ગ્રહણ - ભાગ 5 Shaimee Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગ્રહણ - ભાગ 5

અનાહિતાનું સ્કુલ પરફોર્મન્સ

આપણે આગળ જોઈ ગયા કે, અનાહિતા જીદ્દી હતી મમ્મી આગળ નાની નાની વાતની જીદ્દ કરતી હતી.અનાહિતા હવે સમજદાર થ ઈ
ગઈ હતી.તેનું અભ્યાસનુ પરફોર્મન્સ કેવું રહે છે તે આપણે હવે જોઈએ.

અનાહિતા: મમ્મી મારી આંખો ખુલી એટલે હું તારી પાસે સીધી આવી. તને શોધતી શોધતી.

નિવેદિતાજી: અરે...મારા દિકરા તને તારી ભૂલનો અહેસાસ થયો એ જ મારા માટે ઘણું છે.

ચાલ તુ રડ નહીં ફ્રેશ થઈ જા. આજે તો તને ભાવતી રબડી ને પૂરી બનાવ્યા છે.

અનાહિતા:રબડી પૂરી... ઓહ મમ્મી યુ આર સો સ્વીટ..

નિવેદિતાજી: પહેલા હાથ મો ધોઈ લે પછી ફટાફટ બેસી જા...

અનાહિતા: હા...મમ્મી મારાથી રાહ નથી જોવાતી.

નિવેદિતાજી: હા... હા... ચટોરી મને ખબર છે ચાલ ફટાફટ જમી લે...પછી તારા કપડાં લેવા જાઈએ...

અનાહિતા: મમ્મી મારે તુ જોઈએ નથી જોઈતા કપડાં.

નિવેદિતાજી: હું તને કહુ છું ને ચાલ ફટાફટ તૈયાર થા...

અનાહિતા: આમ એકાએક...

અનાહિતાએ પોતાની જાતને ચીમટી ભરી કહ્યું.

હું આ કંઈ સપનું તો નથી જોઈ રહી ને..

અનાહિતા જે હોય તે ફટાફટ તૈયાર થા... આજે તો તારી નિકળી પડી... આટલું મનમાં ગણગણે છે.

નિવેદિતાજી: એ... મનમાં શું હસે છે જરા મને તો કહે આપણે બેય હસીએ...

અનાહિતા: કંઈ જ નહીં મમ્મી... કાલથી મારુ વેકેશન...

નિવેદિતાજી: ઓહ... વાહ આપણે મા દિકરી જલ્સા કરીશું.

તુ હજી જમી નથી રહી ખત્મ કર એક બાઉલ બીજી આપુ...

અનાહિતા: મમ્મી રબડી તો મને બહુ ભાવે...

નિવેદિતાજી: હા... હા મને ખબર છે. તુ ખાઈ લે...

અનાહિતા: મમ્મી આજે આટલું બધું શુ છે?

નિવેદિતાજી: આજે તો મારે ખુશ ખબરી આપવી છે.

અનાહિતા: બોલ...

નિવેદિતાજી: આજે તો હું ફૂડ સેમ્પલ
લઈ ગઈ હતી.

અનાહિતા: તો....

નિવેદિતાજી: સ્વાદ પસંદ આવ્યો તો મને ઓર્ડર મળ્યો.

અનાહિતા: મમ્મી પહેલાં પૈસાનુ નક્કી કરી લેજે શરૂઆતમા તને માખણ મારે ને પછી પૈસા કાઢવામાં લોચા કરે.

નિવેદિતાજી: હા... એ તો વાત થઈ ગઈ.

અનાહિતા: હા મમ્મી આ બધુ અચાનક??

નિવેદિતાજી: તુ તમ તમારે મજા કર...

અનાહિતા: મમ્મી વિચારવુ પડે આગળ પાછળનું તુ આટલી મહેનત કરે છે તો મારી પણ ફરજ આવે છે કે બિનજરૂરી તારા પૈસા ન બગાડુ.

નિવેદિતાજી: તારે કપડાં ખરીદવા છે કે નહીં.

અનાહિતા: પણ મમ્મી...

નિવેદિતાજી: તો વધુ સવાલ જવાબ નહીં.

અનાહિતા: હા... મારી માં

નિવેદિતાજી: તો ચાલ ફટાફટ જમવાનું પુરુ કર...

