Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -28

વાડીમાં વોટર પંપ ચાલુ હતો..બોરવેલમાંથી પાણી પુરા ફોર્સમાં નીકળી નીકમાં ખળ ખળ વહી રહેલું.. ધીમે ધીમે પાણી નીક દ્વારા..ગોળ ગોળ કરેલાં આંબાના ખામણામાં જઈ રહેલું..જમીન ભીંજાઈને અંદર
શોષાઈ રહેલું..પક્ષીઓ એ નીક પર બેસી ચાંચ બોળી પાણી પી રહેલા..વાડીમાં કોયલ મીઠું બોલી રહેલી.. શાકભાજીના ક્યારા આજુબાજુ મોર ચણ ચણી રહેલા..પંપનો ભક ભક અવાજ એક સરખા સુરે સંભળાઈ રહેલો..ધીમો ધીમો ઠંડો પવન વહી રહેલો..

વિશ્વા..મનમાં સોહમનાજ વિચારોમાં ગર્ત હતી..પણ હાથ શાકભાજી ચૂંટવા અને વીણવાનું કામ કરી
રહેલાં..મનમાં ને મનમાં કઈ ગણ ગણ કરી રહી હતી.. ત્યાં પાછળથી કોઈ જાણીતો અવાજ આવ્યો..એ નિલેશ હતો..બીલીમોરાથી ગઈકાલેજ આવેલો..દેસાઈ ફળિયામાંજ રહેતો..બીલીમોરા મામાનું ઘર હતુ .એનાં મામાને કોઈ સંતાન નહોતું.અહીં એનાં માબાપનો એકનો એક..બધા કુટુંબમાં આ એકજ છોકરો..ખુબ લાડકોડથી ઉછેરેલો..મામા એની પાછળ ખુબ પૈસા વાપરતા..હાથમાં ને હાથમાં રાખતાં..પાણી માંગે દૂધ હાજર કરતા..વધુ પડતા લાડથી એનામાં દુર્ગુણો વસી ગયેલાં એ પોતાને રાજકુંવર માનતો..

નીલેશે વિશ્વાનેબૂમ પાડી..” એય વિશ્વા..મારા માટે પણ બકાલું ઉતારજે..કુણા કુણા લીલા મરચાં.તીખા તમતમ તારા જેવા…” એમ કહી હસીને ટીખળ કરવા પ્રયત્ન કર્યો ..એ શાકભાજીના ક્યારે નજીક લાકડી લઈને ઉભેલો..વિશ્વાએ એની સામે જોયા વિનાજ ઓળખી ગઈ ને કહ્યું.” કેમ મામાની વાડીએથી નથી લાવ્યો ? બકાલું તો ત્યાંજ ખુબ સારું થાય..અહીં વધુ છે નહીં..બધું ઘર માટે છે માંએ ઘર માટે ઉતારી લાવવા કીધું છે..” પેલો હાર માન્યા વિના બોલ્યો..” એય વિશુ તો પેલી કુમળી કુમળી લાંબી કાકડી ઉતારી આપ મારે ખાવી છે..મસ્ત દેખાય છે રસ ભરેલી..” એમ બોલી જીભ હોઠ પર ફેરવી ચેનચાળા કર્યા ..વિશ્વા ધ્યાન આપ્યા વિના એનું કામ કરતી રહી.. પેલો એની સાવ નજીક આવીને ઉભો રહ્યો..ઝૂકીને કશુંક કહેવા ગયો ત્યાં..ત્યાં..વિશ્વા…વિશ્વા..એવી બૂમ પડી..એ અવાજ સાંભળીને વિશ્વા થનગની ઉઠી..એના તનમાં ખુશીની લહેર દૌડી ગઈ..એ ફટાક દઈને ઉભી થઇ ગઈ.. અવાજ તરફ નજર નાખી બોલી..” સોહુ સોહુ તું ક્યારે આવ્યો ? એય સોહુ..” એમ બોલતી સોહમ તરફ દોડી ગઈ..નીલેશે એજ સમયે બૂમ પાડી “ એ વિશુ..હવે કેમ દોડી ? હું અહીં ઘાસ કાપું છું ક્યારનો?..” વિશ્વાએ એનાં બોલવા પર ધ્યાનજ ના આપ્યું..સોહમ તરફ દોડી..સોહમ એની તરફ દોડીને આવી ગયો.. બન્ને એકબીજાને જોઈને ખુબ ખુશ હતા..આનંદ માતો નહોતો.. વિશ્વા..સોહમને જોઈ એને વળગીજ ગઈ એને બસ સોહમ સિવાય કોઈ ભાનજ નહોતું. એને આખા વિશ્વનું સુખ મળી ગયેલું..સોહમ પણ
વિશ્વાને બાહોમાં લઈને વળગી ગયો..બોલ્યો “ તારું ઘર બંધ જોઈ મને મનમાં ફાળ પડી..ક્યાં ગઈ હોઈશ ? એક પળ તારા વિના.. વિશ્વા..” વિશ્વાએ કહ્યું“ હું કેટલાયે સમયથી તારી રાહ જોતી હતી..તારો કોઈ સંદેશ નહીં..પાપા પર ફોન નહીં..કેમ આવું કર્યું ? કોલેજ ચાલુ થઇ ગઈ પણ..”

