હોસ્ટેલ - ભાગ 2 (કાચી કેરી) SIDDHARTH ROKAD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

હોસ્ટેલ - ભાગ 2 (કાચી કેરી)

કાચી કેરી

      કાચી કેરી…આહ…શું સ્વાદ હતો! કાચી કેરી છુપાયને આંબા પરથી ઉતારવામાં આવતી. તેનાથી અઘરું કામ તો એ હતું કે તેને હોસ્ટેલના રૂમ સુધી પહોંચાડવી કેવી રીતે? આટલી મહેનત કર્યા પછી તો તેનો સ્વાદ ત્રણ ગણો વધારે ખાટો લાગતો. કાચી કેરીનો ઉપયોગ અમે ચટણી મીઠા સાથે ખાવામાં ઓછો અને મેઇન પ્રોગ્રામ તો ભેળ બનાવાનો જ રહેતો. કાચી કેરીનો ઉપયોગ કરીને જયારે ભેળ બનાવવામાં આવી હોય ત્યારે વધારે ધ્યાન રાખવું પડતું કે પકડાઈ ન જાય. જો પૂછવામાં આવે કાચી કેરી ક્યાંથી લઈ આવ્યા તો જવાબ શું આપવો? અમારી હોસ્ટેલની આજુબાજુમાં એક કે બે આંબા ન હતા પણ અમારી હોસ્ટેલ જ આંબાવાડીની અંદર હતી એટલે બધી બાજુ આંબા પર લટકેલી નાની નાની કેરી જ દેખાતી. 

         જ્યારથી આંબા પર મોર દેખાવા લાગે અને નાની નાની કેરીઓ બંધાવા લાગે ત્યારથી અમે વાટ જોતા કે ક્યારે આ કેરી મોટી થાય અને અમારા હાથમાં આવે. કાચી કેરી તો બધાને પસંદ હતી. અમારી હોસ્ટેલના મોટાભાગના આંબા ઉપર કેરી જુમખાઓમા લટકતી રહેતી પણ કોઈ તેને તોડવાની હિંમત ન કરતું કારણ કે જો કોઈ કેરી તોડતા પકડાય તો તેને ખૂબ સજા થતી. સજા રૂપે તેની ધોલાઈ થતી, મેદાનના દોડીને ચક્કર લગાવા પડતા, સાંજે કથા વાર્તાના સમયમાં તેનું નામ લઈને બધા વચ્ચે તેને ઉભા કરી તેના કારનામા વિશે વાત કરવામાં આવતી જો તેમા થોડું ઓછું લાગે તો બધા વચ્ચે બે ત્રણ કાન નીચે ઝાપટ પણ લગાવામાં આવતી. કોઈ કેરી તોડે નહીં એટલા માટે સાડા ત્રણ વાગ્યાના નાસ્તામાં માર્કેટથી કાચી કેરી લઈને આપવામાં આવતી. તેમાં એ મજ્જા ન હતી કે જે છુપાયને તોળેલ કેરી ખાવા માં હતી! એ લોકો માટે કેરી તોડીને ખાવા દેવામા તો કંઈ વાંધો ન હતો. જયારે કેરી પાકી જતી ત્યારે આંબા પરથી ઉતારી તેનો રસ કાઢી વિદ્યાર્થીને બપોરે જમવામાં આપતાં. વાંધો એ વાતનો હતો કે જો કોઈ આંબા પર ચડે અને ત્યાંથી નીચે પડે! તેનો હાથ પગ ભાંગે તો? તેવું ન થાય તેની જવાબદારી તેના પર રહેતી.

કથા વાર્તા એટલે સાંજના સમયે બધા વિદ્યાર્થી ભેગા થઇ ભગવાનની આરતી-સ્તુતિ કરે અને ત્યાર બાદ કથા કહેવામાં આવે. 