અનાહિતા: હા... મમ્મી

નિવેદિતાજી: હા... ચલ...

થોડુ જલ્દી કરજે.

આટલું કહીને નિવેદિતાજી ભેટી પડ્યા.

અનાહિતા: હા મમ્મી...

નિવેદિતાજી: ચાલ તૈયાર થઈ જા.

અનાહિતા તૈયાર થઈ જાય છે.

અનાહિતા ભણવામાં બહુ હોશિયાર નો'હતી.

નિવેદિતાજી અને અનાહિતા કપડા ખરીદવા શોપમાં આવે છે.

અનાહિતા: મમ્મી તુ તારા માટે પણ ખરીદજે.

નિવેદિતાજી: તારે કાલ રિઝલ્ટ આવવાનું છે, તો હું ન આવુ તો ચાલશે...

અનાહિતા: કેમ મમ્મી? વાલી મિટિંગ છે.

નિવેદિતાજી: બેટા એકલા હાથે કામ કરવાનું ને ઓર્ડર વધુ છે.

અનાહિતા: તો પણ મમ્મી ટાઈમ કાઢી આવજે.

નિવેદિતાજી: હા... બેટા... ગઈ વખતે તો
રિઝલ્ટ ઓછું આવ્યું હતુ. આ વખતે મને ટીચરની ફરિયાદ ન આવવી જોઈએ.

અનાહિતા: એ તો મમ્મી શુ ખબર પડે?

નિવેદિતાજી: આ વખતે કંઈ નથી સાભળુ.

અનાહિતા: હા...મમ્મી ચાલ આપણે જાઈએ...

નિવેદિતાજી: અરે...પાગલ હજી તો રાત છે.સુઈ જા

અનાહિતા: ઘડિયાળ જુએ છે તો તેને અફસોસ થાય છે.

નિવેદિતાજી: તુ પણ અન્નુ કંઈ જોતી નથી.

અનાહિતા: હા...મમ્મી ચાલ તુ થાકી હશે...

જોતજોતાં સવાર પડી ગઈ.

અનાહિતા તો ઘસઘસાટ સુતી હતી. નિવેદિતાજીને પણ સમયની ખબર ન રહી...

સવારના આઠ વાગ્યા.

નિવેદિતાજી: હાય !!! રામ... આઠ વાગી ગયા.

અનાહિતા: મમ્મી શું થયું સુવા દે ને...

નિવેદિતાજી: અરે... ઘડિયાળમા જો આઠ વાગ્યા છે.

અનાહિતા: શુ મમ્મી તુ પણ ખોટી ચિંતા કરે છે.

નિવેદિતાજી: અરે... મારે ટિફિન બનાવવાનું છે. કાલે નક્કી હતું કે હું તારી સ્કૂલમાં આવીશ પણ હવે નહીં અવાય..

અનાહિતા: મમ્મી સ્કુલનો ટાઈમ બપોરે બે વાગ્યાનો છે. ત્યાં સુધી તો થઈ જશે.

નિવેદિતાજી: હા...આજે નવા કસ્ટમર છે એમને પણ ટિફિન આપવાના છે બેટા.રિઝલ્ટ લેવા તારે એકલી એ જ જવુ પડશે.

અનાહિતા: આજે રિઝલ્ટ લેવા એકલા જાવુ પડશે.મમ્મી તુ મારા માટે ટાઈમ ન નિકાળી શકે?
આટલું કહીને અનાહિતા રડી પડી.

નિવેદિતાજી: અરે... મારા સાવજ તુ રડ નહીં.

અનાહિતા: હા... મમ્મી તારે આવવુ જ પડશે વાત રહી તારા ટિફિનની તો હું પહોંચાડી દઈશ.

નિવેદિતાજી: એમ... તને ખબર છે?

અનાહિતા: અરે... મમ્મી તુ ચિંતા ન કર તુ એડ્રેસ મોકલ મને હું મોકલતી આવીશ.

નિવેદિતાજી: એમ... તો તો કામ જલ્દી પતશે...

અનાહિતા: ચાલ મમ્મી બહુ થઈ વાતો. પહેલા ટિફિન બનાવવાનુ શરૂ તો કર....

નિવેદિતાજી: હા...

અનાહિતા: તુ આજે શુ બનાવવાની છે એ તો કહે...

