એકાંત - 90 Mayuri Dadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એકાંત - 90

રાતના સમયે રેખાબેન ઘરમાં એકલાં હતાં. એવામાં સંજયભાઈ એમની ઘરે આવી પહોચ્યાં હતાં. બન્ને અતિતના પન્નાઓને એક પછી એક ઊઠલાવી રહ્યાં હતાં. જેમાં રેખાબેન સંપૂર્ણપણે સ્વસ્થ થઈને નિસર્ગની સાથે સંજયભાઈની ઘરે માફી માંગવાં ગયાં, તો એમણે રેખાબેનને સ્વીકારવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો.

"તમને મારાથી નફરત હતી. તમે મારો સ્વીકાર કરી શકવાને અસર્થ હતાં, પણ નિસર્ગ તો તમારું લોહી હતું. તમે એને તો માફ કરીને ઘરમાં રાખી શકવાનાં હતાં."

"તું જ્યારે છેલ્લી વાર નિસર્ગને લઈને મારાં ઉંમરે ઊભી રહીને તારી ભૂલની માફી માંગી રહી હતી, ત્યારે મેં ફકત નિસર્ગની નફરત ભરી આંખો જોયેલી હતી. એ નફરત મારા અને ફકત મારા માટે જ હતી. એ કોઈ પણ હાલતમાં તને મૂકીને મારી સાથે રહેવા તૈયાર થવાનો ન હતો. હું એ દિવસે જાણી ગયો હતો. છેવટે મારાં લોહીની સાથે એને જન્મ આપવાં કૂફ તો તારી વપરાઈ હતી."

"આપણાં બન્નેનાં ઝઘડામાં જો વધુ કોઈએ સહન કર્યુ હોય તો નિસર્ગે જ કર્યુ છે. તમારી એક ભૂલને લીધે એ એનું નિદોર્ષ બાળપણ ખોઈ ચુક્યો હતો. અડધી રાત્રે તમે અમને ઘરની બહાર કાઢી મૂક્યાં હતાં. હું તો પાગલ જ બની ગઈ હતી. કેટલાય દિવસો અમને સરખું જમવાનું મળતું નહીં. અરે ગુસ્સામાં આવીને હું નિસર્ગ પર પથ્થરના ઘા કરવાં લાગી હતી. મને થયું કે એ મારાથી કંટાળીને તમારી પાસે આવી જાય. એ શારિરીક અને માનસિક તકલીફ વેઠતો રહ્યો, પણ એણે મારો સાથ છોડવાનો એક વાર પણ વિચાર કર્યો નહીં."

"ચર્મ રોગની બિમારી મને લાગું પડતાં સરકારી અસ્પતાલમાં પણ એણે મારી એટલી સેવા કરી. અરે ! જે ઉંમરમાં મારે મારાં હાથ વડે એને નવડાવવાનો હોય એ ઉંમરે એણે એના નાના અને નાજુક હાથે મને નવડાવી હતી. મારાં મળમૂત્રનાં કપડાંય કોઈપણ સૂગ વગર એ બદલાવી આપતો હતો. આજે પૂરી રીતે સલામત તમારી સામે વાતો કરી રહી છું, એ પણ નિસર્ગનાં પ્રેમને કારણે જ. એ તો કળિયુગમાં મારો શ્રવણ બનીને મારી પડખે ઊભો રહ્યો હતો." આટલું કહીને રેખાબેનની આંખોમાં આંસુ વહેવાં લાગ્યાં. 

વર્ષો પછી તેઓ બન્નેને એમનાં મનની વાત કરવાં માટે એકાંત મળી ગયું હતું. વર્ષોથી અંદર જેટલું ધરબાયેલું હતું એ શબ્દો વડે બન્નેએ એકબીજાંને કહીને હળવાં થઈ ગયાં.

નિસર્ગની વેદના જાણીને પથ્થર બનીને આવેલ સંજયભાઈના હૃદયમાં દીકરા પ્રત્યે સંવેદના ઉત્પન્ન થઈ. બહારથી એણે રેખાબેનને જણાવ્યું કે, એ તારો દીકરો છે, પણ અંદરથી નિસર્ગે જે તકલીફો સહન કરી એ જાણીને એમનું હૃદય પીગળી ગયું. તેઓ ગુસ્સા નામનાં મુખવટાને પળભર માટે ઊતારી નાખ્યો.

