ત્રિભેટે - 13 Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભેટે - 13

પ્રકરણ 13

જમીને એ લોકો વાતે વળગ્યાં...

રાજુનાં મનમાં લાલચ જાગી ચુકી હતી, એ રાહ જોતો હતોકે ક્યારે આ લોકો સુવા જાય!

એ અવઢવમાં હતો કે જો એ લોકો સુવા જાય પછી જાઉં તો ફીંગરપ્રીન્ટ લોક કેમ ખોલવું અને જો કહીને જાય તો બહાર જ રહેવું પડે આખી રાત...

.કવનનો નિયમ હતો રાતે કોઈનાં માટે ઘરનાં દરવાજા ખુલતાં નહીં.

ત્યાં પાછો મેસેજ આવ્યો " અડધી કલાકમાં નહીં આવે તો ઓફર ગુમાવીશ"..

એને વારંવાર ફોન ચેક કરતાં જોઈ કવને પુછ્યું " કંઈ ચિંતા જેવું છે?"

" ના ના એક મિત્ર વલસાડ અવ્યો છે , તે મળવા બોલાવે છે." એણે જરાક અચકાઈને કહ્યું.

" તો જા , જઈ આવ, મારી બાઈક લેતો જા"...કવને સરળતાથી કહ્યું...

"ના ના...બાઈકની જરૂર " એ થોડો ગભરાયો, એને ખોટું બોલવાનો અફસોસ થયો..પરંતું દસ લાખ એકસાથે મળતાં હોય એવું શું હશે? એ જાણવાની લાલચ એ રોકી શક્યો નહીં.

" રાજુભાઈ અડધી રાતે અહીં શું મળવાનું?" લઈ જાઓ..પ્રકૃતિએ કહ્યું.

હવે નાછુટકે વલસાડ જવું જ પડશે, કવને એની બાઈક પર જી.પી.એસ ટ્રેકર લગાવેલું હતું.જો એમને ખ્યાલ આવ્યો કે એ અહીં જ હતો તો દસ લાખનાં ચક્કરમાં પચાસ હજારની નોકરી ગુમાવવી પડે..

એણે" આવું છું " એવો મેસેજ ટાઈપ કર્યો...અને ફટાફટ તૈયાર થઈને નીકળ્યો...

જતાં જતાં કહેતો ગયો કે " મોડા વહેલું થાય તો મેસેજ કરીશ"..

એ બહાર નીકળીને થોડી દુર ગયો ત્યાં બ્લું કાર ઉભી હતી...એ સમજી ગયો...એણે મેસેજ કર્યો પાછળ આવો વલસાડ પહોંચી વાત કરશું.

*************************************
એ ગયો એટલે સુમિતે કહ્યું" આનું વર્તન થોડું અજીબ નથી." નયને પહેલીવાર સહમતી દર્શાવતાં ટાપસી પુરી" આ તારો હીરો ખરેખર બહું ઉંડો છે, ભરોસા લાયક નથી."

"હું આમ તો બેકગ્રાઉન્ડ ચેક કર્યા વીના કોઈને રાખતો નથી છતાં હું ધ્યાન રાખીશ.અત્યારે એને તડકે મુકો"... કવને કહ્યુ અને નયન તરફ નીશાનો તાક્યો, " આટલી ઉંમરમાં સુગર આવી ગયેલું તે ડોલર ઓછા ખાને સારું ખાવાનું ખા".

નયનને એનાં મિત્ર પર વહાલ ઉપજ્યું...એની આંખનાં ભીનાં ખુણાં કોઈને દેખાઈ નહીં એમ એ સિગારેટ સળગાવવા ઉભો થઈ ગયો.

કવને ભડકતાં કહ્યું " જોયું એનાં લક્ષણ સિગારેટ ને દારુ ભી પીતો હોશે.."

