ગણપતિ ઉત્સવ કે ઉપહાસ? वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગણપતિ ઉત્સવ કે ઉપહાસ?

ગણપતિ ઉત્સવ કે ઉપહાસ?
🌹❤️🌹
ગણપતિ ઉત્સવ એ ધાર્મિક લાગણીનો ઉત્સવ છે.જીવનમાં ઉત્સવ ઉત્સાહ ભરે છે.ઉત્સવ એ રિલેક્ષ થવાનો અવસર છે,દરેક પ્રસંગે ગણપતિ પૂજન પરંપરા છે.અને હિન્દુ ધર્મનો એ આરાધ્ય દેવ છે,ગણોનો દેવ છે,શિવજીનો પ્યારો પુત્ર છે,શિવ પાર્વતી એટલે કે માં બાપની સેવાનું પ્રતીક છે.આપણા ઘરને બારણે ગણપતિનું પ્રથમ સ્થાન છે,હિન્દુના મંદિરમાં તેનું અગ્ર સ્થાન છે,વિવાહ સંસ્કારમાં અનેરું મહત્વ છે,ઘરના ખાત મુહૂર્તથી માંડી રોજગારી,ધંધાના પાયામાં ગણપતિ છે.તે ગણ (સમૂહ)ના પતિ છે.એટલે કે કોઈ પણ સમૂહના તે અધિષ્ઠાતા છે,તેમની પ્રથમ પૂજા વગર અન્ય કામ થઇ જ ના શકે.કેમકે ગણપતિ વિઘ્નહર્તા છે.તેમની પ્રથમ પૂજા ના થાય તો તે કામમાં અવશ્ય રુકાવટ આવે.કોઈ પણ દેવી દેવતા માનવ તેની પૂજા વગર આગળની વિધિ ના થઇ/કરી શકે કેમકે તે નવનિધિ અને અષ્ટ સિદ્ધિના પતિ/દાતા છે.માટે જ તેમનું સ્મરણ કે પૂજન પ્રથમ થાય છે.
હમણાં ગણપતિ ચતુર્થી ગઈ,આપણા દેશમાં અને વિશ્વહિન્દૂ સમાજમાં આ દિવસે ગણપતિની મૂર્તિ સ્થાપન કરી દસ દિવસ સુધી ધામધૂમથી આ ઉત્સવ પોત પોતાની સગવડ અનુરૂપ ઉજવે છે.અને હિન્દુ આ ઉત્સવ નહીં ઉજવે તો કોણ ઉજવશે? અન્ય ધર્મના લોકો ગણપતિ પૂજન માત્ર હિંદુઓનો દેવતા જ સમજે છે.ખરેખર આ મોટી ગેરસમજ છે.આપણા દસ અવતાર તેમજ ગણપતિ કે હનુમાનજી માત્ર હિંદુઓના દેવ નથી,વિશ્વ માનવ માત્રના દેવ છે.દરેક ધર્મની થોડી વિશેષતા છે,અહીં હિન્દુ ધર્મના દરેક દેવની અનેક વિશેષતાઓ છે.
આ બધી બાબતો લખીને મુળ વાત પર હવે આવું કે જે મારે કહેવાનું છે.અને આપણી ગેરસમજણ છે,ત્યાં ધ્યાન દોરવું આ સમયે ઉચિત છે.
આપણે મૂર્તિ પૂજક છીએ સાથે જેની મૂર્તિ બનાવીએ છીએ તેનું વિધિ વિધાન મુજબ સ્થાપન અને સમય આવ્યે વિસર્જન કરીએ છીએ."જેનું સર્જન છે તેનું વિસર્જન છે" આ વિધિ કોઈ પણ ધર્મમાં જોવા નહીં મળે.સાથે એ પણ કહી દઉં કે હિન્દુ એ કોઈ ધર્મ નથી એ આદિ અનાદિ કાળથી એક કુદરત્ત દત્ત જીવન જીવવાની પદ્ધતિ છે.એને ધર્મના ચોકઠામાં ફીટ કરીને આ વિચારધારા હલકી બનાવી દીધી છે.આ પૃથ્વી પર કોઈ કાયમ નથી અને જે કાયમ છે,તે જ સત્ય છે.જગદગુરૂ શંકરાચાર્યના મત મુજબ
ll ब्रह्म सत्य जगत मिथ्या ll अर्थात...જે નરી આંખે દેખાય છે તે "નાશવંત છે અને જે નથી દેખાતું તે જ સત્ય છે."
