અભિનેત્રી - ભાગ 54 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભિનેત્રી - ભાગ 54

અભિનેત્રી 54*
                        
      શર્મિલા ઇન્ફિનિટી મોલમાં બુરખો ઓઢીને શોપિંગ કરવામા મશગુલ હતી.એણે એક પંજાબી ડ્રેસ પોતાના માટે પસંદ કર્યો અને એ લઈને એ ટ્રાયલ રૂમમાં એ ડ્રેસ પહેરીને ચેક કરતી હતી ત્યા એનો મોબાઈલ રણક્યો.
             મેતો દીવાની હો ગઈ 
             પ્યાર મે તેરે ખો ગઈ.
નંબર અજાણ્યો હતો એટલે પહેલી વાર એણે એને ઇગનોર કર્યો.પણ તરત બીજી વાર એજ નંબરથી રિંગ વાગી.એટલે આ વખતે એણે ફૉન કલેક્ટ કર્યો.
 "કોણ?"
સામે રંજન હતો.
"કેમ છો મેડમ?લાગ્યુ બાગ્યું તો નથીને?ગાડીને નુકશાન કરવા બદલ સોરી.અત્યારે તો ફ્કત કારની ફ્રન્ટ સ્ક્રિન જ તોડી છે પણ યાદ રાખજે અગર મારી ફિલ્મ પુરી નથી કરીને તો તારા ચેહરાની એવી હાલત કરી નાખીશ કે કોઈ બીજાની મૂવીમાં પણ તુ કામ કરવાને લાયક નહિ રહે."
એક ગર્ભિત ધમકી આપીને રંજને ફૉન કાપી નાખ્યો. 
     રંજનની ધમકી સાંભળીને શર્મિલા થોડીક ક્ષણો માટે તો અવાક થઈ ગઈ.એને પહેલા તો સમજમાં જ ન આવ્યુ કે આ માણસ કહેવા શુ માંગે છે?અને પછી અચાનક એના મગજમાં બત્તી થઈ.એણે તુરત ઉર્મિલાને ફૉન કર્યો.
 "હેલ્લો.ઉર્મિ.તુ.તુ ઠીક છો?"
ઉર્મિલા આ હુમલાથી ખૂબ ગભરાઈ ગઈ હતી. એના મુખમાથી માંડ માંડ ધ્રૂજતો સ્વર નિકળ્યો. 
 "શર્મી.કોઈએ ગાડી પર હૂમલો કર્યો.ફ્રન્ટ સ્ક્રીન ફોડી નાખી..."
"સ્ક્રીનની છોડ.તને તો કંઈ નથી થયુને?"
 "ના.પણ હુ ખૂબ ડરી ગઈ છુ."
 "તુ હમણા ક્યા છો?"
"મોડેલટાઉનથી જતા સાત બંગલા વાળા રોડ પર."
 "ઓહ્!તુ મોસ્લી ઘરે પહોંચવા આવી હતી.તુ હમણા ઘરે પહોંચીને રેસ્ટ કર ત્યા સુધી મા હુ પણ આવુ છુ.પછી હુ પોલીસમા F.I R.કરુ છુ."
         ઉર્મિલાએ ઘરે આવીને ફ્રીઝ માથી ઠંડી પાણીની બોટલ કાઢીને એમાંથી બે ઘૂંટડા પાણી પોતાના ગળા નીચે ઉતાર્યું.અને એ સોફા પર લાંબા પગ કરીને રિલેક્સ થઈને બેઠી.ગાડી ઉપર થયેલા હુમલાને કારણે ભયથી એનુ કાળજુ હજૂ ફફડી રહ્યુ હતુ.એ આંખ બંધ કરીને એ ભયને હ્રદયમાથી દૂર કરવાની કોશિષ કરવા લાગી.
      ત્યા એના કાને એક ધીમો કર્કશ અવાજ સંભળાયો.
 "કૈસી હો જાનુ."
 એ હડબડાઈને સોફા પરથી ઉભી થઈ ગઈ. એની સામે માથાથી પગ સુધી કાળા લિબાસમાં ઢંકાયેલી એક વ્યક્તિ ઉભી હતી.હજુ રોડ પર થયેલા હુમલાનો ફફડાટ સમ્યો ન હતો.ત્યા સામે આવીને ઊભી રહેલી આ નવી મુસીબતે એને થથરાવી નાખી.
 "ક.કોણ.કોણ છો તુ?"
 "હું?હા.હા.હા"
એ વ્યક્તિ થોડુ હસ્યો.અને એના એ રહસ્યમયી હાસ્યથી ઉર્મિલાનો ભય બેવડાયો.
 "શુ.શુ કામ છે?"
 "તો પહેલા કામ કહુ?યા પહેલા હુ કોણ છુ તે કહું?"
ઉર્મિલા આંખો ફાડીને એને ઓળખવાની કોશિષ કરી રહી હતી.એની છાતી જોર જોર થી ધડકી રહી હતી.
"ચલ પહેલા હુ કોણ છુ એ કહું.જેમ ફિલ્મોમા ડબલ રોલ હોય છે તેમ અહી હુ પણ ડબલ રોલમા છુ.હું અહીં તારો આશિક પણ છુ અને તારો જલ્લાદ પણ."
 "એ.એ.એટલે?"
 ઉર્મિલા પરસેવે રેબઝેબ થવા લાગી.
"શુ.શુ જોઈએ છે તારે?"
"આ કરીને મુદ્દાની વાત.સાંભળ પહેલા તો જોઈએ છે તારી આ મુલાયમ નાજુક અને ખુબસુરત બોડી.અને પછી એની અંદર રહેલી આત્મા."
પાંચ દસ સેકંડ એકદમ ખામોશી છવાયેલી રહી.પછી એ વ્યક્તિએ કહ્યુ.
 "ચલો હવે કપડા ઉતારો અને બોડી કરો મારા હવાલે મેડમ."
 ઉર્મિલાનુ શરીર ધ્રુજી રહ્યુ હતુ.અને એ વ્યક્તિ ઠંડા કલેજે બોલી રહી હતી.
 "શુ છે કે અગર તુ તારા હાથે કપડા ઉતારીશને તો તારા મૃત્યુ પછી તારા કપડા કોઈ ગરીબને કામ પણ આવશે.અને મને તો કપડા ઉતારતા આવડતુ જ નથી.ફ્કત ફાડતા જ આવડે છે.તો એ ફાટેલા કપડા તો પછી મસોતા માટે પણ કામ નહી આવે.કારણકે એ લોહીવાળા પણ થઈ ગયા હશેને."
ઉર્મિલાને હવે સમજાય ગયુ હતુ કે એ વ્યક્તિ ની મનસા શુ છે.એને લાગ્યુ કે જો આ જાલીમ ના હાથમાથી છટકવું હોય તો એક જ માર્ગ છે કે એ ડોર ખોલીને ફલેટની બાહર નીકળી જાય. એ વ્યક્તિનો બડબડાટ તો ચાલુ જ હતો. ઉર્મિલાને લાગ્યુ કે એ વ્યકિતનુ ધ્યાન ફ્કત વાતો કરવામા છે એટલે અચાનક એણે દરવાજા તરફ દોટ મુકી.

(શુ ઉર્મિલા એ રહસ્યમયી વ્યક્તિના હાથમાંથી છટકી શકશે?કે શર્મિલા સમયસર આવીને એને ઉગારી લેશે.)