નિવેદિતાજી: આજે તો રસ મલાઈ,બેગન ભર્થા,ઢોકળા,દાળભાત,પૂરી,સલાડ...

અનાહિતા: બીજુ શાક?

નિવેદિતાજી: તને આ નહીં ભાવે ?

અનાહિતા: રીંગણ નથી ભાવતું.

નિવેદિતાજી: તુ ખાજે તો ખરી બધાને મારુ બનાવેલું ભર્થુ ભાવે છે.મને કહેવામાં આવે છેકે આન્ટી જે દિવસે ભર્થુ હોય એ દિવસે વધુ ભરજો.અમે તમને એક્સ્ટ્રા પૈસા આપીશું.

હા... મમ્મી ,આજે તો ગુજરાતી ડીશ બનાવીશ...

નિવેદિતાજી: હા...

અનાહિતા: હું મમ્મી આપણા ઘરે મારી મિત્ર અંશિકાને બોલાવું એના મમ્મી આજે બહાર ગામ જવાના છે તો...

નિવેદિતાજી: એમાં પુછવાનું હોય... અંશિકાને કહેજે કે અહીં જ રહે.

અનાહિતા: હા મમ્મી થેન્કયુ સો મચ.લવ યુ મમ્મી...

નિવેદિતાજી: મી ટુ બેટા,,, હા હવે બહુ માખણ ન માર ફટાફટ સ્કૂલ જવા તૈયાર થઈ જા.પણ એ તો કહે અંશિકાના મમ્મી પપ્પા શુ કરે છે.

અનાહિતા: એ વન સંરક્ષણ ખાતામાં જોબ કરે છે.

નિવેદિતાજી: હા... બેટા એ છોકરી એકલી ઘરે કેમ રહેશે ? એને આપણા ત્યાં બોલાવ.

વધુમાં કહે,

જો ઘડિયાળમા આ ટિફિન તો બની ગયા.

અનાહિતા: મમ્મી એ તો જાદુ કર્યો.

નિવેદિતાજી: ના એવી વાત નથી.

અનાહિતા: કેટલું ઝડપી બનાવી દીધું. હમણાં તો તુ શાક સમારતી હતી.

નિવેદિતાજી: બેટા ઝડપ તો કરવી પડે બીજું કામ પણ હોય.

અનાહિતા: હા... મમ્મી મને આ બધું જ શીખવું છે.

નિવેદિતાજી: બેટા હજી ઘણી વાર છે તારી ઉંમર હજી ઘણી નાની છે. તુ ફટાફટ કર... બેટા વાતો આપણે સ્કુલથી આવીને કરીશુ.

અનાહિતા: હા... મમ્મી આજે તો સ્કૂલમાં યુનિફોર્મ નથી આજે તો રજા છે.

નિવેદિતાજી: હા... પણ આજે કપડાં કયા પહેરીશ?

અનાહિતા: આજે યલો ડ્રેસ પહેરીશ.

નિવેદિતાજી: એ સ્લીવલેસ છે અને સ્કુલમાં સ્લીવલેસ પહેરવાથી દંડ થશે.

અનાહિતા: પણ મમ્મી દુપટ્ટો આવી જાય ને...

નિવેદિતાજી: બેટા ટીચર બોલે એવું ન કરતી.

અનાહિતા: હા... મમ્મી ઉપર કોટી પહેરીશ...

નિવેદિતાજી: આવી ગરમીમાં કોટી પહેરવી એના કરતા બીજો ડ્રેસ પહેરી દે.

અનાહિતા: પણ મમ્મી એ ડ્રેસ મને બહુ ગમે છે. આ ડ્રેસ તે મને ભેટ આપ્યો હતો.મારા બર્થ ડે પર જે તારી પહેલી કમાણી હતી.

નિવેદિતાજી: તુ પણ બેટા જિદ્દ લ ઈ બેઠી છો. આ ડ્રેસ તુ પછી પહેરજે.તુ ટિફિન ક્યારેય પહોંચાડીશ અને સ્કુલ ક્યારેય જાશુ તારી?

અનાહિતા: હા મમ્મી પહોંચાડી દઈશ.
તે તૈયાર કર્યા છે?

નિવેદિતાજી: હા તૈયાર છે.

અનાહિતાનુ રિઝલ્ટ જોઈ નિવેદિતાજીનો પ્રતિભાવ શુ હોય છે એ આપણે હવે જોઈએ...