દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 5 Shailesh Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 5

દિલ ખાલી.....તો જીવન ખાલી નાં ભાગ ચારમાં આપણે જાણ્યું કે,
મામાએ નોકરી ધંધામાં સેટ કરવા માટે, ગામડે રહેતાં પોતાનાં ભાણા વિરાટને,
આજે શહેરમાં આવવાનું કહ્યું હતું, એટલે વિરાટ મામાના કહ્યા પ્રમાણે શહેરમાં આવિ તો ગયો, પરંતુ.....
નોકરી ધંધા માટે શહેરમાં આવેલાં વિરાટને સ્ટેશનેથી લઈને ઘરે આવતાં-આવતાં,
મામાને વિરાટનાં એટલાં તો કડવા અનુભવો થયા કે,
મામાની આંખે ધોળે દિવસે અંધારા આવી ગયા.
છતાં ,
ઘરે આવિ મામા વિરાટને ઉપરનાં રૂમમાં થોડો આરામ કરવા માટે મોકલે છે, જોકે એ બહાને મામા પોતે જ થોડાં રિલેક્ષ થવા માંગતા હોય છે.
મામાના કહેવાથી વિરાટ એની બેગ લઈને ઉપરનાં રૂમમાં તો જાય છે, પરંતુ એ એકલો પડતાં જ, કોઈ કરુણ યાદોમાં ખોવાઈ છે,
ને એ જ કરુણ યાદોને કારણે,
અત્યારે સતત એની આંખોમાંથી આંસુ એ રીતે વહી રહ્યા છે કે,
વિરાટના એ આંસુઓથી, પલંગ પરનો તકિયો પણ ભીનો થઈ ગયો છે, કે પછી એમ કહીએ તો પણ ચાલે કે,
વિરાટના આંસુથી હજીયે એ તકિયો વધારે ભીનો થઈ રહ્યો હતો.
થોડીવારે રહીને, જ્યારે મામાએ ઉપરનાં રૂમમાં આવીને
આ દ્રશ્ય જોયું,
પછી મામા પણ નીચે આવિ કોઈ અલમારી ખોલી
થોડીવાર એ અલમારીમાં જ એકધારા જોઈ રહે છે, ને ત્યાંજ મામાની આંખમાં પણ આંસુ વહેવા લાગે છે.
હવે આગળ....
બસ આ જ રીતે યાદોમાં ખોવાયેલ વિરાટને ક્યારે ઊંઘ આવી ગઈ ?
એની એને ખબર જ ના પડી, ને ફરી એ જ જૂની યાદો,
વિરાટના સપનામાં પણ આવે છે.

વિરાટ બાઈક પર જઈ રહ્યો છે, ત્યાંજ વિરાટના ખાસ મિત્ર સંજયનો વિરાટને ફોન આવે છે.
વિરાટ બાઈક સાઈડમાં ઊભું કરી સંજય સાથે વાત કરે છે.
વિરાટ ફોન ઉપાડી,
વિરાટ :- હેલો સંજય
સંજય :- હલો વિરાટ,
તું જ્યાં હોય ત્યાંથી હમણાં ને હમણાં, ફટાફટ મહેસાણા હોસ્પિટલ આવી જા.
વિરાટ :- કેમ અચાનક હોસ્પિટલ ?
શું થયું સંજય ?
સંજય :- વિરાટ, શું થયુ છે એની તો મને વધારે ખબર નથી પરંતુ,
અચાનક તારી મમ્મીની તબિયત બહું વધારે બગડી રહી છે, એટલે હું અને તારા પપ્પા,
માસીને લઈને હોસ્પિટલ જવા નીકળી ગયા છીએ,
તું પણ જલ્દીથી આવી જા.
વિરાટ ફોન મૂકી ફટાફટ હોસ્પિટલ પહોંચે છે.
વિરાટ હોસ્પિટલમાં આવીને જુએ છે,
તો તેની મમ્મી બેડ પર છે, અને સંજય ને એનાં પપ્પા ડોક્ટર સાથે કોઈ વાતચિત કરી રહ્યા છે.
વિરાટ એ લોકોની નજીક જાય છે.
ડોક્ટર :- જુઓ અત્યારે તો બહુ તકલીફ જેવું લાગતું નથી,
તેમ છતાં તમને જે દવાઓ લખી આપી છે, એ દવાઓ તમે એમને રેગ્યુલર આપતા રહેજો, અને બીજું કે,
હમણાં તમારે એમને ઘરે લઈ જવા હોય,
તો લઈ જઈ શકો છો,
બાકી આગળ આપણે એમની વધારે શું ટ્રીટમેન્ટ કરવી ?
એની જાણ તો આપણને કાલે એમનાં બધાં રિપોર્ટ આવી જાય, પછી જ ખબર પડશે.
ને હા,
કાલે તમારામાંથી કોઈ એક,
રિપોર્ટ લેવા આવી જજો.
વિરાટ ડોક્ટરને....
