ત્રિભેટે - 14 Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભેટે - 14

પ્રકરણ 14

પ્રકરણ 14

રિવોલ્વર જોઈને ડરનાં માર્યા રાજુએ આંખ બંધ કરી લીધી. સામે ઉભેલા શખ્સે કરડા અવાજે કહ્યું કે હવે તારી પાસે પાછાં ફરવાનો કોઈ જ રસ્તો નથી. જો તું મારી વાત નહીં માને તો એનું પરિણામ સારું નહીં આવે. તારે તારી વફાદારી કે તારી જિંદગી બેમાંથી એક પસંદ કરવાનું છે .

રાજુનાં કપાળ પર પરસેવાની બુંદો જામી, જ્યાં સુધી કાર ચાલું થઈ અને જવાનો અવાજ ન આવ્યો ત્યાં સુધી આંખ બંધ કરીને એ એમ જ થી ઉભો રહ્યો.

આંખ ખોલી તો એણે જોયું કે એના પગ પાસે એક બોક્સ પડેલું હતું, એણે એક બોક્સ ખોલ્યું તો એની અંદર એક ટાઈપ્ડ પત્ર નીકળ્યો સાથે એક મોબાઈલ ફોન હતો.પત્રમાં એક ઇ-મેલ આઇડી અને પાસવર્ડ લખેલાં અને સુચના હતી કે કે આ ઇ-મેલ આઇડીથી ફોન એક્ટિવેટ કરજે અને હવેથી આ ફોન દ્વારા જ તારી વાત થશે.

રાજુ ડર અને મુંઝવણમાં આખી રાત વલસાડના બસ સ્ટેન્ડ પર બેસી રહ્યો અને વિચારતો રહ્યો .પૈસાની લાલચમાં આવવાનો એને ખૂબ જ અફસોસ થતો હતો.

બેઠાં બેઠાં જ એને ઝોંકુ આવી ગયું.એણે સપનું જોયું..એક મોટી લાલ આંખો વાતો જલ્લાદ ફાંસીનું લીવર ખેંચે છે..એનો શ્ર્વાસ રુંધાવા લાગ્યો..એનાંથી ચીસ નીકળી ગઈ..આંખ ખોલી તો એક સાધુ બાબા એનાં માથા પર હાથ રાખી પુછતાં હતાં " ક્યાં હુઆ બેટા? બુરા સપના દેખા. ડર મત ઉપરવાલાં સબ અચ્છા કરેગા".

આટલું કહીને બાબા જતાં રહ્યાં..જતાં જતાં એની લાંબી સફેદ દાઢીનો સ્પર્શ રાજુનાં કપાળ પર થયો..જાણે મોરપીંછ..


રાજુ થોડો સ્વસ્થ થયો.." કંઈક એવું કરવું કે ઈમાનદારી કે જીવ બેમાંથી એકેય ન જોખમાય. "

એણે એ શખ્સનો ચહેરો યાદ કરવા ની મથામણ કરી પણ એને એટલું જ યાદ આવ્યું કે એણે કાળા કલરના કપડાં પહેરેલા હતા અને એના હાથ પર પણ કાળા ગ્લોવ્સ ચડાવેલા હતા. ડરના માર્યા ચહેરો તો જોયેલું જ નહીં હા પણ એ અવાજ ગમે ત્યાં સાંભળે તો જિંદગીભર નહીં ભૂલે.
*************************************
સવારે જ્યારે સુમિત અને નયન જાગ્યા ત્યાં સુધીમાં તો પ્રકૃતિ અને કવન ખેતરમાં ચાલ્યા ગયા હતા અને બાળકો પણ એમની સાથે જ હતા. એમણે ઘરમાં ખાલી રાજુ ને જ જોયો.

