Featured Books
શ્રેણી
શેયર કરો

યાર, પ્યાર અને એકરાર - 2 (કલાઈમેક્સ)

યાર, પ્યાર અને એકરાર - 2 (કલાઈમેક્સ)

કહાની અબ તક: નેહા કેફે માં કોઈ નો ઇન્તજાર કરે છે, પવન ની લહેર એણે ભૂતકાળ માં ખેંચી લઈ જાય છે. એણે વધુ યાદ આવવા લાગે છે. એ અને એની એક ફ્રેન્ડ એના ફ્રેન્ડ નાં બી એફ ને મળી ને આવતા હોય છે, ત્યારે જ રસ્તા માં એમની એકટીવા માં પેટ્રોલ ખૂટે છે. એકટીવા બંધ થઈ જાય છે. એની ફ્રેન્ડ એના બી એફ નાં કલોઝ ફ્રેન્ડ પ્રિતેશ ને કોલ કરે છે. અને હા, પ્રિતેશ એ એ જ વ્યક્તિ છે કે જેનો વેઇટ નેહા હમણાં કેફે માં કરી રહી છે. એણે બધું યાદ આવે છે કે ત્યારે કેવું બંને નાં ફોન માં ચાર્જ ઓછું હતું અને પ્રિતેશ તુરંત જ ત્યાં આવી ગયો હતો. પણ હજી કઈક એવું નેહા એ ખબર પડવા ની વાર હતી કે જેની કલ્પના નેહા એ સપના માં પણ નહિ કરી હોય!

હવે આગળ: પ્રીતેશ એમની હેલ્પ કરી ને એની બાઈક ઉપર ચાલ્યો ગયો હતો.

"એક વાત કહું..." એકટીવા ચલાવતા ચલાવતા જ રીના એ કહ્યું.

"હા... બોલ ને!" પાછળ બેઠેલી રચના એ કહ્યું.

"કોલ તો મેં નીતિન ને જ કરેલો પણ..." રીના એ આગળ કઈ બોલ્યું નહિ તો રચના એ "પણ શું?!" મોટે થી બોલવું જ પડ્યું.

"પ્રિતેશ લવઝ યુ!" બંને એટલી જલ્દી રીના બોલી જ ગઈ!

"તો એણે મને કેમ ના કહ્યું?! આઇ મીન હું એને ના થોડી કહેત!" રચના થી હસી જ જવાયું!

"અરે એટલે તને યાદ છે, એકવાર તુએ કહેલું ને કે તું તો કોઈ ને પણ લવ નહિ કરે એમ તો એટલે એ ડરતો હતો!" રીના એ વાત સાફ સાફ કહી જ દીધી!

"ઓહ મને તો લાગ્યું કે સાહેબ ફોન માં વ્યસ્ત હશે તો આપણી વાત નહિ સાંભળી હોય!" રચના થી ફરી હસી જવાયું!

"અરે તારું નામ પડ્યું ને એટલે ખુદ આવ્યો!" રીના એ કહ્યું.

"અરે મને તો લાગેલું કે એ જ મને લવ નહિ કરતો હોય, એટલે જ હજી મને પ્રપોઝ નહિ કર્યું!" રચના એ એક નિશ્વાસ નાંખ્યો અને કહ્યું, "પણ હવે તો ખબર પડી ગઈ!"

બસ વિચારો કરી ને આટલે અટકી જઇને એના થી હસ્યા વિના ના જ રહી શકાયું!

"તું આવે છે કે નહિ?!" એણે વેટ ના જ થતાં કોલ પ્રિતેશ ને કરી જ દીધો હતો.

"એકચૂલી, હું નહિ આવતો... બીક લાગે છે તારી!" પ્રિતેશ એ સાવ શરમાતાં કહ્યું.

"ઓ મેન્ટલ! પાગલ છું તું કઈ?! જ્યારે મેં તને કહ્યું કે મને રીના એ બધું કહી દીધું ત્યારે તો આઇ લવ યુ તુએ પણ તો કહેલું. શું તું મને લવ નહીં કરતો?!" સાવ રડમસ રીતે જ રચના એ કહ્યું.

"એવું નહિ... હું કેફેમાં જ છું... બસ અંદર આવાવ ની ક્યારની હિંમત નહિ ચાલતી!" રચના ને કોલ પર પ્રિતેશ એ કહ્યું.

પ્રિતેશ અંદર એન્ટર થયો કે તુરંત જ રચના એણે વળગી જ પડી.

"સોરી યાર! ભૂલ મારી જ છે, મેં તો તને લવ યુ ટુ, કહ્યું જ નહિ! હું તને ફેસ ટુ ફેસ કહેવા માંગતી હતી!" એની આંખો ભીની હતી.

"ના... એવું નહિ, મને તો ખબર જ હતી... તું મને લવ કરું છું, બસ એક ડર હતો!" પ્રિતેશ એ કબૂલ્યું.

"આઇ લવ યુ, ટુ!" રચના એ એક પણ સેકંડ ગુમાવ્યા વિના કહી દીધું!

(સમાપ્ત)