છેલ્લો પ્રેમ - 4 - એક ભૂલ Manojbhai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

છેલ્લો પ્રેમ - 4 - એક ભૂલ

નમસ્તે મિત્રો કેમ મજામાં... છેલ્લો પ્રેમ 4 માં હવે આગળ વધી એ પહેલા એક વાત કહી દવ કે જ્યારે પ્રેમ માં હોવ ત્યારે ભૂલ થી પણ કોઈ ભૂલ ના થાય તેનું ભાન રાખવું નહીતો તમને પ્રેમ માં ખુબ દર્દ મળે છે.આ પણ મારો અનુભવ છે.....
 સોલંકી મનોજભાઇ 
(પ્રેમ ની શોધ માં)
8401523670
           પ્રેમ માં ભૂલ કરવી અને પ્રેમ માં કોઈ ની પ્રોમિસ તોડવી આ બંને પ્રેમ માં ખુબ મોટા અપરાધ ગણવવા માં આવે છે ચાહે એ ભૂલ જાણતા થાય કે અજાણતા પણ ભૂલ ને ભૂલ જ કહેવાય....
    ચાલો આગળ ની વાત કરીએ હું અને આંશુ પ્રેમ માં હતા અને તમે પણ કોઈ ક ના પ્રેમ મા હશો તમને ખબર હસે પ્રેમ માં પ્રેમી શું કરતા હોય છે...?...રોજ સવારે ઉઠી ને પહેલા good morning કહેવુ, આખો દિવસ ફોન માં વાતો કરવી અને msg કરવા અને રાત્રે સૂતા ની સાથે ગમે તે થાય પણ good night કહેવુ....આમ અમારે પણ રોજ થવા લાગ્યું હવે તો એક બીજા ન ઓળખતા હતા એટલે હું દુકાને હોય અને તે આખો દિવસ હોસ્પિટલ માં હોય આખો દિવસ એક બીજા ને જોવા, તેનું વારંવાર આખો દિવસ કોઈ ને કોઈ બહાને હાથ ધોવાને બહાને ,વગેરે બહાના કાઢી આખો દિવસ માં ગણી વાર બહાર આવવું ,એક બીજા ના દેખાય તો તરત ફોન કરવો ,શનિવારે,રવિવાર,જોયા વગર નથી ફાવતું એવી વાતો કરવી "અડવાની નહિ પણ ખાલી જોવાની ઈચ્છા થાય તો સમજવું કે તમે પ્રેમ ના એહસાસ ને સમજી ગયા" આમ અમે એક બીજા ને બસ જોવાની ઇચ્છા થતી અને અવાજ સાંભળવાની ઈચ્છા હતી આના થી વધુ મે આંશુ પાસે બીજી કોઈ અપેક્ષા ન રાખી . આમ અમારી પ્રેમ કહાની થોડી ગણી ચાલી હસે ને એક મોટી ભુલ થઈ....આમ નાની મોટી ભૂલો થતી પણ અમે સાંભળી લેતા ગણી વાર રજા ના દિવસે હું આંશુ ને કોલ કરતો તો ગણી વાર તેનો ફોન ઘરે હોવા થી તેના પપ્પા,અને ભાઈ,તેમજ અમુક વાર તો આંશુ ના પતિ યે પણ આંશુ નો ફોન ઉપાડી મારી સાથે વાત કરેલી પણ હું ફોન માં દર્દી નો સગા ,કાતો ખુદ દર્દી બની વાત કરતો કોઈ ને શક ના પડે એમ વાત કરતો ક્યાં ગયા મેડમ મારે ફોર્મ માં સહી કરાવવાની હતી....,તો અમુક વાર ક્યાં ગયા મેડમ ટાકા ખોલવાના હતા ?