The Author Mrugesh desai અનુસરો Current Read વિષ રમત - 33 By Mrugesh desai ગુજરાતી ક્રાઇમ વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books Waterproofing Money Manifestation by IMTB Waterproofing Money Manifestation: Spirit + Wealth Mindset... AI: ડેટા, પ્રોમ્પટ અને ગણિત આજના સમયમાં આપણે બધાં કોઈને કોઈ રીતે AI સાથે જોડાયેલા છીએ! ક... ખોવાયેલ રાજકુમાર - 43 પસાર થતી વખતે હું જેને ઓળખતી હતી તેમાંથી એક ચહેરો, જોકે મને... ખાઉધરી ચંપા ખાઉધરી ચંપા જામનગરથી થોડે દૂર, એક નાનકડા ગામમાં રહેતો હતો... રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 24 "સમર્પણ ને શરણાગતિમાં ભેદ શો જણાવો?સમર્પણ સ્વયં નું હોય ને શ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Mrugesh desai દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા કુલ એપિસોડ્સ : 35 શેયર કરો વિષ રમત - 33 (2.1k) 1.7k 3.5k અનિકેત ની આંખો ની સામે ન સમજી શકાય એવો અજબ નો ખેલ ચાલી રહ્યો હતો . ગુપ્ત ભોંયરા નો દરવાજો તો ખુલી ગયો હતો પણ રામલાલ અને બજરંગી અંશુમાન ના આવવા ની રાહ જોઈ રહ્યા હતા .. અંશુમાન ઝડપથી ચાલતો ..અલબત્ત ઝડપથી દોડતો ત્યાં આવ્યો હતો ..અનિકેત આ બધું જોઈ રહ્યો હતો અંશુમાન ત્યાં આવ્યો એટલે એને પોતાના પેન્ટ ના ખીસા માંથી એક પેન્સિલ ટોર્ચ કાઢી અને પેલી દીવાલ ખસી ને દરવાજો થઇ ગયો હતો એ બાજુ ટોર્ચ ચાલુ કરી ત્રણેવ જાણ ઝડપથી એ દરવાજા માં ગયા .અનિકેત ને અહીં સુધી બધું દેખાયું .. એ લોકો દરવાજા માં ગયા એટલે અનિકેત દીવાલ કૂદી ને સીધો બાંગ્લા માં પ્રવેશ્યો અને ઝડપથી પેલી કુવા વળી જગ્યા આગળ ગયો ત્યાંથી અને જોયું તો પેલી ખસેલી દીવાલ ની અંદર પગથિયાં હતા અનિકેત ધીમેથી એ પગથિયાં આગળ ગયો અને પગથિયાં ઉતરવા લાગ્યો એ લગભગ ૭ પગથિયાં હતા ..અનિકેત ૭ મુ પગથિયાં ઉતર્યો ત્યાં એને ખબર પડી કે એ ૨૦ × ૨૦ ફૂટ નો રૂમ હતો આ ખા રૂમ માં લીલો પ્રકાશ ફેલાયેલો હતો અનિકેત અને બીજા બે જાના ત્યાં પડેલા ખોખા માંથી થેલા માં કૈક ભરતા હતા ..અનિકેતે ધ્યાન ન થી જોયું તો એ રૂપિયા ના બંડલો હતા !!!! આ જોઈને અનિકેત ને એક ઝાટકો લાગ્યો .આ રૂમમાં એક ઉપર એક લગભગ ૧૦૦૦ થી વધુ ખોખા ઓ મુખ્ય હતા ..જો બધા માં રૂપિયા ના બંડલો હોય તો આ કેટલા અબજો ..ખર્વો રૂપિયા થાય .. અનિકેત પળ વાર માં સમજી ગયો કે હરિવંશ બજાજ પોતા ના બે નંબર ના રૂપિયા આ ગોડાઉન માં રાખે છે ..! અનિકેત માટે આ બધું નવું હતું ..