પાણી,સૂર્ય,ચંદ્ર,નભ,તારા,ધરતી આ તત્વ દેખાય છે,છતાં એકને એક દિવસ એ પણ નાશવંત છે.આજ સુધી ચંદ્ર અને મંગળ અભિયાનમાં પાણી અને હવા, ઓક્સિજન નથી શોધી શકાયું માટે આ ગ્રહો નિર્જીવ સ્થિતિ માં છે.
બાકી હવા,પ્રકાશ આપણે અનુભવી શકીએ છીએ પણ આકાર જોઈ શકતાં નથી.આવી ઘણી કુદરતી સંપત્તિ આપણને આ ધરતી પર ભગવાને ભેટ ધરી છે.તેના ગુણ જો સમયે સમયે ના ગાઈએ તો જે આ બધું આપનાર આપણા પરમપિતા આપણા પર નારાજ થાય. જેમ બાપે ચીંધેલું કામ સાંજે પૂરું ના થાય તો બાપ ખીજવાય.તેમ આ ધરતી પર સર્વત્ર દેવે મફતમાં દીધેલું ભોગવતાં યાદ ન કરીએ તો આપણા જેવા પુત્ર નગુણા કહેવાઈએ.
માટે જ સમયે સમયે હિન્દુ વર્ષે મુજબ વાર તહેવારે ઉત્સવ,ઉપવાસ,કીર્તન,દાન,દક્ષિણા,નવરાત્રી, દિવાળી,હોળી,ઉત્તરાયણ,કથા વાચન,સ્મરણ અને ભોજન મેળાવળા થાય છે.જે પરાપૂર્વથી ચાલ્યા આવે છે.જેને અનેક યુગ વીતી ગયા છતાં કોઈ રોકી શક્યું નથી.કારણ ધર્મ જનુની પ્રજા ધર્મનું અપમાન સહન કરી શકતી નથી. માટે જ ક્યારેક બે સમૂહ આમને સામને આવી જાય છે.
હવે વાત રહી ગણપતિને જળાશયમાં વિસર્જન કરવાની.આ પ્રથા મને લાગે છે કે આપણા દેશની આઝાદીના થોડાં વરસ પહેલાં ભારત અંગ્રેજોનો પૂરો ગુલામ હતો.તે સમયે છુપી રીતે અંગ્રેજી હકુમત હટાવવાની ચળવળ માત્ર હતી અને પછી આ પરંપરા અંદર ધર્મ નામનો ઘી નો સમુદ્ર મળી ગયો.અને સાથે મનોરંજન,રોજગારી,વેપાર,યાતાયાત,હોટલ ઉદ્યોગ,પ્રવાસન ક્ષેત્ર,તીર્થ ધામ દર્શન વગેરેમાં સીધી આર્થિક સમૃદ્ધિ દેખાતાં દરેક સમુદાયને આ ઉત્સવ પ્યારો લાગ્યો.
ઉત્સવને ઉત્સવની રીતે ઉજવીએ તો કોઈ સવાલ નથી પરંતુ ક્યાંક અતિ ઉત્સાહ (overconfidence)માં આપણે માર ખાઈએ છીએ.સરકાર,ધાર્મિક નેતાઓ તથા આયોજકોની સૂચનાને અવગણી જ્યાં ઊંડા પાણી છે,ત્યાં જેમને પોતાને ખબર છે કે તરતાં નથી આવડતું છતાં ઉત્સાહના અતિરેકથી યુવા પેઢી ના કરવાનાં કામનું સાહસ કરી બેસે છે,ત્યારે તાજેતરનો ખેડા જિલ્લાનો હોય કે અન્ય શહેર ગામડાનો તેમજ પાટણ સરસ્વતી નદીમાં ગણપતિ મૂર્તિ વિસર્જનના નાદમાં અંદાજે ગુજરાતભરમાં અત્યાર સુધી ૨૫-૩૦ જણનો ડૂબી જવાનો કારમો ઘા સહન કરવો પડ્યો.માટે દુ:સાહસ ના કરો.શાન્તિથી વિધિ પૂર્વક વિસર્જન કરો.તરવૈયા કે ડૂબતાને બચાવવાના સાધનો ફરજીયાત રાખો.તરતાં ના આવડે તો પોલીસ પ્રશાશનને અગ્રીમ જાણ કરો.આ ઉત્સવમાં જેમનાં લાડકવાયાઁ ગુમાવ્યાં છે,તેમને આશ્વાસન,જે તરવૈયા મિત્રોએ જેમને ડૂબતા બચાવ્યા છે તેમને સન્માન કરવા મારી વિનંતી અને મૃતકના આત્માને સદ્દગતિ માટે અંતરથી પ્રાર્થના.
પાટણ,તા:૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪
🙏🏿
અસ્તુ ll
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )