અંતરિક્ષની આરપાર - એપિસોડ 9 Jaypandya Pandyajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતરિક્ષની આરપાર - એપિસોડ 9


નાઘેર વિસ્તારનું એક ગામ હતું. ત્યાં  પ્રાગજી દાદા નામના એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેઓ સ્વભાવમાં સરળ એકદમ સાદુ અને નિયમિત જીવન જીવતા.

આંગણે આવેલા દરેકના પ્રશ્નોનું પોતાનાથી શક્ય તેવું નિવારણ કરી આપવાનો પ્રયત્ન કરતા. કોઈ દિવસ કોઈ તેમના ઘરેથી નિરાશ થઈને જાય નહીં. ગામનો દરેક વ્યક્તિ તેમના સ્વજન સમાન હતો.

કોઈને કઈ જરૂર હોય તો તેઓ તરત જ મદદ કરવા તૈયાર જ હોય.

તેમના પરિવાર કુલ 4 સભ્યો પોતે તેમના પત્ની કોકિલાબેન,  દીકરો મનન અને દીકરી દિયા

મનન કોલેજમાં અભ્યાસ કરતો અને દિયા 10 માં ધોરણમાં ભણતી હતી.

પ્રાગજી દાદાનું નામ આસપાસના વિસ્તારમાં ખૂબ જ પ્રસિદ્ધ હતું.

તેઓ ગાયત્રી માતાના પરમ ઉપાસક હતા.

એક વખત તેમના ઘરે શામજી ભાઈ દરજી આવે છે.

તેઓ પ્રાગજી દાદા પાસે આવી પોક મૂકીને રડે છે.

પ્રાગજી દાદાએ પૂછ્યું શું થયું  શામજી ભાઈ ?  કેમ એટલા રડો છો ?

શામજીભાઈ - દાદા મારી માથે દુઃખનું આભ તૂટી પડ્યું છે. હું બરબાદ થઈ ગયો..

પ્રાગજી દાદા - શું થયું મને વ્યવસ્થિત વાત તો કરો કદાચ હું તમારી કઈ મદદ કરી શકું ....

શામજીભાઈ - દાદા મારા દીકરા રવજીને 3 મહિનાથી રાજકોટ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. એ વાત તો તમે જાણો જ છો કે તેને આંતરડાનું કેન્સર છે.

પ્રાગજી દાદા - હા તેની તબિયત કેવી છે?

શામજીભાઈ - દાદા તેને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે અને કાલે ઘરે આવી જશે ડોક્ટરે  કહ્યું છે કે હવે રવજી માત્ર 2 મહિનાનો મહેમાન છે એટલે તેને હોસ્પિટલમાંથી ઘરે લઈ જાઓ અને જે સેવા થાય તે કરો.

દાદા તમે તો ગામમાં ઘણાના દુઃખ દૂર કર્યા છે. તો મને પણ એમાંથી ઉગારો એવી પ્રાર્થના કરું છું તમને.

પ્રાગજી દાદા -  જુઓ શામજીભાઈ હું માતાજીને પ્રાર્થના કરીશ કે તેઓ રવજીને જલ્દી સાજો કરી દે. બાકી બધું ઈશ્વરના હાથમાં છે.

શામજીભાઈ- દાદા તમે  ઈશ્વરને  એવી પ્રાર્થના કરો કે મારો દીકરો જલ્દી થી જલ્દી સાજો થઈ જાય.

પ્રાગજી દાદા -  હું પ્રયત્ન ચોક્કસ કરીશ.

શામજી ભાઈ - ઠીક છે. હું જાઉં છું ઘરે હવે.

રામજી દાદા - હા પણ તમે કાલે સાંજે મારા ઘરે આવજો મારે તમારું કામ છે.

શામજીભાઈ- હા ચોક્કસ આવીશ.

બીજે દિવસે સાંજે શામજીભાઈ દાદાના ઘરે આવે છે.

પ્રાગજી દાદા - આ બોટલમાં મેં પાણી અભી મંત્રીત કરી અને રાખ્યું છે તે તમારા રવજીને સવારથી સાંજ સુધીમાં આખી બોટલ પીવડાવી દેવું. હું મારા પાડોશમાં રહેતા મહેશને કહીને પાણી મોકલી  આપીશ. એટલે તમારે રોજ અહીં સુધી આવવું ન પડે.

શામજીભાઈ - ઠીક છે દાદા

બીજા દિવસથી પ્રાગજી દાદાએ રોજ  એક બોટલ પાણી મોકલવાનું શરૂ કર્યું ત્રણ મહિનાની અંદર જ રવજીની તબિયતમાં સુધાર થઈ ગયો.

એ પછી તો રવજી 7 વર્ષ જીવ્યો .

હાલમાં રવજીના પરિવારમાં કોઈ ઉપસ્થિત નથી. પ્રાગજી દાદાનો  પરિવાર હજી આ ગામમાં વસવાટ કરે છે. આર્થિક રીતે ખૂબ જ સુખી છે. તેમનો દીકરો હાલમાં બાજુના ગામમાં સરકારી શિક્ષક છે. તેના મોટા દીકરાના પત્ની પણ સરકારી નોકરી કરે છે. પ્રાગજી દાદાના સંતાનોના સંતાનો પણ સુખી છે

રવજી ના ઘરે ગાયત્રી મંત્રથી અભિ મંત્રીત પાણીની બોટલ આપવા જનાર મહેશ નો પરિવાર પણ ખૂબ જ સુખી છે.

પ્રાગજી દાદા ના મૃત્યુ થયાને લગભગ 23 વર્ષ થયા છતાં આજે પણ લોકો તેમને માન સન્માન સાથે યાદ કરે છે. 

કથા બીજ - શાસ્ત્રી શ્રી પ્રો -  હેમેન્દ્રભાઈ પ્રમોદચંદ્ર ત્રિવેદી આલેખન - જય પંડ્યા