પ્રેમ કે દોસ્તી? - ભાગ 24 PRATIK PATHAK દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે દોસ્તી? - ભાગ 24

પ્રિયા નિધિને પ્રતિક જોડે મળાવે છે,પ્રતિક તો એક નઝર નિધિ ને જોઈ રહ્યો.નિધિ અને પ્રિયા એકબીજા જોડે ઇશારાથી વાત કરે છે.પ્રતિકનું ધ્યાન ભલે નિધિ પર હતું પણ તેનું મન દેવલ શું કરવાનો છે ત્યાંજ લાગેલું હતું.ચાલો કમ ઓન ગાયસ ફરીથી પોતપોતાની પ્રેક્ટીસ પર લાગી જાઓ કેતકી એ જોરથી કહું અને મ્યુઝીક સ્ટાર્ટ કર્યું બધાએ પોત પોતાની જોડી બનાવી લીધી હતી .ફક્ત પ્રતિક અને નિધિ બધાની પ્રેક્ટીસ નિહાળી રહ્યા હતા.પ્રિયા એ ઈશારાથી નિધિને પણ ડાન્સ જોઈન કરવા કહ્યું.પણ જોડી વગર એ ડાન્સ શક્ય નહતો.પ્રતિક તરફ ઈશારો કરી તેની સાથે ડાન્સ કરવાનું કહ્યું.

“કેવું મસ્ત સોંગ છે નહિ?ડાન્સ પણ બધા મસ્ત કરે છે.મને પણ આ ડાન્સ કરવાનું મન થાય છે.”નિધિએ પ્રતિક પાસે આવીને કહ્યું.

તો કરી લો ને એમાં શું બધા વચ્ચે ઉભા રહી જવાનું.પ્રતિકે ખાસ રિસ્પોન્સ ના આપ્યો

તમને મન નથી થતું આ ડાન્સ કરવાનું નિધિએ પૂછ્યું અને પ્રતિકે કહ્યું કે ના મને પગ દુ:ખે છે.

કેટલો રુડ માણસ છે આ,જવાબ પણ સરખો નથી આપતો,નિધિએ તેની જાતને કહ્યું અને ત્યાંથી જતી રહી.

હકીકતમાં પ્રતિક જાણતો હતો કે પ્રિયા તેને અને નિધિને નજીક લાવવાના આ પ્રયાસ કરતી હતી. પણ પ્રતિક અત્યારે ફક્ત તેમના લગ્ન પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો.

બસ બસ હવે બહુ પ્રેક્ટીસ થઇ ગઈ.ચાલો પ્રહલાદનગર ખાણી-પીણી બજાર જીઈએ.રવિએ કહ્યું.

અરે ના પ્લીઝ આજે ક્યાંય નહિ પ્રિયાના કોઈ ક્ઝીને કહ્યું.અરે આપણે નાસ્તો અહીજ ઓર્ડેર કરીને મંગાવી લઈએ તો પાછુ આટલા બધા લોકોને ત્યાં જવા માટે પૂરતા વાહન પણ નથી ,ઓટો કે કેબ કરવી પડશે એના ભાવમાં તો નાસ્તો અહીજ આવી જશે.પ્રિયાએ સુજાવ આપ્યો.

વાહ!કેટલી હોશીયાર છે મારી પ્રિયા કહીને રવિએ તેના કપાળ પર ચુંબન કરી લીધું.

બધાએ પોત પોતાનો ઓર્ડેર રવિને લખાવ્યો,પ્રતિકના ઓર્ડેર જેવોજ પ્રિયાએ નિધિનો ઓર્ડેર કરાવ્યો.

બધા અલગ અલગ વાતમાં મશગુલ હતા ત્યારે પ્રતિક હોલ ની બાલ્કનીમાં જઈને થોડી વાર ઉભો રહી સિગરેટ સળગાવા લાગ્યો.એક બે જોરદર કશ લગાવી આંખ બંધ કરીને ઉપર હવામાં એ ધુમાડો કાઢ્યો.તેને દાઢી ફરીથી વધારી રાખી હતી.

