વિષ રમત - 31 Mrugesh desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ રમત - 31

અતુલ કુલકર્ણી ઘરની ચાવી લઈને પોલીસ સ્ટેશન ના પાર્કિંગ માંથી બહાર નીકળ્યો બરાબર એજ વખતે અનિકેત વિશાખા ના બાંગ્લા માંથી પોતાનું બાઈક લઈને બહાર નીકળ્યો ..અત્યારે એને મલાડ માં ગુડ્ડુ શાસ્ત્રી ના ઘરની આસપાસ રેકી કરવી હતી એને વિશાખા ને પ્રોમિસ કરી હતી કે એ બે કલાક માં પાછો આવે પછી ડિનર સાથે કરીશું ..વિશાખા ત્યાં સુધી ફ્રેશ થઇ ને તૈયાર રહેશે .. અનિકેત ને જુહુ થી મલાડ પહોંચતા લગભગ એકાદ કલાક નો સમય લાગ્યો ..એને ગુગલ મેપ ની મદદ થી માનુષ એપાર્ટમેન્ટ શોધતા વાર ના લાગી ..મનીષ એપાર્ટમેન્ટ રહેણાંક વિસ્તાર માં હતો તેની બરાબર ડાબી બાજુએ એક રસ્તો અંદર ની બાજુ જતો હતો મનીષ એપાર્ટમેન્ટ ના ચોગાન માં સિગારેક ઘરડા લોકો બેઠા બેઠા વાતો કરતા હતા .. અનિકેતે રસ્તા ની બીજી બાજુ જોયું તો ત્રણ ચાર દુકાનો હતી એમાં એક જ દુકાન જે પાન પાર્લર હતું એ ચાલુ હતું બાકીની ત્રણ દુકાનો બંધ હતી ..અનિકેતે પાન પરલોર પર જઈને ઉભા રહેવાનું નક્કી કર્યું ..તેને પોતાનું બાઈક પરલોર આગળ લીધું બાઈક પાર્ક કરીને એ પાર્લર પર આવ્યો અને બેન્સન હેજિંસ સિગારેટ નું પેકેટ લીધું અને સાઈડ પાર ઉભા રહી ને સિગારેટ સળગાવી અને મનીષ એપાર્ટમેન્ટ નું નિરીક્ષણ કરવા લાગ્યો ..મનીષ એપાર્ટમેન્ટ માં ૭ માળ હતા . દરેક માળ પર એક ફ્લેટ હતો ..અનિકેત જ્યાં ઉભો હતો ત્યાંથી પહેલા માળે બે ફ્લેટ ની વિન્ડો દેખાતી હતી ..અને બંને વિન્ડો માં લઈટ બંધ હતી ..અનિકેતે ધરી લીધું કે બીજા બે ફ્લેટ ની વિન્ડો પેલી બાજુ ગાર્ડન સાઈડ પર પડતી હશે ..મનીષ એપાર્ટમેન્ટ ની બીજી તરફ પણ એક રસ્તો જતો હતો ..અનિકેતે વિચાર્યું કે અહીં થી નીકળતી વખતે એ પેલી બાજુના રસ્તા પરથી પેલી બાજુના બંને ફ્લેટ નું નિરીક્ષણ કરશે .. ગુડ્ડુ નો ફ્લેટ પહેલા માળ પર હતો એનો મતલબ એમ જ થાય કે આ ચાર ફ્લેટ માંથી કોઈ પણ એક ફ્લેટ ગુડ્ડુ નો હશે ..એ ફ્લેટ આ બાજુના બંને ફ્લેટ માંથી હોઈ શકે કે પેલી બાજુ ના બંને ફ્લેટ માંથી પણ હોઈ શકે ... અનિકેતે આજુબાજુ નજર ફેરવી ક્યાંયથી કોઈ કળ્યું મળે એવું ન હતું ..એટલે એને અત્યારે ત્યાંથી નીકળી જવાનું વિચાર્યું અને મનોમન નક્કી કર્યું કે એ કાલે પછી આવશે ..કોણ જાણે કેમ એનું અંતર મન એવું કહેતી હતું કે ગુડ્ડુ ના ફ્લેટ માં જ કોઈ રહસ્ય છુપાયેલું છે .. અને ત્યાં ટોક્સિસ કરવી જ જોઈએ ..એ પાર્લર વાળને પૈસા આપવા ગયો પાર્લર વાળને ૩૦૦ રૂપિયા માંગ્યા અને એને ૫૦૦ ની નોટ કાઢી ત્યાં જ પાછળ અતુલ કુલકર્ણી સ્કૂટર લઈને આવ્યો અને પાર્લર પર અનિકેત ની બાજુમાં આવી ને ઉભો રહ્યો .. પાર્લર વાળા ની નજર અતુલ પર પડી. " ક્યાં સબ બહોત દિન કે બાદ આયે " પાર્લર વાળા એ કહ્યું " હા અભી વર્ક ફ્રોમ હોમ ચાલ રહા હૈ ઇસીલિયે બહાર જરા કમ નીકળતા હું ..ચા મેરા પાન બના મૂળ આ જાયે ". અતુલ બોલ્યો આ દરમ્યાન અતુલે અનિકેત પાસેથી ૫૦૦ ની નોટ લઇ ૨૦૦ ની નોટ અનિકેત ને પછી આપી અનિકેતે ૨૦૦ ની નોટ લીધી અને પાર્લર વાળો પાન બનાવ માં વ્યસ્ત થઇ ગયો ..જેવો અનિકેત ૨૦૦ ની નોટ લઈને બાઈક પાસે આવ્યો ..એ ઓ જ ચોંક્યો ..કારણ કે એને પાન વાળા નો અવાજ સાંભળ્યો .. " ક્યાં કુલકર્ણી સાબ આપકા વો ભાડુઆત કે મર્ડર હોગયા થા ઉસકા કુછ હુવા કી નહિ ". પાન વાળો આટલું બોલ્યો અને અનિકેત ના કાન સરવા થયા આગળ ની વાતચીત સાંભળવા અનિકેતે બીજી સિગારેટ સળગાવી ..તેનું હૃદય જોરથી ધબકતું હતું ..આખરે એ ફેશન ફોટોગ્રાફર હતો ..અને અત્યારે એને વિશાખા ના પ્રેમ ની ખાતર એક જાસૂસ નો રોલ નિભાવવો પડતો હતો .. અનિકેત નું ધ્યાન પેલા બંને ની વાતચીત માં જ હતું .. " નહીં ભાઈ ..પુલીસ કી તપાસ અભી ચાલુ હૈ ..મેં અભી અભી પુલીસ સ્ટેશન હોકે હી આયા હું ..ઔર ઘરકી છબી બી લેકર આયા હું ". અતુલ કુલકર્ણી આટલું બોલ્યો ત્યાં ગલ્લા વાળા એ અતુલ ને પણ આપ્યું અતુલે પણ મોમાં મૂક્યું .. " વેસે ગુડ્ડુ બહોત અચ્છા આદમી થા સાબ ..હરરોજ યહ સિગારેટ પીને આતા થા " ગલ્લા વાળાએ કહ્યું ..અનિકેત ને બંને નો અવાજ ક્લિયર સાંભળતી હતો .. " હા અબ ગુડ્ડુ જેસા કિરાયેદાર મિલન મુશ્કિલ હૈ ..તું ભી દેખના કોઈ કિરાયેદાર આયે તો ..અભી મેરા નુકશાન હો રહા હૈ ..જીતની જલ્દી હો શકે ઉંટની જલ્દી ઘર ભાડે પર દેના હૈ ..' અતુલે પણ થુક્તાં કહ્યું " આપકો કેસ ભાડવાત ચાહિયે વો બોલો સબ કોઈ હોગા તો આપકો ફોન કરૂંગા ..". " દેખો ફેમિલી છોટા હોના ચાહિયે ..અગર એક કપલ હો તો ઉસકો ફર્સ્ટ પ્રીયોરીટી ...ઔર ગુડ્ડુ તો ઘરકા લાડકા થા .પર અબ કોઈ બેચલર કો ઘર નહિ દેના હૈ ". અતુલે કીધું અને થુંક ગળા માં ઉતાર્યું " સમજ ગયા સબ કોઈ અચ્છા કપલ હોગા તો બોલૂંગા " " ઓકે ચાલ માઇ ચાલતા હું ". કહીને અતુલ પોતાનું સ્કૂટર લઈને ગયો. . અતુલ તો ગયો પણ અનિકેત ના મનમાં એક ખુશી ની લહેરકી અને એક ગજબ નો આઈડ્યા આપતો ગયો ..અનિકેતે છેલ્લો કશ લઈને સિગારેટ ફેંકી અને બાઈક ચાલુ કર્યું ..