        અમારી હોસ્ટેલ ની બાજુમાં જ એક આંબો અને બીજા બે આંબા મેદાન પર હતા, જોકે આ અંબાઓ પર કેરી બહુ ઓછી જોવા મળતી કારણ કે, એ આંબામાં અમારો હાથ ફરી ગયો હોય. જે સમયમાં કોઈ આસપાસ દેખાતું ન હોય ત્યારે આંબા પર પથ્થર ફેંકી, બુટ ફેંકી, લાકડી કે સળિયા પર તારનો હુક બનાવીને કેરીઓ ઉતારવામાં આવતી ક્યારેક ફેંકેલ બુટ આંબા પર જ રહી જતું ત્યારે કોઈ એક વ્યક્તિને તે બુટ ઉતારવા માટે આંબા પર ચડાવવામાં આવતો. બીજા નીચે બેસીને બે ત્રણ વ્યક્તિઓ આજુબાજુ નજર રાખી રહ્યા હોય અને એક વ્યક્તિ આંબા પર ચડીને બુટ તો ઉતારે સાથે કેરીઓ પણ તોડીને નીચે આપી રહ્યો હોય. આ આંબાઓ આવી રીતે સાફ થઈ જતા.

 મને અને મારા બે મિત્રને કાચી કેરીને ભેળમાં નાખીને ખાવામાં ખૂબ મજા પળતી. અમને જે કેરી નાસ્તામાં આપવામાં આવતી કે મેદાનના આંબાઓમાંથી એક કે બે કેરી ખેરવામાં કોઈ રસ ન હતો. એટલા માટે અમે ત્રણેય મિત્રોએ ભેગા થઈને કાચી કેરીનો મોટો હાથ મારવાનું નક્કી કરતાં. 

      અમે ત્રણ મિત્રો જે સમયમાં પ્લેઇંગ બેલ હોય તે સમયમાં સર્વે કરવા માટે નીકળી પડતા. મેદાન પર આવેલા એક બે આંબામાંથી મોટી કેરી વધું મળતી નહીં. એટલા માટે અમારા કેમ્પસના ખેતર તે મેદાનથી આગળ આવેલા હતા. ત્યાં લાઈનમાં આવેલા આંબા એક પછી એક ચેક કરતા અને પ્લાનિંગ થતું.
ક્યા આંબામાં વધુ કેરી છે?
ક્યા આંબા પર કેરી નીચે છે?
ક્યા આંબા પર ચડીએ તો બહારથી દેખાઈએ નહીં?
આંબા નીચે રહેનાર વ્યક્તિ ક્યાં સંતાય શકે?
કઈ તરફથી કોઈ જોય કે આવી શકે છે?
કેરી તોડીને ક્યાં સંતાડી શકાય?
કેરીને ભરવી શેમાં?
કેરી ને કઈ રીતે હોસ્ટેલ સુધી પહોંચાડવી?
કેરી રૂમમાં કઈ રીતે પહોંચાડવી?

મુખ્ય વસ્તુ એ નક્કી થતી
કોણે શું કામ કરવું?
આ કામ ક્યારે કરવું?
કોણ આંબા પર ચડશે?
કોણ કેરી હોસ્ટેલ સુધી પહોંચાડશે?
કોણ કેરી રૂમ સુધી પહોંચાડશે?
 
     એક વાર અમે આ રીતે નક્કી કર્યું. સૌથી પહેલા આંબાની લાઈનો અને આંબાઓના ક્રમ નક્કી કરવામાં આવ્યા. ત્યારબાદ કયા ક્યા આંબે કેરી તોળવા જવાનું છે તે નક્કી કરવામાં આવ્યું. આ કેરી તોળવાના કામ માટે સમય એવો પસંદ કરવામાં આવ્યો કે તે સમયે કેમ્પસમા કોઈ પણ મેઈન વ્યક્તિઓ હાજર ન હોય. સાળા છ વાગ્યાથી સાત વાગ્યાનો સમય પસંદ કરવામાં આવ્યો જેથી જે વ્યક્તિઓ હાજર હોય તે પણ કથા વાર્તામાં હોય.

