શ્રી સાધના શૈક્ષણિક સંકુલ ~ પ્રવાસ ની યાદી...2024/25
પ્રવાસ ની શુભ શરૂઆત તારીખ:-18/12/2024 બુધવાર(સાંજે) અમે શ્રી નવયુગ શૈક્ષણીક સંકુલ (જુવાનગઢ)
તારીખ:-19/12/2024 ને ગુરુવારે સવારે પેહલું સ્થળ બહુચરાજી મંદિર વેહલી સવારે શુભ દર્શન કરેલ ત્યારબાદ સવાર નો નાસ્તો કરેલ...
ત્યાંથી નીકળતા પેહલા અમારા સંસ્થા નાં ટ્રસ્ટી શ્રી રામદે સર એ બધા બાળકો ને બેસાડી સ્થળ વિષયક અને અન્ય માહિતી આપી સૂચન કરે...અને ત્યાંથી નીકળી સીધા મોઢેરા સૂર્ય મંદિર અને સુર્ય કુંડ નાં દર્શન કરેલ...અને તે મંદિર કોણે બંધાવ્યું ક્યારે બંધાવ્યું એનું આખું ઈતિહાસ થી બાળકો માહિતગાર થયા અને ત્યાં નાં લોકો અને ત્યાં નાં વિદેશી લોકો સાઉથ કોરિયા અને મેક્સિકો નાં લોકો સાથે બાળકો એની કાલી ઘેલી ભાષા મા વાતો કરી અને ખૂબ આનંદ કર્યો અને બધા સરસ મજા નાં દર્શન કરી અને ત્યાર બાદ અમે રાણી ની વાવ પાટણ જે સાત માળ ની હતી અને રાણી ઉદઈમતી એ બંધાવેલી જે બાંધકામ ની શરૂઆત ઈશ.1022 થી 1063 સુધી 11મી સદી નાં અંતિમ ચરણ મા બાંધકામ થયું હતું જેનું આખું ઈતિહાસ અને એ વાવ નાં જે બાંધકામ છે તેની સંપૂર્ણ માહિતી લીધી અને ત્યાં નાં લોકો અને વિદેશી લોકો સાથે મુલાકાત લીધી અને ત્યાં ખૂબ સુંદર બગીચો અને આજુ બાજુ નાં સ્થળ વિશે માહિતી લઈ ને બધા બાળકો ખૂબ મજા કરી અને બપોર નું ભોજન પણ ત્યાં લીધું હતું...
આ સ્થળ ની મુલાકાત લઈ ત્યારબાદ અમે સિદ્ધપુર બિંદુ સરોવર ની મુલાકાતે ગયા હતા જેનો ઈતિહાસ આજ નાં આ આધુનિક સિદ્ધપુર નું વર્ણન વેદમાં શ્રીસ્થળ એટલે કે પવિત્ર સ્થાન તરીકે કરેલું છે.ભારત નાં પાંચ મુખ્ય પ્રાચીન તળાવો માનું એક બિંદુ સરોવર સિદ્ધપુર ની નજીક સ્થિત છે જે હિન્દુ ધાર્મિક માન્યતા પ્રમાણે પિતૃ મોક્ષ માટે ત્યાં જવું પડે છે. અને ત્યાંના ઇતિહાસ મુજબ કપિલ રજા એ તેના પૂર્વજ નું પિંડદાન કરવા ગયા તા અને ભગવાન પરશુરામ પણ તેના પિતૃ નું પિંડદાન કરવા ત્યાં ગયેલ હતા અને તે પીપળો હજી ત્યાં સ્થાય છે અને હજારો શ્રદ્ધાળુ ત્યાં પિંડદાન અને પિતૃ મોક્ષ માટે આવે છે...
