અંતરિક્ષની આરપાર - એપિસોડ 6 Jaypandya Pandyajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતરિક્ષની આરપાર - એપિસોડ 6

અંતરિક્ષની આરપાર એપિસોડ - 6 

આજ થી લગભગ 35 વર્ષ પહેલાં ની આ વાત છે. ગુજરાત રાજ્ય નાં પંચમહાલ વિસ્તાર ની બનેલ ઘટના છે.

એક યુવાન હેન્ડસમ છોકરો જેની ઉંમર લગભગ 25-26 વર્ષની લાગે,  તે પોતાની બાઈક પર સવાર થઈ  ને પોતાના ઘરે જઈ રહ્યો હતો.  તે જી ઈ બી માં કર્મચારી તરીકે  સરકારી ફરજ બજાવતો હતો.  જોનારા સૌ ને પ્રથમ નજરમાં ગમી જાય એટલો સરસ સાથે સાથે દેખાવમાં શાંત અને સંસ્કારી વર્તાતો હતો. તેની નોકરીનો સમય બપોરે 11:00 વાગ્યાં થી સાંજે 6:00 વાગ્યાં સુધીનો હતો.  કુંવારો હોવાથી પોતે એકલો જ રહેતો હતો. તેની સાથે સગા સંબંધી કોઈ રહેતા ન હતા. તેનું નામ હતું રોહન... તે રોજ સાંજે 6:00 વાગ્યે પોતાના ઘરે જવા નીકળે આ તેનો નિત્યક્રમ  હતો. એક વાર ચોમાસાની ઋતુ ચાલતી હતી,  વાતાવરણ ફૂલ ગુલાબી જેવું હતું તે પણ ખુબ જ આનંદમાં હતો. તે નોકરી પૂરી કરી ઘેર પરત આવતો હતો.પણ અચાનક  આજે તેને કંઈક અલગ જ દ્રશ્ય રસ્તા માં દેખાયું. એક સૌંદર્યની સરિતા  રસ્તાની એક તરફ કોઈની રાહ જોઇને ઉભી હતી.    રોહને આ સુંદરતાની મૂરતને જોઇ ત્યાં તો તેના હ્રદયના ધબકારા જાણે ચાલતા થંભી ગયા. તેની આંખો પલકારો મારવાનું ભૂલી ગઈ. એક તો ચોમાસાની ઋતુ , ઝરમર ઝરમર હળવા વરસાદ છાંટાઓ અને એમાં પણ જાણે મોહિની સ્વરૂપનું આખું વાવાઝોડું સામે લાગે છે,  તેની ચમકતી આંખો,  તેની લહેરાતી ઝૂલ્ફ ( લટ , વેણી ) એક અલગ જ નઝાકતથી તે રોહન સામે જોઇ રહી હતી.  તેની સુંદરતાથી અંજાઈને જાણે કોઈ  ચુંબકીય શક્તિ તેને સુકન્યા તરફ ખેંચી રહી હતી. રોહન સપનાની દુનિયામાં ખોવાઈ જાય છે, જાણે સ્વર્ગની કોઈ અપ્સરા તેને સ્વર્ગની યાત્રા પર લઈ જાય છે. તે કન્યા વિશે એટલું ચોક્કસ કહી શકાય કે ......તેની આંખોમાં માન સરોવરના નિર્મળ જળ  સમાન ચમક હતી, તેના યુવાન દેહમાં તુલસીની પવિત્રતા જણાતી હતી, તેને જુઓ તો જાણે ચંદ્ર જેવી સૌમ્યતા લાગે. આટલું કહ્યા પછી હવે એના વિશે કંઈ બાકી રહેતું નથી.

 થોડીવાર બાદ રોહન ભાનમાં આવી સ્વસ્થ થઈ જાય છે. રોહન તે કન્યા પાસે પોતાની બાઈક લઈને જાય છે. 

રોહન : હાઈ,

 કન્યા : હાઈ

રોહન : શું નામ છે તમારું ? 

કન્યા ધીમા અવાજે : રૂપા છે મારું નામ 

રોહન :  નામ જેવું જ રૂપ છે તમારું તમારા માતા પિતાએ તમને જોઇને જ આ નામ રાખ્યું હશે, એમને ખ્યાલ આવી ગયો હશે કે  આ છોકરી યુવાનીમાં  ખુબ જ સોહામણી  લાગવાની છે.

 રૂપા  હળવું એવુ હસે છે. 

રોહન : હું તમારી કંઈ મદદ કરી શકું ?

 રૂપા  : મારે ઘરે જવુ છે અને વાહન કંઈ જ દુર દુર સુધી  દેખાતું નથી. 

રોહન : ચાલો હું તમને તમારા ઘરે મૂકી જાઉં. 

રૂપા : મારું ઘર અહીંથી દુર છે

રોહન :  કેટલું દુર છે ?

 રૂપા :  અહીંથી 12 કિલોમીટર થાય છે.  મારી જોબમાંથી હું મોડી છૂટું છું. રોજ વાહન મોડું મળે એટલે મોડી ઘરે પહોંચું છું. રોહન : ચાલો હું તમને તમારા ઘરે મૂકી જઈશ. 


આ  કોઈ કાલ્પનિક કે માત્ર બનાવી કે ઉપજાવી કાઢેલી વાર્તા નથી પરંતુ વર્ષો પહેલા આ ઘટના વાસ્તવિક રીતે બનેલી છે. મેં આ ઘટના સાંભળેલી છે. આશા  રાખું છું કે આપ સૌ મારી આ રચનાને પ્રોત્સાહન આપશો. 

આ રસપ્રદ રચનાનો આગળનો ભાગ હવે પછી રીતે પ્રસારિત કરવામાં આવશે. 

કથાબીજ - શાસ્ત્રી શ્રી પ્રૉ. હેમેન્દ્રભાઈ પ્રમોદચંદ્ર ત્રિવેદી શ્રી સર્વેશ્વર ગણેશ જ્યોતિષ સંશોધન અને માર્ગદર્શન સેવા કેન્દ્ર 12-A શ્રી હરિ તપોવન પાર્ક, ગીર ગઢડા રોડ બાયપાસ પાસે ઉના. 3625 60 જીલ્લો - ગીર સોમનાથ

 આલેખન - જય પંડ્યા                 

વડવિયાળા