વિરાટ :- હા સાહેબ, કાલે હું રિપોર્ટ લેવાં આવિ જઈશ,
પરંતુ સાહેબ,
મારી મમ્મીને થયું છે શું ?
ડોક્ટર :- મેં કહ્યું ને તમને કે,
આપણને એની પુરી જાણકારી તો કાલે રિપોર્ટ આવે પછી જ ખબર પડે, એટલે અત્યારે તમે એમને ઘરે લઈ જઈ શકો છો.
આટલી વાત પછી,
એ લોકો હોસ્પિટલથી ઘરે જવા નીકળે છે.
બીજા દિવસે ડોકટરે કહ્યા પ્રમાણે વિરાટ રિપોર્ટ લેવાં માટે હોસ્પિટલ પહોંચે છે, ને ડોક્ટરને મળે છે.
વિરાટ :- સાહેબ, આવિ ગયો મારી મમ્મીનો રિપોર્ટ ?
ડોક્ટર :- હા વિરાટ,
રિપોર્ટ તો આવી ગયો, પણ તું બેસ,
મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી છે.
વિરાટ થોડો ગંભીર થઈ ડોક્ટરની સામેની ખુરશીમાં બેસતા,
વિરાટ :- મારી મમ્મીનાં રિપોર્ટમાં કેવું છે સાહેબ,
કઈ ચિંતાજનક તો નથી ને ?
ડોક્ટર :- વિરાટ....
શું આ પહેલા આવી કોઈ મેડિકલ ઈમરજન્સી આવી છે તમારી મમ્મીને ?
વિરાટ :- ના સાહેબ,
જ્યારથી મારી સમજ આવી, ત્યારથી લઈને અત્યાર સુધીમાં,
આવું તો પહેલીવાર જ બન્યું છે કે,
જેમાં મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હોય.
ડોક્ટર :- કમાલ છે,
આટલો બધો ક્રિટિકલ કેસ હોવા છતાં, તને પેશન્ટને એકવાર પણ હોસ્પિટલાઈઝ ના કર્યા હોય, કે પછી એમને અતિશય કોઈ મોટી તકલીફ પણ ના પડી હોય.
એ વાત તો મારાં માન્યા જ નથી આવતી.
વિરાટ :- સાહેબ,
નાની નાની તકલીફોને તો મારી મમ્મી ગણકારતી જ નથી.
ને કોઈવાર થોડી વધારે તકલીફ થાય...
તો તે જાતે જ કોઈને કોઈ ઘરેલુ ઉપચાર કરી લે છે, અથવા અમારા ગામની કોઈ દુકાન, કે પછી અડોસ-પડોશમાંથી કોઈ દુખાવાની ગોળી માંગીને ગળી લેતી,
અને હા છેલ્લા ઘણા સમયથી તો જાતજાતના દુખાવાની ગોળીઓનો એક ડબ્બો તો,
એ હંમેશા એની સાથે જ રાખે છે.
જેવું કંઈ થયું નથી, કે ડબ્બામાંથી એક ગોળી કાઢીને ગળી નથી.
ડોક્ટર :- સોરી વિરાટ,
પણ તારી મમ્મીની બીમારીનું સૌથી મોટું કારણ આ જ છે.
ઘણા બધાં લોકો એવું કરે છે કે,
બીમારીનો પ્રકાર જાણ્યા વગર જ,
કોઈપણ એન્ટીબાયોટિક, કે પછી પેઈન કિલર લઈ લેતા હોય છે.
વિરાટ, તારી મમ્મી પણ આજ ખરાબ આદતનો શિકાર થઈ છે.
આમ રોગને જાણ્યા વગર આડીઅવળી ગોળીઓનું વારંવાર સેવન કરવાથી એમને થોડો સમય તો સારું થઈ જતું હશે, પરંતુ.....
તેઓ એ વાતથી બિલકુલ અજાણ હોય કે,
એમની આ કુટેવ,
એમના શરીરમાં કેટલું મોટું નુકસાન કરી રહી છે.
સોરી બટ ઇટસ્ ટુ લેટ વિરાટ....
અત્યારે તારી મમ્મીની બીમારીએ ખૂબ મોટું રૂપ લઈ લીધું છે.
વિરાટ :- મોટી બીમારી ?
ખૂબ મોડું થઈ ગયું છે ?
તમે કહેવા શું માંગો છો સાહેબ ?
પ્લીઝ તમે મને સાફ સાફ શબ્દોમાં કહો કે,
મારી મમ્મીને ખરેખર થયું છે શું ?
ડોક્ટર :- સાંભળ વિરાટ,
એમની એક કિડની તો ટોટલ ફેલ છે, અને બીજી ફીડની પણ, ૨૦ થી ૪૦ ટકા જેટલું જ વર્ક કરી રહી છે. ને તમે.....
ત્યાંજ....આટલું સાંભળી વિરાટ, થોડો ચિંતામાં, ને થોડો અવઢવમાં.....
વિરાટ :- સાહેબ તમારી કોઈ ભૂલ થતી હશે ?