અને આવી રીતે કોઈ બીજું ફોન ઉપાડે તો વાત નું બહાનું કાઢી દેતો અને આંશુ ના પપ્પા ,ભાઈ કે પતિ ખુદ આંશુ ને ફોન આપી દેતા અને આંશુ પણ બધા ની સાથે હોય તો તે પણ આવીજ રીતે વાત કરતી સારું આજે હું રજા પર છું કાલે સવારે આવીશ.....સવારે ફોન કરીશ.....તમે વહેલા દવાખાને આવી જજો ...અમે એક બીજા નો નંબર સેવ કદી ના કરી રાખતા એક બીજા ને મોઠે જ નંબર યાદ હતા આમ આવી આંશુ પણ ગણી વાર ફોન કરતી આમ તો મારો ફોન હંમેશા મારી પાછે જ હોય છે પણ કદાચ મારો ફોન પણ જો ઘરે ચર્જીગ પર હોય અને મારી પત્ની કદાચ ફોન ઉપાડી દે તો તે બેંક માંથી,કા તો ક્રેડિટ કાડ ......વગેરે જેવા બહાના બતાવવી.અને જ્યારે વાત થતી તો બને સાથે જે જે બહાના બનાવિયા યાદ કરી સાથે હસતા અને ખૂબ વાતો કરતા પણ કોઈ સાચું જ કહ્યું છે કે તમે ગમે તેવા ચાલક હોય પણ પ્રેમ માં કોઈ ક ભૂલ થઈ જાય છે તો ચાલો અમારી ભૂલ વિશે વાત કરું
    બુધવાર નો દિવસ હતો રશી નો પ્રોગ્રામ હતો આંશુ ને ખૂબ કામ હતું હોસ્પિટલ માં હું પણ સામે દુકાન પર આજે તો આંશુ થી સવારે વાત થઇ તે થઇ પછી વાત પણ ના થઇ કે જોવા પણ ના મળી મે વોટ્સેપ msg કાર્યો પણ સામે કોઈ જવાબ ન મળ્યો લગભગ 1:30 થય ગયા હસે હજુ જમવાનું બાકી હતું એટલે સિધો ફોન કર્યો શું કરો છો 
હું :આંશુ આજે તો msg નો કોઈ જવાબ નહિ આપતા જમી લીધું કે નહિ...
આંશુ :આજે કામ ગણનું સે તમે જમી લો ....(અમે એક બીજા સાથે જમવા બેસતા તે હોસ્પિટલ માં અને હું મારા ઘરે સાથે સાથે જમવાનું પહેલો કોળિયો ભરો તોય સાથે સાથે msg માં એક બીજા ને બતાવી ને ભરતા સાથે msg માં શું જમવાનું બનાવ્યું તેનો ફોટો પણ પાડી મૂકતા ....અને આમ સાથે સાથે પાણી પણ પિતા આવો અલગ પ્રકાર નો અમારો પ્રેમ હતો)હવે તે દિવસે આંશુ ને કામ ખૂબ એટલે તે જમવા ના બેઠી અને મને કહે તમે જમી લો....
હુ: કશો વાંધો નહિ તમે કામ કરી લો પછી સાથે સાથે જમી લેશું....
આંશુ: ના...ના...તમે જમી લો મારે મોડું થશે...અને આમે મને ભૂખ નથી...
હું :મને પણ ભૂખ નથી લાગી.....જમી તો તમારી સાથે નહીતો ચાલશે...
આંશુ : તમે વધાર પડતું કરો છો ? સારું ....તમે દુકાન બંધ કરી ઘરે જાવ હું જમવા ની તૈયારી કરું.....
ત્યાર બાદ હું દુકાન બંધ કરી જલ્દી ઘરે આવી ગયો
મારી પત્ની સૂઈ ગઈ હતી મને જોતા ઉભી થઇ,,, બોલી કેમ આટલી વાર કરી આતો 2વાગવા આવ્યા શું કરતા હતા આટલી વાર..!....
હું :જલ્દી જમવાનું આપ ..
