વ્યકિત જે દિશામાં ભાગ્યો તે તરફ પોતાનો હાથ લાંબો કરીને તેને બુમ પાડી.

“શું યાર તુંય આવા માણસોને મોંઢે જ નાં લગાય. ચલ અહિયાં થી ખોટો ટાઈમ વેસ્ટ ન કર.” હેતલે મેઘા નો હાથ પકડીને તેને કહ્યું. 
  
     બંને ત્યાંથી પોતાની રૂમમાં પહોંચી ગયા. ધીમે ધીમે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તે મેશ્વા અને રાજની વાત ભૂલતી ગઈ. આ બાજુ મેઘાની ડોકટરી કમ્પ્લેટ પૂરી થવા આવી તો આ બાજુ શ્વેતાના ડિઝાઇનનું કામ. શ્વેતા પણ સુરતમાં પોતાના મિત્રો સાથે જેમ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ હતી. શ્વેતાએ પોતાનું એક મોટું ફ્રેન્ડ સર્કલ પોતાના પરિવારના સદસ્યોની જેમ જ બનાવ્યું હતું. શ્વેતાને હવે સુરતની હવા સદી ગઈ હતી, અને કદાચ સુરતના માણસો પણ. શ્વેતાનો બેસ્ટ માં બેસ્ટ ફ્રેન્ડ એટલે કે સુહાસ. પછી એ સુખ દુઃખની વાતો કરવા માટે હોય કે પછી તાત્કાલિક કોઈ પણ મદદ માટે. શ્વેતાને ગમે તે કામ હોય સુહાસ અચકાયા વિના હાજર થઈ જતો, કે પછી કદાચ તેમની મિત્રતા એ મિત્રતા થી કઈક વધારે હતી. શ્વેતા પણ સુહાસ ઉપર એટલો જ પોતાનો હક જમાવતી જેટલો એક પરિવારનું સદસ્ય. જેમ કે શ્વેતાનું કામ હવે આશરે છ મહિનામાં પૂરું થવાનું હતું, એટલે હવે શ્વેતા અને સુહાસના મનમાં એકબીજાથી દૂર જવાની ચિંતા જાગી. 

“અરે! યાર તું ક્યારનો બોલતો નથી. મને તો બગાસાં આવે છે. બાય ધ વે, તે મને આવી ડેન્જર અને સુમસાન જગ્યામાં કેમ મળવા બોલાવી?” શ્વેતાએ બગાસું ખાતાં ખાતાં કીધું.

“બસ ખાલી...” સુહાસે શ્વેતાની આંખોમાં તેની આંખ પરોવીને ધીમેથી કહ્યું. 

“સુહાસ, તારું દિમાગ તો ઠેકાણે છે ને યાર? શું થયું છે તને અચાનક? તારે કંઈ કહેવું છે?” શ્વેતાએ હસતાં હસતાં સુહાસ નાં ખભે હાથ મુકીને કહ્યું. 

“શ્વેતા બસ થોડો ટાઈમ છે ને પછી હું મારા ઘરે અને તું તારા.” સુહાસે શ્વેતાનો હાથ જકડીને પકડી લીધો.

“અરે! પાગલ તે તો હાથ એવી રીતે પકડ્યો છે કે કોઈ દિવસ છોડવાનો જ નથી...” શ્વેતાએ સુહાસની મજાક ઉડાવતા કહ્યું.

“આઇ એમ સીરીયસ શ્વેતા. આ મજાકનો સમય નથી.” સુહાસે શ્વેતાનાં મુખને પોતાના બંને હાથો વડે પકડીને તેની આંખોમાં આંખ પરોવીને કહ્યું. 

“તો હું પણ ક્યાં મજાક કરું છું? અચ્છા! એ બધી વાત મુક પડતી, અને મેઇન વાત કર. ચલ, બોલ હવે તે મને અહિયાં કેમ બોલાવી છે?” શ્વેતાએ પોતાના હાથો વડે સુહાસ નાં બંને હાથોને પોતાના ગાલ ઉપરથી હટાવતા કહ્યું. 

