કહાની રજનીશની... - 5 (છેલ્લો ભાગ) Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કહાની રજનીશની... - 5 (છેલ્લો ભાગ)

પ્રકરણ ૫

 

ઓશો તેમના પ્રવચન અને વ્યાખ્યાનમાં ઘણી વખત સેક્સ રિપરેશનની વાત કરતા હતા. જેના કારણે જ તેમના અનુયાયીઓ મુક્ત સેક્સ જીવન જીવવા થયા હતા. જેની અસર આશ્રમમાં એવી થઇ કે અનુયાયીઓમા ચેપી ગુપ્ત રોગોના દર્દીની સંખ્યા વધવા લાગી હતી. કેટલાક અનુયાયીઓ તો એક જ મહિનામાં ૯૦થી વધુ વખત સેક્સ કરતા હોય તેવો પણ ઉલ્લેખ અનેક સ્થળે કરાયો છે. ર્માં આનંદશીલા કહે છે કે, આશ્રમમાં રહેતા અનુયાયીઓ માટે દિવસ દરમિયાન અનેક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં તેઓ સતત વ્યસ્ત રહેતા હતા. તેમ છતાં તેમને સેક્સ માટે સમય કેવીરીતે મળતો હશે તેનું જ મને આશ્ચર્ય છે. એક તરફ આશ્રમમાં ચીપી ગુપ્ત રોગના દર્દીઓ વધી રહ્યા હતા અને બીજી તરફ ઓશો પણ બીમારીમાં સપડાવા લાગ્યા હતા.તેમને એલર્જી, અસ્થમા અને પીઠના દુખાવાની તકલેફો વધી ગઇ હતી. એટલંુ જ નહીં તેમનો ડયાબિટીસ પણ વધવા લાગ્યો હતો. જે બાદ તેમને આશ્રમમાં પોતાના નિવાસમાંથી બહાર નિકળવાનું અને પ્રવચન કરવાનું પણ બંધ કરી દીધું હતું. ઉપરાંત તેમની આંખો પણ નબળી પડવા લાગી હતી. જેથી પુસ્તક વાંચન બાદ તેમને માથાનો અસહય દુખાવો સતત રહેતો હતો.

આનંદશીલા કહે છે કે, ઓશોને પરફ્યૂમની પણ ખુબ જ એલર્જી હતી. સેન્ટ લગાવીને આવતા અનુયાયીઓને તેમની નજીક જવા દેવામાં આવતા ન હતા. જેના કારણે અનુયાયીઓ સાથે અમારે મથાકુટ પણ થતી હતી. સવાર અને સાંજના સમયે તેમના પ્રવચન પહેલા દરેક શ્રોતાઓને સુંઘવામાં આવતા હતા કે તેમને પરફ્યૂમ લગાવ્યું છે કે નહીં. આ પ્રક્રિયાનો વિરોધ પણ થતો હતો અને સુરક્ષા વ્યવસ્થામાં જાેતરાયેલા માટે પણ આ એક અજબ પ્રક્રિયા હતી. પરંતુ ઓશોને એલર્જીથી બચાવવા માટે અમારી પાસે આના સિવાય અન્ય કોઇ રસ્તો ન હતો.

દરમિયાન ઓશોને પૂણેના આશ્રમમાં પણ કંટાળો આવવા લાગ્યો હતો. જેથી તેમને અમેરિકાના ઓરેગોન રાજ્યમાં આશ્રમ બનાવવાની યોજના અંગે તેમના સચિવો સાથે ચર્ચા કરી. જ્યાં એવુ આશ્રમ બનાવવામાં આવે જ્યાં હજારો અનુયાયીઓ એક સાથે રહી શકે. ૧૯૮૧માં ૩૧મી મેના રોજ ઓશો મુંબઇથી અમેરિકાના નવા આશ્રમ જવા રવાના થયા હતા. અમેરિકા જવા માટે ઓશો અને તેમના નજીકના સહયોગીઓ માટે પ્લેનના ફર્સ્ટ ક્લાસની તમામ સીટો બુક કરી દેવામાં આવી હતી. ઓશોની સાથે લગભગ ૨૫૦૦ જેટલા આશ્રમવાસીઓ અમેરિકા પહોંચ્યા હતા. જેમા મશહૂર અભિનેતા વિનોદ ખન્નાનો પણ સમાવેશ થતો હતો. દરમિયાન ઓશોએ તેમની માટે ૯૨ રોલ્સરોય કાર ખરીદી અને તેની સાથે જ તેમના ખરાબ સમયની શરૂઆત થઇ. તેમનું અમેરિકામાં હજારો અનુયાયી રહી શકે તેવા આશ્રમનું સ્વપ્ન રોળાવા લાગ્યું હતું.

તે સમયે અમેરિકામાં તેમની સામે ટુરિસ્ટ વિઝાના નિયમોનો ભંફગ કરવાનો આરોપ પણ લાગ્યો હતો. જેથી તેમને ૧૭ દિવસ માટે અમેરિકાની જેલમાં રહેવાની નોંબત આવી હતી. જાેકે, જેલમાંથી નિકળી તેમણે અમેરિકા છોડવાની તૈયારી બતાવી હતી. જે બાદ ઘણા દેશોમાં આશરો લેવા ઓશોએ પ્રયાસ કર્યો હતો, પરંતુ એક પછી એક દેશમાંથી તેમને જાકારો મળ્યો. અંતે તેઓને પરત ભારત આવવાની ફરજ પડી.

૧૯૯૦માં ૧૯મી જાન્યુઆરીના દિવસે ૫૮ વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. પૂણેના આશ્રમમાં તેમના નિવાસ લાઓ ત્સૂ હાઉસમાં તેમની સમાધિ બનાવવામાં આવી. તેના પર નોંધ લખવામાં આવે કે, ઓશો, જે જ જ્યારે  જન્મ્યા, જ ક્યારેય મર્યા. ઓશોએ ૧૧મી ડિસેમ્બર ૧૯૩૧થી ૧૯મી જાન્યુઆરી ૧૯૯૦ વચ્ચે પૃથ્વીની યાત્રા કરી.

ઓશો રજનીસ તેમના વિચારોથી જ દેશ અને દુનિયામાં પ્રચલીત થયા અને અંતે તેમના વિચારોથી જ દેશ અને દુનિયામાં લોકોએ તેમને વગોવ્યા હતા. જાેકે, આજે પણ એવો એક મોટો વર્ગ છે, જે ઓશો રજનીસને સાંભળે છે, જાેવે છે અને વાંચે પણ છે. આ હતી ઓશો, આચાર્ય રજનીશ કે ભગવાન શ્રી રજનીશના જીવનની કહાની...