જીવન ચોર...ભાગ 1 ( ભૂખ) yeash shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

જીવન ચોર...ભાગ 1 ( ભૂખ)

ભાગ ૧  : ભૂખ 

મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો રૂપિયાનો હાર લઈ ને ભાગ્યો .. પકડો... 
( આસપાસ ના બધા લોકો ચીસ સાંભળી ને ભાગ્યા...)
પણ એ પકડાયો નહિ.. સ્ફૂર્તિ અને ઝડપ બન્ને એનામાં નાનપણથી હતા.. પળ વાર માં અંધારા માં અદ્ર્શ્ય થઈ ગયો...)......
                             મનઝરુખા જ્વેલ્સ ની દુકાન માં પહોચી .. બીજે દરવાજે થી ભોંયતળિયે પહોચી ગયો..
ચોરેલો હાર એને હીરજી ભાઈ ના ટેબલ પર મૂક્યો.. 
હીરજી ભાઈ એ હાર ઉપાડ્યો .. હાથ થી વજન કર્યું.. અને ખંધુ સ્મિત કરી એને કહ્યું : જીવન, કોઈ મોટી માયા નો જીવ પડાવ્યો લાગે છે.. 
જીવન : તો આ જીવ ના ભાવ પણ એવા આપો કે જીવન માં મોજ પડી જાય..
હીરજી: લે આ હાર ના ૧૦ લાખ.. 
(જીવન ૧૦ લાખ રૂપિયા ગણે છે... તેમાંથી ૭ લાખ હીરજી શેઠ ને પાછા આપે છે.. ૩ લાખ માંથી ૧ લાખ ખીસા માં મૂકે છે.. ૨ લાખ નો હાર લે છે..)
જીવન : હીરજી શેઠ,ખબર છે ને આ ૭ લાખ નું શું કરવાનું..?
હીરજી : હા.. આમાંથી ૩ લાખ અનાથ આશ્રમ માં.. ૧ લાખ વૃદ્ધાશ્રમ માં અને બાકી ના ૩ લાખ ફિક્સ ડિપોઝિટ કરાવી દઈશ...
જીવન : બસ ત્યારે.. હવે મળું કોઈ બીજી માયા નો જીવ લઈને...!!!
( જીવન ત્યાંથી નીકળતા વખતે દરવાજા નો કોડ નંબર લગાવી દરવાજો લોક કરી દે છે..)
          ઘરેણાંની દુકાન પાસે આવેલા રાજલક્ષ્મી બાર માંથી ચિકન ટીકા મસાલા અને દારૂ ની બાટલી લઈ ને ફરી જીવન અંધારામાં અદ્ર્શ્ય થઈ જાય છે..

પ્રિયા.. જીવન ના ખખડાવ્યા વગર ફકત શ્વાસ અને પગ નો અવાજ સાંભળી ને બારણું ખોલે છે.. હાથ માંથી દારૂ ની બાટલી લઈ ને એક ઘૂંટ ભરે છે... અને જીવન એના માટે લાવેલો હાર એને પહેરાવે છે.. 
પ્રિયા: પહેલા હું કે ચિકન ટીકા મસાલા?...કોને ખાઈશ..
જીવન : એ તો આજે તારે નક્કી કરવાનું.. એમ કહી જીવન પ્રિયા ના સ્તન મસળે છે.. પ્રિયા ગળાના હાર ને સ્પર્શ કરે છે અને હસી ને જીવન ના હોઠ પર ચુંબન કરે છે..
દરવાજો બંધ થાય છે અને સંભળાય છે મિલનના, સુખના સિસકારાઓ....
થોડીવાર પછી જીવન અને પ્રિયા એકબજાની બાહોમાં પડ્યા છે... જીવનની આંખો પ્રિયાને જોવાની જગ્યાએ રૂમની છતને જોવે છે...
એની આંખમાં આંસુ આવે છે...
પ્રિયા :(એને ચુંબન કરીને પૂછે છે...) જીવન આજે પહેલી વાર મેં તારી આંખમાં આંસુ જોયા.. કોઈ ખાસ કારણ.. 
જીવન: આજે ખબર નહી બહુ વખત પછી બાળપણ યાદ આવી ગયું... મારુ ભૂતકાળ ખૂબ સંઘર્ષથી ભરેલું છે... એટલો ભયંકર સંઘર્ષ .. જેને મને લાગણી વિહોણો અને એકદમ પથ્થર જેવો કરી નાખ્યો...
પ્રિયા: મને ખબર છે જીવન તે બહુ પીધો છે... હમણાં થોડીવારમાં ઉતરી જશે અને પછી તો આ બધી વાતો ભૂલી જઈશ.. ત્યાં સુધી મને બીજી વાર મન ભરીને જીવન પી લેવા દે...
એમ કઈ પ્રિયા જીવનના બે પગ વચ્ચે સ્પર્શ કરે છે... જીવન પણ થોડી જ વારમાં ઉત્સાહ આવી જાય છે... ફરી બંને એકબીજામાં ઉત્પ્રોત થઈ જાય છે....

(થોડીવારમાં...)

જીવન: પ્રિયા, તું મને પ્રેમ કરે છે? 
પ્રિયા: જીવન, તે ફરી આ ઈમોશનલ વાતો ચાલુ કરી દીધી..? તને ખબર છે.. મારું નામ જ પ્રિયા છે.. અને હું જીવનને ખૂબ પ્રેમ કરું છું... જીવનને જલસાથી જીવવું એ જ મારું કામ છે... મને શરૂઆતથી આ જીવને શીખવાડી દીધું છે.. એ પૈસા અને શરીર સુખ જ સર્વસ્વ છે..
નકામા ભાવનાત્મક સંબંધો માં પડવાથી દુઃખ જ મળે છે... માટે ફરીથી મને આવા પ્રશ્નો ના પૂછીશ... જ્યાં સુધી તારી સાથે આ બોટલ અને પૈસા અથવા ભેટ આવતી રહેશે ત્યાં સુધી તને આ પ્રિયાનો પ્રેમ મળશે... મારો ફંડા ક્લિયર છે બોસ... મને પૈસાની અને પૈસાની જ ભૂખ છે..
જીવન: તો આજ પછી આ જીવન તને ક્યારેય નહીં મળે... પ્રિયા..

(એમ કહીને જીવન બહાર નીકળવા તૈયાર થાય છે ... પ્રિયા એને મળેલા હારને કાઢીને એનાથી રમે છે... અને જીવન ને ગાળ આપીને જોરથી હસે છે... કહે છે.."અરે જા.. જા.. રાત પડશે એટલે મારી યાદ આવશે.. અને તારા જેવા બીજે ક્યાં જવાના?...")..

(જીવન એને છેલ્લી વાર જુએ છે.. નીકળી જાય છે..)