દરેક વ્યકિત પ્રમાણે લેખક ના પ્રવાસ વર્ણનો ખૂબ જ અલગ અલગ અને એ વિશેના મંતવ્યો સાવ વિપરીત હોય શકે છે અને દરેક વ્યકિત દ્વારા લેવામાં આવેલા અનુભવો માં એટલા કાટખૂણે નો ફેરફાર હોય છે કે કશું સામ્ય દેખાય જ નહિ. આ પ્રવાસ વર્ણન માત્ર મનોરંજન પૂરતું જ નહિ પણ ભારત ની આટલી વસતી ના સાચા પ્રતિબિંબો છે જેના દ્વારા સાંપ્રત પરિસ્થતિ નો સંપૂર્ણ ચિતાર મેળવી શકાય.
ઉપાડવાના 4 કલાક પેહલા અમે તો રેલવે સ્ટેશન પર ધામાં નાખી દીધેલા ને
પછી
રિયલ struggle શરૂ થયું
ટ્રેન માં ચડવા માટે ને
જેમ કોક પથરો ઘા કરે એમ કોઈક મારા સ્થિર શરીર ઉપર ઘા થઈ ગયું ને મારી શારીરિક Posture સીધી લાઇન માંથી આડી લાઇન માં આવી ગયો..
હવે ટ્રેન plateform પર ઊભી જ રે પણ સતરંગી વાળ વાળા નમૂનાઓને એનો ગરાસ લૂંટાઈ જતો હોય એમ ભાગ્યા કરતા હોય...
બસ બેઠા ને સેટ થઇ ગયા...
બસ થોડી રીલ સ્ક્રોલ કરીને
ગામને forward કરવાનું ચાલુ કર દીધું ને એમના ઇનબૉક્સ માં ધોધ વહેવડાવી દીધો.
મારો સામાન તો AC માં ટાઢો થતો થતો અયોધ્યા તરફ નીકળી ગયો હતો પણ હું એના સિવાય ની અલગ જ ટ્રેન માં મારા બ્લેન્કેટ ની અછત માં બારી માં કાચ નો ટકોરા મારી રહ્યો હતો. Earphone ના ભૂંગળા મારા કાન ને અર્પણ કરીને આ સામાજીક રાજકીય ચર્ચાઓ થી દૂર સિનેમા ની દુનિયા માં જઈ રહ્યો હતો .
હવે રાત ના કેટલાય ઝોકા બાદ ની વહેલી સવાર માં પાણી ને ઢીંચીને મારી આજુબાજુ ના લોકો નો સહેજ પણ કર્ણપ્રિય ના હોય એવો ધ્વનિ સાંભળી રહ્યો હતો .થોડી વાર માં KitKat ને પેટ માં પધરાવી ને રુધિર નું થોડું સુગર લેવલ વધાર્યું.
અચાનક ઍક કાકા સાંપ સાથે ટ્રેન માં ચડ્યા mostly Bharat ના snakes બિન ઝેરી હોય છે પણ છતાં બધા ડરી ગયા
ને પછી મનને બારી માં રાખીને જોવા લાગ્યો દૃશ્યો જેમાં ટ્રેન ની તેજ રફતાર સાથે ઉડીને રેસ લગાડતા આ અજાણ્યા પંખીડાઓ ને
પીળા ને લીલા રંગ ના અદભુત કોમ્બો ધરાવતા ખેતરો મસ્ત કેનવાસ રાચતા હોય..
ને સૂર્યાસ્ત સમયે રતુંબડા રંગ ની બની ગયેલા સૂર્યનારાયણ પૃથ્વી ના બીજા ગોળા ને પ્રકાશિત કરવા જવા લાગ્યા હતા.મારા અસ્તિત્ત્વ સાથે અથડાતી આ ટાઢુંબોળ પવન ની થપાટો નેં મારા ચેતાતંત્ર માં જાણે કોઈ ગતિ નો સંચાર કરતી હોય , સુરજ ના અસ્ત માત્ર થી ફેલાઈ ગયેલા અંધકાર ની સામે કૃત્રિમ લાઈટ બાથ ભિડતી હોય .મારા અંદર સળવળતા કોઈ વેદના ના પડછાયા ને ખાળવા હું વિચારો માં ડૂબવા માંગતો હોઉં ને મમત્વ ને ખોજવાની ગડમથલ..
પ્રવાસ દરમિયાન કરવામાં આવેલા નિદર્શન એ ખૂબ જ આગવી અને અલોકિક રીતે સાહિત્ય ના ચાહકો માં પ્રિય રહ્યા છે . આમ વ્યક્તિગત અભિપ્રાયો તો વિભિન્ન રીતે દરેક દૃષ્ટા દ્વારા આપવામાં આવ્યા છે પરંતુ શબ્દોના આખા વિચારો રચવામાં ઘણા અભિગમો નો નોંધપાત્ર ફાળો રહેતો હોય છે .આ સતત ગડમથલ માંથી પ્રગટયું હોય એવું સાહિત્ય ની રચનાઓ મારા ભીતર માં સળવળતા મનુષ્ય ની લાગણીઓને કૈક મનોરમ્ય માં પરોવી દેવા પ્રેરિત કરે છે. આં ખુદ થી હારેલી દોડ માં શૂન્ય તરફ વળગાડી દે છે આ સપનાઓને સાચા કરવાની લડાઈ માં હું ક્યાંક ખુદ ને હારી જાઉં છું . અફસોસ થી ભરેલી જિંદગી ના ભગ્ન ટુકડાઓને સરખી ભાત માં જોડનાર જોઈ glue શોધાયો નથી ... મારા ફોન ની બેટરી નું charging અને લાઈફ માં ખુશીઓ નું margin બહુ ઓછું છે...