Featured Books
  • Untold stories - 7

    UNFINISHED WORDS રજત અને તાન્યા—બન્ને કોલેજકાળથી જ એકબીજાના...

  • મૌન ચીસ

    પ્રકરણ ૧: લોહીભીની સાંજ અને તૂટેલો વિશ્વાસજામનગરના આકાશમાં સ...

  • સંસ્મરણોની સફર

    વર્ષ હતું 1991-92. આ બે વર્ષ ગુજરાત માટે એક ભયાવહ સમયગાળો બન...

  • RAW TO RADIANT - 2

    *The First Cut*રફ હીરો દેખાવાથી સામાન્ય હોય છે,પણ એની સાચી સ...

  • સ્નેહ ની ઝલક - 9

    શ્વાસ માટેનો સંઘર્ષઅશોકભાઈ અને મનીષાબેનનું જીવન બહારથી નિરાં...

શ્રેણી
શેયર કરો

ભૂલ છે કે નહીં ? - ભાગ 56

એક દિવસ તમે આવ્યા અને કહ્યું કે સ્કૂટર બરાબર ચાલતું નથી ફરી પાછો ખર્ચો કરવો પડશે. મમ્મીએ કહ્યું છે કે તારી પાસે દીકરાના નામ કરણના જે પૈસા આવ્યા હોય તે અત્યારે મને આપ પછી મમ્મી આપી દેશે તને. મેં એ વખતે વધારે વિચાર્યું પણ નહીં કારણ કે તમે સ્કૂટરને કારણે હેરાન થતા હતા એટલે જે પણ રૂપિયા હતા એ બધા તમને આપી દીધા. તમે ફરી પાછું કહ્યું કે મમ્મી પછી આપી દેશે તને. અને તમે એ પૈસા લઈને ચાલ્યા ગયા હતા. એક દિવસ આપણા ફળિયાના લોકો દિકરાને રમાડવા ઘરે આવ્યા. બધા ખુશ હતા અને એમ કહેતા હતા કે જલ્દીથી દિકરાને ગામ લઈ આવ એટલે અમને રમાડવા મળે. ત્યારે જે આવેલાં એમાંથી એક કાકા બોલ્યા કે હવે તારા સાસુને કહેવું પડશે કે લાઇટબિલ બચાવવા મેઈન સ્વીચ બંધ નહી કરે નહીતર દિકરો સૂઈ શકશે નહીં. મેં કહ્યું કે ના રે મમ્મી એવું થોડું કરે. ત્યારે એ બોલ્યા કે તને ની ખબર પણ બપોરે તું સૂઈ જાય ને એટલે મેઈન સ્વીચ બંધ કરી દે બિલ ઓછું આવે એમ કરીને કારણ કે તને તો પંખા વગર ચાલે નહીં ને આખો દિવસ પંખો ચાલુ રાખે તો બિલ વધારે આવે એટલે. મને ત્યારે ખબર પડી કે કેમ અડધા દિવસ આપણા ઘરમાં પાવર નથી હોતો. હું તો કોઈ દિવસ બીજાના ઘરે પૂછવા જાઉં નહીં કે તમારે ત્યાં પાવર છે કે નહીં. અને એવું મોટે ભાગે બપોરે જ થતું કે પાવર ન હોય. એટલે કોઈના ઘરે પાવર હોય તો પણ ખબર ન પડે. રાતે કરે તો બીજાના ઘરે લાઈટ ચાલુ હોય તો ખબર પડી જાય. ત્યારે મને લાગ્યું કે હું પાવર વગર બપોરે હેરાન થતી, મારાથી ગરમી સહન ન થતી એ જોતા હતા તો પણ આવું કર્યું હશે ? પણ મારે એ વિશે વિચારીને મમ્મી માટે મારા મનમાં કોઈ લઘુતાગ્રંથિ બાંધવી ન હતી એટલે એ વિશે વિચારવાનું જ બંધ કરી દીધું. દીકરો બે મહિનાનો થઈ ગયો હતો. એક દિવસ તમે આવ્યા અને કહ્યું કે મમ્મીએ કહ્યું છે કે સારો વાર દિવસ જોઈને બેન આવશે તમને લેવા માટે અને મેં હા પાડી હતી. મારા ઘરે મને દિકરા સાથે વળાવવાની તૈયારી થવા માંડી. દિકરા માટે કપડા, રમકડા બધું લેવા માંડ્યા હતા. મારા દાદીએ કહ્યું કે આપણે ત્યાં દિકરીને જ્યારે સુવાવડ પછી વળાવે ત્યારે દિકરા કે દિકરી માટે સોનાની વસ્તુ લેતા નથી આપણે ત્યાં એ અપશુકન મનાય છે. એટલે મમ્મીએ દિકરા માટે ચાંદીની વસ્તુ લીધી હતી. મારી બેન, મામી અને કાકીની દિકરીએ સોનાની વસ્તુ લીધી હતી. હું પણ ખુશ હતી ખૂબ જ ખુશ હતી દિકરાને લઈને આપણા ઘરે આવવા માટે. મને ખબર હતી કે આપણો દિકરો આપણા કુટુંબમાં જ નહીં પણ ફળિયામાં પણ સૌને લાડકો થશે. કારણકે વર્ષો પછી એક નાનું બાળક કુટુંબને મળ્યું હતું. ફળિયામાં પણ કોઈને ત્યાં નાનું બાળક ન હતું. બધા જ ઉત્સુક હતા દિકરાને આવકારવા માટે. અને એક દિવસ નક્કી થયો કે બેન આવશે એમની ગાડી લઈને અમને લેવા માટે. તમે આવવાના ન હતા. તમારી નોકરી ચાલુ હતી રજા મળી ન હતી. અને બેન આવ્યા એમના દિકરા દિકરી સાથે અમને લેવા માટે. બનેવી આવ્યા ન હતા. ગાડી લઈને ડ્રાઈવર આવ્યો હતો. મારા ઘરેથી મારા દિકરા સાથે મને વળાવવામાં આવી. ઘણો સામાન હતો. ગાડીમાં બેસીને મને વિચાર આવતો હતો કે ઘરે જઈશ એટલે મમ્મી દિકરાને મારા હાથમાંથી લઈ લેશે અને પછી હું સામાન ઉતારી લઈશ કારણ કે તમે તો ઘરે હશો નહીં ને બેન અમારો સામાન ઊંચકે એ મમ્મીને ન જ ગમે મને ખબર હતી.