રેખાબેન રડીને થોડાંક શાંત થઈ ગયાં. થોડીક વાર તો તેઓ બન્ને કશું બોલ્યા નહીં. મૌન દ્રારા તેઓ આંખો વડે એકબીજાનાં હાલને સમજવાં લાગ્યાં. રેખાબેને આખરે એમની ચૂપી છોડી.

"તમારે છુટાછેડા જોઈએ તો હું આવતી કાલે છુટાછેડાના કાગળ પર સહી કરીને તમને પહોચતાં કરી આપીશ. એ પછી આપણાં બન્નેનાં રસ્તાઓ અલગ થઈ જશે. તમે તમારી રીતે જીવવાં માટે સ્વતંત્ર થઈ જશો."

રેખાબેનનાં બોલ્યાં પછી સંજયભાઈ એક શબ્દ ના બોલ્યાં. 

"તમને મારી એક વિનંતી છે જો તમે માનો તો હું તમને કહેવાં માંગું છું." સંજયભાઈ કશું બોલ્યાં નહીં તો ફરી રેખાબેને બોલવાનું શરૂ કર્યું.

"તમે આ છુટાછેડા પછી લગ્ન કરી લેજો. આ ઉંમર પછી લગ્ન કરશો તો સમાજ શું કહેશે એવો વિચાર ના કરતા. આ ઉંમર એવી છે જેમાં આપણને જીવનસાથીનાં હૂંફની જરૂર પડે છે. યુવાનીમાં મારે કારણે તમે તમારી આંતરિક ઈચ્છાઓને મેળવી ના શક્યા. હવે જીવનની છેલ્લી ક્ષણે આપણા દુઃખોને સમજી શકે એવા હમદર્દની જરૂર પડે છે. જેમાં સહવાસની લેશમાત્ર ઈચ્છા નથી રહેતી, પરંતુ એમનું સાહુજ્ય આપણને આગળ જીવવા માટે પ્રેરણારૂપ બને છે."

સંજયભાઈ રેખાની લાગણીભરી યાચના સાંભળતાં રહ્યાં. તેઓ મનમાં વિચારવાં લાગ્યાં, "આ એ જ રેખા છે, જેનો મગજ નિસર્ગનાં જન્મ પછી કામ કરતો બંધ થઈ ગયો. મારી મૌન લાગણી સત્યાવીસ વર્ષ પહેલાંની રેખા સમજી ના શકી પણ આ મારી સામે નિસર્ગની મમ્મી રેખા બેઠી છે, એ જરૂર સમજી ચૂકી છે. મારાં કરતાં નિસર્ગે એનું સરખું ધ્યાન રાખ્યું છે. શારિરીક રીતે અને માનસિક રીતે તેણીને એકલાં જીવવાં માટે મજબૂત બનાવી દીધી."

સંજયભાઈ એમના વિચારોમાંથી બહાર આવ્યા. એમણે પહેલી વાર રેખાબેનની આંખોમાં આંખો પરોવીને વાત કરી, "જીવનની પાછલી પહોરમાં એક પુરુષને જ નહીં, પણ એક સ્ત્રીને પણ જીવનસાથીની એટલી જરૂર પડે છે. બાળકો તો એમનાં મોજ શોખમાં વ્યસ્ત હોય છે જેમ આજે ...ખેર એ બધું છોડ તું મને કહીશ કે તને એક જીવનસાથીની અધુરપ લાગી રહી નથી ?"

"લાગે છે.. તમારાંથી મને વધુ મને એકલતા લાગે છે. તમે પુરુષ જાત છો. તમને ઘરની અંદર અકળામણ આવે તો અડધી રાત્રે પણ ઘરની બહાર નીકળી શકો છો. અમારે સ્ત્રીઓને જન્મની સાથે ચાર દિવાલોમાં જીવવાનું અને એનાં અસ્તિત્વને પણ ચાર દિવાલોમાં કેદ કરીને જતું રહેવાનું. ક્યારેક તો તમારી બહું યાદ આવતી તો ચોરી છુપી આંસુઓ વહેડાવીને રડી પણ લેતી. મારાં આંખનાં આસુઓને હું હિમજા સુધી પહોચવાં દેતી નહીં, પણ એ જબરી બહું હો.! મારી લાલ આંખો જોઈને જ કહી દેતી કે કેમ મમ્મી હું તમને સાસુ માનીને હેરાન કરું છું કે તમે રડીને આંખો રતુંબડી કરી નાખી ?"

