પ્રેમ અને મિત્રતા - ભાગ 2 Dhaval Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અને મિત્રતા - ભાગ 2

(પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને એના દિલ ની વાત કહેવા માટે એ સજ્જ થઇ ગયો હતો....)


(નીરજા ને મળી ને જયારે રાહુલ ગૌરવ અને ધૈર્ય સાથે આવી રહ્યો હતો...)

ધૈર્ય : બોલ ભાઈ શું થયું ?? તારું મોઢું જોઈ ને તો એવું લાગે છે કે હા નથી પાડી...!

રાહુલ : એવું નથી ના પાડી હોત તો સારું હતું પણ આ તો એના કરતા પણ ઉલટું થયું....!

ધૈર્ય : શું ઉલટું થયું ??

રાહુલ : હા તો સાંભળ વાત એમ છે કે....અમે બંને ચાલતા ચાલતા લાલદરવાજા માર્કેટ બાજુ જતા હતા..

ત્યારે...

(ભૂતકાળ માં)

[ "નીરજા : તારી જોડે મને બહુ જ ગમે છે...તને તો મારી જોડે કંટાળો આવી જતો હશે નહિ..?


રાહુલ : ના તારી જોડે વળી શેનો કંટાળો આવે...ઉલ્ટાનું મને તો તારી જોડે ગમે છે...!


નીરજા : અચ્છા એમ....!


(આ જ સાચો સમય છે નીરજા ને વીંટી આપવાનો...અને કહી દઉં કે હું એને પ્રેમ કરું છું....)

(હું વીંટી બહાર કાઢી ને એને કહેવાનો પ્રયત્ન જ કરું છું...ને)

નીરજા : રાહુલ...મારે તને એક વાત કરવી છે...!


રાહુલ : (ખુશી થી) હા બોલ ને ગાંડી....શું કેવું છે તારે...


નીરજા : મને પ્રોમિસ કર કે તું કોઈ ને આ વાત નહિ કરે.


રાહુલ : હું કોઈ ને કઈ જ નહિ કહું પ્રોમિસ... પણ તારી વાત ચાલુ થાય એ પહેલા કહી દઉં કે એ વાત હું ધૈર્ય ને ચોક્કસ કરીશ...કેમ કે અમારા બંને વચ્ચે કઈ જ વાત દબાયેલી નથી. એ મારો સાચો મિત્ર છે.


નીરજા : વાંધો નહિ તું ધૈર્ય સાથે ચર્ચા કરી શકે છે...પણ બીજા કોઈ ને નહિ પ્લીઝ.


રાહુલ : હા બોલ...


નીરજા : હા તો વાત એમ છે કે આપણા ક્લાસ માં નિલેશ છે ને...એ મને બહુ જ ગમે છે...હું છોકરી છુ તો એને સામે થી પ્રેમ કરું છુ એવું કહી  નહિ શકું...


(૨ મિનિટ મારુ મન સ્તબ્ધ થઇ ગયું એના પછી એને મને શું કીધું એ મને સંભળાયું જ નહિ.. મારા હાથ પગ ત્યાં જ ઢીલા પડી ગયા...)


નીરજા : ઓ હેલ્લો.. રાહુલ ક્યાં ખોવાઈ ગયો... તને જ કહું છુ...


રાહુલ : હા તો હું તારી શું મદદ કરી શકું...


નીરજા : તારે કઈ જ કરવાનું નથી...તારે ખાલી નિલેશ મને પ્રેમ નો ઇજહાર કરે એવું તારે કરવાનું છે......એ મને સામે થી પ્રેમ નો ઇજહાર કરશે તો હું એને હા પડી દઈશ ...


રાહુલ : પણ તું જ કહી દે ને...


નીરજા : એમ થોડી મજા આવે...છોકરો જ છોકરી ને પ્રેમ નો ઇજહાર કરે.


રાહુલ : હા સાચી વાત છે...ઓકે સારું હું એને વાત કરીશ....]