આ બિંદુ સરોવર નું ઉલ્લેખ ઋગ્વેદ મા પણ કરવા મા આવ્યું છે...કાલ ક્રમે સિધરાજ રાજા એ રુદ્રમાલ નું નિર્માણ કર્યું જેથી આ ગામ નું નામ પડ્યું સિદ્ધપુર...અને ત્યાં એવું માનવા મા આવે છે કે માતૃ મોક્ષ માટે નું સૌથી મોટું સ્થળ છે માતા નાં ઋણ માંથી જો મુક્ત થવું હોઈ તો આ સ્થળ ખૂબ મહત્વ નું માનવા મા આવે છે અને ભગવાન પરશુરામ પણ તેના માતૃ મોક્ષ માટે ત્યાં પિંડદાન કર્યું હતું અને તેનું પણ મંદિર અને ઇતિહાસ છે જે ઘણું બધું ઈતિહાસ અમે ત્યાં જાણ્યું અને સમજ્યા....
અમારા સાધના નાં ટ્રસ્ટી શ્રી રામદે સર અને અમારા બધા સ્ટાફે ત્યાં પીપળા ને પાણી રેડી પિતૃમોક્ષ માટે અને માતૃ ઋણ અદા કર્યું હતું.
આ બધા દર્શન કરી બધા બાળકો અંબાજી મંદિર તરફ પ્રયાણ કર્યું હતું અને ત્યાં ની માન્યતા અને ઇતિહાસ પ્રમાણે 51 શક્તિપીઠ છે અને અંબાજી મંદિર તેમાં નું એક છે અને તેની ગણના સિદ્ધપીઠ તરીકે થાય છે હિંદુ માન્યતા અનુસાર ભગવાન શિવે તાંડવ કર્યું ત્યારે સતી નું હદય ત્યાં પડ્યું હતું....એવું ઘણું બધું ઇતિહાસ હતું અને જાણ્યું અને રાત્રી રોકાણ કર્યું સાંજ નું ભોજન લીધું અને બાળકો એ બધા એ ત્યાં ખરીદી કરી અને ખુબજ મજા કરી...
તારીખ:-20/12/2024 દિવસ ~2 અમે બધા બાળકો સવાર મા ખુબ ઉત્સાહથી થી વેલા જાગી ગયા અને નાસ્તો કરી ને અમારે ગુજરાત ની બોર્ડર પાર કરી રાજેસ્થાંન જવાનું હતું અને બધા ને ત્યાં ની આખી માહિતી આપી ખૂબ સલાહ સૂચન આપી અમે લગભગ 7 બોલેરો લઈ અલગ અલગ બાળકો વેચાઈ ગ્રુપ મા ગયા અને ત્યાં અંબાજી થી લગભગ અંતર 50કિમી. નાં અંતરે અમે ત્યાં જવા રવાના થયા....
અમે રાજેસ્થાંન મા પ્રવેશ કરતા જ બધા ઘાટ વાળા રસ્તાઓ જોઈ ખૂબ મજા આવી ને અમારે સૌથી પેહલા માઉન્ટ આબુ પર્વત પર ઘાટ વાળા રસ્તા ઉપર સૌથી પેહલા સ્થળ ની મુલાકાત કરી જે સ્થળ નું નામ હતું અરબુદ વિશ્વનાથ મહાદેવ મંદિર નાં દર્શન કર્યા અને તેમાં આખા ઇતિહાસ ની જાણકારી મેળવી અને ત્યાં નું વાતાવરણ એટલે એટલું સુંદર અને અદ્ભુત હરિયાળી અને જે ક્યારેય નાં જોયા હોય એવા પહાડો અને ઘાટો વૃક્ષો બધા બાળકો ખુબજ આનંદ અને મોજ કરી...
માઉન્ટ આબુ પર્વત મજા માણતા માણતા અમે ત્યાંથી વરી પાછા આગળ નાં સ્થળ તરફ ગયા અને ત્યાંથી થોડા ઉપર નીલકંઠ સરોવર પર ગયા અને ત્યાં ખુબજ વિશાળ અને અદ્ભુત ભારત માતા મંદિર નાં દર્શન કર્યા અને ત્યાં નું એક સરોવર જેનો બહુજ મોટો ઇતિહાસ છે જે આખું સરોવર નખ થી બનાવેલું હતું અને ત્યાં નુ વાતાવરણ ખૂબ જ અદભૂત અને ઇતિહાસ કારક હતો જેનો આખો ઇતિહાસ જાણી ત્યાં નાં એક સરસ મજા નાં બગીચા મા બપોર ના ભોજન ની મોજ માણી હતી...અને ત્યાં થી અમે ફરી માઉન્ટ આબુ પર્વત ની સફર માટે નીકળ્યા અને અર્બુદા દેવી મંદિરે ગયા અને ત્યાં અંદાજિત 300 જેટલા પગથિયાં ચડીને ને ત્યાં બવ જ વિખ્યાત શક્તિપીઠ અધરદેવી નાં દર્શન કર્યા જેનો ઇતિહાસ ખુબજ પુરાણો અને બહુજ અદ્ભુત હતું જેના દર્શન કર્યા અને ખુબજ મજા માણી....
