Featured Books
  • Untold stories - 7

    UNFINISHED WORDS રજત અને તાન્યા—બન્ને કોલેજકાળથી જ એકબીજાના...

  • મૌન ચીસ

    પ્રકરણ ૧: લોહીભીની સાંજ અને તૂટેલો વિશ્વાસજામનગરના આકાશમાં સ...

  • સંસ્મરણોની સફર

    વર્ષ હતું 1991-92. આ બે વર્ષ ગુજરાત માટે એક ભયાવહ સમયગાળો બન...

  • RAW TO RADIANT - 2

    *The First Cut*રફ હીરો દેખાવાથી સામાન્ય હોય છે,પણ એની સાચી સ...

  • સ્નેહ ની ઝલક - 9

    શ્વાસ માટેનો સંઘર્ષઅશોકભાઈ અને મનીષાબેનનું જીવન બહારથી નિરાં...

શ્રેણી
શેયર કરો

ભૂલ છે કે નહીં ? - ભાગ 52

મને દુખાવો ઉપડતા તરત જ જીજાજીને બોલાવ્યા અને એમની રિક્ષામાં અમે હોસ્પિટલ ગયા. ડોકટરે કહ્યું ડિલિવરીનો દુખાવો છે પણ હજી વાર લાગશે. કદાચ કાલ સવાર પણ થઈ જાય. ડોકટરે કહ્યું કે અહીં રોકાવાનો અર્થ નથી ઘરે જાવ અને જ્યારે એમ લાગે કે હવે દુખાવો સહન થાય એવો નથી ત્યારે આવી જજો. એટલે અમે પાછા ઘરે આવી ગયા. મમ્મીએ જલ્દીથી ઘરના બધા કામ પતાવી દીધા. મમ્મી સાંજે એકલા જ મંદિરે જઈ આવ્યા. સાંજનું બધાનું જમવાનું પતાવીને પરવારતા મમ્મીને લગભગ રાતના નવ વાગી ગયા. હું આમ તો ઘરમાં હરતી ફરતી જ હતી. બસ દુખાવો થતો હતો. મમ્મીએ કહ્યું કે તમારો ફોન આવે તો પણ તમને કંઈ કહેવાનું નહીં. આવી બધી વાતમાં કોઈની ટોક લાગી જાય એટલે રોજ વાત કરે છે એમ વાત કરીને ફોન મૂકી દેજે. મેં એમ જ કર્યુ. તમારો ફોન આવ્યો તો પણ તમને કંઈ કહ્યું નહીં. રાતે પરવારીને મમ્મીએ મને પૂછયું કે તું સૂઈ જશે ? મેં હા પાડી અને કહ્યું કે હા તું પણ સૂઈ જા. મને કંઈક વધારે લાગશે તો હું કહીશ તને. અને અમે સૂઈ ગયા. પણ રાતે અગિયારેક વાગ્યે મને ખૂબ જ દર્દ થઈ રહ્યું હતું. મેં મમ્મીને ઉઠાડીને કહ્યું કે હવે મારાથી સહન નથી થતું આપણે હોસ્પિટલ જ જઈએ. અને મમ્મીએ તરત જ જીજાજીને ફોન કર્યો અને કરી જીજાજી અમને હોસ્પિટલ લઈ ગયા. મમ્મી અને ભાઈ મારી સાથે ત્યાં રોકાયા અને જીજાજીને કહ્યું કે તમે ઘરે જાવ એવી કંઈ જરૂર પડશે તો તમને જણાવીશું. ડોકટરે તો ત્યારે પણ એમ જ કહ્યું કં હજી ડિલિવરી થતાં સવાર તો થશે જ. પણ અમે ત્યાં જ રોકાઈ ગયા. એ રાતે મને ખબર પડી કે મા બનવું સહેલું નથી. કેટલું દર્દ સહન કરવું પડે છે એ મને આ સમયે સમજાય રહ્યું હતું. અને આ દર્દ સાથે મને આવનાર સંતાનની ખુશી પણ હતી. કે કેવા વિપરિત સંજોગો છતાં મને આ મા બનવાનું સુખ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. હું આતુર હતી આપણા આવનાર સંતાનને આવકરવા માટે અને એ ચહેરો જોવા માટે જે મારી અંદર હતો. અને એ રાતની સવાર આપણા દિકરાના જન્મ સાથે થઈ. સૌથી પહેલાં ડોકટરે મને આપણા દિકરાનો ચહેરો બતાવ્યો. હું એને જોઈને મારું બધું દર્દ ભૂલી ગઈ. મારી ખુશીની કોઈ સીમા જ ન હતી. પછી ડોકટરે બહાર જઈ મમ્મીને અને ભાઈને કહ્યું અને થોડી વાર રહીને મને એક રુમમાં દાખલ કરી દીધી. મમ્મીએ કહ્યું કે હવે તારા ઘરે આપણે જાણ કરી દઈએ. મેં મમ્મીને કહ્યું કે ભાઈને મોકલી આપ ફોન પર જાણ ન કરતા. અને મમ્મીએ ભાઈને આપણા ઘરે મોકલ્યો હતો. ભાઈએ ત્યાં આવીને તમને અને મમ્મીને આ સમાચાર આપ્યા. અને પછી ભાઈ ઘરે આવી ગયો. લગભગ બપોર થતાં તમે અને મમ્મી હોસ્પિટલ આવ્યા. ને મમ્મીએ ત્યારે મારા માથા પર હાથ ફેરવીને પૂછ્યું હતું કે તું સારી છે ને ? મેં હા પાડી. એ સમયે જે હેતથી મમ્મીએ મારી સાથે વાત કરી હતી તે હું ક્યારેય ભૂલી નથી. એમના એ શબ્દોમાં મારા પ્રત્યે એમનો અપાર પ્રેમ વર્તાયો હતો. ને મમ્મીએ મારા મમ્મીને કહ્યું કે અમે અહીં બેઠા છે તમે ગઈકાલથી અહીં જ છો ઘરે જઈને કંઈ કામ પતાવવું હોય તો પતાવી આવો. એટલે પછી મારી મમ્મી તમને અને મમ્મીને ત્યાં બેસાડીને ઘરે ગઈ. તમે મારી પાસે બેઠા હતા. મને એમ લાગ્યું કે હવે જાણે બધું સારું થઈ જશે.