      અમારી હોસ્ટેલમાં નિયમ હતો કે જે કોઈ વાલીને તેના સુપુત્રને નાસ્તો આપવો હોય તો, તેને રૂબરૂ મળવા દેવામાં નહી આવે. તેને નાસ્તો બહાર મેઈન ગેટ પાસે બેઠેલ ગેટકીપરને તેના સુપુત્ર નું નામ અને ધોરણ એક કાગળમાં લખી નાસ્તાના થેલા પર લગાવી ત્યાંજ આપવાનો રહેતો. તે આખા દિવસમા ભેગા થયેલા નાસ્તાનાં ઠેલાઓ સાત વાગે જ્યારે ગેટકીપરની પાળી બદલે ત્યારે ગેટથી લઈને હોસ્ટેલ ઓફિસ સુધી પહોંચાડવામાં આવતા. તેને પહોંચાડવાનું કામ ગેટકીપર દ્વારા કોઈપણ વિદ્યાર્થી દેખાય તેને સોંપવામાં આવતું. આ વ્યવસ્થાને ધ્યાનમાં લઈને મે કેરી ભરવા માટે એક વ્યવસ્થિત ચેન વાળી થેલી લેવાનું નક્કી કર્યું.
   
 એક મિત્રને આંબા પર ચડીને કેરી તોડવા માટેનું કામ સોંપ્યું. મારું પેલું કામ આંબા નીચે ઉભા રહી બધી બાજુ ધ્યાન રાખવાનું અને ઉપરથી જે કેરી પાળવામાં આવે તેને એક જગ્યા પર ભેગી કરવાની. બીજા મિત્રને જ્યારે કહેવામાં આવે ત્યારે ખાલી થેલી અમારા સુધી પહોંચાડવાનું અને ભરેલી થેલી ગેટેથી નાસ્તાની થેલીઓ સાથે લઈને હોસ્ટેલ સુધી પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું. મારે બીજું કામ હોસ્ટેલથી રૂમ સુધી થેલી પહોંચાડવાનું હતું. ત્રણેયે ભેગા થઈને છેલ્લું સૌથી મુખ્ય વચન એકબીજાને આપ્યું “જો કોઈ કારણસર એક પણ પકડાઈ જાય તો ગમે તે થાય એકબીજાનું નામ ન આપવું."

