મુંબઈ દર્શન (હાસ્ય કથા ) vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુંબઈ દર્શન (હાસ્ય કથા )

(નોંધ :આ રચના સંપૂર્ણ  પણે કાલ્પનિક છે,)



મુખ્ય પાત્રો : રેવડીલાલ સરપંચ, જલેબીલાલ ઉપ સરપંચ, ભીખાલાલ , ડાયાલાલ અને નાથાલાલ...



અન્ય પાત્રો...... 






દ્રશ્ય -1


અતરંગી ગામના સરપંચ રૂપિયાની થપ્પીને થાળીમાં લઇ , 500 ની નોટના ટુકડાઓને, દૂધમાં નાખી  ખાતા હોય છે ત્યાં જ ભીખો  પંચાયતનો સભ્ય દોડતો -દોડતો આવે છે અને કહે છે,  ગમના વકીલે કહ્યું સરકાર તરફથી મુંબઈના પ્રવસની ટિકિટ મળી છે પંચાયતને , જેમાં લખેલુ હતું મુંબઈ દર્શન,


રેવડીલાલ : હોંભળો... હોંભળો.... હોંભળો... સરકાર અમને પોચ લોકોને મુંબઈ બોલાયહી..... મુંબઈ દર્શન કરવા એથી અમે તમારા માટે જ મુંબઈ જઈ રહ્યા હીએ, તમોન કોક નવું શિક્ષણ આલશું  ઈ્યોથી આયા પહી....

ગામના લોકોને દરેક વખતની જેમ ઉલ્લુ બનાવી 5 મુરતીયા મુંબઈ દર્શને જવાનુ નક્કી કરે છે....


જલેબીલાલ : હા તો અમોન વિદાય આલવા આજે  રાતે 12 વાગે  રેલગાડી સુધી મેલવા આવજો.....


ગામના લોકો : હા  જરૂર આવશો.... જરૂર ( કોરસમાં )


( રાતે બાર વાગતા  ગામના લોકો આ પાંચ તત્વોને રેલગાડી સુધી મૂકી જાય છે અને આ તેજસ્વી તારલાઓ ટ્રેનમાં બેસે છે...


ટેનમાં બેસતાજ...... ટીટી આવે છે....


ટીટી : કિધર ચલે ટિકિટ હે કી નહિ , યા ફિર ભાગોગે તુમ ...?

રેવડીલાલ : અરે મુંબઈ   જોવા જવાય હે, આ વખતે નહિ ભાગીએ 

જલેબીલાલ : અલ્યા રેવડીલાલ આમને ટિકિટ બતાવો જઈ વખતની જેમ તમે પકડાઈ જશોતો ઈજ્જત જાહે 

ભીખાલાલ :  સાહેબ  ટિકિટ હે  અમારા જોડે,લો આ ટિકિટ 

ટીટી :  હા યે સહી હે, વહાં જાહી રહે હો તો મેરે લિયે જુબા કેસરીકા પેકેટ લેતે આના, યહાં ઓરીજીનલ નહિ મિલતા...

રેવડીલાલ : હા સાહેબ અમે લાવશો પાક્કું......


જલેબીલાલ : આ ડાયો અને નાથુ ચમ કોઈ બોલતો જ નહિ, 

ડાયો : અલ્યા તમે બે સરપંચ અને ઉપસરપંચે ગોમના રોડના રૂપિયાએ ગોઠે કર્યા અને અમને  સભ્યોને ફોહાલાવા મુંબઈ લઇ જો સોં....આવું મારો દોસ્તાર કેતો હતો...


નાથુ : એજ ને મને તો જેઠાલાલથી મળાવજો નઈ તો આખા ગોમને કેયો કે તમે રૂપિયા ખાઈ જ્યાં....


ભીખો : હા લ્યા મારેય  ફોન વગી કરાવવો બાઘા જોડેથી.... 




                       દ્રશ્ય :2


મુંબઈ સ્ટેશન ઉપર ગાડી ઉતરે છે અને એક સહાયક આવે છે અને પાંચ રત્નોને  પ્રવાસ બસમાં મુંબઈ દર્શન કરવા, બસમાં બેસે છે.... બસ સેન્ટ્રલ લાઈબ્રેરી આગળ રુકે છે ગાઈડ અને સર પંચ વચ્ચેનો સંવાદ 



ગાઈડ : આ લાઈબ્રેરીને ફિલ્મોમાં કોર્ટરૂમ તરીકે બતાવવામાં આવે છે..

સરપંચ : તો ઓય વોચવા હાથે  હથોડા કૂટવાનુંય હેડે એમ ને?