“તો સાહેબે હજી સિગરેટ છોડી નથી એમને,?”પાછળથી પ્રિયા આવીને બોલી અને તેની પાછળ નિધિ ઉભેલી હતી.

“સિગરેટ ને ?મારી જિંદગીજ સિગરેટ જેવી થઇ ગઈ છે.તમે બંને અહી કેમ?

પ્લીઝ પ્રતિક તું તારી લાઈફ આમ ખરાબ ના કર.પહેલા તું કેટલો ખુશ હતો એવી રીતે રહે ને,આપણે બે દિવસ ખરીદી કરી એમાં પણ તું કેટલો ખુશ હતો એનો મતલબ શું ખબર છે?તારે કોઈના સાથની જરૂર છે બસ.પ્રિયાએ કહ્યું.

“પ્લીઝ પ્રિયા તું મને આ બધું ના કહે,I will manage myself and my life.”બોલીને પ્રતિકે સિગરેટનો કશ ભર્યો.

હું સમજુ છું અને જાણું પણ છું પણ મારી ખાતરી તો કર.પ્રિયાએ કહ્યું.

તું પ્લીઝ આમ અજાણ્યા લોકો સામે મને આ રીતે કંઈ વાત ના કર પ્રતિકે નિધિ સામે જોઇને કહ્યું.

નિધિ અજાણી વ્યક્તિ નથી,એ મારી કઝીન છે અને બેસ્ટ ફ્રેન્ડ પણ છે એ તારા અને મારા વિષે બધું જાણે છે.પ્રિયા એ નિધિ સામે જોયું.

“વાહ,પ્રિયા વાહ હવે હું સમજી ગયો. એટલે તું એને મને સ્પેશિયલ મળાવા આવી,તમે બંને ઈશારા થી વાતો કરી અને તે મારી પાસે ડાન્સની આડી અવળી વાતો કરવા આવી.પણ હું એટલો તો સાવ ગયેલો તો નથી કે તું ના મળી તો તારી બેન પર લાઈન મારું.પ્રતિકે પ્રિયાને ખીજાતા કહ્યું.

પ્રતિકના આ વાક્યએ નિધિના હૃદયમાં તેનું સ્થાન પાક્કું કરી નાખ્યું હતું.ભૂતકાળ બધાના હોય પણ પ્રતિકે જે પ્રમાણિકતાથી જવાબ આપ્યો એ નિધિને ખુબ ગમી ગયો હતો.

ડાન્સની જોડી તો હું આની સાથે જ બનાવીશ,નિધિ મન માં બોલી.પ્રતિકના ખીજવાથી પ્રિયા થોડી વાર તો કંઈ બોલી નહિ.

“એક મિનીટ,હું તમારા બંને ની હકીકત જાણું છું.અને પ્રિયાએ મને તારી સાથે મળાવી અને ડાન્સનું કહ્યું એટલે એનો મતલબ એમ નથી કે પ્રિયા આપણને બંને ને એકબીજા પર થોપે છે એ બિચારી તો મને ફક્ત સારો ડાન્સ પાર્ટનર શોધી આપે છે.તમે તો ઘણાં બધા આગળ વધી ગયા મી.પ્રતિક.નિધિ એ પ્રતિકને પ્રિયાના બચાવમાં કહ્યું.

ચાલ પ્રિયા હું કોઈ બીજું ડાન્સ પાર્ટનર શોધી લઈશ,અને જો કોઈ ના મળે તો એકલી નાચી લઈશ

પ્રતિક નિધિની સામે જોઈ રહ્યો અને તેનો ઈગો હર્ટ થયો હોય એવો ચહેરો બનાવી સિગરેટને પાળી પર બુજાવી.

આને હવેના નચાવી તો મારું નામ પ્રતિક નહિ.

ચાલો ફ્રેન્ડ્સ નાસ્તો આવી ગયો

***** ****

વાહ!આજે પ્રેક્ટીસની મજા આવી નહિ?પ્રતિક પણ ના ના કરતો ડાન્સમાં જોડાઈ ગયો.રવિએ પ્રિયાને કહ્યું.