  ટન…ટન…ટન કથા વાર્તામા જવા માટે સવા છ વાગે બેલ વાગ્યો. અમે ત્રણેય તૈયારી કરી હોસ્ટેલ નીચે પહોંચી ગયા. ખાલી થેલી નવી બનતી હોસ્ટેલમા નીચેમાં માળે ખાચામા છુપાવી દીધી. અત્યારે થેલી સાથે લઈને ફરવાનો કોઈ અર્થ ન હતો. સાળા છ વાગ્યા સુધી હોસ્ટેલ ની આજુબાજુ નજર રાખી કોણ કોણ મહાન વ્યક્તિઓ હાજર છે અને તે ક્યાં ઉપસ્થિત છે તેનું ધ્યાંન કરી લીધું. વાતાવરણ તો ચોખ્ખું લાગતું હતું અને બધા રસ્તાઓ પણ સાફ હતા. હોસ્ટેલથી ધીમે ધીમે આંબાના ખેતર તરફ પ્રયાણ કર્યું. અમારી પાસે સમય ખૂબ ઓછો હતો. જો થોડું વધારે મોડું થશે, તો નાસ્તો સાત વાગ્યે બીજા દ્વારા હોસ્ટેલ ઓફિસે મોકલી દેવામાં આવશે. તેટલા સમયમાં કેરી ઉતારવાનો કાર્યક્રમ પૂરો કરવાનો હતો. તે કેરી લઈને સાત વાગ્યા સુધીમાં ગેટે પહોંચી જવાનું હતું જેથી દિવસ દરમિયાન આવેલો નાસ્તો ગેટથી હોસ્ટેલ ઓફિસ સુધી લઈ જવાનું શુભ કામ અમને મળી જાય. થેલી લઈ આવવા અને લઇ જવા વાળા વ્યક્તિને આંબાના ખેતર થી થોડે દૂર અમારી હોસ્ટેલ તરફ નજર રાખીને ત્યાંજ ઉભો રાખવામાં આવ્યો. જ્યારે અમારા દ્વારા ઈશારો કરવામાં આવે ત્યારે તે વ્યક્તિને થેલી પહોંચાડી દેવાની. જ્યારે એના દ્વારા ખતરાનો ઇશારો કરવામાં આવે ત્યારે મારે આંબા પાછળ સંતાઈ જવાનું અને આંબાની ઉપર ચડેલ વ્યક્તિને તેની હલનચલન બંધ કરી શાંતિથી બેસી જવાનું તેવું નક્કી કર્યું. અમે કોઈપણ પ્રકારના અવાજ વગર શાંતિથી અમારા નક્કી થયેલા આંબા પાસે પહોંચી ગયા. દૂર ઉભેલ મિત્ર દ્વારા ઈશારો કરવામાં આવ્યો રસ્તો સાફ છે. બીજું કોઈ આસપાસ ન હતું એટલે મારી સાથે આવેલ વ્યક્તિ ખૂબ જ સ્ફૂર્તિ સાથે એક ઝબકારા ભેર આંબા ઉપર ચડી ગયો. એક પછી એક કેરી તોળીને આપવા લાગ્યો. હું એ તાજી તૂટેલી સીર વાળી કેરીઓ આંબાના થડ પાસે પાંદડા હટાવીને ચોખ્ખી કરેલ જગ્યા પર ગોઠવવા લાગ્યો. દસ થી બાર કેરીઓ ભેગી થઈ એટલે તે કેરીઓ ત્યાં જ સુકા પાંદડા થી ઢાંકીને બીજા નક્કી કરેલ આંબે જતા રહ્યા. તે આંબા પરથી જ્યારે કેરીઓ ઉતારી રહ્યા હતા ત્યારે એક સમયે અચાનક ખતરાનો ઈશારો થયો. મેં અંબા ઉપર ચડેલ વ્યક્તિને તરત જ હલનચલન બંધ કરવા માટે કહ્યું અને હું પણ આંબાની પાછળ સંતાઈ ગયો. તે સમયે અમારી હોસ્ટેલના મેઈન વ્યવસ્થાપકે બાઈક પર ઘરેથી આવીને મેઈન ગેટથી કેમ્પસમાં એન્ટ્રી લીધી હતી. જો અમારે સંતાવામાં થોડુંક પણ મોડું થયું હોત અને તે વ્યવસ્થાપકના હાથે લાગી જાત, તો અમારા માટે એ દિવસ આ હોસ્ટેલનો છેલ્લો દિવસ હોત. ફરી અમે બહાર આવીને થોળી ગભરાહટ સાથે વધું ઝડપથી કેરી તોડવાનું શરૂ કર્યું. આ બીજા આંબા ઉપરથી ઘણો બધો માલ ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રીજા આંબા ઉપર પણ આટો મારી લીધો. ત્રીજા અંબા પર જતા સમયે થેલી મંગાવી લેવામાં આવી હતી અને તે પહોંચી ગઈ હતી. અમે ત્રીજો આંબો સાફ કર્યો ત્યાં સુધીમાં પહેલા બે આંબા પરથી કેરી ઉતારેલી તે બીજા મિત્રએ થેલીમાં ભરી લીધી પછી જે બાકીની કેરી હતી તે ભરી લેવામાં આવી.

