રૂપ લલના પાર્ટ - 2.2 Bhumika Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • Untold stories - 7

    UNFINISHED WORDS રજત અને તાન્યા—બન્ને કોલેજકાળથી જ એકબીજાના...

  • મૌન ચીસ

    પ્રકરણ ૧: લોહીભીની સાંજ અને તૂટેલો વિશ્વાસજામનગરના આકાશમાં સ...

  • સંસ્મરણોની સફર

    વર્ષ હતું 1991-92. આ બે વર્ષ ગુજરાત માટે એક ભયાવહ સમયગાળો બન...

  • RAW TO RADIANT - 2

    *The First Cut*રફ હીરો દેખાવાથી સામાન્ય હોય છે,પણ એની સાચી સ...

  • સ્નેહ ની ઝલક - 9

    શ્વાસ માટેનો સંઘર્ષઅશોકભાઈ અને મનીષાબેનનું જીવન બહારથી નિરાં...

શ્રેણી
શેયર કરો

રૂપ લલના પાર્ટ - 2.2

પાકીટ માર જેવા દેખાતા પેલા વ્યક્તિ એ હોંશિયારી મારતા હાઇવે ની સાઈડ માં ઊભેલી પેલી યુવતી ને છંછેડવા તોછડા શબ્દો માં કહ્યું કે, તું કોઈ મોટી હિરોઈન કે કોઈ મોટી સેલિબ્રિટી નથી જે આટલા નખરા બતાવે છે.


       ચલ માના કી મેં કોઈ હિરોઈન યા સેલિબ્રિટી નહિ હે પર તેરે જેસી દો ટકે કી ચિંદી ચોર પોકેટ માર ભી નહિ હૈ સમજા? અબ ચલ ઇધર સે નિકલ અપના રસ્તા નાપ.   


       યુવતીએ પણ પેલા વ્યક્તિના ગાલ પર થપ્પડ મારતો  કડવા શબ્દોમાં જવાબ આપ્યો. અબે ઓય દો ટકે કા ચિંદી ચોર કોને કે છે? તારી ખુદની ઓકાત તો જો સાલી બે ટકાની ધંધા વાળી. થોડા પૈસા માટે આ હાઇવે ઉપર ઊભી રહીને પોતાની જાત વેચે છે, ધંધો કરે છે અને હોંશિયારી બતાવે છે? હમણાં મારી સટકી જશે ને તો તને ખબર છે હું શું કરી શકું છું. આવેલ વ્યક્તિ એ પેલી યુવતીને ધમકી ભર્યા શબ્દોમાં જાણે વોરનીંગ આપી.


       મેં તુજે બહોત અચ્છે સે જાનતી હૈ, યે રોપ મેરે પે મત ઝાડ. ઓર હાં મેં હૈ ધંધે વાલી પર તેરી તરહ ચોર તો નહીં હૈ ના. મહેનત કરતી હે ઓર મહેનત કા ખાતી હે. તેરે જેસે લોગો કી મહેનત લૂંટતી નહીં હૈ મેં સમજા. યુવતી ની આંખમાં એક અનોખી ચમક હતી. સામે વાળાને એમ હતું કે, બે પૈસાની ધંધા વાળી કહીને એનું અપમાન કરીશ પણ એવું બન્યું નહીં. લાગે છે કે યુવતી જે પણ કરી રહી છે એને એ કામની કોઈ શરમ નથી પણ જાણે કે ગર્વ છે કે, હું ગમે તે કરું છું પણ ચોરી નથી કરતી કે કોઈનો હક તો નથી મારતી ને.


       દેખ તેરા બહોત હો ગયા, ચલ નિકલ અબ ઇધર સે. યુવતી એ સામે વાળા ને આંગળી બતાવતા જાકારો આપ્યો. સામે વાળો પણ નફ્ફટ હતો એને યુવતીના કોઈ પણ શબ્દોથી ફરક જ નોહતો પડતો. એતો ઉપરથી વધારે ને વધારે નફ્ફટાઈ પર ઉતરી આવ્યો.