સોહમની બાહોમાં વિશ્વા ખુબ જોરથી વળગેલી હતી..સોહમે એને બળ પૂર્વક પોતાનામાં સમાવેલી
હતી..બધો વિરહ જાણે નીચોવી નાંખવો હતો.. ત્યાં પેલો નિલેશ કયારીથી આગળ છોડ પાછળથી બહાર આવી બોલ્યો ..” વાહ શું મિલન છે?..” અને.. બાહોમાં ભરેલી વ શ્વા અને સામે નિલેશ..સોહમે વિશ્વાને પ્રેમથી ચુસ્ત પકડેલી હતી.એની નજર નિલેશ પર પડી અને….એના હાથની પકડ ઢીલી પડી..એણે વિશ્વા તરફ સંદેહ ભરી દ્રષ્ટિ કરી..બોલ્યો “ વિશ્વા મને ખબર નહોતી કે અહીં વાડીમાં તારી સાથે આ નિલેશ પણ છે તમે લોકો સાથે…”
વિશ્વાએ નીલેશની હાજરીને ગણકાર્યા વિના સોહમને એક કિસ કરી બોલી..”અરે આતો નવરો છે મામાને
ઘરેથી ક્યારે આવ્યો મને ખબર નથી અને કબાબમાં હડ્ડી બનવા આવી ગયો..પણ તું ક્યારે આવ્યો..? અહીં વાડીએ હું થોડો સમય પહેલાજ આવી છું મોટર પંપ ચાલુ કર્યો અને આ શાકભાજી ઉતારતી હતી..આ ક્યારે આવ્યો એય મને નથી ખબર..ચલ સોહમ હવે ઘરે જઈએ..તું આવ્યો છે દિગુકાકા પણ ઘરે હશે.. એમને ચા મૂકી આપનાર કોઈ નહીં હોય..હું મસ્ત ચા બનાવી આપું..તારી પસંદ પ્રમાણે કડક મીઠી..” એમ કહી હસી..વિશ્વા એકી સાથે એકી શ્વાસે બધું બોલી ગઈ..એ સમજી ગઈ હતી..સોહમને હું અહીં નિલેશ સાથે હતી ગમ્યું નથી.. “ વિશ્વા..તું અહીં જે કામ હોય એ શાંતિ થી નિપટાવ..હું તો તને મળવા તલપાપડ આમજ એકી શ્વાસે અહીં દોડી આવેલો..તું અહીં આ નિલિયા સાથે હોઈશ વાડીમાં એકલી… એવી કલ્પના પણ નહોતી..” પછી વિશ્વાને માથેથી પગ સુધી
જોઈ..કૈક વિચારી પડેલા મુખે ઝડપથી ઘરે જવા નીકળી ગયો..

વિશ્વા થોડી આછપાઈને ગળે થૂંક ઉતારતા બોલી “ અહીં હું આવી ત્યારેકાળો ચોર પણ નહોતો..આ ગામ
પંચાત અહીં ક્યારે આવ્યો નથી ખબર મને.. સોહુ હું મોટર પંપ બધું બંધ કરી બકાલું લઈને ઘરેજ આવું છું.. પણ સોહમ નિરાશ વદને ઘરે જવા નીકળી ગયેલો.. એની આંખોએ વિશ્વાને વાડીમાં નિલેશ સાથે જોઈ આઘાત પામેલો..

વિશ્વાએ નીલેશને કીધું..” અહીં કેમ આવેલો ? કોઈએ બોલાવેલો ? ઠંડક પડી પંચાતિયા…” એણે બકાલું
ત્યાંનું ત્યાં રહેવા દીધું..પગમાં ચમ્પલ પહેરી ના પહેરી ઉઘાડા પગે ચિંતાતુર મને સોહમની પાછળ પાછળ ઘરે
જવા દોડી ગઈ..

વધુ આવતા અંકે..પ્રકરણ-29 અનોખી સફર..