Value of Goal Happy Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Value of Goal

આજ ની આ દુનિયા માં દરેક માણસ આગળ વધવા માંગે છે.દરેક માણસ સક્સેસ ફુલ થવા માગે છે પરંતુ આ દુનિયા માં માત્ર 1%લોકો જ સક્સેસ મેળવે છે. આવું શા માટે?
કોઈ પણ માણસ ને સફળ થવા માટે સૌથી જરુરી વસ્તુ છે dream.
કંઈ પણ મોટી શરૂઆત એક સપના થી થાય છે. અને જ્યારે એ સપનું જીદ બની જાય ત્યારે એ સફળતા માં પરિણમે છે.
જીદ એવી વસ્તુ છે જે માણસ ને કઈ પણ હાસિલ કરાવી શકે છે...
એક અલગ વિચાર આપણને દુનિયા થી અલગ બનાવે છે એક સારો વિચાર દુનિયા બદલવાની તાકાત ધરાવે છે.
દરેક માણસ જયારે નાના હોય ત્યારે વિચારે છે મારે ડોક્ટર, એન્જિનિયર,કલેકટર બનવું છે પણ જેમ જેમ મોટા થાય reality સમજાય ત્યારે વિચારે કે બસ એક સારી જોબ મળી જાય જેમાં સારી એવી salary હોય.
બસ ખતમ કહાની ક્યાં ગયું એ સપનું જે નક્કી કર્યું હતું નાનપણ માં એ...?
બસ આજ લાઈફ છે દુનિયા ના 75% લોકો ની. જે બસ ખાલી વિચારી ને ભૂલી જાય છે એમના સપના યા તો હાર માની જાય છે દુનિયા સામે લડતા લડતા...
કોઈ પણ સપનું સાકાર ત્યારે થાય છે જયારે એ ગોલ બની જાય છે ...
માણસ સપનું ભૂલી શકે યા છોડી શકે પણ ગોલ કયારે નહિ કેમકે જયારે સપનું ગોલ બની જાય ત્યારે તેને છોડવું મુશ્કિલ બની જાય છે જયાં સુધી એ મળી ના જાય ના તો માણસ ને શાંતિ થી જીવવા દે છે કે ના તો શાંતિ થી સુવા દે છે...
અને જયારે એ ગોલ જીદ બની જાય ત્યારે એક સફળ માણસ દુનિયા ની સામે આવે છે. સફળતા તો બધા જોવે છે પણ એની પાછળ ની જીદ જોવી બઉ જરુરી છે એ જ છે જે માણસ ને સફળ બનાવે છે...
તો જે પણ લોકો પોતાના જીવન માં સફળ થવા માંગે છે એમને પેલા એ વિચારવું જોઈ એ કે તે શું કરવા માંગે છે એવું કયું કામ છે જે કરવાથી એમને ખુશી મળે છે જે કરવાથી ના તો થાક લાગે છે કે ના તો ભાર લાગે છે બસ મજા આવે છે..
બસ એને જ કરવાનું વિચારી લો અને જ્યાં સુધી એ હાંસિલ ના થાય ત્યાં સુધી તમારી બધી તાકાત લગાવી દો મને વિશ્વાસ છે એ સપનું એક દિવસ તમારી હકીકત હસે..
હા મુશ્કિલો લાખો આવશે પણ એને હરવાની છે એ તમને દુનિયા સામે લડવાની તાકાત આપશે...
જ્યાં સુધી તમે તમારા ગોલ ને હાંસિલ નઈ કરો કોઈ નઈ માને કે તમે આ કરી શકવાના લાયક છો તમારે દુનિયા ને કરી ને બતાવવાનું છે કેમકે દુનિયા સાંભળે ઓછું છે પણ જોવે વધારે છે તો કરી ને બતાવો....
અને ખુદ ના પર વિશ્વાસ રાખો કે તમે આ કરી શકો છો ક્યારેક એવું થાય કે છોડી દઉં હવે નઈ થાય અને થશે પણ ખરા કેમ કે ઇતિહાસ એમ જ નથી બનતા પણ ત્યારે તમારે એ વિચારવાનું છે કે એક દિવસ તમારા નામ ની આગળ એ વસ્તુ લાગેલી હશે જે તમારું સપનું છે દુનિયા તમને એના થી ઓળખશે જે ખાલી તમે તમારા સપના માજ વિચાર્યું હતું એ તમારી હકીકત બની ને તમારી સાથે ઉભુ હસે..
અને આના થી મોટું કોઈ motivation કોઈ બીજું નથી આ જ છે જે તમને આગળ વધવાની તાકાત આપશે..
તો બસ વિચારો અને એને તમારી જીદ બનાવી દો કે એ તમે હાંસિલ કરી ને જ સુકુન નો શ્વાસ લેશો....
અને તમને એ મળી જ જશે જેનું સપનું તમે જોયું છે બસ ખુદ ના પર વિશ્વાસ રાખજો કેમ કે જ્યાં સુધી તમે તમારા પર વિશ્વાસ નઈ કરો દુનિયા કઈ રીતે કરશો...
અને હા સપનું તમારું પોતાનું હોવું જોઈએ ના કે બીજા કોઈ ના કહેવાથી અને દુનિયા થી અલગ માત્ર ડોક્ટર એન્જિનિયર યા કલેટર બનવું એ જ સફળતા નથી એનાથી અલગ પણ કરી શકો ...
જો ગૂગલ ની કમ્પની ના બનાવનાર એ પણ આવું જ વિચાર્યું હોત તો આપને બસ એક search માં માહિતી કયારેય ના મેળવી શકતા. આવા ઘણા બધા ઉદાહરણ આજે આપડી સામે છે જેમણે દુનિયા થી અલગ કઈક વિચાર્યું અને એક નવી વસ્તુ દુનિયા ને આપી ...
તો બસ કઈક નવું વિચારો અને લાગી જાવ એને તમારી હકીકત બનાવમાં....
All the best for your own goal for your success...