પેલા લોકો એ ચાર થેલા પેક કર્યા અનિકેત ને લાગ્યું કે હવે એ લોકો બહાર નીકળશે એટલે અનિકેત પછી સીડીઓ ચડી ગયો ..અને તરતજ દીવાલ ની પાછળ કૂદી ને પહેલા જેવી પોજિશસન માં ઉભો રહી ગયો .. બજરંગી , રામલાલ અને અંશુ મન ચાર મોટા થેલા લઈને બહાર આવ્યા ત્રણેવ જન પેલી કુવા વાળી જગ્યા એ આવી ને ઉભા રહ્યા . ત્યાં હજી ગ્રીન લઈટ ચાલુ જ હતી ..એ ગ્રીન લઈટ પર અંસુમાને પોતાનો અંગૂઠી મુક્યો તરત જ પેલી દીવાલ ખાંસી ને જેમ હતી એમ થઇ ગઈ ..અને ગ્રીન લઈટ બંધ થઈને પછી કુવા જેવી જગ્યા ની અંદર જતી રહી ..અનિકેત ને એટલી વાત સમજાઈ હતી કે આ ત્રણેવ જન એ હરિવંશ બજાજ ના ગુપ્ત રૂમ માંથી મબલખ રૂપિયા કાઢ્યા હતા પણ આ રૂપિયા કેમ કાઢ્યા હતા એ ખબર ના પડી ...અનિકેત આટલું વિચારતો હતો એટલા માં જ ત્રણેવ જણાએ પૈસા ભરેલા થેલા દરેક ફોર્ચ્યુનર માં મુખ્ય એક ફોર્ચ્યુનર માં એક થેલો મુકવામાં આવ્યો ..ફક્ત અંશુમાન ની ફોર્ચ્યુનર માં બે થેલા મુકવામાં આવ્યા હતા ..ત્રણેવ ફોર્ચ્યુનર ઉભી લાઈન માં પાર્ક થયેલી હતી ..એનો મતલબ એમ કે ફોર્ચ્યુનર વારા ફરતી બાંગ્લા ની બહાર કાઢવી પડે એમ હતો એક ગાડી બહાર નીકળે પછી જ બીજી ગાડી બહાર નીકળે તેમ હતી .. અનિકેત આ બધું જોતો હતો એના મનમાં ઘણા બધા સવાલો ઉઠતા હતા કે આટલી મોદી રાત્રે આ લોકો આટલા બધા પૈસા ક્યાં લઇ જતા હશે ..જરૂર કોઈ ઊંચી રમત છે ..અનિકેતે વિચાર્યું કે એ અંશુમાન ની ફોર્ચ્યુનર નો પીછો કરે અને જોઈ લે કે આટલા પૈસા નું આ લોકો કરે છે શું ..? પેલી ત્રણ માંથી રામલાલ જે ફોર્ચ્યુંનર લઈને આવ્યો હતો એ છેલ્લે પડી હતી એને અંશુમાન સાથે હાથ મિલાવ્યો .અને પોતાની પૈસા ભરેલી ગાડી લઈને જતો રહ્યો .એવીજ રીતે બજરંગી પણ જતો રહ્યો હવે ફક્ત અંશુમાન ની ગાડી જ ઉભી રહી ..અનિકેતે નક્કી કર્યું કે એ અંશુમાન ની ગાડી નો પીછો કરશે ..આ પહેલા એને પોતાનો મોબીલે જીન્સ ના ખીસા માંથી બહાર કાડયો જે અત્યાર સુધી સાઇલેન્ટ હતો ..તેને જોયું તો વિશાખા ના ૫૦ થી ઉપર મિસ કોલ હતા અને નિરંતર હાજી એના ફોન ચાલુ જ હતા ..એ અત્યારે વિશાખા સાથે વાત કરી શકે એમ ન હતો ..કે મોબાઈલ ની લઈટ પણ અંધારા માં ચાલુ રાખી શકે તેમ ન હતો .જો અંશુમાન નું ધ્યાન તેના પર પડી જાય તો આખો ખેલ પૂરો થઇ જાય .. અનિકેતે પોતાનો મોબાઈલ ઝડપથી ખીસા માં મુક્યો ..અને જોયું તો અંશુમાન પોતાની ગાડીમાં બેઠો અનિકેત ને લાગ્યું કે અંશુમાન નીકળવા માટે તૈયાર છે અને પોતાને હાજી બાઈક પાસે પહોંચતા ૪ મિનિટ લાગે એમ છે એટલે અનિકેત ત્યાંથી નીકળ્યો અને ઝડપથી દોડતો બાઈક પાસે પહોંચ્યો ..