આપણાં શબ્દો આપણાં કર્મો Krupa Thakkar #krupathakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આપણાં શબ્દો આપણાં કર્મો

આપણાં શબ્દો અને આપણાં કર્મો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. જેવું આપણે બોલીએ છીએ, તે આપણા વિચારો અને વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે, અને તે અંતે આપણા કર્મો પર પણ અસર કરે છે.

૧૮ દિવસ નું જે યુદ્ધ થયું એ યુદ્ધે દ્રૌપદી ને ઉંમર થી ૮૦ વર્ષ ના બનાવી દીધા હતા...


દ્રૌપદી શ્રી કૃષ્ણ ને જોતા ની સાથે જ દોડી ને ભેટી પડ્યા શ્રી કૃષ્ણ દ્રૌપદી ના માથે હાથ ફેરવે છે અને દ્રૌપદી ને રડવા દીધા...

થોડી વાર પછી દ્રૌપદી ને શાંત પાડી અને શ્રી કૃષ્ણ દ્રૌપદી ને પોતાની પાસે બેસાડે છે... 

દ્રૌપદી શ્રી કૃષ્ણ ને પૂછે છે સખા આ શું થઈ રહ્યું છે ???આવુ તો મેં સપના માં પણ નહોતું વિચાર્યું ..

શ્રી કૃષ્ણ એ કહ્યું નિયતિ બહુજ ક્રુર છે પાંચાલી ..એ આપણાં વિચારો અનુસાર નથી ચાલતી...એ આપણા કર્મો ને પરીણામ માં બદલી નાખે છે...

સખી તું પ્રતિશોધ લેવા માગતી હતી અને એમાં તું સફળ થઈ પણ ગઈ..તારો પ્રતિશોધ પૂરો પણ થયો ..ખાલી દુર્યોધન અને દુશાશન જ નહીં પણ બધાં કૌરવો સમાપ્ત થઈ ગયા ...સખી તારે તો પ્રસન્ન થવું જોઈએ ..

દ્રૌપદી કહે સખા તું મને લાગેલા ઘાવ પર મલમ લગાવવા આવ્યો છું કે મીઠું ભભરાવવા ????

શ્રી કૃષ્ણ કહે ના દ્રૌપદી હું તો તને વાસ્તવિકતા થી અવગત કરવા આવ્યો છું ...આપણા પોતાના કર્મો ના પરિણામ ને આપણે દૂર સુધી નથી દેખી શકતા ,અને જ્યારે તે નજીક આવે છે ત્યારે આપણા હાથ માં કશું નથી રહેતું ...

દ્રૌપદી કહે તો શું યુદ્ધ ના માટે હું ઉત્તરદાઇ છું ???

શ્રી કૃષ્ણ એ કહ્યું ના દ્રૌપદી તું પોતાની જાતને આટલી મહત્વ પુર્ણ ના સમજ..પણ જો તે તારા કર્મો ની થોડી દૂર દર્શિતા રાખી હોત તો તને સ્વયં ને આટલું કષ્ટ ના પડત..

દ્રૌપદી કહે તો હું બીજું શું કરી શકું કૃષ્ણ.??
શ્રી કૃષ્ણ કહે તું ઘણું બધું કરી શકી હોત સખી ...જ્યારે તારો સ્વયંવર થયો ત્યારે તે કર્ણ ને અપમાનિત ના કર્યો હોત અને તેને સ્વયંવર માં ભાગ લેવા દીધો હોત તો કદાચ અત્યારે પરીણામ જુદું હોત ..

એના પછી જ્યારે માતા કુંતી એ તને પાંચ પતિઓની પત્ની 
બનવાનો આદેશ આપ્યો ત્યારે તે તેનો સ્વીકાર ના કર્યો હોત તો પણ આજે પરીણામ કાંઈક જુદું જ હોત..

અને એના પછી તે તારા મહેલ માં દુર્યોધન ને અપમાનિત કર્યો અને કહ્યું આંધળા ના પુત્રો આંધળા જ હોય...
આવુ ના કર્યું હોત તો તારું ચિર હરણ પણ ના જ થયું હોત ...ત્યારે પણ પરિસ્થિતિ જુદીજ હોત ...

આપણાં બોલેલા શબ્દ જ આપણાં પોતાના કર્મ હોય છે ...અને માટે આપણે આપણાં બોલવા ના શબ્દો ને બોલાતા પહેલા તોલવા જરૂરી છે નહીંતર એનું ખરાબ પરિણામ પોતે નહીં પણ આખા પરિવાર ને દુખી કરતું રહે છે ..

સંસાર માં એક માનવી જ એક એવું પ્રાણી છે જેનું વિષ એના દાંતો માં નહીં પણ શબ્દો માં હોય છે 

એટલે જ કહે છે ને કે માનવી એ શબ્દો નો પ્રયોગ સમજી વિચારી ને કરવો....એવા શબ્દો નો ઉપયોગ કરવો કે જેથી કોઈની ભાવના ને ઠેસ ના પહોંચે ...કારણકે આખું મહાભારત આપણી અંદર જ છુપાયેલું છે...

શબ્દો અને કર્મો: આપણાં શબ્દો આપણા કર્મોનું નેતૃત્વ કરે છે. જ્યારે આપણે સારા, વિચારપૂર્વક અને સ્નેહભર્યા શબ્દો બોલીએ છીએ, તે અમારી કાર્યોમાં પણ સ્પષ્ટ દેખાય છે. ઉલટાનું જો આપણે અસંયમિત અથવા નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરીએ, તો આપણા કર્મો પણ અણધાર્યા અને અનિચ્છનીય બની શકે છે..

સમજે તેને વંદન