"હિમજા.! તેણી પણ ગ્રેજ્યુએટ કરેલું હશે ? કોઈ સારાં ઘરની સંસ્કારી દીકરી લાગે એવી છે."

"હા, પૈસાદારની દીકરી છે. તેણીએ એજીંનીયરીંગ કરેલું છે, પણ ભણવાનું એને લેશમાત્ર અભિમાન નથી. નિસર્ગનાં પ્રેમમાં પડીને પ્રેમ લગ્ન કરીને આવી છે. મને એક માની જેમ પ્રેમ કરે છે. તેઓ બન્નેના મીઠાં ઝઘડાં હોય તો નિસર્ગની ફરિયાદ લઈને મારી પાસે જ આવી પહોંચે અને કહેવાં લાગે, જુઓ ! મમ્મી એમણે તમારી દીકરીને આજે નારાજ કરી છે. હું પણ હિમજાનો પક્ષ લઈને નિસર્ગનો કાન ચીમોડીને એના પર ગુસ્સો કરી બેસતી."

"કોઈએ સાચું જ કહ્યું છે કે, વ્યક્તિને જીવવાં માટે એક સુખી પરિવારની જરૂર પડે છે. તારો પૂરો દિવસ તો પરિવારનાં પ્રેમમાં વીતી જતો હશે."

"દિવસ નીકળી જાય પણ કારમી અંધારી રાતનું શું કરવું ? સૌ સુઈ ગયાં હોય અને હું એકલી પૂરી રાત યાદોમાં ગરકાવ થયેલી હોઉં છું. ના હું કોઈને કહી શકતી કે ના હું સહી શકું એવી હાલત થઈ ગઈ છે."

આ વેદના કહી તો રેખાબેન હતાં, પણ આવી પરિસ્થિતિમાં તેઓ બન્ને અલગ અલગ જગ્યાએ એક સરખી રીતે પસાર થઈ રહ્યાં હતાં.

"તું બસ બોલીએ જઈશ કે પછી મને કોફી પણ પીવડાવીશ. ખૂબ મોડું થઈ ગયું છે. હવે મારે નીકળવું પડશે. તું કોફી બનાવીને પીવડાવી દે એટલે હવે મારે જાઉં જોઈએ."

"તમે મારાં હાથની કોફી પીશો તો તમને ભાવશે ?" રેખાબેને અચકાતાં સવાલ કર્યો.

"કોણ જાણે કેમ ? પણ આજે વર્ષો પછી છુટી પડેલી આદતને પકડી રાખવાની ઈચ્છા થઈ ગઈ છે."

સંજયભાઈ એટલું કહીને ચૂપ થઈ ગયા. રેખાબેન કિચનમાંથી ગરમ કોફી બનાવીને લઈ આવ્યાં. સંજયભાઈએ કોફીનો મગ હાથમાં પકડીને ફૂંક મારીને એક ઘુંટથી પી લીધી. રેખાબેન બેઠાં હતાં એ જ સ્થાન એમણે ગ્રહણ કરી લીધું.

થોડીક કોફી અધુરી રાખીને સંજયભાઈ બોલ્યાં, "કોફીનો સ્વાદ હજું એવો જ છે જેવો વર્ષો પહેલાં તું મને બનાવીને પીવડાવતી હતી."

"આભાર" રેખાબેન આગળ કશું ના બોલ્યાં. 

"આપણાં છુટાછેડા થઈ જાય પછી હું બીજાં મેરેજ કરું કે ના કરું પણ તું બીજાં મેરેજ કરી લેજે. પાછલાં જીવનની ક્ષણોમાં તું એને આમ જ કોફી પીવડાવતી રહેજે."

સંજયભાઈએ રેખાબેનને બીજાં લગ્ન કરવાની સલાહ આપી એ એમને ના ગમ્યું.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"