મારા જીવનના સ્મરણો - 1 - ચોરી સત્ય પ્રેમ કરુણા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા જીવનના સ્મરણો - 1 - ચોરી

એમ તો એ આખો દિવસ હંમેશા આનંદમાં જ હોય પણ ખબર નઈ છેલ્લા બે-ત્રણ દિવસથી એણે કોલેજમાં આવાનું બંધ કરી દીધું.એકદમ બેચેન થઈને બાર બેસી રહે.એક વાર મેં પૂછ્યું "કંઈ થયું છે તને?હું કઈંક મદદ કરી શકુ?" એણે નકારમાં માથું ધુણાવ્યું.એણે કહ્યું બસ થોડું ટેંશન જેવું છે અને ગમતું નથી તો બેચેન છું. મેં પણ વધારે હેરાન ના કરીને ચાલતો થયો.અચાનક અવાજ સાંભળીને મેં પાછળ જોયું તો બે ત્રણ લોકો એને ઘેરીને ઉભા હતા."બોલ તે જ લીધા છેને?" બીજો વ્યક્તિ"તારાથી હિમ્મત કેમ થઈ મારુ પાકીટ અડવાની".હું દોડીને ત્યાં ગયો અને પૂછ્યું "શુ થયું?"."કંઈ નહીં પૈસા લઇ લીધા છે એણે અમારા પાકિટમાંથી".મેં જરા આશ્ચર્ય થઈને એની સામે જોયું.આખરે જે માણસ ક્યારેય ચોરી ના કરે એને આજે જીવનમાં પેલી વાર ચોરી કરી હોય એવું લાગ્યું.પેલા તો મેં બધાને શાંત પાડ્યા આખી વાત જાણી અને મેં પૂછ્યું "શુ આ વાત સાચી છે કે પૈસા તે લીધા છે?"એને મારવાની બીકે ડરતા ડરતા કહ્યું "હા" બસ આટલું સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ.વધારે આગળ ના વિચારતા સદનસીને મારા ખીચામાં પૈસા હતા તો મેં આપીને પેલા લોકોને રવાના કર્યા અને આગળથી આવી ભૂલ નહિ થાય એનાથી એવુ આશ્વાસન આપ્યું અને કરગરીને માફી માંગીને આ વાત ભૂલવા કહ્યું.એમને મારા ઉપર જરા વિશ્વાસ આવ્યો અને ચેતવણી આપીને રવાના થયા.પછી હું ને મારો મિત્ર બંને થોડી વાર સુધી એમ જ કંઈ બોલ્યા વગર ઉભા રહ્યા.આખરે ગળગળા અવાજે એણે મને ખાલી એટલું કીધું "તું મને મૂકીને તો નહીં જતો રહે ને?"હું ખરેખર શુ કરું મને કંઈ સમજાણુ નહીં મેં બસ ખાલી એની સાથે હા મેળવી લીધી.થોડી વાર રહીને મેં એણે આ કરવા પાછળનું કારણ પૂછ્યું. જાણીને હું એકદમ તંગ રહી ગયો.આખરે એક મોબાઈલની લાલચમાં આટલી મોટી ભૂલ માણસ કઈ રીતે કરી શકે ? લાલચ હંમેશા માણસને આંધળો બનાવી મૂકે અને જ્યાં સુધી એનું ભાન ના થાય ત્યાં સુધી માણસ હંમેશા આંધળાની જેમ એની પાછળ પડ્યો રહે છે અને ના કરવાના કાર્યો તરફ વળે છે.અમે બંને છુટા પડ્યા એ દિવસે બીજું કઈ વધારે ના બોલીને હું રવાના થયો.પણ મારા મગજમાંથી હજી એ વાત ક્યારેય જવાનું નામ ના લેતી હતી.એક સામાન્ય માણસ કે જે મારો મિત્ર છે અને એણે આવું કર્યું છે બસ આ વિચાર મારા મગજમાં ફર્યા કર્યો.બીજા દિવસે સવારે હું વહેલા પોહચી ગયો અને મેં એને મને એકલા મળવા કહ્યું.આખરે એણે વાત માંડી"શુ કહું હું?? છેલ્લા ઘણા સમયથી આ દુનિયાએ મને એકલો મૂકી દીધો. પૈસા ઓછા હોવાના કારણે મને બધાએ અલગ કરી નાખ્યો અને બસ એજ લોકોની નજરમાં ઊંચા બનવા મેં મોબાઈલ લેવાનું નક્કી કર્યું અને આ કાર્ય થઈ ગયું.(થોડા ગળગળા અવાજ અને ટપકતા આંસુ સાથે)આખરે ઉપરવાળાએ પણ આજે હાથ મૂકી દીધો અને આખરે ખોટા માણસનો હાથ પકડે કોણ?.મેં ખોટું કર્યું છે પણ એ હું ભોગવી લઈશ. કદાચ મારા માતા પિતા જો એ સમયે હાજર હોત અને આ વાત ની જાણ થઈ હોત તો ખરેખર આજે જીવી ના શક્યો હોત.એમના સંસ્કારોને મેં આજે ઠેસ પોહચાડી છે ભલે તે આ વાતથી અજાણ છે પરંતુ મારી જાતને ક્યારેય માફ નઈ કરી શકું. મારી માં મારા પપ્પા.બસ આટલું બોલતા આખરે એ રડી પડ્યો.હું આખરે સમજી ગયો એને સાંત્વના આપી અને ક્યારેય આ વાતને લઈને ખચકાઈશ નહીં નું વચન આપીને અમે કોલેજ તરફ રવાના થયા.