અનુભવ - પાર્ટ 2 Aloka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુભવ - પાર્ટ 2

જીવન માં આવ નારા બદલાવ થી એક દમ દૂર અન્નુ દરરોજ પ્રમાણે સવારે મમ્મી જોડે વાતો કરી ને જોબ માટે નીકળી…. 

આટલા જલ્દી માં કેમ છે… પાછળ થી અન્નુ ની ફ્રેન્ડ બોલી… અરે બેલા મારે આજે બહુજ  કામ છે સમય જ નથી… હસતા હસતા રૂમ માં પોચી જ્યાં અન્નુ ને સિગ્નેચર કરવાની હતી… અરે યાર મારી પેન કઈ ગઈ… અન્નુ બેગ માં જોવા બેઠી. આજુ બાજુ જોયું તો એક સાઇડ પર એક ટેબલ પર અનુરાગ બેઠો હતો

અરે યાર આ ખડૂસ કયા સવાર માં આનું મો જોયું… પછી તોય મન મનાવતા એની પાસે પેન માગી.. 

અનુરાગ પેન છે સેજ આપજેને… ના નથી મારી પાસે એમ કહી અનુરાગ એનુ કામ કરવા લગ્યો…અરે આ લે અન્નુ મારી પાસે છે પાછળ થી સર બોલાય… થેન્ક યૂ સર.. કહી અન્નુ અનુરાગ ને જોતી જોતી નીકળી ગઈ…

જગ્યા પર પોચતા ખબર પડી કે સિસ્ટમ પાછી બગડી ગઈ… અરે યાર પાછું મારે પેલા ખડૂસ જોડે બોલવાનું… ત્યાં તો સર બોલ્યા કે મેં માણસ બોલાવી લીધો છે તું ચિંતા ના કર…. બધું સેટ કરી દીધું છે… 

અન્નુ તને મળવા આવનો છું તું કેટલા વાગતા પોચશ ઘરે… અન્નુ એકદમ ખુશ થઈ ગઈ પવન ના મેસેજ થી… અરે હું બસ પોચી એમ રિપ્લાય કરતા જ અન્નુ એકમ ખુશ થઈ ગઈ…

સાંજ નો સમય હતો.. અન્નુ ને એના કોલેજ નો સમય યાદ આયો જ્યારે એ અને પવન કોલેજ માં પેહલી વાર મળ્યા તા… 

હોસ્ટેલ માં રેતી અન્નુ સવાર ના નાસ્તા માટે કેન્ટીન માં બેઠી હતી અને સામે થી પવન ની એન્ટ્રી થઈ.. એ એના હેર સેટ કરતો હતો અને અન્નુ એને જોતી હતી.. 

અરે કેટલો હેન્ડસમ છે યાર બાજુ માં બેઠેલી નેહા બોલી… કાશ આ છોકરો મને મળે એમ નેહા અને અન્નુ બોલી ને હસી પડયા… 

પવન કોલેજ નો ચોકલેટ બોય હતો એટલે એનું ઓલરેડી એક ગ્રુપ હતું… જેમાં અન્નુ ફિટ થાય એમ નતી…પણ કદાચ એ સમય પવન અને અન્નુ નો જ હતો.. ધીમે ધીમે અન્નુ અને પવન એક બીજા ને પસંદ કરવા લાગ્યા… 

આમ ને આમ દિવસો વિતતા ગયા… પવન નું ગ્રુપ બાઉજ મોટું હતું જ્યાં અન્નુ નામ ફિટ થાય એમ નતું…

ઇન્દુ… પવન આ અન્નુ તારી જોડે ફિટ થાય એમ નથી પવન ની બેસ્ટફ્રેન્ડ બોલી… શું વિચારે છે 

લગન કરીશ તો આના જોડે જ હું બધું જ ઠીક કરી દઈશ… પવન ઊંડો શ્વાસ લેતા અન્નુ જોડે જાય છે..

અન્નુ મારે તને કઈ કેવું છે… હા બોલ ને સુ થયું 

તું આખી જિંદગી મારી જોડે રહીશ… અન્નુ એકદમ શોક માં આવી ગઈ… પાછી હસી ને અન્નુ બોલી આખી જિંદગી સાચવી લઈશ ને મને… અઘરું રેશે બોલ 

અરે ગાંડી ૭ જનમ લાગી રહીશ… અને અન્નુ અને પવન ગળે લાગી જાય છે….