હા બંને સાથે સારા લાગતા હતા,પ્રિયાએ કહ્યું.

તું એજ વિચારે છે જે હું વિચારું છું.?રવિએ પ્રિયાને પૂછ્યું અને પ્રિયાએ ખુબજ મોટી સ્માઈલ સાથે હા માથું હલાવ્યું.

તો તો મજા પડી જાય,બિચારા પ્રતિકની લાઈફ સેટ થઇ જાય.ખાલી ખોટો કોઈની પાછળ ક્યાં સુધી જીંદગી બગાડશે?એ છોકરી તો ક્યાંય જલસા કરતી હશે.પણ...રવિ બોલતા બોલતા અટકયો.

પણ શું??

બંને નો ક્યાં મેળ છે કંઈ?અને બંને હા પાડશે?રવિએ પૂછ્યું.

એ બધું સમય અને એમના પર છોડી દેવાનું .ચલને આપડે જોઈ આવીએ કે સામેના ફ્લેટ પર બધા સુઈ ગયા કે શું અને એમને કંઈ જરૂરતો નથીને?

પ્રિયા અને રવિ સામેના ફ્લેટ પર જઈ જોવે છે તો બધા સુઈ ગયા હોય છે,હજી મમ્મી પપ્પા અને બીજા બધા આવશે તો લોકોને ક્યાં રાખશું એ?આ ફ્લેટ તો આખો પેક થઇ ગયો છે.પ્રિયા એ ચિંતામાં કહ્યું.

એ લોકો તો હજી આવતા અઠવાડિયે આવશેને?હજી ઉપરનો ફ્લેટ ખાલી છે.થઇ જશે બધાની ગોઠવણ.રવીએ એ ફલેટનો દરવાજો બંધ કરતા કહ્યું.

ત્યારે હું પણ તેમની સાથે ત્યાં રહીશ.પ્રિયાએ એ કહ્યું.અરે તારે જ્યાં રહેવું હોય ત્યાં રહેજેને

મને તો હજી પણ ચિંતા થાય છે,કોઈ અડચણ નહિ આવને?પ્રિયાએ રવિને પૂછતા તેનો હાથ પકડી લીધો.

અરે તું કેમ ચિંતા કરે છે,હું છું ને તારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી.બાકી બધું પ્રતિક પર છોડી દેવાનું.

પ્રતિકના રૂમનો દરવાજો અને લાઈટ ચાલુ જોઈ બંને તેને રૂમમાં જાય છે,તે તેના લેપટોપમાં કંઇક કામ કરતો હતો રવિ અને પ્રિયાને જોઈ તેને તરતજ લેપ ટોપ બંધ કરી દીધુ જાણે કંઈક છુપાવતો હોય.

શું ભાઈ ઉંઘ નથી આવતી?કેમ હજી જાગેશ ?ક્યારેક આ બધું લખેશ એ વાંચવ તો ખરી?

અરે એવું કંઈ ખાસ નથી લખતો.બસ સુવાની તૈયારી જ કરતો હતો.કાલે વિચારું છું કે પેલા ફાર્મ હાઉસ પર જઈ આવું અને ભ્રુગુંને પણ સાથે લઇ જાઉં જેથી એને શું શું લાવવું એ ખબર પડે.

ચાલોને આપડે બધા જઈએ મજા આવશે નહિ?એ બાને લોકેશન પણ જોવાઈ જશે?રવિએ પ્રતિકને કહ્યું.

અરે ના ના બધાએ ના જવાય લોકેશન તો લગ્નના આગલા દિવશે જ બધાને બતાવાનું છે નહીતો મજા સ્પોઈલ થઇ જશે.પ્રતિકે જવાબ આપ્યો અને પ્રિયાને ગમ્યું નહિ એટલે એ ત્યાંથી જતી રહી.જેના લગ્ન થાય એ વ્યક્તિનો એટલોતો હક ખરોને કે એ તેના લગ્નનું સ્થળ અગાઉ થી જોઈ શકે પણ અહી તો નક્કી બધું ત્રીજા વ્યક્તિએ જ કરેલું.

