હેલ્લો વાચક મિત્રો હું ઘણા સમય થી આ નવલકથા લખી નથી સકી તેના માટે મને માફ કરશો .. પરંતુ હવે થી ન્યૂ episode on every Friday...
આગળ ના ભાગ માં તમે વાંચ્યું કે કાંચ તૂટવા સાથે ઈન્દ્રજીત નામ ની બુમ આખા ઘર માં ગુંજી ઉઠી
એ હતા.. અધીરાજ રાઠોડ
બિઝનેસ માં એક્કો .. દોલત શોહરત..બધું જ
છતાં અંગત જીવન માં દુઃખ જ દુઃખ
ધર્મ પત્ની બંને નાના બાળક ને મૂકીને સ્વર્ગ સિધાવ્યા હતા
ત્યારે બિઝનેસ પણ ખાસો જામ્યો નહોતો
અને બંને બાળકો ના ઉછેર અને બિઝનેસ બંને સંભાળવા સરળ નહોતું
સમાજ. અને પરિવારે બીજા લગ્ન કરવા સમજાવ્યું પરંતુ શાલિની ને કરેલો અનહદ પ્રેમ તેમને તેમ કરવા રોકતો હતો
બંને બાળકો ને પણ ઉછેર્યા અને સફળ બિઝનેસમેન તરીકે ની છાપ ઊભી કરી તેમનો અવગુણ કહી સકાય તેવો ગુસ્સો ..ગુસ્સા માં વસ્તુ તોડવી નુકસાન પોહચાડવું એમની વર્ષો જૂની આદત
પત્ની ના મૃત્યુ ના 20 વર્ષ પછી પણ એની યાદ આંખો માં અશ્રુ લાવી દેતી હતી
આજે 11 ડિસેમ્બર..શાલિની નો મૃત્યુ દિવસ એ ઘટના ને આજે પૂરા 20 વર્ષ થઈ ચૂક્યા હતા
કંઈ પણ થાય સવાર ના 6 વાગતા જ એમની આંખ ઊઘડી જ જતી
આજે ઉઠ્યા અને પોતાના બેડ ના સાઇડ ટેબલ પર મુકેલો એમની વાહલી શાલિની નો ફોટો
હાથ માં લઈને હદય સરસો ચાંપી દીધો
શાલું..આમ જિંદગી ના મધદરિયા માં મને એકલો મૂકીને કેમ જતી રહી તું.. મનન તો થયું હતું કે હવે હું પણ જીવન પર પૂર્ણ વિરામ મૂકી દઉં..પણ આ તારી છેલ્લી બંને નિશાની ઇન્દ્ર અને અક્ષય તેમના ખાતર હજુ સુધી આ હદય ધબકે છે .. આટલું બોલતા તો તેમની આંખો માં અશ્રુ વેહવા માંડ્યા
ત્યાં કોઈકે દરવાજા પર નોક કર્યું
ત્યાં ભાનું કાકા હતા ઘર ના સૌથી જૂના અને વિશ્વાસપાત્ર નોકર..
શેઠ.. નાના શેઠ આજે પણ રાત્રે ખૂબ મોડા આવ્યા છે અને ખૂબ દારૂ પીધો હોય એવું લાગી રહ્યું છે
ક્યારના નશા માં કંઇક બોલી રહ્યા છે તોડફોડ કરી રહ્યા છે
આ સાંભળીને અધીરાજ ને ખૂબ જ ગુસ્સો આવ્યો
ટેબલ પર પડેલો ગ્લાસ જોર થી ફેંક્યો અને બુમ પાડી...ઇન્દ્રજીત...
અક્ષય ઊંઘ માંથી જાગી ગયો અને તરત સમજી ગયો
આજે પપ્પા ના ગુસ્સા નો પાર જ નહિ હોય . એક તરફ મમ્મી ની યાદ અને બીજી તરફ ઇન્દ્ર..પપ્પા નું દુઃખ ગુસ્સા માં ફેરવતા કંઈ જ વાર નહિ લાગી હોય
તે દોડીને તરત જ ઇન્દ્ર ના રૂમ તરફ ઉપર જાય છે
અને એને સમજવાનો નિરર્થક પ્રયત્ન કરે છે પરંતુ 4 5 વાગ્યા સુધી કરેલી પાર્ટી નો નશો ઉત્રે એમ નહોતો
ત્યાં તો અધિરાજ આવી પહોંચે છે
અક્ષય: પપ્પા શાંત થઈ જાઓ પ્લીઝ ..હજુ નાનો છે એ...
અધિરાજ : કંઈ નાનો નથી એ તું એની સાઇડ લેવાનું બંધ કર..
અને તરત જ ઇન્દ્ર ને એક તમાચો મારે છે
ઇન્દ્ર નો નશો જાણે એક વખત માં જ ઉતરી ગયો હોય .. તેમ તે એકદમ બેબાકળો બની ને જોવા લાગે છે
આટલી નાની ઉંમર માં આ બધું શું શીખ્યો છે તું
કોઈ કંઈ કહેતું નથી એટલે પોતાની મરજી ચલાવાની
આ બધું મૂકી દેજે જો આજ પછી ઘર માં આ રીતે આવ્યો કે મને ખબર પડી k તે ડ્રીંક કર્યું છે તો આ ઘર ના દરવાજા તારા માટે સદાય માટે બંધ ને એજ આખરી નિર્ણય રહેશે કોઈ તારો સાથ નહિ આપે (અક્ષય સામે જોઈને તેમને વાક્ય પૂર્ણ કર્યું અને રૂમ માંથી જતા રહ્યા )
ઇન્દ્ર ની ઉંમર નાની અને ઘર માં નાનો દીકરો એટલે લાડકો ..
અધિરાજ ના. આ વર્તન ની તેના પર શું અસર થાય છે ?
શું તે ડ્રીંક કરવાનું છોડી દેશે?
K પછી ઘર છોડવા તૈયાર થશે ?
અને આશ્કા સાથે રાઠોડ પરિવાર નું શું connection che ?
વધુ જાણવા વાંચતા રહો .. when the love begins with hate..
આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો