શું ભૂલ મારી.. Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું ભૂલ મારી..

"હા... પણ એમાં મારી શું ભૂલ?!" એની ચબરાક આંખોથી ઋત્વિક એ કહ્યું તો પ્રિયાથી હસી જ જવાયું!

"અરે પાગલ! હું કોઈ બીજાને લવ કરું છું! ભલેને એણે બીજે કેમ ના લગ્ન કરી લીધું! મારા દિલમાં તો હજી એ જ છે! હું આ જગ્યા એના સિવાય કોઈને ના આપી શકું!!!" પ્રિયાએ ફરીથી એણે સમજાય એમ કહ્યું.

"હા... તો એમાં મારે શું?! પણ હું તો તને જ લવ કરું છું ને..." ઋત્વિક એ કહ્યું તો પ્રિયા નું પત્થર દિલમાં એક મોટી તિરાર પડી ગઈ! એણે એના દિલમાં બસ રાહુલને જ જગ્યા આપી હતી. રાહુલના લગ્ન પછી એ કોઈને એ જગ્યા ના આપી શકી! એમાં રહેલી રાહુલની એ બધી જ યાદો બહાર આવી ગઈ!

"જો એણે જે કંઈ કર્યું, પણ હું તો આજે પણ એણે જ લવ કરું છું! એની જ છું અને એની જ રહીશ!" પ્રિયાએ એ બધું જ કહ્યું તો એનાથી રડી જવાયું!

"સારું... તું કર ને રાહુલને લવ... હું તો..." ઋત્વિક એ એના આગળના શબ્દો અંદર જ સમાવી લીધા. પણ એના અર્થને પ્રિયા બરાબર સમજી ગઈ હતી કે ઋત્વિક હવે એના સિવાય કોઈને પણ નહોતો ચાહવાનો!

પ્રિયાના ટેરેસ પર થયેલો આ એમનો લગભગ છેલ્લો જ સંવાદ હતો!

પ્રિયાના ઘરે આવેલ એની જીજાજીનો ભાઈ ઋત્વિક બહુ જ માયાળુ હતો! શુરૂથી જ એ તો પ્રિયાને ચાહતો હતો! પણ પ્રિયાએ ક્યારેય એણે આ સચ્ચાઈ તો નહોતી જ કહી! એણે પણ ડર હતો કે એણે ખૂબ જ ગુસ્સો આવશે! પણ આજે એણે આ બધું જ કહી દીધું હતું!

🔵🔵🔵🔵🔵

"સારું... તું કર ને રાહુલને લવ... હું તો..." ઋત્વિકના એ શબ્દો હજી પણ પ્રિયાના કાનમાં પડઘાઈ રહ્યા હતા! કર્ટવટ બદલી બદલી એ ઊંઘવા કોશિશ કરે છે પણ ઊંઘ આવતી નહિ તો પ્રિયા વિચારવા લાગે છે! યાર એ વાત જાણીને પણ કે હું કોઈ બીજાને ચાહતી હતી, ઋત્વિક હજી પણ મને જ લવ કરે છે! આટલો બધો ગહેરો લવ તો કોઈ ના કરી શકે! આજે એણે ખુદ જ એના દિલના વિરુદ્ધ જવાનું મન થઇ રહ્યું હતું! કેમ કે ખરેખર તો ઋત્વિક માં કોઈ જ ખામી પણ તો નહોતી! એણે આંખો બંધ કરીને વિચારો બંધ કર્યા.

🔵🔵🔵🔵🔵

"ઓય ઋત્વિક સાંભળ ને મારે તારું કામ છે..." દૂર રહેલા નીચે બાઈક પર બેઠેલા ઋત્વિક ને શ્રુતિ એ બૂમ પાડી તો એ સફાળો ધાબા પર જઈ પહોંચ્યો!

"ઓય મને તું બહુ જ ગમે છે!" શ્રુતિ એ એના હાથની એક આંગળીથી ઋત્વિક ના ગાલને ટચ કરતા કહ્યું.

"ઓ હોશ મા તો છું ને તું! હું તો મારી પ્રિયાને લવ કરું છું... એણે જ કરતો હતો! કરું છું અને એણે જ કરીશ!" એણે કહ્યું!

"શ્રુતિ ને આ નાટક કરવા મેં જ કહ્યું હતું!" ધાબે સૂકવેલા કપડાં પાછળ થી બહાર આવતા પ્રિયાએ કહ્યું.

"અરે બાબા... હું તને જ ચાહું છું!" ઋત્વિક એ કહ્યું.

"હા... આઇ લવ યુ, ટુ!" પ્રિયાએ એણે હગ કરતા કહ્યું.

"પણ તું તો..." ઋત્વિક ની વાતને અર્ધેથી કાપતા જ પ્રિયાએ જવાબ આપ્યો, "શું પ્યાર બીજી વાર ના થાય?! અને એમાં તારી શું ભૂલ?!"

"પણ એમાં તારી શું ભૂલ?!" પ્રિયા ના એ છેલ્લા શબ્દો હજી પણ ઋત્વિક ના મનમાં પડઘાઈ રહ્યા હતા! પોતે એણે કામ વિના ની સજા નહોતી મળી! રાહુલે જે કંઈ કર્યું એમાં ઋત્વિક ની તો કોઈ ભૂલ હતી જ નહિ ને?!