સારું ભાઈ તું જઈ આવજે પણ જોજે બધું ખુબજ સરસ આયોજન થવું જોઈએ.અને ત્યાં બધાને રહેવાની વ્યવસ્થાતો થઇ જશે ને ?આપણે એક રાત તો ત્યાં જ રહેશુને? કેટલું દુર થાય છે?રવિએ પૂછ્યું.

ત્રીસ જ કિલોમીટર દુર છે અને હા બધીજ વ્યવસ્થા ત્યાં છે,માંનીલેને કે તે એક રિસોર્ટ જ છે.મારા પર વિશ્વાસ રાખ બધાને ખુબ મજા આવશે.

તો ચિંતા નહિ .અને કાવ્યા કંઇ આડું અવળું નહિ કરે ને?રવિએ ગંભીર થઈને પૂછ્યું.

તું કંઈ પણ ચિંતા ના કર તું આરામથી સુઈ જા હવે.ગૂડ નાઈટ.પ્રતિકે કહ્યું અને રૂમની લાઈટ બંધ કરી.

આતો કેવું વળી,બ્રાઈડ અને ગ્રૂમને પણ એમના લગ્નનું સ્થળ જોવાનું નહિ?આવું તો ક્યાંય હોય?,બધા નિયમ કંઈ એના જ થોડી હોય?રવિના રૂમમાં આવાની સાથે જ પ્રિયા બોલવા લાગી.

એને બધાની ના પાડી હતી આપણે ક્યાં આપણું પૂછ્યું હતું કે અમે બંને આવી.એને નાપાડી એટલે તું તરત મોઢું ચડાવીને આવી ગઈ.એને થોડી ખબર હોય બકા કે તને નથી ગમ્યું એ થોડી તને જાણતો હોય.

એ મને તમારા કરતા વધારે ...કહીને પ્રિયા બોલતા બોલતા અટકી

તો પછી એ તને મારા કરતા વધારે ક્યાંથી જાણતો હોય.બે વાગ્યા છે ચાલ સુઈ જઈ.કાલ થી કંકોત્રી વહેંચવા જવું પડશેને?

બીજા દીવસે સવારે રવિ અને પ્રતિક પોત પોતાના કામે જવા નીકળી ગયા.પ્રિયા પણ તૈયાર થઇ નિધિ સાથે થોડી બાકીની ખરીદી કરવા ગઈ.

તે રવિને ક્યારેય કહેવાની કોશિશ કરી છે તારા પાસ્ટ વિષે,નિધિએ પૂછ્યું .

હા યાર ઘણી વાર કોશિશ કરી પણ એ કહે છે કે ભૂતકાળને ભૂલી જવો સારો.પણ લગ્નના દિવસો નજીક આવતા જાય છે એમ એમ મારી ચિંતા વધતી જાય છે,કે રવિને ખબર પડી જશે તો અમારા સબંધોનું શું થશે?અમારા તો ઠીક પ્રતિક અને રવિ વચ્ચેના સબંધો બગડશે તો?

તે કહેવાની કોશિશ કરી છે ને?પ્રીયાએ હકારમાં માથું હલાવ્યું. તો બસ શું ચિંતા છે.અને પ્રતિકે રવિને ક્યારેય કહેવાની કોશિશ કરી?નિધિએ પૂછ્યું.

એ તો નાજ પાડે છે એ મને શોધવા અહી આવ્યો હતો ત્યારે એને અમને બંને ને સાથે જોયા ત્યારથી કહે છે કે તું રવિ સાથે વધારે ખુશ છું.અમારા બંનેના લગ્ન ની તમામ જવાબદારી પણ તેને પોતાના માથે ઉપાડી છે અને રવિની X-Girl Friend લગ્નમાં ખોટી રીતે હેરાનના કરે એટલા માટે તેની સાથે ખોટું અફેર પણ કર્યું છે.પણ એ બધું છોડને પ્રતિક તને કેવો લાગ્યો?તને ગમ્યો?પ્રિયા બોલી.

