અઘૂરો પ્રેમ - 2 Grishma Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઘૂરો પ્રેમ - 2

આખરે ૧ કલાક ની વાત બાદ આધ્યા એ કોલ મુક્યો અને કૈક અલગ જ લાગણી સાથે ખ્યાતિ બેન ને ફોન પાછો આપ્યો. 

એ રાતે.. આખી રાત આધ્યા ને ઊંઘ જ ના આવી. આખી રાત એ આદિત્ય ના અવાજ ને યાદ કરતી રહી. આધ્યા અને આદિત્ય એ એકબીજા ના ફૉટૉઝ શેર કર્યા. આધ્યા બસ આદિત્ય ના ફોટો ને જોઈ જ રહી.. એની નજર સૌથી પેહલા આદિત્ય ની આંખો પર જ પડી..   આદિત્ય ની આંખો..

એની આંખો માં કૈક અલગ જ શબ્દો ની માયાઝાળ હતી.. કૈક કેટલાય અનસુલઝયા પ્રશ્નો હતા.. એની આંખો એ સવાલો ના જવાબ માંગતી હતી.. કૈક કેટલીય વાતો નો સમુદ્ર.. જે શોર તો ખુબ કરતો પણ કિનારે આવતા જ શાંત થઇ જતો.. આદિત્ય ની આંખો ને જોઈ ને આધ્યા એના વિચારો માં જ ડૂબી ગઈ.. 

બીજા દિવસે ઓફિસ માં પણ આધ્યા ના મન માં બસ આદિત્ય નો અવાજ  સંભળાતો હતો. એની આંખો . એનો અવાજ.. એની વાત કરવાની સ્ટાઈલ.. એને  જે રિસ્પેક્ટ થી આધ્યા સાથે વાત કરી એ બધું જ આધ્યા ના મન ને જંજોડી નાખ્યું હતું.. 

આજે આધ્યા જાણે આસમાન પર હોય એવું લાગી રહ્યું હતું. એના ચેહરા પર એ ખુશી દેખાઈ રહી હતી. આજે એ ક્યારેય ના અનુભવ્યું હોય એવું લાગતું હતું. આધ્યા સાંજ પડવાની રાહ જોવા લાગી . સાંજે ફરી વાર આદિત્ય ની સાથે વાત કરી ને આધ્યા પોતાને દુનિયા ની સૌથી નસીબદાર છોકરી માનવા લાગી.

આધ્યા ને આદિત્ય સાથે વાત કરી ને પોતાનાપણું લાગ્યું હતું. આજ સુધી ક્યારેય ના ફીલ કર્યું એવું. આધ્યા પણ આદિત્ય સાથે બધી જ વાતો શેર કરવા માંગતી હતી જે આજ સુઘી એને કોઈ ને કહેવાનું મન નતુ થયું. એની દિલ ની વાતો. એના મન ની વાતો.. આધ્યા ને આદિત્ય માટે કૈક અલગ જ ફીલ થવા લાગ્યું. આમ ૨- ૩ દિવસ બંને ની એક બીજા સાથે સારી રીતે વાત થઇ.. આધ્યા એ મન માં જ આદિત્ય ને પોતાનો માની લીધો.

અને એ રાતે આધ્યા  તેના પિતા ને યાદ કરી ને તેના રૂમ માં  વાત કરવા લાગી. 

આધ્યા - પપ્પા.. સાંભળો છો.. હું તમારા હૃદય નો ટુકડો.. તમારી આધ્યા.. આજ બવ યાદ આવે છે તમારી. કાશ.. તમે મારી સાથે હોતા. આજ તમને એક વાત જણાવી છે. પપ્પા મેં આદિત્ય સાથે વાત કરી.. એની સાથે વાત કરી ને કૈક અલગ જ ફીલ છુ... શું આ પ્રેમ છે કે ?? એની સાથે વાત કરી ને જિંદગી ફરી જીવવાનું મન થાય છે. મારા સુખ દુઃખ બસ એની સાથે જ વહેચવા માંગુ છું. હું એને પેહલી વાર કોઈ અલગ જ જગ્યા કોઈ પવિત્ર સ્થળ પાર મળવા માંગુ છું..  જ્યાં ભગવાન સાક્ષી માં  પુરા સાફ મન અને દિલ થી એને સ્વીકાર કરું. આખરે રડતા રડતા આધ્યા સુઈ જાય છે. 

