જિલ્લા કચેરીની સેર vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિલ્લા કચેરીની સેર

આ કહાનીમા રોજિંદા જિંદગીને એક અલગ મજાકિયા અંદાજથી લખીને વાંચકોને હસાવવાનો પ્રયત્ન છે, બધા જ પાત્રો રિયાલિટી ન હોઈ શકે અમુક બાબતો કાલ્પનિક અને ક્રિએટિવ લીબર્ટી લીધી છે, જેથી લેખ હાસ્ય બની શકે એક લેખક તરીકે મારો ઉદેશ્ય મારાં લખાણ દ્વારા મારી કલ્પનાને  વાંચક સુધી પહોડવાનો છે,

કાલની જ વાત છે  ૧૪,૧૨,૨૦૨૦ ના દિવસે અમે બધા મિત્રો શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરવા ગયેલા ફોર્મ ભર્યું તે ઓફિસની સામે જ જિલ્લા પંચાયત એટલે એક મિત્રનું આધારકાર્ડ અપડેટ કરાવવાનું હતું તેથી અમે ત્યાં ગયા ,તેને મને પણ પૂછ્યું પણ મે પણ કહ્યું કે હું પણ કરાવી દઈશ અપડેટ ,અમે ચાલ્યા જિલ્લા કચેરીમાં,


હવે અમારો એક મજકિયો મિત્ર આવી જગ્યાએ પણ મજાક કરવાનું ન ભૂલે અમે અંદર ગયા ત્યારે  પહેલા પોલીસ ચોકી આવી ત્યારે તો તે ચૂપ રહ્યો ,ત્યાર પછી જમણી બાજુ Cid  ઓફિસ આવતાં જ બોલી ઉઠ્યો ચાલ વંશ દયાને મળી આવીએ ,એકવાર તો મે વિચાર્યુ આં કોની વાત કરે છે? પછી તે બોલ્યો ભાઈ પેલો દરવાજા તોડે ને એ દયા  ચાલ મળીએ  આપણે પણ એક દરવાજો ઘરે જામ થઈ ગયો છે તો વગી કરી આપશે ,🤣🤣😂 અમે બધા ખૂબ જ હસ્યા ,


થોડા આગળ જતાં  સેશન્સ કોર્ટ આવી ત્યારે તે બોલ્યો   હમણાં જ પેલો કેડી પાઠક બહાર આવશે કેશ જોતી ને આપણે તેને મળીને જઈએ , બીજો મિત્ર પણ તેના જેવો તે બોલ્યો કેમ તારે તેને મળવું છે, પેલો બોલ્યો કે આ કોરોના સામે કેશ કરવો છે ક્યારનો બધાને હેરાન કરે છે અને બધાની સ્વતંત્રતા પણ છીનવી લીધી છે તેને ,એટલે કેડી પાઠક કોઈ કેશ નઈ હાર્યો તે ને જ હું કેશ આપીશ ,અમે બધા મિત્રો 😡😠😂😂😀


પછી આવી આધારકાર્ડ માટે ઓફિકમાં જવાની વારી અમે બધા  ગયા ત્યાં જતાં જ ખબર પડી કે હવે કાલે આવવાનું અત્યારે નહિ થાય અપડેટ , અમે ત્રણ જણા  😔 મયુષ હતા અને ઓફિસ ની બાર આવ્યા  અને પેલો ચોથો મિત્ર બોલ્યો ચાલો ફોટા પાડવા પેલો સામે બગીચો છે ને ત્યાં ,😂😂😁


હવે ફરીથી હું હસવા લાગ્યો મે કહ્યું ભાઈ ઘરેથી ભાંગ ની ગોળી તો નથી લીધી ને કે તને આવા વિચારો આવે છે આજે ,હવે બીજો બોલ્યો ,..આંખે ધતુરા તેરી બાતે નશા વાયરલ સાં ફીવર તુજપે ચડા ,મે પણ વિચાર્યું કે આસોંગ ક્યાંક સાંભળ્યું છે, ત્યાજ પેલો બોલ્યો તમારે ઘરે જવું હોય તો જાઓ હું અને વંશ આવીએ બજારમાં  ફરીને ,મે કહ્યુ ભાઈ હવે ૧ વાગવા આવ્યો છે મને વહેલા જમવાની ટેવ છે ચાલો જઈએ પાછા ,ત્યાર પછી હું અને મારો પેલો મજકીઓ મિત્ર પાછા ઘરે આવ્યા ,અને પેલા બંને બીજી ઓફિસમાં ગયા આધારકાર્ડ અપડેટ કરાવવા મે રહેવા દીધું કોણ આં કોરોના સમયમાં  ભીડ માં ઉભું રહે અને આમે મારી ફિંગર કમ્લેટે આવે છે , કોઈક દિવસ જઈશું ફરી આધાર કાર્ડ અપડેટ કરવા અને પેલા ને પણ લઈ જઈશું ,

આ આધાર કાર્ડ પુરાણ તમને જરૂર હસાવશે, આશા રાખીશ કે તમને મારું આ લખાણ ગમશે, જલ્દી જણાવજો કે મારાં આ હાસ્ય અંદાજમાં લખેલો આ લેખ તમને કેવો જણાયો 


અને હા માત્ર,આતો હતી આધાર કાર્ડ સાથે વીતેલી યાદ આધાર કાર્ડ તો તેમનું તેમ રહ્યું છે પણ પેલો તો કેડી અને દયાને મળવા ઉત્સાહિત છે કે ક્યારે ફરી જઈશું અપડેટ કરવા,

વાંચક મિત્રોનો ખુબ - ખુબ આભાર 🙏 જલ્દી મળીશું આ કહાનીના બીજા ભાગ સાથે 😇