કેમ છો મિત્રો, જીવનની સફર અદભુત હોય છે. આ સફર સુખમય રહેશે કે દુઃખમય એ તો જીવનસાથી સાથેના તાલમેલ પર ટક્યું છે. જીવનની આ સફરમાં આપણને અનેકનેક વિચાસરણી ધરાવતા લોકો મળતા હોય છે.ઘણાના જીવનમાં શરીરના રૂપરંગનુ મહત્વ ખૂબજ હોય, તો ઘણાને પૈસાનો મોહ વધારે હોય.ચામડીના રંગ ને લીધે જે લગ્ન જીવન તૂટે તો એ એક ખોટી જ વિચારધારા કહેવાય, એવુ હુ માનુ છુ છતા...આવુ બને છે. અને આવું બનતા આપણે રોકી પણ શકતા નથી. દરેક ધર્મ, જાતિના રિત રિવાજ અલગ અલગ હોય છે .અમુક રિવાજો એ તો રિવાજ ના નામે સમાજ અને સમાજના લોકો પર ભાર રૂપ બની ગયા હોય છતા લોકો તેવા રિવાજ કે માન્યતાઓને છોડતા નથી કાં તો છોડવા માંગતા નથી.કોઈ બદલાવ કે પરિવર્તન રાતોરાત આવી જતા નથી. તેના માટે જવાબદારીપૂર્વકનુ કામ થવુ જોઈએ.અમુક કુરિવાજ અને માન્યતાઓએ તો સમાજને સંપૂર્ણ કલંકિત કરી નાખ્યો હોય, ખબર હોય છતા રિવાજ, રસમના નામે લોકો રિબાઈ રિબાઈને જીવન જીવી નાખે પણ સામી છાતીએ વિરોધ કરી પરિવર્તન પણ લાવે નહી.
આજ હુ તમને એક કિસ્સો કહીશ. હું માત્ર તમને કિસ્સો કહીશ.આ વાત સાંભળીને તેનો અંત શું હોય શકે...તે તમારે કહેવાનો છે.then lets start.....the case....😊😊
આ વાત છે, અનંત અને આરાધના ના લગ્ન જીવનની.અનંત અને આરાધના બન્ને નાનકડા હતા ત્યારથી એક સાથે જ મોટા થયેલા.બન્ને ના પપ્પા એકબીજાના પાક્કા મિત્રો.સમયને પસાર થતા ક્યાં વાર લાગે છે ઘીમે ધીમે અનંત અને આરાધના પણ મોટા થવા લાગ્યા.બન્ને એક સાથે જ રમે.બન્ને જ્યારે ઘર ઘર રમે ત્યા કરે ઝધડી પડે.ઝધડે ત્યારે એટલી ગંભીરતાપૂર્વક ઝધડે કે આજુ બાજુ બધા પાડોશીઓને પણ ખબર પડે કે આજ અનંત અને આરાધના ધરધર રમતા રમતા ઝધડી પડ્યા લાગે છે.બન્નેની એકબીજાના બાળકોને સમજાવાના પ્રયત્ન કરે અને અંતે આરાધના ઝધડતી ઝધડતી રોઈ પડે ને અનંત તેને મનાવે.આવી બાળપણની લાગણીઓ માસુમ અને નિર્દોષ .બન્ને એકબીજા સાથે ઝઘડે ખૂબ પણ બન્ને એકબીજા વગર રહી પણ ન શકે.આવો અનંત અને આરાધનાનુ નિર્દોષ બાળપણ ની મિત્રતા વાળો પ્રેમ. આરાધના શું દરેક વાતમાં રોઈ પડે છે..?બધી જગ્યાએ કાંઈ આ અનંત નહીં હોય કે તને મનાવશે...અને આ રોતી આરાધના જરાય સારી લાગતી નથી.તું બસ , હસતી જ સારી લાગે છે. એમ અનંત કહે ને ત્યારે આરાધના હસી પડતી , અને કહેતી ..તું છે ને મારું ધ્યાન રાખવા માટે....ધીમે ધીમે બાળપણ મોટું થતુ જાય ને અનદેખી લાગણીએ ગુંથાતુ જાય.
બન્ને સાથે જ સ્કૂલ જાય. અને સાથે જ ગૃહકાયૅ કરે. હવે અહીં થાય છે એવુ કે આરાધના ભણવામાં હોશિયાર પણ રંગરૂપ જુઓ તો એકદમ ભીનો વાન,તેનો આ શ્યામ રંગને લીધે ધણી વાર બીજા બાળકો તેને ચીડવે પણ ખરા.આરાધના ઘણી વખતતો ઘરે આવી તેના મમ્મી પાસે રોઈ પડે.ધીમે ધીમે આ વાતથી તેના મગજમાં એક લધુતાગ્રંથી બંધાઈ ગઈ,લાગણીશીલ આરાધના વધારે હેરાન રહેવા લાગી.આ બાજુ છે અનંત જેને ભણવુ જરા પણ ગમે નહી.જ્યારે પરિણામ જાહેર થાય ત્યારે આરાધના પ્રથમ ક્રમાંક પર જ હોય અને અનંત બિચારો માંડ માંડ પાસ થયો હોય.પણ પરિસ્થિતિ એવી હોય કે
દરવખતની જેમ આરાધના સમજાવે અનંત,તુ ભણવાને આમ, રમતમાં ન કાઢ.થોડી મહેનત કર તો થોડા સારા માકર્સ આવે અને અનંત દરવખત સમજાવે કે મને ભણવુ ગમતુ જ નથી ....આરાધના ,મમ્મી પપ્પા બધા સમજાવે કે તો, નાપાસ થઈશ ...ભણવાનુ અટકી જશે...પછી તો પ્રયત્નો જ કરવાના રહેશે.
આમ ને આમ બન્ને મોટા થાય છે....આગળ....
આવતા અંકમાં......stay tune....for... the ..next...