બીજા દિવસે આધ્યા ઓફિસે જતા એનો મોબાઈલ ચેક કરે છે. આદિત્ય નો કોઈ મેસેજ ના જોતા મોબાઈલ પર્સ માં રાખી દે છે. આધ્યા વિચારવા લાગે છે. હજી આદિત્ય નો કોઈ મેસેજ નથી. આખો દિવસ આમ જ જતો રહ્યો. સાંજે આધ્યા હાથ માં મોબાઈલ રાખી ને આમ તેમ આંટા મારે છે. ચિંતા થવા લાગે છે કે કેમ આજે  આદિત્ય એ કોઈ વાત ના કરી. શુ થયું હશે ?? બધું ઠીક હશે ને ?? આદિત્ય ઠીક હશે ને ??

અચાનક એનું મન ગભરાવા લાગે છે. મોડી રાત સુધી મોબાઈલ ને હાથ મા જ રાખ્યો. ક્યાંક આદિત્ય નો કોલ આવી જાય ને એ વાત ના કરી શકે. થોડી વાર માં આદિત્ય નો કોલ આવ્યો. આધ્યા ને જણાવ્યું એ બહાર છે થોડી વાર પછી ફરી કોલ કરશે.

આદિત્ય નો અવાજ સાંભળી ને એના જીવ માં જીવ આવ્યો. અને તેના કોલ ની રાહ જોવા લાગી. રાહ જોતા જોતા આધ્યા ક્યારે સુઈ ગઈ એને ખબર જ ના પડી. અડધી રાતે અચાનક આધ્યા ની ઊંઘ ઉડે છે અને તરત મોબાઈલ ચેક કરે છે. આદિત્ય નો મેસેજ જોઈ ને એને કોલ કરે છે. પણ કોઈ વાત નથી થતી. 

બીજા દિવસે પણ કોઈ વાત ના થતા આધ્યા નું મન ખુબ જ બેચેન થઇ જાય છે. ખાવાનું મન પણ ના થયું. અને આખો દિવસ વિચારો માં ખોવાયેલી રહી. સાંજે ઘરે પહોંચતા ખ્યાતિ બેન એ આધ્યા ના ચેહરા ને જોતા કૈક અલગ લાગ્યું. એને જમવા માટે બોલાવી પણ આધ્યા એ સાફ ના પાડી દીધી. ખ્યાતિ બેન વધારે કઈ પૂછે એ પેહલા જ આધ્યા મોબાઈલ લઇ ને બહાર વાત કરવા ચાલી ગઈ. આદિત્ય નો કોલ જોઈ ને આધ્યા ના મન માં હજારો સવાલ થવા લાગ્યા. કૈક અજુગતું બન્યા નો વિચાર આવા લાગ્યો. એક જ ક્ષણ માં કોલ ઉઠાવી ને આધ્યા વાત કરવા લાગી. એને બવ બધા સવાલ કરવા હતા. એ કઈ બોલે એ જ પેહલા આદિત્ય એ જણાવ્યું. કે આપડા લગ્ન થવા અશક્ય છે..

