ગુપ્ત: એક ભ્રમ - 2 Dhruti Joshi Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુપ્ત: એક ભ્રમ - 2

ભાગ:૨

     જેમ તમે આગળનાં ભાગમાં જોયું કે અનિકેત શર્મા અને તેનાં પત્ની તેની દિકરીઓ નાં ભવિષ્યને લઇને ખુબ ચિંતીત છે. તેઓ ચર્ચા કરતાં કરતાં ઓસરી માં રહેલી હીંચકાની ખાટ ઉપર જ સુઈ જાય છે...

“ઓહો!.... હા.... હા... હા... અરે આ શું? તમે બેય તો વાતું કરતાં કરતાં અહીંયાં જ ઢગલો થઈ ગયા! યાર, ઊઠીને બહાર જુઓ તો ખરા! સૂરજ ક્યાં પહોંચી ગયો?” મેઘા એ ખાટની પડખે રહેલાં ટેબલ પરથી હસીને ચાના કપ રકાબી ઉઠાવતાં ઉઠાવતાં કહ્યું. 

“અરે! દીદી વાંધો નઈ, મમ્મી પપ્પા ને સુઈ જવું હોય તો સૂઈ જવા દયો. આપડે તો એમ પણ આપડી રીતે તૈયાર થઈ નીકળી જઈશું.” શ્વેતા નાહીને બહાર નીકળી અને પોતાના ભીના વાળ રૂમાલ વડે લૂછતાં લૂછતાં બોલી. 

“નાં.. નાં... બેટા, એતો હું ને તારા પપ્પા વાતુએ ચડી ગ્યા તાં. બેય બહેનું ફ્રેશ થઈ જાવ એટલે નાસ્તો કરી લ્યો.” સુગંધા બહેને ઉદાસ મને કહ્યું. 

     શ્વેતા અને મેઘા બંને તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો કરવા આવી ગઈ. સુગંધા બહેન પણ ફટાફટ પરવારીને ટેબલ ઉપર હાજર થઈ ગયા. શ્વેતા, મેઘા અને સુગંધા બહેન ત્રણેય વાતુ એ ચડી ગયા. પરંતુ અનિકેત ભાઈ સૂનમૂન બેસી કંઇક ઉંડા વિચારમાં હતાં...

“અરે! ઓ બહેરા, તમને કહું છું... ઠેપલું જોઈએ છે? ક્યારની પૂછું છું, પણ તમે તો.... શું થયું? શું વિચારો છો?” સુગંધા એ હાથમાં થેપલું લઈ અનિકેતની ડીશ તરફ હાથ લાંબો કરીને કહ્યું.

“મને શું થવાનું હતું સુગંધા? મને તો છોકરીઓની ચિંતા છે. પહેલી વખત એકલી બહાર જાય છે, અને એ પણ અમદાવાદ અને સુરત જેવા શહેરમાં.... ચિંતા તો થાય જ ને....” અનિકેતે તેની ડિશને હળવેથી ધક્કો મારી કહ્યું.

“જો પપ્પા હું જેવું મારું કામ પતે એટલે તરત આવી તો જઈશ, પરંતુ મારે તો ત્યાં સુરતમાં મારો ફેશન ડિઝાઇન નો બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા છે... અને મારી ચિંતા ન કરો.... બાય ધ વે હું દિકરી કોની છું?” શ્વેતાએ પોતાની જ પીઠ થાબડતાં કહ્યું.

“અને પપ્પા હું મારી ડોકટરી પતે એટલે આવી જ જઈશ... અને મારી ઈચ્છા તો અહિયાં જ એક હોસ્પિટલ ખોલવાની છે... અને તમે બસ તમારું ધ્યાન રાખજો. મારી અને શ્વેતાની ચિંતા બિલકુલ મુકી દયો.” મેધાએ અનિકેત ભાઈને આશ્વાસન આપતાં કહ્યું.

“જો બેટા, જ્યારે તમે નાના હતાં ત્યારે જ મેં તમારા નામની એફ.ડી કરાવી બેંકમાં મુકી દીધી હતી. જેથી કરીને તમારા લગ્નનો ખર્ચો પણ નીકળી જાય અને ભણવાનું પણ હેમખેમ પતી જાય.” અનિકેત ભાઈએ બંને દિકરીઓને કહ્યું.

“અને હા, હવે તમે બેય મોટી થઈ ગઈ છો. જવાબદારી વાળી થઈ ગઈ છો, એટલે તમને આજે આ વાત કરી.” સુગંધા બહેને બંને બહેનોને જવાબદારી સોંપીને કહ્યું.

“અરે! મમ્મી... પપ્પા... અમારા લગ્નની ચિંતા અત્યારથી નાં કરશો, અને વાત છે એ પૈસાની તો અમારે એ નથી જોઈતા.” શ્વેતાએ તેનાં મમ્મી પપ્પા નો હાથ પકડી કહ્યું.

“હા, એ પૈસાની અમારે જરૂર નથી. પણ એ પૈસા તમારા એકાઉન્ટ માં એફ.ડી કરાવીને મુકી દેવાના છે. તમે વૃદ્ધ થાવ ત્યારે ચિંતા નઈ.” મેઘાએ ફરી એકવાર તેનાં માતપિતાને આશ્વાસન આપતાં કહ્યું.

“હા, દીદી સાચી વાત છે. આપણે તો મમ્મી પપ્પા ને રાખીશું પણ આપણાને સાસરું કેવું મળ્યું કેવું નઈ....” એટલું બોલતાં જ શ્વેતા અચકાઈ ગઈ.

“તમે બેય તો ગાંડી છો. જુઓ કેટલાં વાગ્યાં અને હજુ તો બેઠાં બેઠાં વાતું જ કરે છે. ફટાફટ બેગ લઈને નીકળો. ચલો...” સુગંધાએ શ્વેતાની વાતને અડધેથી જ ફેરવી નાખી.

     શ્વેતા અને મેઘા બંને પોતાનો થેલો લઈને નીકળી ગયા. શ્વેતા પોતાના ડિઝાઇનિંગ નાં કામ માટે સુરત અને મેઘા પોતાની ડોકટરી પૂરી કરવા માટે અમદાવાદ માટે રવાના થઈ ગયા. જોકે બંને દિકરીઓ જવાબદારી યુક્ત હતી. એટલે સમયે સમયે તે અનિકેત અને સુગંધાને ફોન કરીને ખબર અંતર પૂછી લેતી. ગામડામાં ઉછરેલી બે બહેનો. ખુબ વહાલ અને ખુબ સંસ્કાર થી તેઓનું ઘડતર થયેલું. ગામડાનું વાતાવરણ એકદમ શાંત અને શહેરનું ઘોંઘાટ ભર્યું... ગામડાનું જીવન એકદમ સરળ અને શહેરની લાઇફ સ્ટાઇલ ભાગદોડ ભરેલી... બંને બહેનોનાં જીવનમાં હવે એક નવો સફર શરૂ થવાનો હતો. જીવનમાં આ આવનારા બદલાવ વિશે તેઓ સાવ અજાણ હતી...


ક્રમશ.......❤️🧡💛💚💙💜🤎🤍🖤

ધ્રુતિ જોષી ___✍🏻