ત્યાંથી બાંગ્લા ની bahar નો ભાગ સ્પષ્ટ દેખાતો હતો અનિકેતે જોયું તો અંશુમાન ની ફોર્ચ્યુનર ગાડી બંગલાની બહાર નીકળી રહી હતી ..અનિકેતે બાઈક ઝડપથી ચાલુ કર્યું અને ફોર્ચ્યુનર થી થોડું અંતર રાખી ને બાઈક ચલાવવા લાગ્યો ..રાત ના લગભગ ૧.૩૦ વાગ્યા હતા અને ઇલેકશન નો માહોલ હતો એટલે રસ્તા ઓ સુમસામ હતા .. સુમસામ રસ્તા માં અંશુમાન ની ફોર્ચ્યુનર ફૂલ સ્પીડ થી જતી હતી . અનિકેત મહામહેનતે ફોર્ચ્યુનર થી એક ડિસ્ટન્સ રાખી ને બાઈક તેની પાછળ ચલાવતો હતો જુહુ થી નીકળી ને અંશુમાન મલાડ તરફ જ જતો હતો આ એ જ રસ્તો હતો કે જ્યાંથી અનિકેત થોડા કલાકો પહેલા જ નીકળ્યો હતો અનિકેત ને બાઈક ડિસ્ટન્સ થી જ ચલાવાનું હતું અને ઉપરથી વિશાખા ના ફોન પર ફોન આવતા હતા ..અનિકેતે જોયું તો પોતાના મોબાઈલ ની બેટરી ડાઉન થવા આવી હતી અનિકેત ને લાગ્યું કે હવે વિશાખા જોડે વાત કરી લેવી જોઈએ ..જો ફોન બંધ થઇ જશે તો વિશાખા વધારે ચિંતા કરશે .. અનિકેતે વિશાખા ને ફોન જોડ્યો ..વિશાખા એ ફોન ઉપાડ્યો .. " હેલો એની ...વ્હેરે આર યુ ડાર્લિંગ ..? " વિશાખા દારૂ ના નશા માં ચૂર થઇ ને બોલતી હતી .. " અરે વિશુ ..આઈ એ મ ઓન ઘી વે ..હું જલ્દી આવું છું .." અનિકેત ચાલુ બાઇકે દબાતા આવજે બોલતો હતો અને સાથે સાથે ફોર્ચ્યુનર નો પીછો પણ કરતો હતો .. " તું જલ્દી આવ એની આઈ કેન્ટ લીવ વિધાઉટ યુ " વિશાખા એ ઉધરસ ખાધી એના પરથી અનિકેત સમજી ગયો કે ડ્રિન્ક ની સાથે સાથે વિશાખા સ્મોક પણ કરે છે .. " તું વધારે સિગારેટ ના પીશ હનિ .. હું જલ્દી આવું છું ." અનિકેત વિચારતો હતો કે એને બહુ મોટી ભૂલ કરી નાખી ..પોતાને મોડું થવાનું છે એવી વાત વિશાખા ને કરી દેવા જેવી હતી ..કારણ કે જયારે અનિકેત ને મળવાનું હોય અને જો થોડું મોડું થઇ જાય તો વિશાખા એના વગર નથી રહી શકાતી ..અને અત્યારે એટલે જ વિશાખા એ અનિકેત નો વિરહ જીરવવા માટે ડ્રિન્ક કર્યું છે અનિકેત આ બધું વિચારતો હતો ...વિશાખા નો ફોન ચાલુ હતો ..ફોર્ચ્યુનર આગળ જય રહી હતી ને સામેનું દ્રશ્ય જોઈને અનિકેત એકદમ ચોંકી ગયો ...!! ફોર્ચ્યુનર થી લગભગ ૬૦૦ મીટર દૂર પોલીસ ચેકીંગ માટે બેરીકેટ મુક્યા હતા અને ઢગલા બંધ પોલીસ વાળા પણ ત્યાં ઉભા હતા ...! ચાર ગાડીઓ ની જીણવટ ભેર તાપસ પણ થઇ રહી હતી ..! ફોર્ચ્યુનર થોડી ધીમી પડી ..અનિકેતે પણ સ્પીડ ઘટાડી ...એને વિશાખા ને જલ્દી આવવા નું પ્રોમિસ કરી ને ફોન કટ કર્યો ..એના મનમાં એક જ પ્રશ્ન હતો ઇલેકશન ના માહોલ વચ્ચે આગળ જતી ફોર્ચ્યુનર માં કરોડો રૂપિયા રોકડા છે આગળ. પોલીસ તપાસ છે હવે શું થશે? ‹ પાછળનું પ્રકરણવિષ રમત - 32 › આગળનું પ્રકરણ વિષ રમત - 34 Download Our App