રોજ ની જેમ જમવા બેસો એટલે msg કર્યો
હું :શુ?શુ?લાવ્યા છો જમવામાં
આંશુ: દાળ અને રોટલી..અને તમે
હું : મારે પણ આજે દાળ , ભાત અને મારા માટે રોટલી મને ભાત નથી ભાવતા..
આંશુ : કેમ ?મને તો ભાવે છે.
.હું :મને પણ ભાવતા થય ગયા i love ભાત..તમારી બધી પસંદ મને પસંદ છે..
આંશુ: બસ બસ હવે ખાઈ લો.
હુ:પહેલો કોળિયો ભરું છું તમે પણ ભરો
આંશુ: હા ...
હું: સારું ભૂલી ગયો ફોટો તો મોકલો દાળ,રોટલી નો મે મૂક્યો જુવો
આંશુ: મારે બેટરી નથી હું ચાર્જર માં મૂકું છું ફોન પછી જમી ને વાત કરીએ..... શાંતિ થી જમી લો તમે...
હું: સારું .....અને ફોન મૂકી મારે પણ બેટરી ઓછી હતી માટે મારી પત્ની ને ફોન આપ્યો ચાર્જર માં મુકવા અને જમવાનું ચાલુ કર્યું
જમતાં જમતાં વિચાર આવ્યો આંશુ છેલ્લે બોલી હતી કે શાંતિ થી જમીલો તમે એનો મતલબ આંશુ જમવવા બેઠી લાગતી નથી (હું જમવા પર કદી ઉતાવળ કે જમતાં જમતા ઊભો નથી થતો આ નિયમ મારે બચપણ થી છે) છતાં પહેલી વાર જલ્દી થી ખાય ને શીધો હાથ ધોઈ પાણી પણ ના પીધું અને દુકાન પર આવી ગયો મને વિશ્વાસ હતો કે આંશુ મારી સાથે ખોટું બોલી છે તે જમવા નહતી બેઠી....દુકાન ખોલી અને હોસ્પિટલ સામે જોવા લાગ્યો પણ આંશુ ના દેખાઈ ફોન કરવા ખિસ્સા માં હાથ નાખ્યો ફોન ના મળ્યો પાછું યાદ આવ્યું કે ફોન તો ઘરે ભૂલી ગયો હવે ઘરે ફોન લેવા જાવ તેના પહેલા વેપારી તેમજ થોડા ગ્રહાક આવી ગયા મારે તો 4 બાજુ મગજ થયું 1 આંશુ કેમ મારા થી ખોટું બોલી ,તેને જમી લીધું કે ખોટું બોલી ,કેમ દેખાતી નથી..2 મારો ફોન પણ ઘરે છે...લેવા દુકાન બંધ કરી પાછું જવું પડશે....3 ગ્રાહક ને સમાન આપતો રહ્યો અને વિચારતો રહ્યો....4 અને વેપારી પાસે પણ માલ સમાન લખાવતો.....આ બધા વચ્ચે લગભગ 20 ,25 મિનિટ મારે થઇ ગઈ હસે....એટલી વાર માં તો અમારી હસી ખુશી જીદગી વેરાન બની ગઈ...આ 20,25 મિનિટ માં તો આંશુ એ દુકાન ખુલી જોઈ ને msg કરી નાખ્યાં 
આંશુ: કેમ આટલા જલ્દી દુકાને આવી ગયા...
આંશુ :સોરી હું તમારા થી જૂઠું બોલી...
આંશુ :મે હજી ખાધું નથી....
આંશુ: તમે મારા માટે ભૂખ્યા રહો મને નથી ગમતું
આંશુ :કેમ શું થયું?કશું બોલો તો ખરા...
આંશુ :સોરી ,સોરી પણ બોલો તો કંઈ?
આંશુ :બોલો....plz બોલો
આંશુ :મારી સોગંદ......
