"સાયબર ક્રાઈમ” આજના ટેક્નોલોજીના યુગમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આથી નાગરિકોએ સાયબર ગુનાઓથી બચવા કેવા પ્રકારની તકેદારી રાખવી અને આવા ગુનાનો ભોગ ન બને તે અંગે આ વાર્તા સ્વરૂપ માં માહિતી આપવા આ રજુ કરું છું.
આ પુસ્તિકા દ્વારા રોજબરોજ બનતા સામાન્યથી લઈને મોટા સાયબર ક્રાઇમની રજૂઆત કરવામાં આવેલ છે, આથી તમામ નાગરિકો તેને સરળ રીતે સમજી શકે.અને ભવિષ્ય માં એવા સાઇબર ક્રાઇમ નાં ભોગ બનતા અટકી શકે અને બીજા ને અટકાવી શકે અને આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. ટેક્નોલોજીના દુરુપયોગના લીધે નાગરિકોને સામાજિક અને આર્થિક નુકસાન ન થાય તથા નાગરિકો પોતે સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટેનું શ્રેષ્ઠ આચરણ કરે તે માટે ખૂબ જ ઉપયોગી થશે.
આ પુસ્તક દ્વારા નાગરિકો ને વાર્તાના માધ્યમથી વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમથી માહિતગાર કરવા અને જાગૃત કરવાની ભાવનાથી તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં દર્શાવેલ તમામ વાર્તા તથા પાત્ર કાલ્પનિક છે. જે કોઈ ચોક્કસ વ્યક્તિ/ સમૂહ અથવા સમાજનું પ્રતિનિધિત્વ કરતાં નથી. આ પુસ્તકમાં દર્શાવેલ વાર્તાઓના પ્રકારે ઘણાખરા અંશે સાયબર ક્રાઇમ થાય છે. પરંતુ, હકીકતમાં સાયબર ક્રાઇમ અલગ પ્રકારે થાય તેની શક્યતાઓ નકારી શકાય નહીં. આ પુસ્તકના માધ્યમથી સાયબર ક્રાઇમથી આપના રક્ષણ માટે આપને આપવામાં આવેલ સલાહ સૂચનથી આપ ઘણા અંશે સાયબર સેફ થઈ શકો છો.
૧. મોબાઇલ રિચાર્જની દુકાન
મોબાઇલ રિચાર્જની દુકાન એક એવી જગ્યા છે, જ્યાં આરોપી તમારા મોબાઇલ નંબર અને તેનો કંટ્રોલ મેળવી શકે છે. કારણકે, તમે જ તેની પરવાનગી દુકાનદારને આપો છો. તેઓ તમને કોલ કરવા અથવા મેસેજ કરવા માટે તમારા નંબરનો દુરુપયોગ કરી શકે છે, તમારું શોષણ કરી શકે છે અથવા તમારી ભાવનાઓ સાથે દુર્વ્યવહાર અને માનસિક રીતે તમને ત્રાસ આપી શકે છે.
વાર્તા: કાજલ રૂ. ૫૦ નું રિચાર્જ કરવા માટે મોબાઈલ રિચાર્જની દુકાન પર ગયેલ પરંતુ દુકાનદાર સહિલે તેને સર્વર ડાઉન હોવાના કારણે રિચાર્જ થવામાં સમય લાગશે તેમ જણાવેલ આથી કાજલ ઘરે ચાલી ગઈ હતી. તેણે સાહિલ ને તેની પાસે રૂ. ૨૦૦ ન હોવાનું જણાવ્યું સાહિલે પછીથી પૈસા આપવા કહ્યું ત્યારબાદ અડધા કલાક પછી કાજલને તેના મોબાઇલમાં રૂ. ૫૦૦ નું રિચાર્જ થયા હોવાનો મેસેજ આવ્યો. આથી સાહિલે પૂછવા માટે કાજલ ને મેસેજ કર્યો કે બેલેન્સ આવી ગયું. ત્યારબાદ તેને મેસેજ કરવા લાગ્યો અને થોડા જ સમયમાં બંને વચ્ચે મિત્રતા થયી ગયી. સાહિલે, તે હંમેશાં કાજલની સાથે જ રહેશે તેમ વચન આપી તેને ગર્લફ્રેન્ડ બનવા પ્રપોઝ કર્યું. કાજલ ખુશ થઈને સાહિલ સાથે તેના બાઈક પર ફરવા લાગે છે. સાહિલતેને મોંઘી ગિફ્ટ ખરીદીને આપે છે. આમ એમનો પ્રેમ સબંધ આગળ વધે છે. સાહિલ ખોટો પ્રેમ નો દેખાવો કરીને કાજલને સમજાવીને હોટેલમાં લઈ જાય છે. જેના થોડા જ દિવસ પછી તેણે કાજલ સાથે બ્રેકઅપ થયી જાય છે. બાદ માં સાહિલ દ્વારા તેના ફોન ની એક્સેસ લઈને તથા તેના હોટલનાં વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી તેને ખૂબ બ્લેકમેઇલ કરે છે. આ બધું કાજલ સહન ન કરી શકી અને આત્મહત્યા કરી લેય છે.
કાયદાકીય માહિતી: અત્રે દર્શાવેલ વાર્તા સાથે સંલગ્ન સાયબર ફ્રોડ તથા આ વાર્તા જેવા કોઈ સાયબર ગુનાઓને લગતી કાયદાકીય જોગવાઈ અને લાગુ પડતી કલમને લગતી માહિતી નીચે મુજબ છે.
લાગુ પડતી કલમો
દુકાનદારને લાગુ પડતી કલમો:
ઇ.પી.કો. કલમ ૩૫૪ (એ), ૩૫૪ (સી), ૩૮૩, ૩૮૪,
૫૦૩, ૫૦૬, ૫૦૯
આઇ.ટી. એક્ટ કલમ ૬૬ (ઇ)
દુકાનદાર દ્વારા મોબાઇલ નંબર વિષયક માહિતી અન્ય ગુનાહિત કૃત્ય સાથે સંકળાયેલ વ્યક્તિને વેચવામાં આવે છે ત્યારે દુકાનદાર પર લાગુ પડતી કલમો:-
ઇ.પી.કો. કલમ ૧૦૯, ૧૧૪, ૧૨૦ (બી), ૪૦૬
(ક્રમશ..)