અન્નુ અન્નુ ઘર આવી ગયું શું કરે છે ચાલ… બેલ કે કયા ખોવાઈ જાય છે અન્નુ હસે છે પછી કે કઈ નઈ પછી કઈશ…

 ઘર આવતા જ અન્નુ એ પવન ને મેસેજ કરયો કયા છે ત્યાં તો પવન આયો… ખબર નઈ એ દિવસ એ કોને મળીને આયો તો આવતા ની સાથે જ તું આજે જ લગન કરીશ એમ કહે છે અન્નુ… 

અરે હા પણ એકદમ શું થયું… અન્નુ એ રિપ્લાય આપ્યો સેજ ઘબરાઈ ગઈ… 

ખબર નઈ પવન ના મન માં શું હતું બસ ગુસ્સો મન અશાંત એ બોલી ને નીકળી ગયો… 

બીજા દિવસે અન્નુ સાંજે ઘરે પોચે એ પેલા પવન ઘરે હતો… અરે પવન… શું થયું ?? બસ કઈ નઈ કાલ નો સવાલ નો જવાબ લેવા આયો છું.. તો પછી તે શું વિચારેયુ….પવન એકદમ ગુસ્સા માં બોલ્યો..

અરે આમ થોડી જવાબ અપાય તું પણ શું પવન ચાલ બેસ હું ચા મુકું…અન્નુ એ વાત બદલતા કેધું ને રસોડા તરફ ગઈ..

ના તું રેવા દે.. હું નીકળું છું અન્નુ.. મારે બાઉજ કામ છે 

અન્નુ એ એકદમ ઊંડો શ્વાસ લીધો અને પવન ને બાઇ કીધું.. 

આખી રાત વિચારવાં માં જ ગઈ કે આ પવન ને શું થયું હસે… સવાર પડતા જ અન્નુ જોબ પર જવા નીકળી ત્યાં ફરી ફોન આયો કે શું નક્કી કરિયું પાછી તે અન્નુ…

અરે આ શું છે તું કેમ પુછ પુછ કરે છે ????પવન અન્નુ ગુસ્સા માં બોલી ને ફોન મૂકી દીધો… 

 આમ ને આમ બે દિવસ થયા ને અન્નુ નો ગુસ્સો વધતો જ ગયો…

એ સાંજ બહાર વીજળીઓ થાય વાતવરણ કઈ ઠીક નતું ત્યાં પવન અને અન્નુ બેવ એક બીજાની સામે બેઠા અજનબી ની જેમ જોતા હતા… 

ત્યાં પવન બોલ્યો કે મને ખબર છે કે તું મારી જોડે લગન નહીં કરે તું ત્યાં જ કરીશ જ્યાં તારા ઘર વારા કે સે… 

અન્નુ એક દમ શાંત થઈ ને બોલી પવન જો એવું જ હોત તો હું તને લગન માટે હા જ ના પાડત… મારા મમ્મી પપ્પા અહી નથી રેતા એમને મૂકી ને હું કોઈ ફેસલો ના લઈ શકું પ્લીઝ મને અન્ડરસ્ટેન્ડ કર… 

તો પછી મને આમનાજ જવાબ આપ… ફરી આ સવાલ પૂછતા અન્નુ એકદમ ગુસ્સા માં આવી ગઈ…અને કીધું નઈ મેળ પડે પવન… જો તારે આમનાજ જવાબ જોઈતો હોય તો મારી ના છે…

જવાબ સાંભળતા જ પવન ચાલિયો ગયો… આ વાત ને ૧ મહિનો થઈ ગયો ના પવન નો ફોન ના કોઈ ખબર…

અન્નુ બસ બેઠેલી બેલા ને બધું શેર કરે છે… બેલા આમ એ કેમનો મને ભૂલી જાય મને ??? અમારો ૭ વરસ નો સબંધ હતો…. અન્નુ રડતી જાય ને બેલા સાભળતી જાય..

આ કમ્પ્યુટર બરાબર ચાલે છે ને??? પાછળ થી એકદમ અવાજ આયો…

હે કયું કમ્પ્યૂટ??? અન્નુ એ પાછળ ફરી ને અનુરાગ ને જવાબ આપ્યો… હા બરાબર ચાલે છે અનુરાગ પછી તને અપડેટ કરું છું બેલા બોલી…

આમને આમ પવન ની યાદ માં અન્નુ રેહતી હતી ને આ બાજુ અનુરાગ બસ માં અન્નુ ને રડતા જોતા એને ચેન નતો પડતો…

 

ફોન ની રિંગ વાગી…. હેલો કોણ ??? અરે શું કોણ હું અનુરાગ ભૂલી ગઈ અરે ના બોલ અન્નુ એ હસતા હસતા બોલી… જો સાંભળ હું આ કંપની છોડું છું તું કોઈ ને ના કેતી… હું તને સાંજે મેસેજ કરીશ મને તારો નંબર આપજે અને કઈ સિસ્ટમ માં પ્રોબ્લેમ આવે તો ડાઇરેક્ટ મારે જોડે વાત કરજે હું હેલ્પ કરીશ તને… અન્નુ હા બોલે એ પેલા અનુરાગ એ ફોન મૂકી દીધો…