અને આ બધા msg અને અમારા જૂના બધા msg તેમજ યાદ સે અમે એક સાથે ચાય પીધી હતી અને આંશુ ના ફોન માં જે સેલ્ફી લીધી હતી તે,અને બીજા ગણા ફોટા અને મારા અને આંશુ ના ફોટા , બાઇક પર ફરેલા ના ફોટા .....કાંકરિયા વાળા અમારા મારી પત્ની સાથે ના ક્રોપ કરેલા ફોટા...વગેરે.. આમ વાત કરું તો મારી અને આંશુ ની આખી ચેટ મારી પત્ની એ બધું જોય લીધું ...ઉપર થી 
આંશુ યે મારા msg નો કોઈ જવાબ ન ગયો એટલે ફોન પણ કરી નાખ્યો સામે થી મારી પત્ની ફોન પર અને આ બાજુ આંશુ બંને વચ્ચે શું વાત થઇ કે મને આજ સુધી ખબર નથી....આ બાજુ હું દુકાન પર ફોન કેવી રીતે લેવા જવ વિચાર તો હતો કે સામે થી મારી પત્ની ખુબ ગુસ્સા સાથે મારી દુકાન પર આવતી દેખાણી મને તરત જ શક પડિયો કે કયક તો થયું લાગે છે મારી પત્ની દુકાને પણ ના ઉભી રહી અને સીધી હોસ્પિટલ સામે જતાં જોઈ ખૂબ ગંદી ગાળ બોલી અને બોલી કે કાળશા નોકરી કરવા આવે છે કે નાગાઈ કરવા આજ તો ગઈ..... મે તરત જ મારી પત્ની ને હાથ પકડી રોકી દીધી તે ખૂબ ગુસ્સા માં હતી મારી વાત પણ સાંભળવા તૈયાર ના હતી મને ખબર છે કે કોઈ પણ પરિણીતા સ્ત્રી પોતાના પતિ સાથે બીજે કાઈ સંબંધ હોય સહન ના કરી સકે તેનો ગુસ્સો પણ જાયજ હતો શું કરું કાઈ સમજતું ના હતું એક બાજુ મારો પ્રેમ અને બીજી બાજુ મારી પત્ની .....એક બાજુ આંશુ ની પ્રોમિસ હતી કે મને કદી ચાવી નહિ કરો બીજી બાજુ આંશુ ની અમારી ઇજજત ની વાત અને કેમ કે પ્રેમ ગમે તેવો સાચ્ચો હોય પણ દુનિયા ને તો નાગાઈ જ દેખાય .....
આ પરિસ્થિતિ માંથી કેવીરીતે નીકળવું સમજાતું ના હતું મારી પત્ની મને કહે 1 કા તો પેલી કાળશા ને મને મારવા દો ...2 કા તો મને પિયર મુકવા આવો ..તમે મને અંધારા માં રાખી ...મારો વિશ્વાસ તોડિયો છે.તમારી પાસે 2 વાત છે જલ્દી નક્કી કરો ખૂબ ગુસ્સા માં બોલી અને મારા થી ઝગડો કરવા લાગી મે મારી પત્ની ને ખુબ સમજાવી plz સમજવાની કોશિશ કર મે મારી પત્ની સામે પહેલી વાર હાથ જોડિયા તું ઘરે જા દુકાન પર ઝગડો મત કર હું ઘરે આવું છું તારી 2 વાતો મને યાદ છે બસ મને ઘરે તો આવવા દે..આટલું કહી મે મારી પત્ની ને ઘરે મૂકી....
    આગળ ની વાત તમને આવતા ભાગ માં કહીશ પણ તમે આવા પ્રોબ્લેમ માં હોય તો તમે કયો નિર્ણય લો એકવાર જરૂર થી મને કહેજો....
   આ બધી ઘટના માં કોની ભૂલ હતી,...એકવાર મને કહેજો ....
રાધે............ રાધે...............
સોલંકી મનોજભાઇ
(પ્રેમ ની શોધ માં)
8401523670