સાયલેન્ટ કિલર -1 yamraj.editing દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાયલેન્ટ કિલર -1

એક બસ સ્ટેન્ડમાં
એક યુવક ની લાશ લોહી થી ખરડાયેલી અને ચાકુ ના ઘા થી લોહી લુહાણ છાતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને શોધખોળ શરૂ કરે છે.એટલા માં એક હવલદાર આવી ને

હવાલદાર - સર આ લાશ આપણા જિલ્લા ના મંત્રી સાહેબ ના છોકરા ની છે

આ વાત સાંભળતા PSI ત્રિવેદી સાહેબ ચોકી જાય છે

વિજય ત્રિવેદી - વોટ સુ વાત કરે છે તું.

હવાલદાર - હા સર

ત્રિવેદી પોતાનો મોબાઈલ કાઢી ને મંત્રી સાહેબ ને ફોન કરે છે.સામે છેડે મંત્રી વિકાસ ખન્ના ફોન ઉપાડે છે.

વિકાસ - બોલો બોલો ત્રિવેદી સાહેબ સુ કામ પડ્યું અમારું

ત્રિવેદી - સર અર્જન્ટ જૂના બસ સ્ટેન્ડ પર પહોંચો.

વિકાસ - કેમ સુ થયું ?

ત્રિવેદી - સર તમારા દીકરા ની ડેડબોડી જૂના બસ સ્ટેન્ડ માં મળી આવી છે.

વિકાસ - વોટ આવું ના બની શકે તમે સરખું જોવો તમારી કઈક ભૂલ થતી હશે.

ત્રિવેદી - સર હું ૧૦૦% સ્યોર છું આ તમારા દીકરા ની જ લાશ છે

વિકાસ - હું ત્યાં આવું છું હું આવું છું

ત્રિવેદી - ઓકે સર

થોડીવાર પછી મંત્રી વિકાસ ખન્ના પોતાના કાફલા સાથે ત્યાં પહોંચે છે.અને વિકાસ પોતાના દીકરા ની લાશ જોઈ ભાંગી પડે છે

વિકાસ (ગળગળા અવાજે) - ત્રિવેદી સાહેબ કોઈ પુરાવા મળ્યા કોને હત્યા કરી છે ?

ત્રિવેદી - ના સર હજુ કાઈ ઠોસ પુરાવા નથી મળ્યા પણ આવી રીતે આ ચોથું ખૂન છે ને ચારેય ના હાથ માં એ Silent Killer એવો થપો માર્યો છે બસ અને હા સર ખોટું ના લગાડો તો હજુ એક વાત છે

વિકાસ - બોલો

ત્રિવેદી - જેટલા ના પણ ખૂન થયા છે એ કા તો છોકરીઓ ની છેડતી ના કેશ માં અથવા તો છોકરીઓ ના રેપ કેશ માં સંડોવાયેલા હોઈ

વિકાસ - (ગળગળા અવાજે)હમમ પણ મારા દીકરા એ તો આવું કાઈ નથી કર્યું

ત્રિવેદી - સર તમારા દીકરા ઉપર ૩ રેપ કેસ દાખલ થયા હતા પણ .......

વિકાસ - પણ શું ?

ત્રિવેદી - એ તમારા અને પૈસા ના દમ ઉપર ફાઈલ બંધ કરાવી દીધી હતી એટલે બવ ખબર નથી કોઈને

વિકાસ - (ગળગળા અવાજે) આ બધું તમે મને પેલા કેમ ના કીધું

ત્રિવેદી - સર તમારા દીકરા મને સસ્પેન્ડ કરાવાની ધમકી આપતા હતા તો કેમ કહું

વિકાસ - એ બધું જવા દયો અને હવે અપરાધી ઉપર ધ્યાન આપો એને પકડવો બહુ જ જરૂરી છે.

ત્રિવેદી - ઓકે સર કાઈ પણ સબૂત મળે તો અમે તમને જાણ કરીશું

ત્યાર બાદ મંત્રી સાહેબ પોતાના કાફલા સાથે રવાના થાય છે.

હવાલદાર - સર છેલા ૧૫ દિવસ માં ૪ ખૂન થયા એકેય પાસે સબૂત ના મળ્યું મંત્રી સાહેબ ના છોકરા ની બોડી PM માટે મોકલવાની છે હવે આમાં કંઈ સબૂત મળે તો શાંતિ થશે આપણને

ત્રિવેદી - હમ ચાલો આ બોડી ને લેબ માં મોકલો અને આપણી ટુકડી ને જેટલી જગ્યા એ ખૂન થયા ત્યાં બધે જ મોકલી દયો કેમકે ગુનેગાર કઈક તો ભૂલ કરે જ છે

એટલા માં ત્રિવેદી સાહેબ ના મોબાઈલ પર અજાણ્યા નંબર પર થી કોલ આવે છે

અજાણ્યો સખ્સ - ત્રિવેદી સાહેબ તમે કાઈ પણ કરી લ્યો પણ એ કિલર તમારા હાથ માં નહિ આવે (આમ કહી શૈતાની હસી હસે છે અને ફોન કટ કરી નાખે છે )

ત્રિવેદી - હેલો હેલો કોણ છે તું હેલો

એટલા માં હવાલદાર રામપાલ આવે છે

રામપાલ - સુ થયું સર કોનો ફોન હતો

ત્રિવેદી - અજાણ્યો નંબર હતો અને કહેતો હતો એ કિલર તારા હાથ માં નહિ આવે

રામપાલ - સર ક્યાં નંબર માંથી કોલ આવ્યો તો આપણે એને ટ્રેસ કરી ને લોકેશન જાણી શકીએ

ત્રિવેદી - મે પણ એવું વિચાર્યું હતું પણ નંબર પ્રાઇવેટ છે અને કદાચ પાઈવેટ ના પણ હોય તો પણ એ આપણા થી એક કદમ આગળ હાલે છે

(કોણ હશે આ silent killer શું ત્રિવેદી સાહેબ આ કિલર ને પકડી શકશે? સુ એ કિલર જે કરી રહ્યો છે એ રસ્તો સાચો છે? તમારા પ્રતિભાવો કૉમેન્ટ માં આપો હવે ટૂંક સમયમાં મળીશું Silent Killer ના નવા એપિસોડ માં ત્યાં સુધી રામ રામ)