હું તારી સાથે લગ્ન નહિ કરી શકું. આધ્યા આટલું જ સાંભળતા શુન્ય થઇ ગઈ. એને બોલવા માટે કોઈ શબ્દો જ નતા મળી રહ્યા. એને પોતાના કાન પાર વિશ્વાસ જ નતો આવી રહ્યો. બે  મીનિટ બાદ આધ્યા નો એક જ સવાલ હતો.. "પણ કેમ" ... આધ્યા રડવાનું છુપાવી ને ફક્ત એટલું જ બોલી શકી. આદિત્ય એ એનો  જવાબ આપ્યો કે મેં મારા ઘર માં ફેમિલિ સાથે વાત કરી ને નિર્ણય લીધો કે તમારા અમુક સબંધી ના કારણોસર આ શક્ય નથી. આપડે ખુશ નહિ રહી શકીએ. આધ્યા બસ સાંભળી રહી. એને ઘણું બધુ કેહવું હતું પણ આંખ માં થી ક્યારનાય પડતા આંશુ પાછળ એના શબ્દો જાણે દબાઈ જ ગયા. કઈ બોલી જ ના શકી. 

આદિત્ય નો અવાજ  પેહલા દિવસ જેવો ના હતો. એના શબ્દો એ આધ્યા ના મન ને ફરી જંઝોડી નાખ્યું. આધ્યા હજી એક વાર આ વાત ની સચ્ચાઈ જાણવા માંગતી હતી. એને ફરી હિંમત કરી ને આદિત્ય ને સવાલ કર્યો. શુ આ એનો ખુદ નો ફેંસલો છે ?? આધ્યા હજી પણ આદિત્ય ના જવાબ ને એના મન ને જાણવા માંગતી હતી. આદિત્ય એ એક ક્ષણ માં જ જવાબ આપ્યો હા.. આ મારો ખુદ નો જ ફેંસલો છે. અને મેં સમજી વિચારી ને જ લીધો છે. આધ્યા સાંભળી ને ફરી શૂન્ય થઇ ગઈ. હવે એંની પાસે બોલવા માટે કઈ જ હતું નહિ. આદિત્ય એ કોલ કટ કરી દીધો. આધ્યા કેટલીય વાર સુધી મોબાઈલ ને કાન  પાસે રાખી રાખ્યો. કોલ કટ થઇ ગયો છે એ વાત નુ એને ભાન જ ના રહ્યું. 

આધ્યા દોડી ને એના રૂમ માં જતી રહી અને પોતા ને બંધ કરી દીધી. ખ્યાતિ બેન ને કઈ સમજણ ના પડી એ પણ આધ્યા ના રૂમ તરફ દોડવા લાગ્યા. અને પૂછવા લાગ્યા. આધ્યા એ કોઈ જવાબ ના આપ્યો. એના આંસુ રોકાઈ જ નતા સકતા... આધ્યા હજી પણ એ વાત ને સ્વીકારી જ ના હતી સકતી. આદિત્ય ના એક જવાબ એ જાણે કે આધ્યા ની આખી જિંદગી જ બદલી નાખી. આખી રાત આધ્યા રડતી રહી.

બીજા દિવસે સવારે આધ્યા તેના રૂમ માં થી બહાર ના આવતા ખ્યાતિ બેન ને વધારે ચિંતા થવા લાગી. આખરે થોડા સમય પછી આધ્યા એ રૂમ નો દરવાજો ખોલ્યો. ખ્યાતિ બેન આધ્યા ને જોઈ ને સ્તબ્ધ થઇ ગયા. રડી રડી ને આધ્યા ની આખો સુજી ગઈ હતી. એનું શરીર આખું તાવ માં હતું. એની દિલ ની ધડકનો તેજ હતી. ખ્યાતિ બેન આધ્યા ની આવી હાલત જોઈ ને રડવા લાગ્યા. અને આધ્યા ને પૂછવા લાગ્યું. આધ્યા ફક્ત એટલું જ બોલી શકી.

 "એને ના પાડી દીધી" .  ખ્યાતિ બેન વાત સમજી ગયા અને આધ્યા ને સમજાવા લાગ્યા. પણ જાણે એમના શબ્દો આધ્યા ના કાને પડતા જ નહતા. 

અચાનક આધ્યા ખ્યાતિ બેન ના ખોળા માં ઢળી પડી. ખ્યાતિ બેન ગભરાઈ ને આધ્યા ને જગાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા હતા. તરત જ ખ્યાતિ બેન એ ડૉક્ટર ને કોલ કરીને બોલાવી લીધા.