       આ આંગળી બીજા કોઈને બતાવજે. તારી જગ્યા એ બીજું કોઈ હોત ને તો અત્યાર સુધી એને મજા ચખાવી દીધો હોત. આતો તને પસંદ કરું છું એટલે તારા નખરા ઊઠવું છું સમજી નહીં તો મરઘી ના બચ્ચાની જેમ તને ક્યારની રહેંસી નાખત. ગુંડા જેવા દેખાતા પેલા વ્યક્તિએ હવે ગંભીર થઈને પેલી યુવતીને ચીમકી આપી. 


       તને હજાર વાર કીધું મારી સાથે લગન કરીલે તને રાણીની જેમ રાખીશ, પણ તને ખબર નહીં આ બે ટકાની ધંધા વાળી બનવામાં શું મજા આવે છે. કોઈના માટે કંઇ પણ કરીલો આખરે એ ત્યાંજ રહે જેના એ લાયક હોય. પેલા માણસે ટોંટ માર્યો.


       હવે પેલી યુવતીની ચહેરાની રેખાઓ તંગ થઈ ગઈ, અને એની આંખો સહેજ મોટી થઈ ગઈ. એણે ઝટકાથી પોતાનો હાથ ઉઠાવીને પેલા માણસ ઉપર તાણી ને કીધું, અબે હલકટ જીસ માં બાપ ને તેરે કો પેદા કિયા, મહેનત મજૂરી કરકે ખીલાયા પિલાયાં તું ઉનકા નહીં હુઆ મેરા ક્યાં હોગા. તેરા બાપ બુઢાપે મેં ભી મજદૂરી કરતા થા ઓર અપના પેટ પાલતા થા. જબ તેરા બાપ મરા તો તુને ઉસકા ક્રિયા કરમ ભી નહીં કિયા, યે તો છોડ તું તો દેખને ભી નહીં આયા. બસ્તી વાલો ને મ્યુનિસિપાલિટી કો ફોન કિયા તો ઉનકી ગાડી આકે ઉઠાકે લેકર ગઈ. ઈતના નાલાયક હૈ તું ઓર તું મુજે રાની બના કે રખ્ખેગા? હલકટ તું મુજે રાની બના કે નહીં કોઠે કી રંડી બના દેગા ઓર બેઠકર દલાલી ખાયેગા. તુજે ક્યા લગતા હૈ તેરી નિયત મેરે સમજ મેં નહીં આતી? ભડવે સે ભી ગયા ગુજરા હૈ તું, થું હૈ તેરે પે.


       યુવતીના તલવાર જેવા ધારદાર શબ્દો એ પેલા માણસના પુરુષ ઈગો ના જાણે ચીંથરે ચિંથરા ઉડાવી દીધા. એની આંખોમાં લોહી ધસી આવ્યું. એ મોટર સાયકલ ઉપરથી ઉતરી ઉતાવળે પેલી યુવતી તરફ ધસી ગયો. એણે એનો હાથ લંબાવીને કસીને પેલી યુવતીના વાળ પકડ્યા. યુવતીની ડોક પાછળ તરફ નમી ગઈ. બીજા હાથથી યુવતીનું ગળું રૂંધવા જતો હતો ત્યાંજ એ યુવતીએ તેનામાં હતી એ બધી હિંમત ભેગી કરીને પેલા માણસને લાફો મારી દીધો અને જોરથી ધક્કો માર્યો.યુવતીના ધક્કાથી પેલો માણસ ચાર ડગલા પાછો પડી ગયો. મર્દાનગી ના ફાંકા મારનાર ને એક સ્ત્રીએ બે જ ક્ષણમાં જાણે ભોંય ભેગો કરી દીધો.


       

                                       ક્રમશઃ..............