*******

 રાતના  લગભગ ૧૧ વાગવા આવ્યા હતા ..અનિકેત ગુડ્ડુ ના ઘર ની સામે વાળા પણ પાર્લર પરથી નીકળ્યો હતો .. અને જુહુ વિશાખા ના બંગલે જવાનો હતો ..ત્યાં થી નીકળતા એને વિશાખા ને ફોન કરી દીધો હતો ..એ બહુ ખુશ હતો ..ગુડ્ડુ ના ઘરમાં જવાનો એને એક અદભુત પ્લાન મળી ગયો હતો ..અને એની  છઠ્ઠી ઈન્દ્રીઓ કહેતી હતી કે આ વખતે ગુડ્ડુ ના ઘર માં થી એને કૈક એવું મળશે જે આ આખી  જળ નો ભેદ ઉકેલી દેશે ...    અનિકેત ને ખબર નહતી કે અનિકેત કયા નક્ષત્ર  માં આવો વિચાર કરતો હતો ..પણ એ વિચાર એકદમ સાચી હતો ..! !!!    વાચક મિત્રો આ આખીયે ગુથ્થી નો હલ  ગુડ્ડુ ના ઘર માં છુપાયેલો હતો જેની જાણ ગુડ્ડુ સિવાય બીજા કોઈ ને ય ન હતી ....!!!!    એક એવો ભેદ કે જેનાથી નવલ કથા ના દરેકે દરેક પાત્રો ના જીવન માં ભૂકંપ આવી જવાનો હતો ...  આના માટે રેગ્યુલર વિષ રમત  વાંચતા રહો ...    અને વાંચતા વાંચતા ..વિચારતા રહો કે આ વિષ ભરેલી રમત નો કરતા ધરતા કોણ છે ..અને એને શા માટે આ રમત ચાલુ કરી છે ..અને આ વિષ રમત નો અંત ક્યારે આવશે ??  વાચક મિત્રો , વિષ - રમત એક ભયંકર નોવેલ છે ..જેમાં પાને પાને રહ્શ્ય ઘુંટાતું જાય છે ..હું તમને ચેલેન્જ આપું છું કે જેટલી મજા ત મને વિષ રમત વાંચવા માં આવતી હશે એટલી મજા  કોઈ વેબ સિરીઝ જોવા માં પણ નહિ આવતી હોય.    તો સ્ટાર અને અભિપ્રાય આપવાનું ભૂલતા નહિ એક તમારી પ્રેમ અને મારી શક્તિ છે.   - મૃગેશ દેસાઈ   #9904289819