નયનને ઘડિયાળમાં જોયું તો હજી સવારના માત્ર આઠ વાગ્યા હતા એને નવાઈ થી રાજુ ને પૂછ્યું" તું આવી પણ ગયો આટલો જલ્દી." રાજુ ઓજપાઈ ગયો.." તમારા માટે ચા નાસ્તો લાવું એવું કહી ને એ સરકી ગયો.

રાજુ ગયો એટલે સુમિત ગણ્યો કે "દાળમાં કંઈક તો કાળું છે બાકી કોઈ મિત્રને મળવા જાય અને આટલું જલ્દી આવી જાય એવું બને જ નહીં. મનેઞતો આ બરાબર નથી લાગતો...
તારાં સામાનને પણ કાલે કેવી લાલચથી જોતો હતો"...


નયને કહ્યું " મને ખ્યાલ છે , પણ તું થોડું વધારે વિચારે છે..એ
લાલચું તો હશે પણ મોટી બેઇમાની કરે એવો નથી લાગતો."..


છોડ કેટલાં સમયેએ આપણે ભેગા થયાં " જસ્ટ એન્જોય"

*************************************
બે ત્રણ દિવસ બધાએ બહુ મોજ મસ્તીમાં કાઢ્યાં .

ફાર્મ પર જ બનાવેલા હોજમાં નહાવું ,જાત જાતની રમતો ક્રિકેટ , ગીલીદંડો, લગોરી. રમવું. પ્રાગ ને પ્રહરની સાથે એ લોકો પોતાનું બચપન જીવતાં હતાં.


સુમિત જ્યારે એ લોકોને મળતો પોતાનું હેત વરસાવતો..એને બંને માટે પોતાનાં સંતાન જેટલું જ વહાલ કરતો. બંને બાળકોને એની કંપની ખૂબ જ ગમતી હતી.

આ બધાની વચ્ચે રાજુ મુંઝાયેલો મુંઝાયેલો અને શાંત હતો તે વાત પ્રકૃતિએ નોંધી.સુમિત પણ એની પર નજર રાખતો હતો, એને એ અજુગતું લાગતું કે એ વારેવારે પોતાનાં રૂમમાં જતો રહેતો .

અહીં થી કોઈ ખાસ સમાચાર કે હિલચાલ નહોવાથી સામે છેડેથી વારંવાર તાકીદ થતી,પૂછપરછ ના મેસેજ આવતા હતા.
રાજુ એકાદવાર ઘરનો સામાન લેવાં માટે વલસાડ ગયો પણ કોઈ પીછો કરતું હોય એવું ન લાગ્યું એટલે એનો ડર થોડો ઓછો થયો.

પાછો ધમકીભર્યો મેસેજ આવ્યો ..." તું કેમ કોઈ કામનાં સમાચાર નથી આપતો", હવે છેક રાજુને ભાન થયું કે જે પૈસાની લાલચમાં એ આ જાળમાં ફસાયો હતો એ તો મળ્યાં જ નથી.તે દિવસે જ મળવાનાં હતાં.

એણે બહું વિચારીને મેસેજ કર્યો, " એ લોકોને તમારી ગાડી અને સિમ્બોલ વીશે શંકા ગઈ છે."

" બધાં સુઈ જાય રાત્રે ત્યારે કોલ કર" મેસેજમાં ઓર્ડર હતો.

એણે રાત્રે ટુંકાણમાં વાત ક્રિકેટ કે કેવિન રિતેશ ત્રણે મિત્રોને કોઈ પીછો કરતું હોય તેવી શંકા છે અને એ લોકો સતર્ક થઈ ગયાં છે..

સામેથી શાંત થઈ જવાની અને સીમ કાર્ડ તોડી ફેકી દેવાની સુચના મળી સાથે કોઈને પણ જાણ ન કરવાની ધમકી...

રાજુને મોટી રાહત થઈ, પણ એને ક્યાં ખબર હતી કે દુશ્મન વધારે સાવધાની થી વાર કરશે...

ક્રમશ:

ડો.ચાંદની અગ્રાવત