તમે ફરી રિપોર્ટ ચેક કરો પ્લીઝ
ડોક્ટર :- જો વિરાટ,
મેં આ કેસમાં પૂરેપૂરી તપાસ કરી છે, ને પછી જ હું આ નિર્ણય પર આવ્યો છું.
વિરાટ :- તો પછી આ બીમારીનો, કંઈક ને કંઈક તો ઉપાય હશે ને ડોક્ટર ?
ડોક્ટર :- એમનાં રિપોર્ટ જોયા પછી આમ જોવા જઈએ તો કિડની ટ્રાન્સપ્લાન્ટ જ એક લાસ્ટ ઓપ્શન છે આપણી પાસે.
પણ હા,
કાલે મેં તમને જે દવાઓ લખી આપી છે,
જો એ દવાઓ ધારી અસર કરી જશે, તો હાલ કોઈ એવો મોટો વાંધો નહીં આવે, પણ જો એ દવાઓ માફક ના આવી,
તો ઓપરેશન જરૂરી થઈ જશે.
તેમ છતાંય,
એ દવાઓ પણ, આપણે એમને છ થી આઠ મહિનાથી વધારે નહીં આપી શકીએ.
એટલે તમારે ક્યાંયથી પણ, એમની કિડનીનું એરેન્જમેન્ટ તો કરવું જ પડશે,
કેમકે,
છ આઠ મહિના પછી આગળ,
આપણે જો એમને એ દવાઓ આપીશું, તો પણ એમની મુશ્કેલી વધી જશે.
એટલે તમે કિડની માટે આજથી જ કોઈને કોઈનો સંપર્ક કરવાનો શરૂ કરી દો.
વિરાટ :- તો પછી બીજા કોઈની કિડની શું કામ સાહેબ ?
હું છું ને ?
હું મારી કિડની ન આપી શકું મારી મમ્મીને ?
ડોક્ટર :- હા હા, કેમ નહીં ?
પરંતુ એનાં માટે મારે તમારાં અમૂક ટેસ્ટ કરવા પડશે, અને પછી
તમારા એ રિપોર્ટને, તમારી મમ્મીના રિપોર્ટ સાથે મેચ કરવા પડશે, બોલો તમારે તમારા રિપોર્ટ કયારે કઢાવવા છે ?
વિરાટ :- જો એવું હોય તો પછી સાહેબ તમે એક મિનિટ પણ વધારાની ના બગાડો,
અને અત્યારે જ મારા ટેસ્ટ કરાવડાવો.
ડોક્ટર :- ઓકે ઓકે, ફાઈન
હમણાં જ કરાવું છું.
વિરાટ ચેકઅપ કરાવીને બહાર બેસે છે.
બે થી ત્રણ કલાક પછી,
સાહેબ એમની કેબિનમાં આવે છે, ને વિરાટને અંદર બોલાવે છે.
વિરાટ તો સાહેબ પાસે આવતા જ.....
વિરાટ :- હા સાહેબ,
મારા રિપોર્ટ મેચ થઈ ગયા ?
હું કિડની આપી શકું ને ?
ડોક્ટર :- સોરી વિરાટ,
અમુક મેડિકલ રીઝનને કારણે,
તમારી કિડની મેચ નથી થઈ રહી.
આ સાંભળી વિરાટ નિરાશ થઈ જાય છે.
થોડીવાર પછી દર્દ ભર્યા અવાજે.....
વિરાટ :- તો પછી હવે મારી મમ્મીનું શું થશે સાહેબ ?
હું શું કરું એના માટે ?
મને તો કોઈ જ રસ્તો સૂજતો નથી.
ડોક્ટર :- જુઓ વિરાટભાઈ,
હવે આપણી પાસે ફક્ત ને ફક્ત એક જ રસ્તો છે કે,
પેશન્ટ માટે આપણે છ થી આઠ મહિનામાં કોઈ કિડની ડોનર શોધવો જ પડશે,
અમે પણ અમારી રીતે પ્રયત્નો કરીશું.
આમ સાવ નિરાશ થઈ વિરાટ,
મમ્મીના રિપોર્ટની ફાઈલ લઈ હોસ્પિટલથી ઘરે જવા નીકળે છે.
ને ઘરે જતાં જતાં વિરાટ રસ્તામાં વિચારે છે કે,
જો હમણાં હું ઘરે મમ્મીની આ બીમારીનું જણાવીશ,
તો મારી મમ્મી તો, આ બીમારીની ચિંતામાં જ અડધી થઈ જશે,
ને પપ્પા.....
પપ્પા તો પહેલેથી જ બ્લડ પ્રેશરના દર્દી છે.
હું એમને વધારે ટેન્શન કેવી રીતે આપું ?
એટલે છેલ્લે વિરાટ મનમાં જ,
હાલ પૂરતું મમ્મીની આ ગંભીર બીમારીના રિપોર્ટવાળી વાતને, એનાં ઘરવાળાઓથી છુપાવવાનું નક્કી કરે છે.

વધુ ભાગ "છ" માં