આ અદ્ભુત સફર ની ફરી શરૂઆત કરી અને ત્યારબાદ અમે સોમનાથ મહાદેવ નાં દર્શન કર્યા અને તેનો પણ ખૂબ ઇતિહાસ અને જુના મંદિર છે તેના દર્શન કર્યા અને ત્યાંથી થોડા દૂર જૈન દેરાસર ગયા અને ત્યાં બધા બાળકો એ ત્યાં નાં મંદિર ની અદ્ભુત કળા કારીગરી ને જાણી જોઈ અને ખૂબ જ સરસ ઇતિહાસ ની માહિતી મેળવી અને ખૂબ જ મજા કરી અને અતિ ઝીણવટ ભર્યા ત્યાં નાં કોતરકામ ને નિહાળ્યા અને ખૂબ આનંદ કર્યો....
આમ અહીંયા બીજા માઉન્ટ આબુ પર્વત ની ખૂબ મજા માણી અને બીજા ઘણા સ્થળો અને ઘાટો ની અને ત્યાં નાં વન્ય જીવો ની નિહાળતા નિહાળતા અમે ફરી પાછા નીચે આવ્યા અને ઘણું બધું સફર ની મજા કરી અમે ત્યાંથી સીધા અમે ગબ્બર અંબે માતાજી નાં મંદિરે આવ્યા...અને ત્યાં નાં પર્વત નાં લગભગ 1000 પગથિયાં તથા ઉડન ખટીયા (રોપ - વે) જેમાં ઘણા બધા વિદ્યાર્થી ઑ ચાલી ને અને ઘણા બધા વિદ્યાર્થી ઓ એ રોપ વે ની મજા માણી હતી અને ત્યાં જગત જનની મા ભગવતી અંબે માં નાં દર્શન કર્યા અને તેનો ખુંબજ મોટો ઇતિહાસ છે અને તેની ખુબજ સારી રીતે દર્શન કરી તેના ઇતિહાસ ની જાણકારી મેળવી...
અમે ત્યાંથી નીચે આવી ને માતાજી નાં આખા ઇતિહાસ નું 3D પિકચર બતાવ્યું જે લગભગ 30 મિનિટ જેટલું હતું અને તેમાં ગબ્બર પર્વત અને માતાજી નાં શક્તિપીઠ જે દેશ વિદેશ મા છે તેની માહિતી મેળવી ખુબજ જાણકારી મેળવી આનંદ માણી મજા કરી....
તારીખ:- 21/12/2024 દિવસ - 3
ત્રીજા દિવસ ની અમારી શુભ શરૂઆત સવાર નાં 6 વાગ્યે ડાકોર પોહચી ને કરી....
વહેલી સવારે 6 વાગ્યે અમે ડાકોર પોહચી ગયા ત્યાં જઇ અમે ચા નાસ્તો કરી અને ત્યાર બાદ અમે ડાકોર જી નાં દર્શન કરવા ગયા....ત્યાં ડાકોર ભગવાન નાં ખુબજ સરસ મજા નાં દર્શન કરી અને ધન્યતા અનુભવી ત્યારબાદ ત્યાં નાં સ્થળ ગોમતી ઘાટ ગયા ત્યાં દર્શન કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણના નાં પાવન પગલાં નાં ગોમતી ઘાટ ઉપર દર્શન કર્યા સંતો મહંતો નાં આશીર્વાદ લીધા અને ત્યાં ખૂબ આનંદ કરી મજા કરી ને ત્યાં નાં ઇતિહાસ ની જાણકારી મેળવી...