હવે સાત વાગવામાં પાંચ મિનિટની વાર હતી. જે મિત્ર પાસે થેલી હતી તેને ગેટથી થોડે દૂર ઊભો રાખવામાં આવ્યો. અમે બે નાસ્તાની થેલા થેલીઓ લેવા માટે ગેટે પહોંચી ગયા. ત્યાં જઈને ગેટકીપરને મેં કીધું “કાકા, આજે જેટલો પણ નાસ્તો આવ્યો હોય તે હોસ્ટેલ ઓફિસે લઈ જવા માટે વ્યવસ્થાપકે અમને મોકલ્યા છે.” ત્યારે ગેટકીપર દ્વારા એવો જવાબ મળ્યો કે “આજના દિવસમાં તો કોઈનો નાસ્તો જ નથી આવ્યો.” તે સાંભળી અમારા ઘણ મરી ગયા. થોળી વાર અમે બંને એકબીજા સામું જોતા રહ્યા. 

અમારો રૂમ ત્રીજા માળે હતો. સીડીએથી ઉપર ચડતા જ પહેલા માળે હોસ્ટેલ ઓફિસ આવતી. જો આ કેરીની થેલી નાસ્તાના બહાને હોસ્ટેલ ઓફિસ સુધી પહોંચી ગઈ હોત તો ત્યાંથી રૂમ સુધી પહોંચાડવી કોઈ મુશ્કેલ વાત ન હતી. કથા વાર્તાના સમયે એક વ્યવસ્થાપક હોસ્ટેલ ઓફિસ આગળ બેઠા હોય જે કોઈને ઉપર રૂમમાં જવા ન દેતા. જ્યારે કથા વાર્તા આઠ વાગે પુરી થાય ત્યારે રૂમ પર જવા દેતા. જ્યારે કથા વાર્તા પૂરી થાય ત્યારથી લઈને બધા સૂઈ જાય ત્યાં સુધી હોસ્ટેલ ઓફિસ પાસે વ્યવસ્થાપક અને બધા વિદ્યાર્થીઓની અવરજવર રહેતી. એટલા માટે હવે કેરીને રૂમ સુધી પહોંચાડવી થોળી મશ્કેલ હતી.

  ત્યાર પછી તો થોડો સમય અંધારું થાય તેના માટે રાહ જોઈ. કેરી ભરેલી થેલીને કારખાનાના સેડ પાછળ લોખંડના ભંગાર નીચે સંતાડવામાં આવી. અમે વિચારવા લાગ્યા કે કઈ રીતે થેલીને ઉપર રૂમ સુધી પહોંચાડવી. પછી એવું નક્કી કરવામાં આવ્યું કે હાલના સમયમાં આમ તેમ રખડતા પકડાઈશું અને જો કેરી વિશે ખબર પડશે તો હાથે લાગેલો માલ જતો રહેશે. તેથી કથા વાર્તામાં પાછળ જઈને બેસી જઈએ અને ત્યાં બેસીને વિચાર કરીશું કે કેવી રીતે કેરી રૂમે પહોંચાડવી. અમે સ્કૂલના માળ પર આવેલા બાથરૂમમાં હાથ પગ ધોઈને કથા વાર્તામાં જતા હતા ત્યારે એક વ્યવસ્થાપક અમને સામે મળ્યા. તેણે અમને પૂછ્યું કે “તમે ક્યાં આટા મારી રહ્યા છો?” ત્યારે મનેતો અંદરથી ગભરામણ થવા લાગી પણ મારા એક મિત્રએ તત્કાલ જવાબ આપતા કહ્યું “ સાહેબ, અમે કારખાનાની સેવામાં ગયા હતા. સેવા પૂરી થઈ ગઈ, એટલે અમે કથા વાર્તામાં આવી ગયા.” આટલું સાંભળીને સાહેબ ખુશ થઈ ગયા કારણ કે કોઈ સામે ચાલીને કથા વાર્તામાં આવતું નહીં. મારા મિત્ર દ્વારા આપવામાં આવેલ આ બહાનું મને સચોટ લાગ્યું. કારણ કે કોઈ તે સેવા કરાવનાર વ્યક્તિને પૂછવા જાય તેમ ન હતું. ત્યાર પછી અમે કથા વાર્તામાં શાંતિથી જઈને પાછળ બેસી ગયા.