(વર્તમાન માં)

રાહુલ : તો આવું બન્યું મારી જોડે.


ધૈર્ય : અરે પણ પેલા નિલેશ માં એવું તો શું જોઈ ગયી...છે શું એના માં...?


રાહુલ :(ગુસ્સા માં) ખબર નહિ..યાર. મેહનત મેં કરી અને લઇ જશે પેલો નિલેશ..!


ધૈર્ય : અરે પણ તે કેમ એને કીધું નહિ કે હું તને પ્રેમ કરું છુ...


રાહુલ : અરે પણ એને પેહલા જ કહી દીધું મને કે હું નિલેશ ને પ્રેમ કરું છુ તો પછી મારી વાત તો ત્યાં જ પતિ ગયી...કોઈ મતલબ ન હતો એને વાત કરવાનો..


ધૈર્ય : અરે પણ એને એટલી તો ખબર પડે ને એટલા દિવસ તું એની સાથે રહે છે ઘાસ થોડી કાપીએ છીએ...તું પણ એને પ્રેમ કરે છે એનું શું...?


રાહુલ : છોડ ને ભાઈ હવે એ બધી વાત નો કોઈ મતલબ નથી...પતિ ગયું બધું...કાલે નિલેશ ને કહી દે જે કે નીરજા ને તું ગમાડી લે..આમ પણ એને તો એવું જ જોઈતું હતું કે નીરજા એની થઈ જાય પણ આપણા લોકો ના લીધે એ શાંત બેઠો હતો...!

(રાહુલ ૨ દિવસ થી સુનમુન હતો...નીરજા અને નિલેશ એક બીજા સાથે પ્રેમ સબંધે જોડાઈ ગયા હતા...રાહુલ ની આ હાલત મારા થી જોવાતી હતી જ નહિ. મેં નક્કી કર્યું કે હું નીરજા સાથે વાત કરીશ..)

(હું અને નીરજા)

ધૈર્ય : હવે તો અમારી સાથે બેસવાનું જ બંધ કરી દીધું છે.

નીરજા : ના એવું નથી પણ હવે હું ને નિલેશ જોડે છીએ તો એની સાથે પણ સમય આપવો પડે ને થોડો એટલે.

ધૈર્ય : એક વાત કેવી છે...તને..!

નીરજા : હા બોલ ને....!

ધૈર્ય : ગોળ ગોળ વાત નહિ કરું...મુદ્દા પર જ આવું છું...રાહુલ ની હાલત બરોબર નથી...એનું કારણ તું છે...!

નીરજા : કેમ હું...? મેં તો એને કઈ કીધું જ નથી.

ધૈર્ય : રાહુલ તને પ્રેમ કરતો હતો...અને એ દિવસે એ તને વીંટી આપી ને એના પ્રેમ નો ઇજહાર કરવાનો હતો..પણ તે નિલેશ નું વચ્ચે લાવી દીધું એટલે એ બિચારો આગળ કઈ કહી જ ના શક્યો..!

નીરજા : અરે પણ મને ક્યાં ખબર હતી...જો એ દિવસે એને મને કીધું હોત તો હું એને હા પાડી દેત...રાહુલ મને ગમે છે એટલે તો એની જોડે હું બસ માં જાઉં છુ.

ધૈર્ય : અરે તું કેવી છે યારર...તે એને નિલેશ ગમે છે એમ કીધું...અને અત્યારે તું એમ કે છે હું એને હા પાડી દેત.

નીરજા : હા...મને નિલેશ ગમે છે...પણ મને ખબર હોત કે રાહુલ મને પ્રેમ કરે છે...તો હું નિલેશ વિષે ના વિચારતી હું ત્યારે રાહુલ ને જ હા પાડતી...કેમ કે પ્રેમ નો ઇજહાર એને કર્યો હોય મારી માટે વીંટી લાવ્યો હોય હું એને કેવી રીતે ના પાડત...

ધૈર્ય : મારુ મગજ હજુ કામ નથી કરતુ...તું પ્રેમ નિલેશ ને કરે છે ને હા રાહુલ ને પાડી દેત તારા મન માં શું ચાલે છે...?

