લેખાકૃતી - 1 Story cafe દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 24

    નિતુ : ૨૪ (લગ્નની તૈયારી)નિતુ અને હરેશ બન્ને મીઠાઈના બોક્સ લ...

  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 4

    જાેકે, પોલીસને શંકા હોવાથી તેમના પર વોચ રાખવામાં આવી હતી. પર...

  • ખજાનો - 22

    " ડોન્ટ વરી યાર..! તે માત્ર બેભાન થયો છે તેને બીજી કોઈ તકલીફ...

  • મમતા - ભાગ 107 - 108

    ️️️️️️️️મમતા :૨ ભાગ : ૧૦૭( મોક્ષા મુંબઈથી પાછી ફરે છે. આરવના...

  • લેખાકૃતી - 1

    લેખ : ૦૧મારો સખા : મૃત્યુજ્યારે હું કોઈના પણ મૃત્યુ નાં સમાચ...

શ્રેણી
શેયર કરો

લેખાકૃતી - 1

લેખ : ૦૧
મારો સખા : મૃત્યુ
જ્યારે હું કોઈના પણ મૃત્યુ નાં સમાચાર સાંભળુ ત્યારે મને ધ્યાન પડે કે, મૌત હજુ જુવે છે. નક્કર મારા રોજિંદા જીવનમાં મૃત્યુનું નામ જ સાંભળવા મળે નથી. કારણ કે, લોકો એના વિશે વાતો કરતા ડરે છે. પણ મારો મત કઈક જુદો જ છે. અને એટલા માટે જ મારો પેલો લેખ મારા પ્રિય સખા 'મૃત્યુ' ઉપર છે. હવે મેં અહીંયા મૃત્યુ ને એક સખા કીધો છે, એનો અર્થ એ નહિ કે એને હું પ્રસ્નલી ઓળખું છું. નાં ! પણ એ હંમેશા મારી સાથે રહે છે, એવું હું માનું છું. આથી એ મારો સખા છે. 

મારી ફેવરીટ બુક 'Alchemist' નાં લેખક શ્રી પાઉલો કોએલોના મત મુજબ, મૃત્યુ એમને એક રૂપસુંદરી જણાય છે. જેની આંખો જોતા એમાં ડૂબી જવાનું મન થાય. એ રૂપસુંદરી હમેશા લેખકને એક જ વાર ચુંબન કરવાનું કહે છે. પણ લેખક હરહંમેશ ચુંબનની નાં પાડી દે છે. કારણ કે, એ જાણે છે કે એ પ્રથમ ચુંબન એમના જીવનનું અંતિમ ચુંબન બની જશે. લેખક હજુ સુધી જીવે છે, એનો અર્થ હું એ જ કરું છું કે, હજુ સુધી લેખકે એ રૂપસુંદરીને ચુંબન આપ્યું નથી. અને એ વાતથી હું ખુશ છું.

એવું નથી કે મૃત્યુ એક રીતે આવે છે. જેવી રીતે બોલાવ્યા વગર મહેમાન ઘરમાં આવી જાય છે અને જવાનું નામ નથી લેતા. એવું જ કઈક કામ મૃત્યુનું પણ છે. 

પણ ઘણી ફેરે કોઈ વ્યક્તિ મૃત્યુની નજીક જઈને 'ટક' કરીને પાછો આવી શકે છે.

મંજુમલ બોયઝ નામનાં મલયાલમ પિકચરમાં સુભાષ ગુના કેવ નામની ગુફામાં પડી જાય છે. હવે એ ગુફાનો ઈતિહાસ એવો છે કે, એક વાર જે અંદર ગયું એ ફરી પાછો આવતો નથી. સુભાષ વિશે બધા એ એવું જ માન્યું હતું.  પણ ચમત્કાર એવો કે, એ ગુફામાંથી સુભાષ જીવતો બહાર નીકળે છે. - આ પિકચર સાચી ઘટના ઉપર આધારિત છે. 

બીજી બાજુ, અડધી દુનિયા જીતનારો નેપોલિયન મૃત્યુથી હારી જાય છે. એક કથા પ્રસિદ્ધ છે કે ; નેપોલિયને એના સાથીદારોને કહ્યું હતું કે, એના મૃત્યુ બાદ જ્યારે એની અંતિમ યાત્રા નીકળે તો એના હાથ બહાર લટકતા રાખજો. જ્યારે સાથીદારોએ એનું કારણ પૂછ્યું ત્યારે નેપોલિયને કહ્યું કે, આ કરવાથી બધાને જણાશે કે દુનિયા જીતનારો નેપોલિયન મૃત્યુ બાદ કંઈ નથી લઈ જઈ શકતો. 

'મૃત્યુ અંતિમ સત્ય છે.' અને આથી જ લોકો મૃત્યુથી ભાગે છે. લોકો આગળ આગળ ભાગે છે, મૃત્યુ તેની પાછળ પાછળ એ લોકોને ભગાવે છે. લોકો ત્યાં સુધી ભાગશે જ્યાં સુધી એમને એ સમજાશે નહિ કે, મૃત્યુ હરહંમેશ એમની સાથે જ છે. એ ક્યારે પણ જુદું થશે નહિ. એટલે જો એ તેને દુશ્મન સમજશે તો ક્યારેય બેડો પાર થશે નહિ , પણ જો એને સખા માનશે તો એનાથી એ ક્યારે પણ ડરશે નહીં. 

હું જ્યારે પણ મારા સખા વિશે વિચારું છું ત્યારે મને યાદ આવે કે, મારી પાસે કેટલો ઓછો ટાઇમ છે. અને હું એવા ઘણા કામ કરું છું જે મારો ટાઇમને વેસ્ટ કરે છે. મને એ યાદ આવે કે, મારે આ ઓછા ટાઇમમાં જ ઘણું બધું જીવવાનું છે. લાંબુ જીવવાનું નથી, સરસ જીવવાનું છે. 

ત્યારે મને મારી ફેવરીટ મૂવી 'આનંદ' ની એક કવિતા યાદ આવે છે, જે ગુલઝાર સાહેબે લખી છે અને હું હમેશા યાદ કરતો હોવ છે :
मौत तू एक कविता है
मुझसे एक कविता का वादा है मिलेगी मुझको

डूबती नब्ज़ों में जब दर्द को नींद आने लगे
ज़र्द सा चेहरा लिये जब चांद उफक तक पहुँचे
         दिन अभी पानी में हो, रात किनारे के करीब
         ना अंधेरा ना उजाला हो, ना अभी रात ना दिन

जिस्म जब ख़त्म हो और रूह को जब साँस आए
मुझसे एक कविता का वादा है मिलेगी मुझको
---