જલેબીલાલ : એવુ જ જેમ તમારો દોસ્તાર પેલો વકીલ વોચિ - વોચિને હથોડા નીચે કુટાઈ જાય એમ....


ગાઉડ : હવે બસ ચાલે છે આગળ ફિલ્મસીટીમાં જઈને મુંબઈ દર્શન પૂર્ણ કરશે...


નાથુ : મારે ભીડેભાઈ જોડે  વાત કરવા મળશેને? સોકરાને ટૂસન  આલવા ઘેર આવતા હોયતો હારું, ગોમમાં બીજા સોકરોનેય લાભ મળેન...



.                દ્રશ્ય -3



Cid સિરિયલનો સેટ આવતા જ. આખી બસમાં ધમાલ થાય છે, ભીખો બોલા બોલ કરે છે.


ભીખો : Acp અને દયાને મારાં ચપ્પલ ચોરને શોધવાનું કેવું હે મારે મને જવાદો...


સરપંચ : અલ્યા હાલ કોમમો હશે, મોડા જઈએ મારેય નકલી આદિવાસી તેલનો કેસ એમને જ આલવો હે...


જલેબીલાલ : ભાંગ અને અફીમ ચાટ્યા પહી શું બોલો સોં તમે બે એમને તો હું મારી બકરીનો કેસ જ આપીશ એ દૂધ જ નહિ આલતી...


ભીખો : હું આ નાથુના ઘરનો દરવાનો નવો નોખવા માટે જૂનો તોડવા માટે દયાને કઇશ....



ગાઈડ -   અભી આપકે પીછે KD પાઠક વકીલ કા સેટ હે વહા પર સબકો ન્યાય મિલતા હે 



સરપંચ -અલ્યા  ગોમના ભોપા ઉપર જ કેસ કરવો હે હજી મારાં સોકરાન દોરો બોધ્યો પણ હગાઇ ના થઇ બોલો, 


જલેબીલાલ :અલ્યા રેવડી kd પાઠકને મારો કેસ લેવાનો હે, ફોનનું બટન દબાવું એટલે ધૂમચાલે એ રિંગ વાગતી નથી એનો કેશ કરવાનો કંપની ઉપર, સનેડો વાગે હે એટલે...


ભીખો : મારેય ફોન ઉપર જ કેસ કરવો  મારેએ ધૂમ નથી ચાલતું... મેળામથી ફોન લાયો તારનો 

સરપંચ : હું હાચે જ મૂરખનો સરદાર હું, ઢોરો હો તમે બધા ડોબાઓ.....


.                    દ્રસ્ય -4


ગાડી  તારક મહેતાના સેટની બહાર ચાની ટપરી ઉપર ઉભી રહે છે...


સરપંચ : આ ગોકુલધામ સોસાયટીમાં  ચંપકલાલ સીવાય કોઈ હમજદાર નહિ...


ભીખો : એ બધું મુકો મારો ફોન વગી કરાવો સરપંચ જેઠાલાલ જોડે નકર, આખા ગોમને કેયો તમે પૈસા ખાઈ જ્યાં...


જલેબીલાલ : તમોનેય આલ્યાતો હતા  ચા હાથે ખાવા પણ તમે બારજીના રોટલા હાથે ખાઈ જ્યાં એમાં અમારી શું ભૂલ... 


(બસ  ટ્રેન સ્ટેશન આગળ ઉભી રહી, 5 તારલાઓની  રેલગાડીમાં  વાપસી થઇ... અને ટ્રેન ચાલી.... , ગામમાં આવતા જ પોલીસે ગામ વચ્ચે બધાને પકડ્યા... સરકારના પૈસા ખાવાનો આરોપ છે એ ગુનામાં,


સરપંચ : એમાં શું મોટિવાત છે કમિશનર સાહેબ તમે પણ રોજ ખાવ જ છો 


પોલિશ : આ વખત મુંબઈ જઈ આયા એ ખુશીમાં આખા ગોમને ખવડાવો....


સરપંચ : માઈક લાવો 


ભીખો : લો આ માઈક 


સરપંચ : મુંબઈ જવાની ખુશીમોં આખા ગોમને ચા હાથે 20 -20 ની નોટ  નાસ્તામાં 



આખુ ગામ ચા અને 20 ની નોટ ખાય છે અને, ન્યાય, સમાજ, કાનૂન બધું જ  ભૂખના લોભના મોહમા લુપ્ત થાય છે 







પોલીસ : ના એની ચાલે ઓય ન્યાય થાહે 
















Vansh prajapati ✍️