એ વખતે સુમિતે માંડીને વિસ્તારથી એને મોકલેલાં ફોટા , ગાડી અને કાલે સાંજે જોયેલી અન્ય ગાડી પર તે વિચિત્ર સિમ્બોલની વાત કરી...ત્યાં નયનની સિગારેટ પુરી થતાં આવ્યો અને વચ્ચે કુદી પડ્યો.".આપણી સાથે કોઈને દુશ્મની ની મલે, પણ આ ઈન્ટ્યુઝન વાળી સમજતી નથી"..

એ લોકોની વાત શાંતિથી સાંભળતાં પ્રાગનાં મનમાં બ્લું કાર અને સિમ્બોલની વાત આવી એટલે કંઈક ઝબકારો થયો.ક્યાંક તો આ સિમ્બોલ એણે જોયું છે...અને પીકનીકમાં ગયાં હતાં ત્યાં આ કાર પાર્ક જોઈ હતી.પોતાનો ફેવરિટ કલર જોઈ એનું સહજ ધ્યાન ગયું હતું...

પે'લું સિમ્બોલ તો એણે બીજે પણ જોયું છે ..એણે દિમાગને કસ્યું. એનાંથી જોરથી બોલાઈ ગયું. " આ સિમ્બોલ તો ક્યાંક જોયેલું...છે"

બધા એકસાથે એની તરફ જોવા લાગ્યાં એણે ખભ્ભા ઉલાળ્યાં "પણ ક્યાં એ યાદ નથી આવતું"...હવે સહું થોડાં ગભીર થયાં , એમાં એણે પાછું પીકનીકમાં ગયો ત્યારે કાર જોયાનું કહ્યું...

એ લોકોએ કલાકો દિમાગ કસ્યું બધી શક્યતાઓ વિચારી પણ કંઈ તાળો નહોતો બેસતો...હવે સાવચેતી રાખવી અને જેને જે યાદ આવે કે દેખાઈ એણે નોટ ટપકાવી લેવી..એવું નક્કી થયું.

ચર્ચાનાં અંતે એટલો જ નિશ્કર્ષ નિકળ્યો કે ..એ જે પણ છે ત્રણેયની પર નજર રાખે છે.

*************************************

રાજુ છેક વલસાડ પહોંચી ગયો ત્યાં સુધી એણે બાઈક ઉભું ન રાખ્યું..જેવું એણે બાઈક ઉભું રાખ્યું..કારમાંથી એક યુનિફોર્મ ધારી સૉફર બહાર આવ્યો એણે રાજુનાં હાથમાં ફોન પકડાવ્યો અને કાને રાખવાનો ઈશારો કર્યો.

..ફોન કાને રાખતાં જ એક થોડો ભારેખમ અવાજ આવ્યો .." તારાં દસ લાખ તને હમણાં જ મળી જશે".. સાંભળતાં જ રાજુની કરોડરજ્જુમાં ખુશીનું લખલખું પસાર થઈ ગયું.

" તારે તારા શેઠ લોકોની રોજેરોજની હિલચાલની માહિતી મને પહોંચાડવાની.." એનાં માટે ખાલી ટેક્સ્ટ મેસેજ મોકલવાનાં એમાંય એમનાં મહેમાન સાથે બહાર જવાનાં હોય તો ખાસ..."

હવે રોમાંચનું સ્થાન ભયે લઈ લીધું.." મારાં....શેઠને નુકસાન તો..." એની વાત અધવચ્ચે કપાઈ ગઈ " તો શું તને નાચવાનાં કોઈ દસ લાખ આપે..."એ સાથે ગાડીનો દરવાજો ખુલ્યો ને એક ચહેરો ઢાંકેલો માણસ બહાર નીકળ્યો..

એણે સીધી રાજુનાં લમણે રિવોલ્વર તાકી.....જો કામ નહીં કર તો...

ક્રમશ:

@ ડો.ચાંદની અગ્રાવત

વાચકમિત્રો જો તમે આ ધારાવાહિક વાંચો છોતો તમારો પ્રતિભાવ જરૂર આપો..