અત્યારે તું એ વાત જ રહેવા દે.મારી જોડે એને કેટલી રૂડ રીતે વાત કરી ?અને મહારાજ કોઈ વી.આઈ.પી હોય એમ આપણે આપણી સાથે ડાન્સ કરવા બોલવાના?.એવું તો કંઈ હોતું હશે?નિધિએ કહ્યું.

અરે એ દિલ નો ખુબજ સારો માણસ છે,અમારામાં તો એને ઘણી જાણતા અજાણતા ભૂલો કરી એનો પસ્તાવો આજ સુધી તેને થાય છે.અને તેનો પ્રાયશ્ચિત પણ કરે છે.પ્રિયાએ કહ્યું.

અરે એ બધું છોડ હવે ઘરે જઈએ પેલી કેતકી આવીને બેઠી હશે.બાય ધ વે મહારાજા ક્યાં છે? આજ સવારના ઘરે દેખાણા નથી.

એ લગ્નનું વેન્યુ જોવા ગયો છે.

અરે યાર મારે પણ વેન્યુ જોવું હતું..નિધિએ એ નિશાસો નાખ્યો અને પ્રિયાએ રાતે થયેલી બધી વાત કરી.

પણ હજી તું એક વાર છેલ્લી વાર રવિને વાત કહેવાની કોશિશ કરજે પણ થોડી અલગ રીતે રજૂઆત કરજે જોવી એને તારા પર વિશ્વાસ તો છે ને.?નિધિએ કહ્યું.

શું યાર વિશ્વાસ?

અરે હું એમ નથી કહેતી કે એ તારા પર વિશ્વાસ નહિ કરતો હોય પણ એક છેલ્લી વાર વાત કહેવાની કોશિશ કરજે.નિધિએ કહ્યું.

હા આજે બપોરે કહીશ.

પ્રિયા અને નિધિ ઘરે પહોચતા જ સાથે પ્રેકટીશમાં લાગી ગયા.રવિ પણ કંકોત્રી વહેંચીને આવી ગયો હતો.બપોરે જયારે બધા આરામ કરતા હતા ત્યારે પ્રિયાએ રવિને કહ્યું, “કાવ્યા લગ્નમાં કંઈ પ્રોબ્લેમ કરે તો એના માટે પ્રતિકે બધી ગોઠવણ કરી છે,પણ જો એ સમયે મારો ભૂતકાળ સામે આવીને પ્રોબ્લેમ કરશે તો શું કરશું?”

હા હા હા એવું એમ તું એને આમંત્રણ આપવાની છું ?રવિએ વાત હંસવામાં કાઢી.

રવિ હું સીરીયસ છું,તમને હજી કહું છું કે તમારે હજી મારા ભૂતકાળ વિષે જાણવું હોય તો જાણીલો હજી પણ સમય છે.

મેં તને ત્યારે પણ કહ્યું હતું કે ભૂતકાળને ભૂલવો જ સારો.અને એ વ્યક્તિએ ખરેખર તને સાચો પ્રેમ કર્યો હોતને તો તને અત્યાર સુધી શોધીને મનાવી પોતાની સાથે લઇ ગયો હોત.અને લગ્નની ચિંતા તું ના કર મારે પ્રતિક જોડે આ વાતની ચર્ચા થયેલી જ છે એ સંભાળી લેશે.

રવિની આ વાત પર પ્રિયાને હસવું આવ્યું.પણ તેને વાત બદલી નાખી.

આ તરફ પ્રતિક ફાર્મ હાઉસ પર પહોંચીને એક એક વસ્તુ બારીકાઇ જોતો હતો.એને મધ્યમાં બનેલા ગાર્ડનમાં લગ્નની ચોળી મંડપ ગોઠવવાનું નક્કી કર્યું. આંસુ તેની આંખો માંથી પડી રહ્યા હતા.પોતાના લગ્ન જેની સાથે વિચાર્યા હતા એ સપનું તૂટવામાં એક ડગલું આગળ વધી રહ્યું હતું.

“મારી વાર્તાનો હું એવો એક એકલોજ સાક્ષી છું,ફક્ત હું જ જાણું છું .....કે હું કેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છું.”