નીરજા : અરે ધૈર્ય...તું એટલો હાઇપર ના થા કોલેજ નું જીવન છે...એનો આનંદ લેવાનો હોય...આ બધું ચાલ્યા કરે છે...આપણા ગ્રુપ માં થી જેને પણ મને પ્રોપોઝ કર્યો હોત હું એને હા પાડી દેત...

ધૈર્ય : આ મજાક ની વાત નથી...રાહુલ તને સાચો પ્રેમ કરે છે...

નીરજા : હા..તો કરતો હશે...એની ખુશી માટે તો હું હા પાડી જ દેત...ને 

ધૈર્ય : જીવન ના છેલ્લા શ્વાસ સુધી એની સાથે રહીશ...??

નીરજા : એ હું ના કહી શકું કેમ કે...કોલેજ જીવન એન્જોય કરવા આવી છુ...હું એને આખા જીવન નું પ્રોમિસ કરીશ...તો મારી લાઈફ હું ના જીવી શકું મારે એ કહેશે એમ જ કરવું પડશે...

ધૈર્ય : ઠીક છે...હું સમજી ગયો તારી વાત...!

નીરજા : હજુ પણ એને મને પ્રોપોઝ કરવો હોય તો હું રેડી છુ...હું નિલેશ જોડે સબંધ પૂરો કરી દઈશ.

ધૈર્ય : એવું ના કરતી..રાહુલ ને સાચો પ્રેમ જોઈએ છે...જે એની સાથે જીવનભર સાથે રહે...અને નિલેશ પણ અમારો એક મિત્ર છે..હું નથી ચાહતો કે રાહુલ ની જેમ એ પણ ગમ માં જતો રહે...તો મારી તને ખાલી એટલી જ વિનંતી છે કે તું નિલેશ સાથે વાત કર જે તે મારી સાથે કરી...તો એ પણ ખોટા વહેમ માં ના રહે.

(નીરજા ની વાત પર થી મને એવું લાગ્યું કે એ રાહુલ માટે યોગ્ય નથી...રાહુલ ને એ હા તો પાડી દે પણ મારા મિત્ર ને હું અત્યારે તો આ ગમ માં થી બહાર લાવી દઈશ,  પણ પછી જયારે નીરજા એને હા પાડી દે,  નીરજા ને બીજો સારો છોકરો મળી ગયો ને રાહુલ ને મૂકી ને જતી રહેશે, તો એ કામ પછી મારા માટે અઘરું થઇ જશે...એટલે નીરજા જોડે મારી જે પણ વાત થઇ એ રાહુલ સાથે કરવી યોગ્ય નથી.)

(રાહુલ ને નીરજા ભુલાતી ન હતી...એનો એક જ રસ્તો હતો...રાહુલ ને કોઈ એવી છોકરી મળે જે એનો સાથ જીવનભર આપી શકે. અમારા કોલેજ માં અલગ અલગ ડીપાર્ટમેન્ટ હતા...અમારા બાજુ માં કમ્પ્યુટર એન્જિનિરીંગ કરી ને એક ડીપાર્ટમેન્ટ હતો..અમારા ક્લાસ નો નયન એ ગ્રુપ ની એક છોકરી સાથે મિત્ર તરીકે જોડાયેલો હતો...જેનું નામ નિકિતા હતું...એ ડીપાર્ટમેન્ટ ની એક છોકરી સાથે મને પ્રેમ હતો મને એને જોવી બહુ જ ગમતી હતી..પણ એ વાત ક્યારે મેં કોઈ સાથે શેર જ નથી કરી. રાહુલ સાથે પણ નહિ...રાહુલ સાથે એટલા માટે નહિ કેમ કે એ ડીપાર્ટમેન્ટ ની જે છોકરી મને ગમતી હતી એનું નામ પણ જ નીરજા  હતું.)

ભાગ - ૨ સમાપ્ત...