ખૂબ આનંદ થી દર્શન કરી ત્યાંથી અમે પાવાગઢ જવા રવાના થયા...
પાવાગઢ જવા રવાના થયા ત્યાં રસ્તામાં અમે મહીસાગર નદી નાં દર્શન કર્યા અને ખૂબ મજા આવી...ત્યાજ જતા રસ્તા માં એક ટુવા ગામ આવ્યું તું અને ત્યાં અમે શ્રી રામ ભગવાન નાં મંદિરે દર્શન કર્યા ત્યાં ભગવાન શ્રી સોમનાથ મહાદેવ નાં દર્શન કર્યા ત્યાં ગરમ અને ઠંડા પાણી નાં કુંડ હતા ત્યાં દર્શન કર્યા અને ભીમદેવ નાં પાવન પગલાં હતા તેના પણ દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવી....અને ત્યાંથી ચા પાણી કરી ફરી પાછા આપડા સફર ની શરૂઆત કરી...
આ દર્શન પછી અમે પાવાગઢ આવ્યા અને ત્યાં જમવા નું પણ ટાઇમ થઈ ગયું હતું અને ત્યાં અમે એક નાનકડી સભા નું આયોજન કર્યું હતું અને બધા શિક્ષકો એ જ્યાં સુધી નું સફર હતું ત્યાં સુધી ની તમામ માહિતી આપી બાળકોએ ગીત ભજન અને સપાખરા બોલી ને આનંદ માણી ને એની નાનકડી યાદી તૈયાર કરી અને ત્યારબાદ બપોર નું ભોજન લીધું...
બપોર ના ભોજન બાદ અમે પાવાગઢ માં કાળકા માતાજી નાં દર્શન કરવા માટે રવાના થયા અને ત્યાં પણ એક નાનું એટલે કે લગભગ 5કિમી. નાં અંતર જેટલું ઘાટ હતું જેની અમે એશ.ટી બસ મા સફર કર્યું અને ઘાટ પૂર્ણ થતાં લગભગ 1800 જેટલા પગથિયાં હતા ત્યાં જવા રવા ના થયા....
માં ભગવતી કાળકા માતાજી ના દર્શન કરી આવી ને ત્યાં ની બજાર મા ઘણી બધી ચીજ વસ્તુ ઓ ખરીદી અને ત્યાં ખૂબ મજા કરી ત્યારબાદ અમે સાંજ નું ભોજન પણ ત્યાં લીધું અને ખૂબ મજા આવી....
પાવાગઢ થી લગભગ 9 વાગ્યે આસપાસ અમે ત્યાંથી પરત અમારી સ્કૂલ તરફ આવવા નીકળ્યા અને સવાર નાં લગભગ 6:15 આસપાસ અમારી સ્કૂલે પોહચી ગયા
આ પ્રવાસ ની સફર મા અમને અને બાળકો ને ખુબ મજા આવી અને જીવનનો એક યાદગાર પાઠ અમને મળ્યો અને ખૂબ મજા આવી જેમાં ઘણું બધું જાણ્યા સમજ્યા અને ઘણું નવું શીખ્યા પણ આથી આ ક્ષણ અમારા માટે ખુબજ અદ્ભુત હતી અને હજી પણ આવા અવનવા આયોજન અને પ્રવાસ ની સફર અમારી સ્કૂલ મા ચાલુ રહે તેવી શુભેચ્છા સાથે અમે અમારા પ્રવાશ થી પરત આવ્યા....
આ પ્રવાસ ની બધી જ ક્ષણો ને નિહાળવા અમારી સંસ્થા નાં તથા નવયુગ સંથા નાં યુટ્યુબ ચેનલ મા તમે જોઈ શકો છો જેની લિંક આમાં નીચે આપેલી છે....
https://youtu.be/2Hs5iog532g?si=WDLCfjZlRFizAfrJ
આ ચેનલ મા બધાજ વિડિયો અપલોડ કરેલ છે જેને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી...🙏🏻