કથા વાર્તા આઠ વાગે પૂરી થઈ ત્યાં તો અમારી પાસે એક નવો પ્લાન તૈયાર હતો. અમે ત્રણેયે નિરાંતે જમી લીધું. પછી પ્લાન પ્રમાણે હું રૂમ પર ગયો. એક વ્યક્તિ કારખાના પાછળ છુપાવેલી કેરીની થેલી લેવા ગયો. બીજા વ્યક્તિને હોસ્ટેલની પાછળના ભાગમાં કે જ્યાંથી અમારા રૂમની પાછળની બાલ્કની નીચે ઉભો રાખવામાં આવ્યો. સીડી પર હોસ્ટેલ ઓફિસ આગળથી કેરી લઇ નીકળી શકાય તેમ ન હતું. એ માટે મેં રૂમે જઈને મારી પાસે જે કપડાં સુકવવા માટેની પ્લાસ્ટિકની દોરી હતી તે પાછળની બાલ્કની માંથી હોસ્ટેલના ત્રીજા માળેથી નીચે સુધી લટકાવી. આ પ્લાસ્ટિક ની દોરી નીચે સુધી પહોંચી જશે એવું અનુમાન લગાડીને તેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું પણ તે પાંચ થી છ ફૂટ ટૂંકી પડી જ્યાં સુધી દોરી નીચે ન પહોંચે ત્યાં સુધી તેની સાથે કેરી ભરેલી થેલી બાંધી શકાય તેમ ન હતી. મેં રૂમમાં બધે જોઈ લીધું પણ બીજી દોરીનું નામો નિશાન ન હતું. જે વ્યક્તિ કેરીની થેલી લેવા ગયો હતો તે પણ થેલી લઈને હોસ્ટેલ પાછળ આવી ગયો હતો. છેવટે મારા રૂમમાં બધાના બુટ દેખાણા. 

મેં બુટની વાધરી કાઢીને દોરી સાથે ગાંઠો મારીને બાંધી. દોરી નીચે પહોંચાડવામાં ચાર જોડી બુટ ની વાધરી જોઈ હતી. અંતે દોરીના નીચેના છેડે આ કેરી ભરેલી થેલી બાંધવામાં આવી. જ્યાં સુધી કેરી ઉપર ન પહોંચે ત્યાં સુધી નીચે બંને વ્યક્તિને રોકી રાખ્યા. દોરી પર કેરીના ભારને લીધે એવું લાગી રહ્યું હતું કે વાઘરી ભારના કારણે તૂટી જશે. પણ કોઈ પ્રકારનો વાંધો ન આવ્યો. વાઘરી બાંધેલ દોરી બે હલેશે ઉપર ખેંચી લીધી. પછીતો હાથમાં પ્લાસ્ટિકની દોરી આવી ગઈ. થોડી જ ક્ષણોમાં કેરી ભરેલ થેલી રૂમ સુધી પહોંચી ગઈ. મારા મિત્રો પણ તરત જ રૂમ પર આવી ગયા. કાચી કેરી ને નાસ્તો ભરવા વપરાતી સ્ટીલની પેટીમાં ભરી લીધી. અમે ખુશ હતા અમારું મિશન સક્સેસ ફુલ રહ્યું. જે ચાર જોડી બુટ ની વાધરી વાપરવામાં આવી હતી તે બુટ બંને આ મારા મિત્રોના જ કાળા અને સફેદ સ્કૂલ બુટ હતા. તે બુટની વાઘરીમા મારેલ ગાંઠો કેરીના ભારને લીધે ખૂબ ટાઈટ થઈ ગઈ હતી. આવી ટાઇટ ગાંઠો છોડવામાં તેણે બંનેએ અડધો કલાક મહેનત કરી તેણે બંનેએ મને ખૂબ ગાળો દીધી અને હું તે બંને ને મથતા જોઈને ખુબ હસ્યો.