“શ્વેતા... અ... અરે યાર શું સાંભળવું છે તારે? મને એ ખબર નથી પડતી. મેં તને અહિયાં કેમ બોલાવી છે એ તને સાચે જ નથી ખબર? મને લાગે છે કે તું જાણી જોઈને અજાણી બને છે.” સુહાસે શ્વેતાને ગુસ્સાથી નારાજ થઈને કીધું.

“તું મારી ઉપર ગુસ્સે નાં થઈશ, ઓકે? તારે જે વાત કરવી હોય તે સીધી રીતે કર નહી તો હું અહીંયાં થી જાવું છું.. બાય...” શ્વેતાએ સુહાસ થી દુર જતાં પોતાની સ્કૂટી તરફ તેનાં પગલાં માંડ્યા.

“શ્વેતા, આઈ લવ યુ.... આઈ એમ રિયલી સોરી યાર મેં આટલી નાની વાત કરવામાં આટલી વાર લગાવી દીધી.” સુહાસે શ્વેતાને ત્યાંથી જતાં રોકી લીધી અને તેનો હાથ પકડીને કહ્યું.

“ઓહ્... આટલી નાની વાત? સુહાસ તને આ વાત નાની લાગે છે? અને તે એવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું તને...” શ્વેતાએ ગુસ્સામાં સુહાસને કહ્યું.

“આઈ એમ સોરી શ્વેતા, પણ કદાચ મેં થોડું વધારે જ વિચારી લીધું.” સુહાસે પોતાનું માથું નીચું નમાવીને કહ્યું. 

     કદાચ આ જ ક્ષણ હતી જ્યારે સુહાસને લાગ્યું કે મારું સન્માન ઘવાયું છે. તેને નીચું જોઈને શ્વેતાની દરેક વાત સાંભળી લીધી, અને તે શ્વેતાની માફી માંગી ત્યાંથી જવા નીકળતો જ હતો કે...

“એક મિનિટ સુહાસ, હા...હ્...હા...કેવી લાગી મારી મજાક? હા...હા...હા.. અરે! યાર તું તો કેવું નીચું જોઈને ઊભો હતો પાગલ. હવે આખી જિંદગી બસ આમ જ મારી સામે નમીને રહેજે.” શ્વેતાએ સુહાસનો હાથ પકડી લીધો અને હસતાં હસતાં કહ્યું.

“મજાક...? શું મતલબ..?” સુહાસ બધું સમજી ગયો. તેમ છતાંય તેણે મોઢું મલકાવીને શ્વેતાએ પૂછ્યું.

“અરે! મારાં બુદ્ધુ... પાગલ... હું તને લવ નઈ પણ શુદ્ધ દેશી પ્રેમ કરું છું... પ્રેમ.... આઈ લવ યુ ટુ...” શ્વેતાએ સુહાસનાં બંને ગાલને ખેંચીને તેનાં ગાલ ઉપર એક ટપલી મારીને કહ્યું.

“અને હા હવે મોડું કર્યા વગર જલ્દીથી મારા ઘરે મારા મમ્મી પપ્પા પાસેથી મને માંગીને લઈ જા.” શ્વેતાએ ઊંડો શાંતિનો શ્વાસ લઈને કહ્યું.

     હવે શ્વેતા અને સુહાસ નો પ્રેમ આસમાને પહોંચી ગયો. ધીમે ધીમે બંને વચ્ચે નું અંતર ઘટયું ગયું. તેઓની પસંદગી નાપસંદગી મળી. તેઓ એકબીજાની વધુને વધુ કાળજી રાખવા લાગ્યા. તેઓના મન જાણે શરીરમાં આત્મા ભળે તેમ ભળી ગયા હતા. પણ તેઓના જીવનમાં આવનારી આંધી થી તેઓ સાવ અજાણ હતા.

ક્રમશ...❤️🧡💛💚💙💜🤎🤍🖤

ધ્રુતિ જોષી_✍🏻